એક શ્રદ્ધાળુ, અચાનક ઈચ્છા થયા મુજબ, લગ્નને આરે ઉભેલા પોતાના ભાણેજના ગળામાં ત્રિવિક્રમ લોકેટ પહેરાવે છે અને ત્યાર પછી એ લોકેટ અને ઉદીના પ્રભાવથી બાપુભક્ત ન હોવાછતાં એમનો ભાણેજ લગ્ન સમારંભમાં જ પોતાના પર આવેલા વિઘ્નોમાંથી મુક્ત થઈ જાય છે!
-------------------------------------------------
બધું જ અતર્ક્ય!
હરિ ૐ. હું 8 મે 2018 ના રોજ મને આવેલો સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો અનુભવ સૌની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું.
મારા આ અનુભવ પરથી સૌને ધ્યાનમાં આવશે કે બાપુને આપણી કેટલી ચિંતા હોય છે અને તેઓ ક્ષણ-પ્રતિક્ષણ તેમના ભક્તોની સાથે રહીને ભક્તનું અને તેના પરિવારનું રક્ષણ કરે જ છે.
મારા ભાણેજના લગ્નમાં ભાગ લેવા માટે મારી બહેન, હું અને મારો પરિવાર 6 મે 2018 ના રોજ ઈન્દોરથી વર્ધા જવા નીકળ્યા. નિયત સ્થળે પહોંચતા જ હું મારા ભાણેજને મળ્યો અને તેને પૂછ્યું, "તું કેમ છે?" આ પૂછવા પાછળ એક કારણ હતું. મારો ભાણેજ ખૂબ દારૂ પીતો હતો પણ બે દિવસથી તેણે દારૂ પીવાનું છોડી દીધું હતું. તેથી મને તે જરા સારો દેખાતો હતો.
વર્ધા પહોંચ્યા, તે દિવસથી મને મારા ભાણેજની ચિંતા થતી હતી. હું સતત તેનો જ વિચાર કરતો હતો. તે કંઈ બાપુભક્ત ન હતો, પણ મને રહી રહીને એવું લાગતું હતું કે આપણે આને ત્રિવિક્રમ લોકેટ પહેરવા આપવું જોઈએ. આવો વિચાર આવતા જ અનાયસે મેં મારા જ ગળામાંથી ત્રિવિક્રમ લોકેટ કાઢી ભાણેજના ગળામાં નાખ્યું. સાચું કહું તો; મને પણ સમજાયું નહીં કે મેં મારું લોકેટ આને કેવી રીતે આપ્યું. મેં ભાણેજને એટલું પણ કહ્યું કે લગ્ન થાય ત્યાં સુધી તું આ લોકેટ ગળામાંથી કાઢતો નહીં. આશ્ચર્યની વાત એ છે કે બાપુભક્તિમાં ન હોવાછતાં ભાણેજે મારી વાત માની. મને થોડો હાશકારો થયો.
જોકે થોડી જ ક્ષણોમાં એક વિચિત્ર ઘટના બની. ભાણેજને કંઈક થવા લાગ્યું અને એ અચાનક ધ્રુજવા લાગ્યો. મારી પત્ની ભાણેજને શુકનની મહેંદી લગાવી રહી હતી ત્યારે તો એ ખૂબ જ ધ્રુજવા લાગ્યો. લગ્નને માત્ર એક જ દિવસની વાર હતી અને આ શું થઈ રહ્યું છે? એ જ સમજાતું ન હતું. જેના લગ્ન છે, તેની જ તબિયત બગડતી જઈ રહી હતી. કંઈક ઉપાય કરવો જરૂરી હતો, કારણકે ઘરે પૂજા પણ શરૂ થઈ ગઈ હતી અને લગ્નના દિવસે ભાણેજની તબિયત સારી રહેવી જરૂરી હતી. તેથી હું એને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો.
હોસ્પિટલના ડોકટરોએ એને ચેક કર્યો. ડોકટર તેને તપાસી રહ્યાં હતા ત્યારે અમે એની પાસે બેસીને હનુમાન ચાલિસા બોલી રહ્યાં હતા. બાપુ પાસે એક જ પ્રાર્થના કરી કે, 'બાપુ, ભાણેજને સારું કરો. તેના કાલે લગ્ન છે'. તેને પૂરો તપાસ્યા પછી ડોકટર બોલ્યા, "આને કંઈ જ થયું નથી. તમે આને ઘરે લઈ જઈ શકો છો". અમે જરા નિશ્ચિંત થયા અને ઘરે પાછા ફર્યા. પણ મનની બેચેની વધતી જ હતી. હવે તો તે સારો છે એ પણ ખબર હતી. છતાં મનની ભિતી કંઈ ગઈ નહીં. ભાણેજને કંઈ પણ થાય તો એક મન મને વિશ્વાસથી કહેતું હતું કે ત્રિવિક્રમ લોકેટ તેનું રક્ષણ ચોક્કસ કરશે. કેમકે મારા માન ખાતર ભલે ને, પણ ભાણેજે કંઈ પણ વિરોધ કર્યા વિના લોકેટ ગળામાં નાખ્યું હતું.
આ લોકેટ જેના ગળામાં હોય છે, તેનું રક્ષણ કરવા બાપુ સદા સર્વકાળ સમર્થ છે.
બાપુ મારા ભાણેજની પણ પાછળ ઊભા જ છે, આ મારો વિશ્વાસ હતો.
બીજા દિવસે લગ્ન સમારોહ બિલકુલ નિર્વિઘ્ને પાર પડ્યો. ઘરે નીકળવાનો સમય થયો અને નવવધૂની વિદાય વખતે મારો ભાણેજ અચાનક જ નીચે ઢળી પડ્યો અને તેના મોઢામાંથી ફીણ આવવા લાગ્યું. એક તો આનંદનો પ્રસંગ અને જેના લગ્ન છે એ જ ઢળી પડ્યો હતો અને સામે નવવધૂ અને તેના પિયરવાળા ઊભા હતા. બધાની આંખમાં એક જ પ્રશ્ન હતો કે આને અચાનક શું થયું ? આનંદને ગ્રહણ લાગ્યા જેવું થયું. કોઈને કંઈ સૂઝતું નહોતું, કંઈ સમજાતું નહોતું કે શું કરવું. બધા જ ગભરાઈ ગયા અને રડવા લાગ્યા અને ભાણેજને જલદીમાં જલદી હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય ઘરમાં બધા સભ્યોએ લીધો.
હું અને મારી પત્ની બાપુભક્ત હોવાથી અમારો બાપુ પર પૂરો વિશ્વાસ હતો કે આપણા બાપુ ચોક્કસ આવેલા સંકટ પર કંઈક યોગ્ય ઉપાય કાઢશે. મારી પત્નીને તેણે લાવેલી ઉદીની યાદ આવી. ક્યાંય પણ બહારગામ જતા હોય, અથવા ઘરમાંથી બહાર નીકળતા હોય ત્યારે અમે ઉદી સાથે લઈએ છીએ અને લગાવીએ જ છીએ. મારી બહેન પણ બાપુની ભક્ત હોવાથી તેની પાસે પણ ઉદી હતી. હોસ્પિટલમાં લઈ જતા પહેલા તરત જ તેને ઉદી લગાવીએ તો સારું એમ વિચારીને મારી પત્ની દોડીને ઉદીની ડબ્બી લઈ આવી અને ભાણેજ પાસે ગઈ. અમારા બીજા સગાઓ બાપુભક્ત ન હોવાથી તે બધા એકદમ ગભરાઈ ગયા હતા અને તેમણે પત્નીને બાજુમાં ખસી જવાનું કહ્યું. પણ મારી પત્નીએ દ્રઢતાપૂર્વક તેમને કહ્યું, "આ અમારી સંસ્થાની પવિત્ર ઉદી છે. આથી હું તેને હોસ્પિટલમાં લઈ જતા પહેલા લગાવીશ જ." પત્નીએ બેહોશ થયેલા ભાણેજને ઉદી લગાવી અને એ લગાવતા જ ભાણેજને આરામ પડ્યો અને તે શુદ્ધિમાં આવ્યો. ભાણેજ શુદ્ધિમાં આવતા જ મારી બહેને તેને ઉદી પાણીમાં નાખીને એ પાણી પણ આપ્યું. એ લેતા જ ભાણેજ સારો થઈને ઊઠીને બેઠો. તેને હોસ્પિટલમાં પણ દાખલ કરવાની જરૂર પડી નહીં. એ દિવસ પછી આજ સુધી એ તંદુરસ્ત છે.
આવા છે મારા બાપુ. ભક્તની એક હાકલ પર તેઓ ક્યાંય પણ, ક્યારેય પણ અને કેવી રીતે પણ દોડી આવે જ છે. અરે, હાકલ પર શું, પણ હાક ન મારતા પણ બાપુ આપણી મદદે આવે જ છે. બાપુ હંમેશા આપણી સાથે હોવાથી તેઓ ઈન્દોર અને વર્ધામાં મારી સાથે હતા જ. ભાણેજના ગળામાં ત્રિવિક્રમ લોકેટ મારા દ્વારા નાખવામાં આવ્યું, તે પણ બાપુના તેના પરના અને મારા પરના અકારણ કારુણ્યને લીધે જ. એ ત્રિવિક્રમ લોકેટ અને ઉદીએ ભાણેજનું રક્ષણ કર્યું અને આગળનો પ્રસંગ ટળ્યો, એ હું વિશ્વાસથી કહું છું. એ તો બાપુને માનતો પણ નહોતો, છતાંપણ બાપુએ તેનું રક્ષણ કર્યું. એ ભલે બાપુભક્ત ન હોય, પણ મારી બહેન (તેની માતા) બાપુની ઉપાસનામાં જાય છે અને ઘરે પણ બાપુની નિત્ય ઉપાસના અને પઠણ કરે છે. હવે તો તેની વહુ પણ સદ્ગુરુ બાપુની ઉપાસનામાં સામેલ થઈ છે અને બાપુભક્તિમાં સ્થિર થઈ છે.
હરિ ૐ શ્રીરામ અંબજ્ઞ નાથસંવિધ્
ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>>
No comments:
Post a Comment