હું વનિતાવીરા ચક્કર. મને બાપુની છત્રછાયામાં આવ્યાને સાડાચાર વર્ષ થઈ ગયા છે. તે પહેલાં મને સદ્ગુરુ બાપુ વિશે કંઈ જ ખબર ન હતી. અમારા કેન્દ્રની એક શ્રધ્ધાવાન મહિલાએ બાપુના અનુભવ સંકિર્તનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં મને તેમના વિશે માહિતી મળી, એ સમયે મને કોઇ સદ્ગુરુ તત્વ પર વધુ વિશ્વાસ ન હતો. પરંતુ જ્યારે તે મહિલાએ મને ત્યાં આવવા માટે આગ્રહ કર્યો, ત્યારે મેં વિચાર્યું કે ચાલો, જઈને જોઈએ તો ખરા કે શું છે ? ખરેખર, તે દિવસોમાં, ઘરની બહાર નીકળવાની વાત વિચારવાથી જ મારું મન ભારે થઈ જતું હતું. પછી મેં વિચાર્યું કે ભલે ગમે તે હોય, હું ઘરની બહાર તો નીકળી શકીશ. આ ઉપરાંત, તે મહિલાએ મને કહ્યું હતું કે, "તમે બાપુના ‘ॐ મનઃસામર્થ્યદાતા શ્રીઅનિરુધ્ધાય નમઃ’ આ તારક મંત્રનો જાપ કરો અને જ્યારે દિલથી તમને આવવાની ઈચ્છા થાય, ત્યારે જ તમે ઉપાસના માટે આવજો." મેં વિચાર્યું, આટલું કહી રહી છે, તો જઈને જોઉં તો ખરી. મેં પણ પૂરી શ્રધ્ધા સાથે બાપુના તારક મંત્રનો જાપ કરવાનું શરૂ કર્યું અને ઉપાસના માટે પણ ગઈ.
જ્યારે હું ઉપાસના માટે ગઈ, ત્યારે મારા મન પર મારા પતિને લઈને પણ ભારે બોજ હતો. જ્યારે પણ હું ક્યાંક જતી, ત્યારે તેઓ હંમેશા ફોન કરીને મને પૂછતાં રહેતાં કે હું ક્યાં છું ? આ કારણે મને કોઈ પ્રકારની આઝાદી ન હતી. મનમાં ડર રહેતો કે ઉપાસના દરમિયાન જો પતિ ઘરે આવી ગયા અથવા તેમનો ફોન આવ્યો, તો હું તેમને શું કહીશ? કારણ કે મેં આ વાત તેમને જણાવી ન હતી.
પણ જોતજોતામાં ચાર શનિવાર વીતી ગયા. હું દર શનિવારે ઉપાસના માટે જતી હતી, અને એકવાર પણ મને મારા પતિનો ફોન આવ્યો નહીં અને ન તો તેમને ખબર પડી કે હું ઘરની બહાર છું. પતિના પાછા ફરતાં પહેલાં હું ઘરે પહોંચી જતી હતી. હકીકતમાં, આવું પહેલીવાર જ થઈ રહ્યું હતું કે હું ક્યાંક બહાર હતી અને તેમનો ફોન ન આવ્યો હોય. મારા જીવનમાં આવેલ આ બાપુનો પહેલો અનુભવ હતો.
ત્યારે મેં મનમાં નક્કી કર્યું કે હું તો દર શનિવારે બાપુની ઉપાસના માટે જઈશ જ; અને હું કોઈ ખરાબ કામ તો નથી કરી રહીં, પવિત્ર કામ જ કરી રહીં છું. તો પછી આ પવિત્ર વાતને પતિથી છુપાવીને શા માટે રાખવી? તેથી મેં તેમને બાપુ વિશે જણાવીને કહ્યું, ‘બાપુની ઉપાસના માટે જવું, આ મારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેથી, તમે મને ત્યાં જવાની પરવાનગી આપો.’ તે સમયે તેમણે મને ઘણા અપશબ્દો કહ્યા, પરંતુ અંતે એમ પણ કહ્યું કે ‘તારે જે કરવું હોય તે કર.’ મેં પણ મને જે કરવું હતું તે જ કર્યું; એટલે કે દર શનિવારે હું ઉપાસના માટે જવા લાગી. ધીમે ધીમે મારું જીવન ખૂબ સરળ બની ગયું; અને ખુશીની વાત એ છે કે સમય જતાં મારા પતિને પણ બાપુ પર વિશ્વાસ બેસી ગયો. એટલે પછી તેમણે મને રોકવાનો કોઈ પ્રશ્ન જ ન રહ્યો.
અમારો એક ૫ વર્ષનો પુત્ર અને બે મોટી દીકરીઓ છે. આવા સમયે મારામાં ફરીથી ગર્ભવતી થવાના લક્ષણો દેખાયા. પરંતુ જ્યારે હું ચેકઅપ માટે ડૉક્ટર પાસે ગઈ, ત્યારે ડૉક્ટરે રિપોર્ટ જોઈને કહ્યું, ‘ગર્ભ ન તો ગર્ભાશયમાં છે અને ન તો બહાર દેખાઈ રહ્યો છે. પરંતુ રિપોર્ટ તો કહી રહ્યો છે કે તમે ગર્ભવતી છો.’ એટલે પછી સોનોગ્રાફી કરાવી, તેમાં ખબર પડી કે બાળક ટ્યુબમાં છે. આ ખૂબ જ ચિંતાજનક વાત હતી, કારણ કે ડૉક્ટરે કહ્યું હતું કે જેમ જેમ બાળકનો વિકાસ થશે તેમતેમ ટ્યુબ ફેલાતી જશે અને એક દિવસ તે ટ્યુબ ફાટી જશે અને આ મારા જીવ માટે ખતરનાક હતું.
‘શું કરવું જોઈએ ?’ તે વિચારતાં વિચારતાં જ મહિનો વીતી ગયો. હું પોતે એટલી ગભરાયેલી હતી કે તે દરમિયાન મને બાપુની યાદ પણ ન આવી. પરંતુ ભલે આપણે તેમને યાદ ન કરીએ, પણ બાપુ તો પોતાના ભક્તોને ક્યારેય ભૂલતા નથી. આ સદ્ગુરુબાપુને તો પોતાના ભક્તોની પરિસ્થિતિની સંપૂર્ણ જાણકારી હોય જ છે. આપણે તેમને ભૂલી જઈએ, પણ તેઓ તો કોઈ ને કોઈરીતે આપણને તેમની યાદ અપાવતાં જ રહે છે.
આ બધું ચાલી રહ્યું હતું, તેવામાં હું એક એમ.ડી. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે ગઈ. તેમણે પણ મને કહ્યું, ‘ઑપરેશન તો કરાવવું જ પડશે. આ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.’ ઑપરેશન માટે ઓછામાં ઓછા ૭૦,૦૦૦/- રૂપિયાનો ખર્ચો હતો. હજી વધુ માહિતી મેળવતાં ખબર પડી કે સંપૂર્ણ ખર્ચો એક લાખ સુધી પણ જઈ શકે છે અને જીવને ખતરો તો હતો જ. અને અમારી આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી ન હતી.
એટલે હજી એકવાર ખાતરી કરવા માટે પાછો ટેસ્ટ કરાવ્યો, ત્યારે તે રિપોર્ટમાં પણ એ જ વાત દોહરાવવામાં આવી હતી. મારી દીકરીનો જન્મદિવસ નજીક આવી રહ્યો હતો અને તેના માટે કપડાં વગૈરે ખરીદવાના હતાં. પરંતુ વારંવાર ટેસ્ટ કરાવવા પડી રહ્યા હતા અને અંતિમ રિપોર્ટ માટે પૈસાની વ્યવસ્થા પણ કરવાની હતી. તેથી કપડાંની ખરીદી થોડી મુશ્કેલ લાગી રહી હતી. મારા માટે તે ટેસ્ટનો રિપોર્ટ વધુ જરૂરી હતો. પૈસાની તંગીને લીધે સવાલ હતો કે હવે શું કરવું?
ત્યારે મને બાપુ યાદ આવ્યા અને મેં તેમને સાદ પાડ્યો. તે દિવસે હું ખાવાનું ખાતી વખતે હું ખૂબ રડી અને મનમાં બાપુને કહ્યું, ‘તમારે જે કરવું હોય તે કરો. મને તારવી કે મારવી, એ સંપૂર્ણપણે તમારા પર નિર્ભર છે. પરંતુ હું કોઈ ઑપરેશન કરાવી શકીશ નહીં. અમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી.’ બાપુ સાથે આવી વાતો કર્યા પછી હું ખૂબ રડી.
બીજા દિવસે અંતિમ રિપોર્ટ લેવા માટે જવાનું હતું. હું દિલ પર પથ્થર મૂકીને ત્યાં ગઈ. તે રિપોર્ટના હંમેશા 800/- રૂપિયા લેવાતાં હતાં. મેં તેમને ૧૦૦/- રૂપિયા પહેલાં જ એડવાન્સ આપી દીધા હતા. મારી ટેસ્ટનો રિપોર્ટ પૂનાથી આવવાનો હતો. તે રિપોર્ટ્સ પર ક્યારેય પૈસા લખેલા ન હોય. પરંતુ તે દિવસે મારા આ રિપોર્ટ પર ફક્ત ૩૦૦/ રૂપિયા લેવાની વાત લખેલી હતી. મેં તે રિપોર્ટ લેવાની ના પાડી દીધી, કારણ કે મારે રિપોર્ટ માટે ૮૦૦/- રૂપિયા આપવાના હતાં. ત્યાં તે સિસ્ટર સામેથી બોલી, “તમારી પાસે પૈસા વધારે થઈ ગયા છે કે શું? તમારે તો ફક્ત ૩૦૦/- રુપિયા આપવાના છે.”
હે સદ્ગુરુરાયા ! તમારી લીલા અગાધ છે. મને વિશ્વાસ છે કે આ બાપુની જ લીલા હતી. તેમણે જ મારા માટે પૈસાની વ્યવસ્થા કરી, કારણ કે હવે બચેલા પૈસાથી હું મારી દીકરી માટે કપડાં ખરીદી શકતી હતી. હું તેમને ૩૦૦/- આપીને રિપોર્ટ લઈને આવતી રહી.
આ અનુભવ તો છે જ, પરંતુ આગળ બનેલી ઘટના તો તર્કાતીત છે ! રિપોર્ટમાં લખેલા ડૉક્ટરી શબ્દો મારી સમજમાં આવી રહ્યા ન હતા. અને જ્યારે હું સોનોગ્રાફીનો રિપોર્ટ લેવા ગઈ, ત્યારે ત્યાં પણ મારી પાસેથી, હંમેશાના ૭૦૦/- રૂપિયાને બદલે ૪૦૦/- રૂપિયા જ લેવામાં આવ્યા. મારી સમજમાં કંઈપણ આવી રહ્યું ન હતું. અહીં અકલ્પનીય, પરંતુ અનુકૂળ વાતો બની રહી હતી, પરંતુ આપણા મનમાં હંમેશા તર્ક-વિતર્ક તો હોય જ છે. મને લાગ્યું કે મારા રિપોર્ટમાં કંઈ ગરબડ છે કદાચ, એટલે જ તેઓ ફક્ત ૪૦૦/- રૂપિયા જ લઈ રહ્યા છે. પરંતુ તેમણે કહ્યું, “તમારો રિપોર્ટ ઘણો સારો આવ્યો છે. તમને કોઈ તકલીફ નથી.”
આ સાંભળીને મને વધારે આશ્ચર્ય થયું ! સારો રિપોર્ટ ?? મને વિશ્વાસ જ ન્હોતો થતો. પછી મને ખબર પડી કે હું ગર્ભવતી થઈ જ નહોતી!! તો પહેલાંની સોનોગ્રાફીમાં ટ્યુબમાં દેખાતું મારું બાળક ક્યાં ગયું? મને આ વાત પર વિશ્વાસ જ ન્હોતો બેસતો. એટલે મેં એક નહીં, અનેક ડૉક્ટરોથી સલાહ લીધી. બધાએ મને આ એક જ વાત કહી. મારા બાપુની આ કેવી અકલ્પનીય લીલા છે ! કોઈ રિપોર્ટ રાતોરાત કેવી રીતે બદલાઈ શકે?
પછી, પહેલા સોનોગ્રાફી રિપોર્ટમાં જે વસ્તુ ડૉક્ટરને ‘બાળક’ લાગી રહ્યું હતું, તેના બદલે ફક્ત ફાઈબ્રોઈડ (ગર્ભાશયમાં થતી એક ગાંઠ જેવો પદાર્થ) નું નિદાન થયું. એક મહિનાની દવાના કોર્સથી તેનો ઈલાજ પણ થઈ ગયો, જેનો ખર્ચ હતો માત્ર ૧૦૦૦/- રૂપિયા. બાપુએ મારી જાણ બહાર મારી શરીરમાંથી આ જીવલેણ વસ્તુને દૂર કરી દીધું અને નિદાન થયું ફક્ત ફાઈબ્રોઈડનું !
મારો અનુભવ છે કે જ્યારે કોઈ પોતાના જીવનનો સંપૂર્ણ ભાર સદ્ગુરુને સોંપી દે છે, ત્યારે તેઓ આ રીતે તેના જીવનને સુંદર બનાવતાં રહે છે, તેમની ઈચ્છા પ્રમાણે આકાર આપતાં રહે છે. મને વિશ્વાસ છે કે ‘મોટી માઁ’ (માઁ ચંડિકા) અને ડૅડ આપણા માટે કંઈપણ કરી શકે છે અને મારા બાપુએ જ મને બચાવી છે.
ખૂબ ખૂબ અંબજ્ઞ બાપુને. આજે પણ મને દરેક ક્ષણે બાપુના અનેક અનુભવો આવતાં જ રહે છે. બાપુ આપણા જીવનમાં છે, ફક્ત આ કારણે જ આપણે બધા શ્રધ્ધાવાનો સાચા અર્થમાં એક નિશ્ચિંત જીવન જીવી રહ્યા છીએ.
સંપૂર્ણ ચંડિકાકુળને ખૂબ ખૂબ અંબજ્ઞ!
|| हरि: ॐ || શ્રીરામ || અંબજ્ઞ ||

Comments
Post a Comment