Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love
Showing posts with label અનુભવ કથન. Show all posts
Showing posts with label અનુભવ કથન. Show all posts

Wednesday, July 23, 2025

સદ્‍ગુરુ પરનો દૃઢ વિશ્વાસ બધું જ કરી શકે છે! - શુભાવીરા ત્રાસી નો અનુભવ

સદ્‍ગુરુ પરનો દૃઢ વિશ્વાસ બધું જ કરી શકે છે! - શુભાવીરા ત્રાસી નો અનુભવ

'પોતાનો આત્મવિશ્વાસ અને પોતાના સદ્‍ગુરુ પર દૃઢ વિશ્વાસ આ બંને બાબતો જીવનમાં આવશ્યક છે'. આ શ્રદ્ધાળુ મહિલાના આ ઉદગારો અત્યંત મહત્વપૂર્ણ છે. મૂળભૂત રીતે, સદ્ ગુરુ પરનો દૃઢ વિશ્વાસ જ આપણો આત્મવિશ્વાસ કેવી રીતે વધારે છે તે આ અનુભવ પરથી પ્રતીત થાય છે.

-------------------------------------------------

હરિ ૐ. સદ્‍ગુરુ અનિરુધ્ધ બાપુની કૃપાછાયા મારા સંપૂર્ણ પરિવાર પર નિરંતર રહે, એ જ અમારું પરમ ભાગ્ય છે એમ હું માનું છું. મારા પતિ વિરાજસિંહ ત્રાસી, દીકરો ગૌરવસિંહ ત્રાસી અને હું હોંગકોંગમાં રહીએ છીએ. અમને હોંગકોંગમાં સ્થાયી થયે આજે (એટલે ​​કે આ અનુભવ વર્ણવતી વખતે) વીસ વર્ષ થયા છે. બાપુ પાસે આવ્યા પછી તેમના અનેક અનુભવો થયા છે. બાપુની સૌથી મોટી કૃપા એ જ છે કે તેમણે અમારા તરફ કોઈ મોટું સંકટ ક્યારેય આવવા દીધું નથી. તેમના ચરણોમાં અમે નતમસ્તક અને અંબજ્ઞ છીએ. શ્રીરામ.

દરેકના જીવનમાં અનેક સંકટો આવતા હોય છે. મારા જીવનમાં પણ આવા અનેક ઉતાર-ચઢાવ આવ્યા. દરેક વખતે બાપુ સાથે હોવાથી અમે બિન્દાસ રહેતા.

વર્ષ 2007 માં અમે હોંગકોંગમાં જ મારા પતિનો પચાસમો જન્મદિવસ ઉજવ્યો. તે દિવસે અમે પ્રેમથી બાપુની પાદુકાઓનું પૂજન કર્યું. એ પછી તરત જ અમારા ઘરમાં એક ભયંકર અકસ્માત થયો. સાસુમાને એક દિવસ સવારે 11 વાગે ખૂબ ભૂખ લાગી. ઠંડીના દિવસો હોવાથી મેં સાસુમાને કહ્યું, "આપણે ગરમાગરમ સમોસા ખાઈએ". હું તરત રસોડામાં ગઈ અને સમોસાની તૈયારી કરવા માટે ગેસ ચાલુ કર્યો અને એક નાની કડાઈમાં તેલ નાખી તેને ધીમા ગેસ પર મૂકી. અચાનક મને ફોનની રીંગ સંભળાઈ. જઈને જોઉં છું તો તે એક ખોટો ફેક્સ આવેલો હતો. મને ફેક્સ મશીનની માહિતી ન હોવાથી, ભૂલથી મેં એવું એક બટન દબાવ્યું કે એક પછી એક કાગળ ફેક્સ મશીનમાંથી બહાર આવવા લાગ્યા. હું તેના પર નિયંત્રણ કરી શકતી ન હતી. હું મૂળભૂત રીતે ભીરુ હોવાથી હું અતિશય ગભરાઈ ગઈ.

આ ગડબડમાં હું ગેસ ચાલુ છે એ જ ભૂલી ગઈ હતી. અચાનક થોડા સમયમાં જ મને કંઈક પડવાના અવાજ આવવા લાગ્યા. મેં વિચાર્યું કે બારીઓ ખુલ્લી હોવાથી કદાચ કંઈક નીચે પડ્યું હશે. અમે બેડરૂમમાં હતા. જ્યારે હું બેડરૂમમાંથી બારીઓ બંધ કરવા બહાર આવી ત્યારે મને રસોડામાંથી ધુમાડો આવતો દેખાયો. મારા રસોડાનો દરવાજો બંધ હતો. દરવાજો ખોલતા જ અંદરનું ભયાનક દ્રશ્ય જોયા પછી મને કડાઈ ગેસ પર મૂકી હતી એ યાદ આવ્યું. મેં ક્યારેય આવી મોટી આગ આ પહેલા જોઈ નહોતી. મારું આખું રસોડું ધુમાડા અને આગથી ભરાઈ ગયું હતું. જે અવાજ આવી રહ્યો હતો તે સીલિંગ પરની ટ્યુબલાઈટ અને બલ્બના ફૂટવાનો અવાજ હતો. તે ફૂટીને નીચે પડી રહ્યા હતા અને ગેસ રેન્જ પર જે ચિમની હતી તેના ટુકડા પણ બળીને નીચે પડી રહ્યા હતા.

હું અતિશય ગભરાઈ ગઈ હતી અને બાપુને કહ્યું, 'બાપુ તમે જ બધું ઠીક કરો'. ત્યાર પછી પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ મારામાં એવી રીતે આવી કે હું આગળ પાછળનો વિચાર કર્યા વિના રસોડામાં પ્રવેશી અને ગેસ બંધ કરીને બહાર આવી. ઇલેક્ટ્રિકલ બોક્સ અમારા રસોડામાં જ હોય ​​છે. તે બંધ કરવાની મારી હિંમત ન થઈ કારણ કે આગ એટલી ફેલાઈ હતી કે મારી સામે રસોડાનો દરવાજો બંધ કરીને બહાર આવવા સિવાય કોઈ બીજો વિકલ્પ બચ્યો નહતો. સાસુમા મને સતત ધીરજ આપતા કહેતા હતા, "બાપુ આપણી સાથે છે, તેથી જરાય ગભરાઈશ નહીં ." તેથી હું પણ દ્રઢતાથી પ્રસંગને સંભાળી રહી હતી. મેં 999 નંબર ડાયલ કર્યો અને છઠ્ઠા માળેથી નીચે મેનેજમેન્ટ ઓફિસમાં દોડી ગઈ. માત્ર  પાંચ જ મિનિટમાં અમારા ઘરે પોલીસ, હોસ્પિટલના કર્મચારી,  ડોક્ટર અને એમ્બ્યુલન્સ હાજર હતા. વિદેશમાં પાડોશી કોણ રહે છે તે પણ ખબર હોતી નથી. તે દિવસે આશ્ચર્ય એવું કે અમારા પાડોશીઓએ પણ અમને મદદ કરી. આટલો મોટો અકસ્માત થયો છતાં અમારા બધાના ચહેરા પર એક વિશ્વાસનો ભાવ હતો અને અમને કંઈ જ વાગ્યું નહોતું. આ જોતા જ બધાને આશ્ચર્ય થયું.

મારા પતિએ ઘરમાલિકને ફોન કર્યો અને તેમને અકસ્માતની ગંભીરતા જણાવી. હોંગકોંગમાં નિયમો અતિશય કડક છે અને અમારા ઘરમાલિકનો સ્વભાવ પણ ખૂબ આકરો હતો. આટલું હોવાછતાં, શું નુકસાન થયું છે તે જોવા અથવા પૈસા લેવા પણ તેઓ ઘરે આવ્યા નહીં. ઉપરથી તેઓ કહેવા લાગ્યા, "જે કંઈ નુકશાન થયું હશે તે બધું સમારકામ તમે જ કરાવી લો". મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાછતાં કોઈને કંઈ જ વાગ્યું નહોતું. બાપુએ અમારી બધાની કાળજી લીધી હતી. નુકશાન મોટા પ્રમાણમાં હોવાછતાં અમે બધા સુરક્ષિત હતા. બાપુની અકારણ કરુણા જેને પ્રાપ્ત થાય છે તેના જીવનમાં સુખ, સમાધાન અને આનંદનો ઝરો ભરપૂર વહેતો રહે છે.

હવે મારો બીજો અનુભવ કહું છું. પોતાનો આત્મવિશ્વાસ અને પોતાના સદ્ ગુરુ પર દૃઢ વિશ્વાસ આ બંને વસ્તુઓ જીવનમાં આવશ્યક છે. આત્મવિશ્વાસ હોય તો આપણા જીવનના બધા જ કાર્યો સરળતાથી પાર પડે છે. સદ્ ગુરુ પરના વિશ્વાસથી ભક્તની શક્તિ અને આત્મવિશ્વાસ વધતો જાય છે. મારો આત્મવિશ્વાસ શરૂઆતમાં ઓછો હોવાથી મને હંમેશા અતિશય ભય લાગતો હતો.

તેમાં પાણીનો ભય તો સાવ નાનપણથી જ હતો. હું પાણીમાં ડૂબી રહી છું એવા પ્રકારના અનેક સપના મને કાયમ આવતા.

અમારા હોંગકોંગના ઉપાસના કેન્દ્રના એક પરિવારે બાપુની પાદુકાઓના પૂજનનું બોટ પર આયોજન કર્યું હતું. આ આનંદનો પ્રસંગ હતો, પણ મને માત્ર ભય લાગતો હતો. તેનું કારણ એ હતું કે આ માટે બોટ પર જવું પડે એમ હતું. એટલું જ નહીં, ૧૦૦ ફૂટ ઊંચે અમને ચાલતા જવાનું હતું. મારા પતિ જહાજ પર જ નોકરી કરતા હોવાથી તેમને કોઈ ફરક પડ્યો નહીં અને દીકરો તો બોટ પર, અને તે પણ એટલી ઊંચાઈ પર જવાનું હોવાથી ખૂબ જ ઉત્સાહમાં હતો. મારો તો ગભરાટ વધી ગયો હતો. મારા મનમાં વિચાર પણ આવી ગયો કે આમને પૂજન માટે બીજી જગ્યા ન મળી? મેં મનોમન બાપુને કહ્યું પણ ખરું, 'બાપુ, આટલી ઊંચાઈ પર તે પણ પાણીમાં જઈને પૂજન શા માટે કરવું છે આમને?' મારો દીકરો મને ધીરજ આપતો વારંવાર કહેતો હતો, "મમ્મી, જરાય ગભરાવાનું નથી. તું અમારા બંનેની વચ્ચે ચાલ". તેમજ પતિએ કહ્યું, "ઉપર ચડતી વખતે જરાય પાછળ ફરીને જોવાનું નથી". હું બાપુનું નામ લેતી ઉપર ચડી રહી હતી. એવામાં મુસળધાર વરસાદ પણ વરસવા લાગ્યો હતો. આ બધાને કારણે હું અતિશય ડરી ગઈ હતી.

અમે સુખરૂપ ૧૦૦ ફૂટ પર પહોંચ્યા અને ત્યાં મને એક ૭૦ વર્ષની વયના અમારા શ્રદ્ધાવાન મિત્રના માતા મળ્યા. તેઓ પણ અમારી જેમ જ  ઉપર ચડીને આવ્યા હતા અને આનંદથી અમારા સ્વાગત માટે ઊભા હતા. તેમને મળતા જ મને પોતાની શરમ આવવા લાગી. હું પાણીથી ડરતી હતી પણ બાપુ મારી સાથે છે આ દૃઢ વિશ્વાસ જો મારામાં હોત, તો મારો આત્મવિશ્વાસ ચોક્કસ વધ્યો હોત. પણ હું માત્ર મારા જ ડરમાં ગૂંચવાયેલી હતી. બાપુની કૃપાથી આ ભૂલ મારા ધ્યાનમાં આવી. આ સિત્તેર વર્ષની સ્ત્રી જો આટલી ઊંચાઈ પર આવી શકે તો મારે ઊંચાઈ અને પાણીથી ડરવાનું કારણ શું? આ વિચાર આવતા જ હું પાદુકા પૂજનના ઉત્સવમાં આનંદથી સામેલ થઈ, કારણ કે મનના ભયનું રૂપાંતર બાપુ પરના વિશ્વાસમાં થઈ ગયું હતું.

તે દિવસથી મારી પાણીની ભીતિ જતી રહી અને સપના પણ બંધ થઈ ગયા. આત્મવિશ્વાસ વધવાથી હવે મારામાં ખૂબ સારો બદલાવ આવ્યો છે. ભીતિ અને ન્યૂનગંડને કારણે મારામાંથી અનેક સકારાત્મક વસ્તુઓ મેં ગુમાવી દીધી હતી. મારું લેખન અને આવા અનેક શોખ હું હવે શરૂ કરી શકી. બાપુ ભક્તિથી અનેક સમસ્યાઓ સરળતાથી હલ થાય છે. બાપુ પાસે એક જ માંગણી છે. 'બાપુ, તમારા પરનો મારો વિશ્વાસ આમ જ સદાય વધતો રહે એ જ તમારા ચરણોમાં પ્રાર્થના છે.'

ಕನ್ನಡ >> বাংলা >>

Wednesday, July 16, 2025

અકસ્માત ભય જાય, ટળે અકાળ મરણ - ફાલ્ગુની પાઠક નો અનુભવ



મહારાષ્ટ્ર કેન્દ્ર સરકાર અને એમ.ટી.ડી.સી. એ કોલ્હાપુરમાં અયોજીત કરેલા રંકાળા મહોત્સવમાં મારે સ્ટેજ શો કરવાનો હતો. તારીખ હતી 15 ફેબ્રઆરી 2001. 14 ફેબ્રુવારી એ સવારે ઇનોવ્હા ગાડી અને ડ્રાયવરને લઇને નીકળી રસ્તામાં લગભગ બપોરના 12.30 ના આસપાસ પુનામાં અમે ચહા-નાસ્તો ર્ક્યો. પ્રવાસમાં આગળ વધતા અમે પાછલી સીટમાં બેઠેલા હતા અને મને અને મારી સખીને ઝેકુ આવી ગયું. હું કાયમ મારા ડ્રાયવરની બાજૂની સીટમાં જ બેસુ છું પરંતુ ઇનોવ્હા ગાડીમાં પાછળની સીટમાં આડા પડવાની વ્યવસ્થા હોવાને કારણે હું પાછળ બેઠી હતી. સાતારા એક્સપ્રેસ હાય-વે પર અમારી ગાડી 120 કી.મી. ના વેગ થી દોડતી હતી અને મારી નજર પડી તો શું જોઉ છું ??? ડ્રાયવર પડગ ઝેકાખાતો હતો. બરાબર એજ સમયે એક એસ.ટી. સામેથી બમણા વેગથી આવી રહી હતી. મે તરતજ ડ્રાયવરને સાવધ ર્ક્યો. એણે જોરદાર બ્રેક મારતા જ અમારી ગાડી થોડી ડાબી બાજું વળી અને એસ.ટી. બસની સામે ન ટકરાતા થોડી સાઇડમાં ટકરાઇ. ટક્કર એટલી જબરદસ્ત હતી કે અમારી ગાડીનો ખુરદો વળી ગયો. અેંજીન સાવ નકામા થઇ ગયા હતા. આગળના બંને પૈડા તૂટી ગયા હતા. ગાડીના આગળના કાચનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અેંજીનમાંથી ગરમ વરાળ અને ઘૂમાડા નીકળી રહ્યા હતા. એસ.ટી. બસને પણ ડાબીબાજૂ એ જબરદસ્ત માર લાગ્યો હતો. પણ સૌથી મોટુ આશ્ર્ચર્ય એટલે અમને ત્રણેને તેમજ એસ.ટી. પેસેન્જરોને સાદો ઘસરડો પણ લાગ્યો ન હતો !

આ આખી ઘટના એટલી જલ્દી ઘટી ગઇ કે અમે બધા કંઇ જ સમજી શક્યા નહીં અને કેટલી વાર સુધી ગાડીમાં એમજે બેસી રહ્યા હતા ત્યા જ્મા પથેલા ગામવાળાઓ ગાડીને આગ લાગવાની શક્તયા હોવાથી અમને નીચે ઉતરી જળાની સૂચના કરી રહ્યા હતા. અમે ત્રણે જણા ધરપડી રહ્યા હતા અને જીભ સૂક્કી પડી ગઇ હતી. ``તમે બચી કેવી રીતે ગયા ?'' આ મોટો પ્રશ્ર્ન અમે તેઓના ચહેરા ઉપર સ્પષ્ટ જોઇ રહ્યા હતા. ત્યાસુધીમાં પોલીસ પણ ત્યાં આવી ગઇ અને તપાસ શરૂ કરી. અમને પોલિસ સ્ટેશનપર આવવા જણાવ્યુ. પરંતુ અમારી સાથે સ્ટેજ શો નો બધો સામાન હોવાથી પહેલા તેને હલાવવો વધારે જરૂરી હતો. અમે એ સામાનની ચિંતમાં હતા એટલામાં જ સામે એક સફેદ શર્ટ અને રાખોડી પેંટ પહેરેલા ગૈહસ્થ આવીને ઉભા રહ્યા. અમે ક્યાંથી આવ્યા છીએ અને ક્યા જઇ રહ્યા છીએ વગેરે પૂછપરછ કરવા લાગ્યા. પરંતુ અમે તેઓને
ઓળખતા ન હોવાને કારણે તેમને ટાળી રહ્યા હતા. તેઓ તરતજ બોલ્યા,``ડરો નહીં હું પણ બાપૂભક્ત છું. તમારી ગાડી ઉપર બાપૂનો ફોટો જોયો તેથી જ હું તમારી મદદે આવ્યો છું.'' આ સાંભળીને અમને થોડી ધરપત થઇ. 

એ અજાણી વ્યક્તીએ તાબડતોબ એક મારુતી વ્હેન ભાડે થી મંગાવી. અમરો બધો સામાન ખૂબજ કાળજીપૂર્વક અમારી ગાડીમાંથી ભાડાની ગાડીમાં પોતે મૂકી આપ્યો. હું મારી સખી અને મારો ડ્રાયવર ઘબરાતા ઘબરાતા પોલિસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં પહોંચ્યા બાદ અમે પ્રથમ જ પ.પૂ. સમીરદાદાને મુંબઇ ફોન કરીને મેસેજ મોકલાવ્યો. શ્રી સમીરદાદાએ તરત જ અમને ફોન લગાવ્યો અને ઘણી ધીરજ બંધાવી. ઉપરાંત સાતારા અને વાઇ કેન્દ્રના કાર્યકર્તાઓને તાબડતોબ મોકલવાની વ્યવસ્થા કરુ છું એમ પણ કહ્યું. અમને ખૂબ જ સારૂ લાગ્યું.

દાદાએ કહ્યા પ્રમાણે માત્ર વીસ જ મિનિટમાં સતારા અને વાઇ કેન્દ્રના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા. ત્યાં આવીને તેઓએ આખો મામલો સંભાળી લીધો. કેસના પેપર્સ પણ એવી રીતે તૈયાર કરવામાં આવ્યા કે થયેલા અકસ્માતને કારણે ગાડીને જે જબરદસ્ત નુકસાન થયુ હતુ તેની ભરપાઇ અમને મળી શકે. આટલા મોટા અકસ્માતને કારણે મારી ગાડીનો સાવ ખુદડો બોલાઇ ગયો હતો તેને પણ ટ્રકદ્વારા મુંબઇ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. અમારા ડ્રાયવરને વાઇના કાર્યકર્તાના ઘરે આરામ કરતો છોડીને હું અને મારી સખી સ્ટેજ શો માટે કોલ્હાપુર સુખરૂપ રવાના થયા.

આ કપરા કાળમાં મુંબઇથી પ.પૂ. સમીરદાદાની ઓફીસના માણસે સતત અમારા સંપર્કમાં રહેતા હતા. અને અમને ધીરજ બંધાવી રહ્યા હતા. 15 ફેબ્રુવારીનો અમારો સ્ટેજ શો જબરદસ્ત હીટ થયો. શો પતી ગયા પછી શોના વ્યવસ્થાપકો સાથેની વાતચીત દરમ્યાન જાણવા મળ્યુ કે શો ચાલૂ હતો તે દરમ્યાન આખો વખત ત્રણ
 
સફેદ કબૂતર સ્ટેજ ઉપર બેસી રહ્યા હતા. શોના આટલા શોરબકોરમાં તેમ જ ઝળહળતી લાઇટના પ્રકાશમાં પણ તેઓ તેમની જગ્યાએથી એક ઇંચ જેટલા પણ હલ્યા ન હતા અકસ્માત સ્થળે આવેલી સફેદ શર્ટ અને રાખોડી પેંટ પહેરેલી વ્યક્તી અને આ ત્રણ કબૂતર ...... મને પૂર્ણ ખાત્રી થઇ ગઇ. મારી જાણ બહાર સતત મારી સાથે રહેનારા મારા સદ્રગુરુ માઉલી પ.પૂ. શ્રીઅનિરુદ્ધ બાપૂને મારા શતશત પ્રણામ !
 

અનુભવ કથન - ત્રિપુરારે તવ શરણમ... માનસીવીરા અય્યર, કલ્યાણ

શ્રધ્ધાવાનોને ત્રિપુરારી ત્રિવિક્રમ લૉકેટની એટલી બધી આદત પડી ગઈ હોય છે કે એ લૉકેટ એટલે સાક્ષાત બાપુ સતત આપણી સાથે હોવાની જાણે કે એક ખાતરી જ હોય છે અને એક અભેદ સુરક્ષા કવચ તરીકે એ સતત કાર્યરત હોય છે. એક દિવસ માટે પણ જો ભૂલથી એ લૉકેટ ગળામાં ન હોય, તો શ્રધ્ધાવાનના હદયમાં શું ઉથલ-પાથલ થાય છે, એ નીચે જણાવેલ અનુભવમાંથી સારી રીતે સમજાય છે. 

--------------------------------------------------------------------------------

૨૦૦૯-૧૦ ના વર્ષમાં પરમપૂજ્ય નંદાઈની કૃપાથી મને ‘આત્મબલ’ ના વર્ગમાં ઍડમિશન મળ્યુ. એ વર્ષ એટલે આત્મબલનું બારમું પુષ્પ (પરમપૂજ્ય નંદાઈના માર્ગદર્શન હેઠળ ચાલતા ‘સ્ત્રિઓ માટેના આત્મબલ વિકાસ વર્ગનું ૧૨ મું વરસ) હતુ. એ વખતે પહેલી જ વાર નંદાઈએ આત્મબલના બૅચમાં બધાને ઉદી આપી હતી. જેને લીધે અમારા બધામાં એક ઉત્સાહનો સંચાર થયો હતો. અમે બધી સખીઓ ખૂબ જ આનંદમાં હતી. બાપુ-નંદાઈ-દાદાના આશિર્વાદથી દેવયાનપંથના માર્ગે પ્રવાસ શરુ કરીને એક એક ડગલું ભરવાની શરુઆત કરી હતી. 

આ સદગુરુને અને મારી નંદાઈને આપણી માટે કેટલો સ્નેહ હોય છે એનો અનુભવ થઈ રહ્યો હતો. એ વખતે હું કૉલેજના છેલ્લા વર્ષમાં હતી. જેથી આત્મબલમાં નંદાઈએ પ્રિ-પ્લાનિંગ શિખવ્યા પ્રમાણે મારુ અભ્યાસનું ટાઈમ ટેબલ બરાબર ચાલી રહ્યું હતુ. મારા ‘એકાઉન્ટ’ અને ‘ફાયનાન્સ’ વિષયો હોવાથી ઈન્ટર્નલ અને એક્સટર્નલ એમ બન્ને પરિક્ષાઓ હતી. તેમજ ઈન્ટર્નલ માટે કૉલેજમાં જવું જરુરી હતુ. જોકે આત્મબલનો ક્લાસ દર શનિવારે હોવાને કારણે બધુ વ્યવસ્થિત બેસી ગયુ હતુ. 

એક મહિના બાદ આત્મબલની પ્રૅક્ટિસ માટે થાણા જવાનું આવ્યું. હું પહેલી જ વાર એકલી બહાર નીકળી હતી. આથી થોડુ ટેન્શન આવ્યું હતુ. પણ આપણી બાપુમાઉલી સદૈવ સાથે હોવાને કારણે ચિંતા કરવાની કોઈ જ જરુર નથી, એવો વિશ્વાસ પણ હતો. 

એક દિવસ થોડી ઉતાવળમાં કૉલેજની તૈયારી કરતી વખતે અજાણતા જ ગળામાં ત્રિપુરારી ત્રિવિક્રમ લૉકેટ પહેરવાનું ભૂલાઈ ગયુ અને એના વગર જ કૉલેજ ઉપડી ગઈ. લેક્ચર્સ ભરીને ઘરે આવી અને નિત્ય ઉપાસના અને કૉલેજ તથા આત્મબલ ક્લાસનો અભ્યાસ કરવામાં એટલી મશગૂલ થઈ ગઈ કે ગળામાં લૉકેટ નથી એનો ખ્યાલ જ ન આવ્યો. 

સાંજ પડી ત્યારે કોણ જાણે કેમ પણ મન એકદમ બેચેન થઈ ગયુ. મને થયુ કે સતત અભ્યાસ અને આખા દિવસની દોડાદોડીને કારણે એમ લાગતુ હશે. આથે થોડીવાર સૂઈ ગઈ. પરંતુ થોડીવારમાં ભરપૂર પરસેવો થવા લાગ્યો અને આખા શરીરે દુ:ખાવો ઉપડ્યો. મારા પિતાને જાણ કરી તો  એમને મને તપાસી ત્યારે ખબર પડી કે મને ખૂબ તાવ ચડ્યો છે. 

આખી રાત તાવ રહ્યો. મારા માતા-પિતા ચિંતામાં પડી ગયા. મારુ આખુ શરીર ખૂબ જ દુ:ખતુ હતુ. સવારે મારી માતા ડૉક્ટર પાસેથી દવા લઈ આવી. ઉપરાંત મારા માથા પર ઠંડા પાણીના પોતા સતત મૂકતી રહી. પરંતુ તાવ ઉતરતો ન હતો. છેવટે એણે બાપુને પ્રાર્થના કરી અને આપણી સંસ્થાની ઉદી મારા માથે લગાવી. પોતા મૂકવાનું પણ ચાલુ જ રાખ્યું હતુ. મારા માથા પર લગાવેલ ઉદી પાણીના પોતાથી લૂછાઈ જતી ન હતી. થોડા સમય પછી મારો તાવ ઓછો થયો અને શરીરમાં કે કળતર હતુ એ પણ ઓછુ થયુ. સાંજ સુધીમાં તાવ સંપૂર્ણ ઉતરી ગયો અને હું થોડી સ્વસ્થ થઈ. હું પથારીમાંથી ઉભી થઈને ઘરમાં હરફર કરવા લાગી ત્યારે મારા ગળામાં ત્રિપુરારી લૉકેટ નથી એનો મને ખ્યાલ આવ્યો. મારાથી આટલી મોટી બેદરકારી કઈ રીતે થઈ ગઈ કે જેને કારણે મારા બાપુને ત્રાસ થયો, એમ વિચારીને હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. છેવટે દવાઓ ખાઈને અને ઠંડા પાણીના પોતા મૂકાવા છતાં જે તાવ ઉતરવાનું નામ લેતો ન હતો, એ ઉદી લગાવ્યા બાદ જ ઉતર્યો હતો. મારા બાપુ જ જાણે મારી માટે દોડી આવ્યા હતા. કેટલો ત્રાસ આપ્યો મેં એમને !

દોડી આવી માતા, સાંભળીને સાદ હદયનો !

બાપુમાઉલી પોતાના બાળકો માટે કેટલા બધા કષ્ટો ઉઠાવે છે ! એમના આ ઋણો કદી જ ફેડાશે નહીં, ખરેખર, હે ત્રિવિક્રમા ! તુ પ્રેમળ છે અને હું અંબજ્ઞ છું. 

AD (728x60)