શ્રધ્ધાવાનોને ત્રિપુરારી ત્રિવિક્રમ લૉકેટની એટલી બધી આદત પડી ગઈ હોય છે કે એ લૉકેટ એટલે સાક્ષાત બાપુ સતત આપણી સાથે હોવાની જાણે કે એક ખાતરી જ હોય છે અને એક અભેદ સુરક્ષા કવચ તરીકે એ સતત કાર્યરત હોય છે. એક દિવસ માટે પણ જો ભૂલથી એ લૉકેટ ગળામાં ન હોય, તો શ્રધ્ધાવાનના હદયમાં શું ઉથલ-પાથલ થાય છે, એ નીચે જણાવેલ અનુભવમાંથી સારી રીતે સમજાય છે.
--------------------------------------------------------------------------------
૨૦૦૯-૧૦ ના વર્ષમાં પરમપૂજ્ય નંદાઈની કૃપાથી મને ‘આત્મબલ’ ના વર્ગમાં ઍડમિશન મળ્યુ. એ વર્ષ એટલે આત્મબલનું બારમું પુષ્પ (પરમપૂજ્ય નંદાઈના માર્ગદર્શન હેઠળ ચાલતા ‘સ્ત્રિઓ માટેના આત્મબલ વિકાસ વર્ગનું ૧૨ મું વરસ) હતુ. એ વખતે પહેલી જ વાર નંદાઈએ આત્મબલના બૅચમાં બધાને ઉદી આપી હતી. જેને લીધે અમારા બધામાં એક ઉત્સાહનો સંચાર થયો હતો. અમે બધી સખીઓ ખૂબ જ આનંદમાં હતી. બાપુ-નંદાઈ-દાદાના આશિર્વાદથી દેવયાનપંથના માર્ગે પ્રવાસ શરુ કરીને એક એક ડગલું ભરવાની શરુઆત કરી હતી.
આ સદગુરુને અને મારી નંદાઈને આપણી માટે કેટલો સ્નેહ હોય છે એનો અનુભવ થઈ રહ્યો હતો. એ વખતે હું કૉલેજના છેલ્લા વર્ષમાં હતી. જેથી આત્મબલમાં નંદાઈએ પ્રિ-પ્લાનિંગ શિખવ્યા પ્રમાણે મારુ અભ્યાસનું ટાઈમ ટેબલ બરાબર ચાલી રહ્યું હતુ. મારા ‘એકાઉન્ટ’ અને ‘ફાયનાન્સ’ વિષયો હોવાથી ઈન્ટર્નલ અને એક્સટર્નલ એમ બન્ને પરિક્ષાઓ હતી. તેમજ ઈન્ટર્નલ માટે કૉલેજમાં જવું જરુરી હતુ. જોકે આત્મબલનો ક્લાસ દર શનિવારે હોવાને કારણે બધુ વ્યવસ્થિત બેસી ગયુ હતુ.
એક મહિના બાદ આત્મબલની પ્રૅક્ટિસ માટે થાણા જવાનું આવ્યું. હું પહેલી જ વાર એકલી બહાર નીકળી હતી. આથી થોડુ ટેન્શન આવ્યું હતુ. પણ આપણી બાપુમાઉલી સદૈવ સાથે હોવાને કારણે ચિંતા કરવાની કોઈ જ જરુર નથી, એવો વિશ્વાસ પણ હતો.
એક દિવસ થોડી ઉતાવળમાં કૉલેજની તૈયારી કરતી વખતે અજાણતા જ ગળામાં ત્રિપુરારી ત્રિવિક્રમ લૉકેટ પહેરવાનું ભૂલાઈ ગયુ અને એના વગર જ કૉલેજ ઉપડી ગઈ. લેક્ચર્સ ભરીને ઘરે આવી અને નિત્ય ઉપાસના અને કૉલેજ તથા આત્મબલ ક્લાસનો અભ્યાસ કરવામાં એટલી મશગૂલ થઈ ગઈ કે ગળામાં લૉકેટ નથી એનો ખ્યાલ જ ન આવ્યો.
સાંજ પડી ત્યારે કોણ જાણે કેમ પણ મન એકદમ બેચેન થઈ ગયુ. મને થયુ કે સતત અભ્યાસ અને આખા દિવસની દોડાદોડીને કારણે એમ લાગતુ હશે. આથે થોડીવાર સૂઈ ગઈ. પરંતુ થોડીવારમાં ભરપૂર પરસેવો થવા લાગ્યો અને આખા શરીરે દુ:ખાવો ઉપડ્યો. મારા પિતાને જાણ કરી તો એમને મને તપાસી ત્યારે ખબર પડી કે મને ખૂબ તાવ ચડ્યો છે.
આખી રાત તાવ રહ્યો. મારા માતા-પિતા ચિંતામાં પડી ગયા. મારુ આખુ શરીર ખૂબ જ દુ:ખતુ હતુ. સવારે મારી માતા ડૉક્ટર પાસેથી દવા લઈ આવી. ઉપરાંત મારા માથા પર ઠંડા પાણીના પોતા સતત મૂકતી રહી. પરંતુ તાવ ઉતરતો ન હતો. છેવટે એણે બાપુને પ્રાર્થના કરી અને આપણી સંસ્થાની ઉદી મારા માથે લગાવી. પોતા મૂકવાનું પણ ચાલુ જ રાખ્યું હતુ. મારા માથા પર લગાવેલ ઉદી પાણીના પોતાથી લૂછાઈ જતી ન હતી. થોડા સમય પછી મારો તાવ ઓછો થયો અને શરીરમાં કે કળતર હતુ એ પણ ઓછુ થયુ. સાંજ સુધીમાં તાવ સંપૂર્ણ ઉતરી ગયો અને હું થોડી સ્વસ્થ થઈ. હું પથારીમાંથી ઉભી થઈને ઘરમાં હરફર કરવા લાગી ત્યારે મારા ગળામાં ત્રિપુરારી લૉકેટ નથી એનો મને ખ્યાલ આવ્યો. મારાથી આટલી મોટી બેદરકારી કઈ રીતે થઈ ગઈ કે જેને કારણે મારા બાપુને ત્રાસ થયો, એમ વિચારીને હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. છેવટે દવાઓ ખાઈને અને ઠંડા પાણીના પોતા મૂકાવા છતાં જે તાવ ઉતરવાનું નામ લેતો ન હતો, એ ઉદી લગાવ્યા બાદ જ ઉતર્યો હતો. મારા બાપુ જ જાણે મારી માટે દોડી આવ્યા હતા. કેટલો ત્રાસ આપ્યો મેં એમને !
દોડી આવી માતા, સાંભળીને સાદ હદયનો !
બાપુમાઉલી પોતાના બાળકો માટે કેટલા બધા કષ્ટો ઉઠાવે છે ! એમના આ ઋણો કદી જ ફેડાશે નહીં, ખરેખર, હે ત્રિવિક્રમા ! તુ પ્રેમળ છે અને હું અંબજ્ઞ છું.
Comments
Post a Comment