દરવર્ષે માગશર મહિનાના શુક્લ પક્ષના બીજા શનિવારથી શ્રધ્ધાવાનો પોતપોતાના ઘરે સદ્ગુરુ શ્રી અનિરુ્ધ્ધબાપુની પાદુકાઓનું પૂજન કરીને 'સચ્ચિદાનંદોત્સવ' ઉજવે છે. આ ઉત્સવ સ્વેચ્છાએ બે દિવસ કે પાંચ દિવસ દરમ્યાન ઉજવવામાં આવે છે.
'શ્રીપ્રેમસ્વરૂપ તવ શરણમ્। પુરુષાર્થરૂપા તવ શરણમ્।
શરણાગતત્રિતાપહરા। સચ્ચિદાનંદા તવ શરણમ્।।'
'આહ્નિક'માં આપેલા અચિંત્યદાની સ્તોત્રની આ નવમી કડી આપણે નિયમિતપણે બોલીએ છીએ. માનવના જીવનમાંથી આનંદ હરી લેનાર અને તેમનો છળ કરનાર ત્રિતાપ એટલે કે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક તાપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ સદ્ગુરુ જ આ ત્રિવિધ તાપમાંથી આપણને મુક્ત કરીને આપણા જીવનને આનંદથી ભરી દે છે.
આ સચ્ચિદાનંદ તો પોતાનું કાર્ય કરવા માટે સમર્થ અને તત્પર છે જ, પરંતુ તેમનું આ કાર્ય આપણા જીવનમાં થાય, તે માટે આપણે તેમના પર પ્રેમ કરવો જોઈએ, તેમના ઋણનું સ્મરણ કરીને કૃતજ્ઞ(અંબજ્ઞ) રહેવું જોઈએ અને સદ્ગુરુના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિનો ભાવ સ્વીકારવો જોઈએ.
આપણા જીવનમાં પ્રેમભાવ, કૃતજ્ઞતાભાવ(અંબજ્ઞતા) અને શરણાગતિભાવ આ ત્રણ ભાવ જેટલા પ્રમાણમાં વધશે, તેટલું જ આપણું પ્રપંચ (વ્યવહારિક જીવન) અને પરમાર્થ (આધ્યાત્મિક જીવન) આનંદમય બનશે, અને એટલે જ શ્રધ્ધાવાનો માગશર મહિનામાં આ 'સચ્ચિદાનંદોત્સવ' ઉજવે છે.
ભગવાન શ્રીકૃષ્ણે પોતે શ્રીમદ્ભગવદ્ ગીતામાં કહ્યું છે કે 'માસાનાં માર્ગશીર્ષોऽહમ્' (મહિનાઓમાં હું માગશર મહિનો છું). માગશર મહિનો દેવયાન માર્ગના અંતિમ ધ્યેય સુધી પ્રવાસ કરવાની ઈચ્છા રાખનારા શ્રધ્ધાવાનો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પર્વકાળ માનવામાં આવે છે.
આ માર્ગ પર સચ્ચિદાનંદ તરફ જવાનો 'પ્રેમ-પ્રવાસ' સુગમ બને, તે માટે શ્રધ્ધાવાનો માગશર મહિનામાં આ ‘સચ્ચિદાનંદોત્સવ’ ઉજવે છે.
આ માર્ગ પરના પ્રવાસમાં આપણું પ્રપંચ અને પરમાર્થ એકસાથે સુખી બને, તે માટે મન, પ્રાણ અને પ્રજ્ઞા આ ત્રણેય સ્તરો પર ઉચિતતા(યોગ્યતા) જળવાઈ રહે તે મહત્ત્વનું છે. સચ્ચિદાનંદોત્સવમાં શ્રધ્ધાવાનો ‘અનિરુધ્ધ-અથર્વ સ્તોત્ર’ અને ‘અનિરુધ્ધ અષ્ટોત્તરશત નામાવલી’ દ્વારા, ઉચિતતા સાધવાના હેતુથી સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધબાપુની પાદુકાઓનું પૂજન કરે છે.
સચ્ચિદાનંદોત્સવ ઉજવનારા શ્રધ્ધાવાનોની ભાવના એ હોય છે કે આ પૂજનમાં રહેલું અથર્વ સ્તોત્ર આપણામાં રહેલી ચંચળતાનો નાશ કરે અને અષ્ટોત્તરશત નામાવલી આપણા દેહમાં રહેલા ૧૦૮ શક્તિ કેન્દ્રોને સામર્થ્ય પ્રદાન કરે.
સચ્ચિદાનંદોત્સવ ઉજવનારા શ્રધ્ધાવાનો સદ્ગુરુ પાસે આશીર્વાદ માંગે છે કે....
૧) અમારી ત્રણેય સ્તરો પરની અશુદ્ધિ, અપવિત્રતા, અનુચિતતા દૂર થાય.
૨) અમારામાં પ્રેમભાવ, કૃતજ્ઞતાભાવ(અંબજ્ઞતા) અને શરણાગતિભાવ વધતો રહે.
૩) અમારા મન, પ્રાણ અને પ્રજ્ઞા આ ત્રણ સ્તરોને ત્રસ્ત કરનારા-
ચંચળતા, અવરોધ અને દિશાહીનતા આ ત્રણ અસુરોનો નાશ થાય અને ત્રણેય સ્તરોમાં ઉચિતતા જળવાઈ રહે.
'વામપાદેન અચલં દક્ષિણેન ગતિકારકમ્'
અર્થાત્ ડાબા પગથી અનુચિતને રોકનારા અને જમણા પગથી ઉચિતને ગતિ આપનારા, આમ જેમના ચરણન્યાસનું વર્ણન કરવામાં આવ્યું છે, તેવા સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધબાપુની પાદુકાઓનું પૂજન કરીને સદ્ગુરુકૃપાથી પ્રપંચ-પરમાર્થ એકસાથે આનંદમય બને, આ જ શ્રધ્ધાથી શ્રધ્ધાવાનો સચ્ચિદાનંદોત્સવ ઉજવે છે.
----------------------------
मराठी >> हिंदी >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാള>>
Comments
Post a Comment