હિન્દીમાં એક વાક્ય ખૂબ જાણીતું છે, "ભગવાન દેતા હે તો છપ્પર ફાડ કે દેતા હે." આ શ્રદ્ધાવાને એ વાત ઘણીવાર અનુભવી હશે એવું કહીએ તો પણ એમાં અતિશયોક્તિ નહીં ગણાય. આ શ્રદ્ધાવાને પોતાના અનુભવમાં જે કહ્યું છે તે ખરેખર સાચું જ છે.
---------------------------------------------------------------------------------
૨૦૧૨થી અમે અનિરૂદ્ધ બાપુની ઉપાસનામાં જોડાયા. અમારા ત્યાંના બાપુભક્ત શ્રદ્ધાવાન શૈલજાવીરાના કારણે અમે પણ વર્ધાના અનિરૂદ્ધ ઉપાસના કેન્દ્રમાં જવા લાગ્યા. આ ત્રણ વર્ષોમાં મને અને મારી પત્ની સૌ. સુવર્ણવીરાને બાપુના ઘણા નાના-મોટા અનુભવો આવ્યા છે. એમાંથી જ એક આ અનુભવ...
બાપુની સેવામાં આવ્યા પછી અમારે ખાર, મુંબઈ ખાતે આવેલા શ્રીગુરુક્ષેત્રમ્ તેમજ ડૉ.સુચિતદાદાના ક્લિનિકે પણ અવારનવાર જવાનું થતું. ક્યારેક અમે બંને એકલાં જતાં, તો ક્યારેક ઉપાસના કેન્દ્રના અન્ય બાપુભક્તો પણ અમારી સાથે હોતા. એવો જ એક પ્રસંગ છે, જ્યારે અમે બંને અને ઉપાસના કેન્દ્રનાં બાપુભક્ત નિલીમાવીરા તથા એમની દીકરી-એમ અમે ચાર જણા શ્રીગુરુક્ષેત્રમ્ જવાના હતા. જવાનો દિવસ નક્કી થયો. સાંજના સમયની વિદર્ભ એક્સપ્રેસથી અમે જવાના હતા. પણ અમારામાંથી કોઈનીયે ટિકિટ કન્ફર્મ ન્હોતી અને માત્ર એક અઠવાડિયાના સમયગાળામાં ટિકિટ કન્ફર્મ થઈ જશે, એની કોઈ ખાતરી પણ ન્હોતી. ઓછામાં ઓછી એક ટિકિટ કન્ફર્મ થવી તો ખૂબ જરૂરી હતું. અમારા માટે તો આ વાત સાવ અશક્ય જ લાગતી હતી. પણ એ દિવસે અમે શ્રીગુરુક્ષેત્રમ્ આવીએ એવી કદાચ એ સદ્ગુરુની જ ઈચ્છા હશે અને 'આલે દેવાજીચ્યા મના, તેથે કોણાચે ચાલેના!' (ભગવાન મનમાં ધારી લે પછી કોનું ચાલે!) આ વાતની પ્રતીતિ અમને થઈ.
જવાનો દિવસ આવી ગયો. મેં સવારે આશા સાથે મોબાઈલમાં જોયું કે ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં, તો પચાસ નંબરનું વેઇટિંગ બતાવતું હતું. મારી વાઇફે મને કહ્યું હતું કે જો ટિકિટ કન્ફર્મ હોય તો જ રિઝર્વેશન રાખજો. વારંવાર નેટ પર ચેક કરવા છતાંય વેઇટિંગ નંબર ૪૦-૪૫થી નીચે આવતો જ ન્હોતો. બપોરે ચાર વાગ્યે ઘરેથી નીકળવાનો સમય થઈ ગયો. મગજમાં વિચારોનું વંટોળ ચાલતું હતું કે હવે શું કરવું? અહીં આખો દિવસ નિલીમાવીરાના પણ ફોન આવતા હતા. ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે એમનો પણ જીવ અધ્ધર થઈ ગયો હતો. શૈલજાવીરાને ફોન કરીને ટિકિટ વિશે વાત કરી ત્યારે તેમણે અમને ધીરજ આપતાં કહ્યું, "તમે બધું બાપુ પર છોડી દો. તે તમારી સાથે જ છે, એ જ કરશે જે કરવાનું હશે." એ સાંભળીને ક્ષણભર માટે અમને શાંતિ થઈ. પણ જેમ જેમ ઘડિયાળના કાંટા આગળ વધતા હતા, તેમ તેમ અમારા હૃદયના ધબકારા વધતા જતા હતા. વર્ધા સ્ટેશને જઈને રિઝર્વેશન કેન્સલ કરાવી આવો, એવું મારી વાઇફે કહ્યું. મને પણ કઈ સમજણ પડતી ન્હોતી. પણ બીજો કોઈ રસ્તો ન દેખાતાં બાપુને પ્રાર્થના કરી અને છેવટે રિઝર્વેશન કેન્સલ કરાવવા માટે નીકળ્યો.
...એટલામાં જ ફોનની રિંગ વાગી. મારી વાઇફે ફોન ઉપાડ્યો. સામેથી નિલીમાવીરાનો અવાજ આવ્યો, "તમારી ટિકિટો કન્ફર્મ થઈ ગઈ છે!".....આ સાંભળીને અમારા આનંદનો કોઈ પાર ન રહ્યો. ધન્ય છે બાપુ! 10 મિનિટ પહેલાં સુધી ૪૫ વેઇટિંગ નંબર બતાવતું હતું અને હું બાપુનું નામ લઈને રિઝર્વેશન કેન્સલ કરાવવા નીકળ્યો જ હતો, ત્યાં જ અચાનક ટિકિટો કન્ફર્મ થઈ ગઈ હતી! આ મારા સદ્ગુરુ રાયાની જ અસીમ કૃપા છે!
| Hindi | English |
|---|---|

Comments
Post a Comment