રસ્તામાં જતાં-જતાં મલ્હારરાવે હત્યા વિશે અને જગ્યા વિશે વ્યવસ્થિત રીતે હેલ્ડેન સાહેબને જણાવી દીધું. તેથી હેલ્ડેન સાહેબના મનની શંકા વધુ બળવત્તર થવાની મલ્હારરાવને પૂરી ખાતરી હતી.
આની સાથે જ મલ્હારરાવને એ પણ પૂરી ખાતરી હતી કે આ બ્રિટિશ અધિકારી જબરદસ્તી કરીને મંદિરમાં પ્રવેશ કરશે નહીં; પરંતુ તેમના ચાર ભારતીય કૂતરા જેવા ભારતીય વંશના પોલીસ ઓફીસર તે આખી જગ્યાને એકદમ ઝીણવટથી તપાસી કાઢવાના હતા.
આ ચારેય પોલીસ ઓફીસર ઇલાકામાં ખૂબ પ્રખ્યાત હતા. તેમાંય ગામમાં હત્યા થયેલા પોલીસ ઓફીસર હેલ્ડેનના પાંચમા કૂતરા જ હતા અને આ કારણે તે ચારેય જણા ગુસ્સે ભરાયેલા હતા.
ગુપ્ત દ્વાર, ગુપ્ત રૂમ અને ભોંયરા તેમને મળવા શક્ય જ ન હતા. આના બે કારણો હતા. એક તો ફકીરબાબા અર્થાત શિવરામરાજને રચના જ તેવી કરી હતી અને બંને મંદિરોના બાંધકામમાં સામેલ થયેલા તમિલ કારીગરો ક્યારનાય તેમના તેમના ગામોમાં ગયેલા હતા. બીજું એટલે કે આવી જગ્યાઓ અને ગુપ્ત દ્વારના સ્થળે ભજન માટે સ્ત્રીઓને જ બેસાડવામાં આવેલી હતી. તેમનામાંથી અનેક સ્ત્રીઓ આ ચારેયના સગા-સંબંધી, ગામની કે જાતિની હતી અને આવી સ્ત્રીઓની વચ્ચે ઘૂસીને કાર્યવાહી કરવાથી તે ચારેય જણા તેમની તેમની જાતિ અને ગામ તરફથી બહિષ્કૃત થઈ શક્યા હોત.
તે ચારેયે બહાર આવીને હેલ્ડેનને ધીમા અવાજમાં ઈંગ્લિશમાં જણાવ્યું કે “બાકી બધું વ્યવસ્થિત લાગે છે, પણ ત્રણ વસ્તુઓ ખટકે છે. ૧) સ્ત્રીઓ એક બાજુ, પુરુષો એક બાજુ એવી રીતે બેસવાની પરંપરા હોવા છતાંય અહીંના મંદિરમાં તો સ્ત્રીઓના સમૂહ પુરુષોથી અલગ હોવા છતાંય સભામંડપમાં ઠેર ઠેર વિખરાયેલા હતા. ૨) મંદિરના સભામંડપની બહારના પ્રાંગણમાં એક નવો ઊભો કરેલો મંડપ છે. જ્યાં હત્યા થઈ, તે જ જગ્યા પર શુદ્ધિકરણનો મોટો હોમ ચાલુ છે. હોમકુંડ ખૂબ જ મોટા આકારનું બનાવવામાં આવ્યું છે અને અહીં પણ ઠીક-ઠીક ભીડ છે. મુખ્ય એટલે કે અઢાર પગડ જાતિઓમાંથી (તે સમયના રિવાજ અનુસાર અઢાર મુખ્ય જાતિઓ, તેમની દરેક જાતિની પગડી અથવા પાઘડી અથવા ફેંટો તે જાતિ જ વાપરતી.) દરેક જાતિના મુખ્ય નાગરિકો આજુબાજુના ગામોમાંથી પણ આવી રહ્યા છે અને તે બધાને દુઃખ પહોંચાડવામાં આવે તો ખૂબ મોટો અસંતોષ ઊભો થઈ શકે છે. ખટકવા જેવી વાત એટલે એક પણ જાતિને મંડપ બહાર રાખવામાં આવી નથી. એકદમ ગામની બહાર વસ્તી ધરાવતા જાતિના લોકોને પણ આ મંડપમાં સ્થાન છે. આ લોકોને આટલું માન મળવાનું કારણ શું? ગામના ઉચ્ચવર્ણીય લોકો અર્થાત બ્રાહ્મણ, ક્ષત્રિય અને વેપારી વર્ગ આનો વિરોધ કેમ કરતા નથી? આનો સ્પષ્ટ અર્થ છે કે કંઈક કાવતરું રંધાય છે. ૩) અનેક ચહેરાઓ અજાણ્યા લાગે છે. આ વિસ્તારના લાગતા જ નથી. આવા બધા શંકાસ્પદોને અને તમામ જાતિપ્રમુખોને પકડીને પોલીસ સ્ટેશન પર પૂછપરછ માટે લઈ જઈએ શું? હન્ટરના ચાર-પાંચ ફટકા પડ્યા કે કોઈક ને કોઈક તો બોલવા જ લાગશે.”
હેલ્ડેન પોતાની ફોજ લઈને જિલ્લાના મુખ્ય સ્થળે નીકળી ગયા. તેમનામાંથી કોઈને પણ ખબર નહોતી કે મલ્હારરાવને, ફકીરબાબાને અને ફડકે માસ્તરને ઈંગ્લિશ ઉત્તમ રીતે સમજાતું હતું અને બોલતા પણ આવડતું હતું. તેમણે માત્ર જાનકીબાઈને તેમનાથી દૂર ઊભી કરીને રાખી હતી અને તે પણ તેમનું માન રાખીને જ કારણ કે તેમના પતિ અર્થાત રામચંદ્ર ધારપુરકરની બ્રિટિશ સરકારમાં વટની હેલ્ડેનને બરાબર ખબર હતી.
તે બધા જ નીકળી જતાં મલ્હારરાવ દરેક જાતિના અને ગામના તેમના મુખ્ય સહાયકોને લઈને એકદમ શાંતિથી વિઠ્ઠલ મંદિરના એક ગુપ્ત રૂમમાં ગયા. હેલ્ડેન અને તેમના ઓફીસર વચ્ચેનું આખું સંભાષણ મલ્હારરાવે બધાને બરાબર સમજાવી દીધું.
કેટલાક લોકોએ નમ્રતાથી પ્રશ્ન કર્યો, “‘રાણીચા જાહીરનામા’ એટલે શું? જલિયાંવાલા બાગ ક્યાં છે અને ત્યાં શું થયું? દાંડી યાત્રામાં બધું શાંતિથી ચાલતું હોવા છતાં ‘ડોકી ફૂટલી’ કેવી રીતે?”
મલ્હારરાવે શાંતિથી આંખો બંધ કરીને સ્વયં ભગવાનનો મંત્રગજર કર્યો અને એક-એક વાત કહેવાનું શરૂ કર્યું.
(વાર્તા ચાલુ)
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാളം>>

.jpg)

.jpg)
Comments
Post a Comment