તારીખ ૧૦ ઓક્ટોબર ૨૦૧૯ ના દિવસે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ પોતાના પિતૃ વચનમાં 'યા કુન્દેન્દુતુષારહારધવલા' આ પ્રાર્થના વિશે જણાવતાં કહ્યું હતું કે દશેરાના દિવસે આપણે આપણા ઘરે સરસ્વતી પૂજન કેવી રીતે કરવું જોઈએ? તેની માહિતી મારા બ્લોગ પરથી આપવામાં આવશે. તે મુજબ આ પૂજનની માહિતી નીચે આપી રહ્યો છું.
પૂજન સામગ્રી
૧) હળદર, કંકુ, અક્ષતા(ચોખા)
૨) નિરંજન (દીપક)
૩) નાળિયેર - ૨
૪) ગોળ અને સૂકા કોપરાનો પ્રસાદ
૫) ફૂલ, સોનું (આપટાનાં પાન)
૬) માં સરસ્વતી અને માં મહાસરસ્વતીનું રેખાંકિત ચિત્ર
૭) સોપારી - ૨
૮) નાગરવેલનાં પાન - ૨
૯) માંડણીમાં સૌથી પાછળ મહાપૂજનનો ફોટો (વરદાચંડિકા પ્રસન્નોત્સવ) અથવા તે ન હોય તો માં મહિષાસુરમર્દિનીનો સદ્ગુરુ બાપુ સાથેનો ફોટો રાખવો.
માંડણી :
૧) એક પાટલો અથવા બાજોટ લઈ તેના પર વસ્ત્ર પાથરવું.
૨) તેના પર નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે માંડણી કરવી.
પૂજન વિધિ :
૧) સૌપ્રથમ નિરંજનને હળદર-કંકુ ચઢાવવું.
૨) ત્યારબાદ 'શ્રી ગણપતિ સ્તોત્ર' નો પાઠ કરવો.
|| શ્રી ગણપતિ સ્તોત્રમ્ ||
પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ ।। ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ:કામાર્થસિદ્ધયે ।।૧ ।।
પ્રથમં વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતીયકમ્ ।। તૃતીયં કૃષ્ણપિગાક્ષં ગજવક્ત્રં ચતુર્થકમ્ ।।૨ ।।
લમ્બોદરં પઞ્ચમં ચ ષષ્ઠં વિકટમેવ ચ ।। સપ્તમં વિઘ્નરાજેન્દ્રં ધૂમ્રવર્ણં તથાષ્ટમમ્ ।।૩ ।।
નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ । એકાદશં તુ ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ ।।૪ ।।
દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: । ન ચ વિઘ્નભયં તસ્ય સર્વસિદ્ધિકરં પ્રભો ।।૫ ।।
વિદ્યાર્થી લભતે વિદ્યાં ધનાર્થી લભતે ધનમ્ । પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ ।।૬ ।।
જપેત્ ગણપતિસ્તોત્રં ષડ્ભિર્માસૈ: ફલં લભેત્ । સંવત્સરેણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશય: ।।૭ ।।
અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત્ । તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: ।।૮ ।।
ઇતિ શ્રી નારદપુરાણે સંકટવિનાશનં શ્રીગણપતિસ્તોત્રં સંપૂર્ણમ્ ।
૩) સ્તોત્ર બોલ્યા પછી ફોટાને હાર પહેરાવવો.
૪) ત્યારબાદ નાગરવેલનાં પાન પર, નાળિયેર પર, પુસ્તકો પર અને શસ્ત્રો પર હળદર-કંકુ અને અક્ષતા ચઢાવવાં.
૫) ત્યારબાદ નીચેનો શ્લોક કહેવો.
શાન્તાકારં ભુજગશયનં પદ્મનાભં સુરેશં ।
વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાઙ્ગમ્।
લક્ષ્મીકાન્તં કમલનયનં યોગિભિર્ધ્યાનગમ્યમ્ ।
વન્દે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથમ્।।
૬) ત્યારબાદ 'યા 'કુન્દેન્દુતુષારહારધવલા' આ સ્તોત્ર / પ્રાર્થના બોલતા બોલતા ફૂલ અને સોનું (આપટાનાં પાન) અર્પણ કરવાં.
યા કુન્દેન્દુતુષારહારધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા ।
યા વીણાવરદણ્ડમણ્ડિતકરા યા શ્વેતપદ્માસના ॥
યા બ્રહ્માચ્યુત શંકરપ્રભૃતિભિર્દેવૈઃ સદા વન્દિતા ।
સા મામ્ પાતુ સરસ્વતી ભગવતી નિઃશેષજાડ્યાપહા ॥
૭) ત્યારબાદ ૨૪ વાર 'ૐ કૃપાસિંધુ શ્રી સાંઈનાથાય નમઃ' આ મંત્રનો જાપ કરવો.
૮) આ જાપ કર્યા પછી આરતી કરવી અને ગોળ-સૂકા કોપરાનો પ્રસાદ અર્પણ કરવો.
૯) ત્યારબાદ 'વિજયમંત્ર' બોલવો.
વિજય મંત્ર
રામો રાજમણિઃ સદા વિજયતે રામં રમેશં ભજે રામેણાભિહતા નિશાચરચમૂ રામાય તસ્મૈ નમઃ । રામાન્નાસ્તિ પરાયણં પરતરં રામસ્ય દાસોસ્મ્યહં રામે ચિત્તલયઃ સદા ભવતુ મે ભો રામ મામુદ્ધર ॥
રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે । સહસ્રનામ તત્તુલ્યં રામ નામ વરાનને ॥
અહીં પૂજન સમાપ્ત થાય છે.
અંબજ્ઞ
मराठी >> हिंदी >> English >> বাংলা>> தமிழ்>>
Comments
Post a Comment