બાપુ, આજે મને તમારા અનુભવ સંકિર્તનનો અવસર આપવા બદ્દલ હું ખૂબ ખૂબ અંબજ્ઞ છું. હું, વૃષાલીવીરા દાંડેકર, વર્ષ ૨૦૦૧ થી બાપુ પરિવાર સાથે જોડાયેલી છું. અમારા પરિવારને બાપુના ઘણા સુંદર અનુભવો આવ્યા છે. તેમાંથી બે અનુભવો આજે હું તમને જણાવી રહીં છું.
અનુભવ ૧ : આગ પર કાબુ
૧૨ સપ્ટેમ્બર ૨૦૧૭ની રાત્રે જોરદાર વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ આવ્યો હતો. ત્યારે હું કોઈ કામ અર્થે નાસિક ગઈ હતી. બીજા દિવસે સવારે મારા પતિ હંમેશાની જેમ, કુર્લા સ્થિત અમારી ઓફિસ પહોંચ્યા. ઑફિસનો દરવાજો ખોલતાં જ તેમને જમીન પર ઘણી કાળી રાખ પડેલી દેખાઈ. આટલી બધી રાખ ઑફિસમાં ક્યાંથી આવી, તે શોધવા તેમણે આજુબાજુ જોયું, ઉપર જોયું. ત્યારે તેમને ઓફિસનો મુખ્ય ડી.પી. (Distribution Panel) સંપૂર્ણપણે બળી ગયેલો દેખાયો. આ પરથી નિશ્ચિત હતું કે રાત્રે ઓફિસના ઇલેક્ટ્રિક વાયરિંગમાં ભીષણ આગ લાગી હતી. ડી.પી.ના લોખંડના દરવાજામાં લગભગ એક ઇંચનું કાણું પડી ગયું હતું, આના પરથી આપણે આગની તીવ્રતાનો અંદાજ લગાવી શકીએ છીએ.
પણ આશ્ચર્યજનક વાત એ હતી કે આગ ફક્ત એક થી દોઢ ફૂટના વિસ્તારમાં જ ફેલાઈ હતી; એટલે કે ફક્ત તેટલા ભાગના વાયરો જ બળી ગયા હતાં. તેની પાસેના બીજા વાયરો કે બીજું કંઈપણ બળ્યું નહોતું. આ કેવી રીતે શક્ય બની શકે? કારણ કે જો એક વાયરમાં પણ આગ લાગે તો તે બીજા બધા વાયરમાં પણ આપોઆપ ફેલાઈ જાય જ. આ અતકર્ય ઘટનાનું આપણે કેવીરીતે સ્પષ્ટીકરણ આપી શકીએ ? મને વિશ્વાસ છે કે આપણા ‘ડૅડ’ (બાપુ) એ જ આ આગથી અમારી આખી ઑફિસને બળીને રાખ થતી બચાવી છે. ઑફિસમાં કુલ ૧૦ કમ્પ્યુટરર્સ, લેપટોપ્સ, પ્રિન્ટર, સ્કેનર, ટી.વી., ફ્રિજ જેવા ઉપકરણો છે. તેની સાથે, પતિના કામની ફાઈલોના ૩ લાકડાના કબાટો પણ છે. આ બધું જો બળીને રાખ થઈ ગયું હોત તો...? આ વિચાર આવતાંની સાથે જ મારા રુંવાડા ઊભા થઈ જાય છે અને ‘આટલો અસીમ પ્રેમ ફક્ત તેમનો જ' એ વિચાર સાથે આંખો ભીની થઈ જાય છે.
આટલી મોટી આગ, જે લોખંડના દરવાજામાં એક ઇંચનું કાણું કરી શકે, તે ફક્ત એક થી દોઢ ફૂટના વિસ્તારમાં ફેલાઈને આપમેળે કેવી રીતે બુઝાઈ ગઈ ? તે સમજાતું નથી. ન અમને કોઈ નુકસાન પહોંચ્યું, ન અમારું કોઈ ખાસ આર્થિક નુકસાન થયું. બાપુની કૃપાથી જ આ અશક્ય શક્ય બન્યું હતું ! બાકી તો તેમને જ ખબર તેમની આ અતકર્ય લીલાની ! મને તો એવું જ લાગે છે કે આ આગના માધ્યમથી મારા ડૅડે અમારા પર આવનાર કોઈ મોટી આપત્તિને દૂર કરી દીધી. તેમના અસીમ પ્રેમ અને કરુણાને લીધે જ, અમે શ્રધ્ધાવાનો તેમની છત્રછાયામાં સુખ, આનંદ અને સંપૂર્ણ નિર્ભયતાથી જીવન જીવીએ છીએ. હેટ્સ ઓફ ડૅડ, વી લવ યુ ડૅડ ફૉરએવર....
આમ, શ્રધ્ધાવાનોના જીવનની દરેક નાની-મોટી ઘટનામાં બાપુનો સાથ હોય છે, પ્રત્યક્ષ રીતે કે અપ્રત્યક્ષ રીતે! અંબજ્ઞ.
અનુભવ ૨ : આર્થિક નુકસાનથી બચાવ
આવો જ મારો એક બીજો અનુભવ હું તમને જણાવી રહી છું. અમે વર્ષ ૧૯૮૯ માં લોનાવાલા સ્થિત વકસાઈમાં એક પ્લોટ ખરીદ્યો હતો. વર્ષ ૨૦૧૩ માં અમે તેને વેચવાનો નિર્ણય કર્યો અને એક સ્થાનિક બ્રોકર સાથે તેને વેચવાની વાત પણ કરી. પણ અચાનક જૂન ૨૦૧૩ માં અમારા મનમાં એવો વિચાર આવ્યો કે આ પ્લોટ ન વેચીએ. આજે બાપુની કૃપાથી તે પ્લોટ પર ‘અનસુયા’ નામનો એક સુંદર બંગલો બનેલો છે.
ખાસ વાત તો એ છે કે, પછીથી અમને આ વાતની જાણ થઈ કે જો અમે તે સમયે આ પ્લોટ વેચ્યો હોત, તો રિયલ એસ્ટેટના ભાવોમાં ઘટાડો આવવાને કારણે ખુબ જ ઓછી કિંમતે તેને વેચવો પડ્યો હોત, એટલે અમને ખુબ ભારે આર્થિક નુકસાન થયું હોત. પ્લોટ વેચવાનો નિશ્ચય થયા છતાં, તેને ન વેચવાનો જે વિચાર અમારા મનમાં આવ્યો, તેની પ્રેરણા બાપુએ જ ઉત્પન્ન કરી હતી, એવું અમારું માનવું છે. સદ્ગુરુકૃપાથી જ અમે મોટા આર્થિક નુકસાનથી બચ્યા હતાં. 
‘હાથ પસારીને નજીક લીધા અને આનંદના સાગરમાં તરાવ્યા’ ખુશીના આ પળો અવિસ્મરણીય છે. અમે સદા તમારા ચરણોમાં રહીએ, એ જ અમારી તમને સતત પ્રેમપૂર્ણ પ્રાર્થના છે ડૅડ.
|| હરિઃ ૐ || શ્રી રામ || અંબજ્ઞ ||

Comments
Post a Comment