Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love
Showing posts with label special. Show all posts
Showing posts with label special. Show all posts

Saturday, July 5, 2014

સપ્તમાતૃકા પૂજન

સપ્તમાતૃકા પૂજન

ગુરુવાર તા.૨૪ ઓક્ટોબર,૨૦૧૩ના દિવસે પરમપૂજ્ય બાપુએ એક અત્યંત મહત્વપૂર્ણ વિષય ઉપર પ્રવચન કર્યુ. દરેક મા-બાપની ઈચ્છા હોય છે કે મારુ બાળક નિરોગી જીવન જીવે અને તેને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. આવા દ્રષ્ટીકોણને કારણે પૂર્વપરંપરા અનુસાર ઘરમાં બાળકનો જન્મ થાય કે તેની ષષ્ટીપૂજા કરવામાં આવે છે. સમયાંતરે આ પૂજનવિધીમાં અનેક ખોટી રુઢીઓ પેસી ગઈ અને આ ષષ્ટીપૂજાનું મહત્વ માત્ર કર્મકાંડ પૂરતુ જ મર્યાદિત રહી ગયુ. આ પૂજનનો મુખ્ય હેતુ, તેનુ મહત્વ અને મૂળ પૂજનવિધી વગેરેની બાબતમાં પરમપૂજ્ય બાપુએ પ્રવચન દ્વારા માર્ગદર્શન કર્યુ.

પરમપૂજ્ય બાપુ બોલ્યા, ”બ્રહ્મર્ષીમાં પહેલી વખત જ માતા બનેલા લોપામુદ્રા(અગસ્ત્ય ઋષીના પત્ની) અને અરુંધતી(વસિષ્ઠ ઋષીના પત્ની)ની એક જ સમયે પ્રસુતિ થઈ. અગસ્ત્ય-લોપામુદ્રા અને વસિષ્ઠ-અરુંધતી, આ ચારેજણાએ પોતપોતાના બાળકનું જે પ્રથમ પૂજન કર્યુ તે ’સપ્તષષ્ટી પૂજન’ તરીકે પ્રચલિત થયુ.

Friday, July 4, 2014

શ્રીશ્વાસમ

ગુરુવાર, તા. ૦૭/૧૧/૨૦૧૩ ના દિવસે ’શ્રીશ્વાસમ’ ઉત્સવની પ્રાથમિક માહિતી મળી. જાન્યુઆરી ૨૦૧૪માં ’શ્રીશ્વાસમ’ ઉત્સવ ઉજવવામાં આવનાર છે. ’શ્રીશ્વાસમ’નું માનવજીવનમાં શું મહત્વ છે એ પણ બાપુએ પ્રવચનમાં કહ્યું. સૌપ્રથમ ’ઉત્સાહ’ વીશે માહિતી આપતા બાપુ બોલ્યા, ’માણસના પ્રત્યેક કાર્યની કે ધ્યેયની પૂર્તી માટે ઉત્સાહ ખૂબ જ મહત્વનો હોય છે. ઉત્સાહ માનવના જીવનને ગતીશીલ રાખે છે. કોઈની પાસે સંપત્તિ છે પરંતુ ઉત્સાહ નથી તો તેનો કોઈ જ ઉપયોગ નથી. તો પછી આ ઉત્સાહ લાવવો ક્યાંથી ? આજે આપણે જોઈએ છીએ કે સર્વત્ર દુર્બળતાનું સામ્રાજ્ય છે. શારિરીક નબળાઈ ૯૦% કિસ્સામાં માનસિક હોય છે. પરંતુ આપણે દરેકે પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે શું ખરેખર આપણે આટલા દુબળા અને અશક્ત છીએ ? આપણી આવી પરિસ્થિતી શાને લીધે થઈ છે ? આપણે આપણા જીવનમાં શું વિકાસ કર્યો ? આપણે પરિશ્રમપૂર્વક પોતાનામાં રહેલા સારા ગુણોને વિકસાવવા માટે કોઈ મહેનત લીધી કે નહીં ? આ થઈ એક વાત. બીજી વાત - મારા જીવનની બાલ્યાવસ્થામાં મેં મારા માટે જોયેલા સ્વપ્નોમાંથી કમસે કમ એક સ્વપ્ન પૂરુ કરવા માટે કોઈ યોજના તૈયાર કરી કે નહીં ? હવે ત્રીજી વાત - કોઈ વ્યક્તિ કે જે મારી સગી નથી, મારી મિત્ર નથી એવી કોઈ અજાણી વ્યક્તિને માત્ર માણસાઈ ખાતર મેં મદદ કરી છે કે નહીં ? જે મારી કોઈ સગી કે મિત્ર લાગતી નથી એ વ્યક્તિ માટે મેં મારા શરીરને કેટલુ કષ્ટ આપ્યું ? અને સૌથી મહત્વની વાત એ કે આ પરમેશ્વરે મારા માટે આટલુ બધુ કર્યુ છે તો એને માટે આપણે શું કર્યુ ? કોઈ કહેશે કે એ તો ભગવાન છે, એ તો આપણી માટે બધુ જ કરે છે, એ જ આપણને બધુ આપે છે, આપણે એના માટે શું કરી શકવાના ? પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે ભગવાનને તમારી પાસેથી એ જ ત્રણ બાબતો જોઈએ છે જે ઉપર જણાવેલી છે. આ ચંડિકાપુત્રને તમારી પાસેથી એ જ ત્રણ વસ્તુની અપેક્ષા હોય છે.’


શ્રીશ્વાસમ બાબતે બાપુ આગળ બોલ્યા
ઉત્સાહનો સંસ્કૃત અર્થ છે - મન્યુ. મન્યુ એટલે જીવંત, રસાળ, સ્નિગ્ધ ઉત્સાહ. શરીરમાં જે પ્રાણ છે તેના કાર્યને મન અને બુદ્ધીની ઉચીત સહાય મેળવી આપી કાર્ય સંપન્ન કરનારી શક્તી એટલે ઉત્સાહ. ચંડિકાકૂળ પાસેથી અને શ્રીગુરુક્ષેત્રમ મંત્રમાંથી આ ઉત્સાહ મળે છે. ”
’માનવીનો પરમેશ્વર ઉપર જેટલો વિશ્વાસ, તેના કરતા સો ગણો તેની માટે તેનો પરમેશ્વર મોટો.’ આ વિશ્વાસ અને ઉત્સાહ પૂરો પાડનારી બાબત એટલે ’શ્રીશ્વાસમ’. માનવી સામાન્ય રીતે અનેક કારણોસર પ્રાર્થના કરતો હોય છે, પરંતુ પરમેશ્વર પ્રત્યે આપણો વિશ્વાસ વધે તે માટે  પ્રાર્થના કરવી જરુરી છે. પરમેશ્વર પ્રત્યે વિશ્વાસ વધારનારી - દ્રઢ કરનારી અને પ્રત્યેક પવિત્ર કાર્ય માટે ઉત્સાહ પૂરો પાડનારી બાબત છે ’શ્રીશ્વાસમ’!.

બાપુ આગળ બોલ્યા, ”જાન્યુઆરી ૨૦૧૪માં પ્રથમ શ્રીશ્વાસમ ઉત્સવના રુપમાં ખૂબજ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવશે. એ પછી દરેક ગુરુવારે શ્રદ્ધાવાનો શ્રીહરિગુરુગ્રામમાં શ્રીસ્વસ્તિક્ષેમ સંવાદ પછી શ્રીશ્વાસમ કરી શકશે. શ્રીશ્વાસમ ઉત્સવની તૈયારી માટે ૦૮/૧૧/૨૦૧૩થી હું પોતે ઉપાસના કરવાનો છું. ’શ્રીશ્વાસમ’ માટે હું એક વ્રત લઈ રહ્યો છું જેથી જેને જેને આ શ્રીશ્વાસમ જોઈએ છે તે દરેકને એ મળે. આ વ્રતકાળ દરમ્યાન હું દરેક ગુરુવારે અહીં આવીશ જ. શ્રીશ્વાસમ માટે મારે મારી તૈયારી કરવાની છે. હું દરેક માટે એવી ચેનલ ઓપન કરવાનો છુ કે જેને લીધે દરેક જણ પોતાની શક્તી અનુસાર, સ્થિતીનુસાર એ વાપરી શકે. આ મારી સાધના છે. ઉપાસના છે. શ્રીશ્વાસમમાં ભાગ લેવા ઈચ્છનારા પ્રત્યેકને પહેલા દિવસથી જ તેનો પૂરેપૂરો લાભ મળી શકે એ માટેની તૈયારી રુપે મારી આ ઉપાસના હશે. પ્રત્યેક શ્રદ્ધાવાન શ્રીશ્વાસમમાંથી મળનારી ઉર્જા ગ્રહણ કરી શકે એ માટે ચેનલ્સ ખૂલી કરવાના કાર્ય માટે મારી આ ઉપાસના હશે.”

એ માટે ’શ્રીશિવગંગાગૌરી-અષ્ટોત્તર-નામાવલી:’ જેટલી વખત વાંચી શકાય તેટલી વખત અત્યંત પ્રેમપૂર્વક વાંચવાની છે. એ માટે કોઈ નિયમ બનાવો નહીં. આ નામાવલી બોલી લીધા પછી મોઠી આઈ પાસે પ્રાર્થના કરવી, ’આઈ, મારી જે ચેનલ બાપુ બનાવવા માગે છે, તે માટે આ નામાવલીનો મારી માટે ઉપયોગ કરજો.’

આ શ્રીશ્વાસમ ઉત્સવ વીશેની સવિસ્તર માહિતી બાપુ પોતે શ્રીહરિગુરુગ્રામમાં ઉત્સવની પહેલા કોઈએક ગુરુવારે આપવાના છે અને આ બાબતની લોકોને આગોતરી સુચના પણ આપવામાં આવશે.

આગળ બાપુ બોલ્યા, ’આજસુધીના પ્રવચનોમાં આપણે આઈના જે સૂત્રં (અલ્ગોરિદમ્સ) જોયા, એ અલ્ગોરિદમ્સને એકત્રિત કરનારી આ ઘટના છે. આ ઉત્સવ માટે એક થીમ છે. આ થીમ એટલે આ ઉત્સવ માટે દરેકે ઘરે ચીનીમાટીમાંથી કે ક્લેમાંથી અથવા સાદીમાટીમાંથી મૂષક બનાવવાનો છે. મૂષક કેમ ? તો સ્વત: આદિમાતા શ્રદ્ધાવાનના શ્વા તરીકે સંબોધાયેલા છે. દરેકે ઉત્સવના દિવસે સવારે આવતા પહેલા એક કલાકની અંદર આ ઉંદર બનાવવાનો છે. એક કલાકમાં નાના-નાના અનેક બનાવો અથવા એક મોટો ઉંદર બનાવો. પરંતુ આ એક કલાક મહત્વનો છે. એ મૂષક દરેકે પોતાની સાથે અહીં લઈને આવવાનો છે. આ થીમ માત્ર પહેલા દિવસ માટે જ છે. પછીના ગુરુવારે શ્રીશ્વાસમ માટે મૂષક બનાવીને લાવવાનો નથી. ધારોકે ઉત્સવને દિવસે મૂષક અહીં લાવતી વખતે કદાચ તૂટી જાય તો એની જવાબદારી પણ તમારી નહીં મારી જ રહેશે.

તેમજ ઉત્સવનો ડ્રેસકોડ એવો છે કે દરેકે એ દિવસે પોતાના હાથે ધોયેલા કપડા પહેરવાના રહેશે. કમસેકમ શરીર ઉપરનું એક વસ્ત્ર તો પોતાના હાથે ધોયેલુ હોવુ જોઈએ. આવા વસ્ત્રને ધૌતવસ્ત્ર કહેવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે ઉત્સવને દિવસે પોતાને અવેલેબલ રાખજો.’

ઉત્સવની તારીખ નક્કી થાય પછી બધાને આ જ બ્લોગ ઉપરથી સુચિત કરવામાં આવશે. તેમજ શ્રીશ્વાસમ વીશે પરમપૂજ્ય બાપુ જે ગુરુવારે સવિસ્તર પ્રવચન કરવાના છે એ તારીખ આ બ્લોગ ઉપરથી પહેલાથી જ જણાવવામાં આવશે.

મને ખાતરી છે કે મારા સર્વ શ્રદ્ધાવાન મિત્ર આ ઉત્સવની આતુરતાથી રાહ જોતા હશે.

!! હરિ ૐ !!      


!! શ્રીરામ !!  


!! હું અમ્બગ્ન્ય છુ  !!

Friday, July 26, 2013

ઘઉંનું સત્વ બનવવાની રીત (નુસખો)



૨૭ જૂન ૨૦૧૩ના પ્રવચનમાં બાપુએ કહેલી ઘઉંના સત્વની વિધી અહીં આપી રહ્યા છીએ.

ઘઉં રાત્રે પાણીમાં પલાળી રાખવા. આ પાણી બીજા દિવસે કાઢી નાખવું. ઘઉંને ફરી બીજા પાણીમાં પલાળવા. ત્રીજા દિવસે આ પાણી પણ કાઢી નાખવું. ઘઉંમાં ફરી તાજુ પાણી ઉમેરવુ. ચોથા દિવસે ઘઉંમાંથી પાણી કાઢી નાંખવુ અને આ ચાર દિવસ ભીંજાયેલા ઘઉંમાં થોડુ નવુ પાણી નાખી આ ઘઉંને વાટી નાખવા. (મિક્સરમાં અથવા પથ્થર ઉપર). આવી રીતે વાટેલા ઘઉં નીચોવીને અને ગાળીને તૈયાર થયેલી લાપશી એક તપેલીમાં કાઢી લેવી અને ઉપર ઢાંકણું ઢાંકી દેવુ.

છ થી સાત કલાક પછી તપેલીનું ઢાંકણુ ખોલીને જોવુ. ઘઉંનું સત્તુ વાસણમાં નીચે જમા થયેલું હશે અને ઉપર નીતરેલું પાણી દેખાશે. આ પાણી નીતારી લેવુ. આવી રીતે તૈયાર થયેલુ ઘઉંનુ સત્વ બરણી અથવા ડબ્બામાં ભરી લેવુ.

ઉપાય - ૧ :

સ્થૂળ વ્યક્તિ માટે :
૧) ઘઉંનું સત્વ - એક વાટકી
૨) પાણી - ચાર વાટકી
૩) હિંગ - એક નાનો ચમચો
૪) મીઠું (સ્વાદ અનુસાર)
૫) જીરુ (સ્વાદ અનુસાર)
ઉપર પ્રમાણે મિશ્રણ તૈયાર કરવુ અને એક તપેલીમાં લઈને ધીમી આંચે શિજવવુ. આ મિશ્રણ સતત હલાવતા રહેવું જરૂરી છે જેથી ગઠ્ઠા ન પડી જાય.


ઉપાય - ૨ :

બારીક વ્યક્તિ માટે :
૧)ઘઉંનું સત્વ - એક વાટકી
૨)ઘી - બે ચમચા
૩)દૂધ - એક વાટકી
૪)સાકર - બે ચમચા
૫)એલચીનો પાવડર (સ્વાદ મુજબ)
એક તપેલીમાં બે ચમચા ઘી નાંખીને ગરમ કરવું. આ ઘીમાં ઘઉંનું સત્વ ઉમેરવું. એ પછી તેમાં એક વાટકી ભરીને દૂધ અને બે ચમચા સાકર નાખીને ધીમી આંચ ઉપર શીજવવું. જોઈએ એટલો એલચીનો પાવડર નાંખીને સતત હલાવતા રહેવું. ઘી ઉપર તરવા માંડે એટલે તે તૈયાર થઈ ગયુ છે એમ સમજવુ અને ગેસ બંધ કરવો.

આ તૈયાર સત્વ રોજ દિવસમાં એકવાર એક વાટકી જેટલુ ખાવુ.

(ટીપ : આ રેસિપીનો વ્હિડીયો ટૂંક સમયમાં બતાડવામાં આવશે)

Friday, June 14, 2013

ઉધ્દરેત્‌ આત્મના આત્માનમ્‌

| હરિ ૐ |

| ઉધ્દરેત્‌ આત્મના આત્માનમ્‌ |


  બાળપણથી જ દરેક વ્યક્તિને કઈંક કરવાની અને કઈંક બનવાની અર્થાત્‌ જ કઈંક બદલાવ લાવવાની ઈચ્છા હોય છે. આ ઈચ્છિત બદલાવ તે વ્યક્તિની અપેક્ષિત પ્રગતિની કેડી-પગદંડી હોય છે. ૧૦ વર્ષના બાળકથી માંડીને ૭૦ વર્ષના વૃધ્ધ મનુષ્ય સુધી દરેક વ્યકતિને પોતાની વર્તમાન સ્થિતીમાં, પોતે છે તેના કરતાં વધારે સારુ કરવાની જરૂર હતી, સારુ મેળવવાની ઈચ્છા હતી એવું થતું જ હોય છે.

  મનુષ્યની પોતાની આ પરિસ્થિતીમાં વધારે સુધારો કરવાની ઈચ્છા જ તેના વિકાસનું કારણ છે, પરંતુ ઘણી વાર એવું થતું હોય છે કે,"પ્રયત્નાચા પાઉલવાટા અંતી નિઘાલ્યા વિગતી. (પ્રયત્નશીલતાથી માંડેલા પગલાં, પ્રગતિને બદલે વિગતી/ અધોગતિ તરફ લઈ ગયા)" કરેલા અનેક પ્રયત્નોમાં અપયશ મળે છે અને કોઈવાર તો પ્રયત્નો જ અનુચિત વસ્તુ મેળવવા માટે કરાય છે. પોતાનું જીવન શાંત, તૃપ્ત અને સમૃદ્ધ હોવું જોઈએ એવી દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે પરંતુ એવું થતું માત્ર નથી અને તેથી જ જીવનમાં વારંવાર અશાંતિ, અતૃપ્તિ અને અસહાયતા અનુભવાતી રહે છે.

ઘણા સપના જોયા, ઘણા નિશ્ચયો કર્યા, પરંતુ તે અનુસાર ઉચિત પરિશ્રમ કરીને કૃતકૃત્ય બન્યો અને આનંદિત બન્યો એવું બનતું દેખાતું નથી.

જીવનનો સર્વાંગી વિકાસ સાધી શાંતી અને તૃપ્તિનો આનંદ લૂંટવા માટે દરેકને આવશ્યક છે તે, આ મહાવાક્યનો સચોટ અર્થ ધ્યાનપૂર્વક સમજીને એ પ્રમાણે આચરણ/વર્તન કરવાની.

  ઉધ્દરેત્‌ આત્મના આત્માનમ્‌ |

  તદ્‌ન સરળ ભાષામાં આનો અર્થ છે, મારો ઉદ્ધાર માત્ર હું જ કરી શકું છું. પછી તે સામાન્ય મનુષ્યના સંસારી જીવનમાંનો વિકાસનો માર્ગ હોય કે સંપૂર્ણ રીતે "હું" પણું ત્યજીને પરમેશ્વર સાથે એકરૂપ થઈ મોક્ષપ્રાપ્તિનો માર્ગ હોય, પ્રયાસ મારે જ કરવાના છે.

  આપણી ભૂલ અહિંયા જ થાય છે. આપણે જ્યાં સુધી પોતાના વિકાસ માટે આજુબાજુની પરિસ્થિતી, બીજાની મદદ, ચમત્કાર કે નસીબ/પ્રારબ્ધ પર આધાર રાખીએ છીએ ત્યાં સુધી આપણને આપણો ધ્યેય પ્રાપ્ત થતો નથી, કોઇ પણ માર્ગ પર પ્રયાસ સાધવા માટે પોતાને તાકાત જાતે જ મેળવવી પડે છે. પરાવલંબી જીવન અને પુસ્તકિયું જ્ઞાન ક્યારેય કોઇ ધ્યેયની પ્રત્યક્ષ પ્રાપ્તિ આપી ન શકે. તેને માટે આવશ્યકતા છે અનુભવ લેવા માટે સિદ્ધ હોય એવા સ્વાવલંબનની. જે વ્યક્તિ સ્વાવલંબી નથી તે અર્થાત જ અપંગ છે અને તેથી જ અસમર્થ પણ છે. હેલન કેલર જેવી અનેકવિધ શારિરીક અપંગત્વવાળી વ્યક્તિ તેના સ્વાવલંબી બનવાના પ્રયાસને લીધે આખા જગતને પ્રેરણાદાયી ઠરી છે, તો શારિરીક રીતે સક્ષમ એવા આપણા માટે શું અશક્ય હોઇ શકે? તમે કહેશો કે હેલનને બધામાંથી બહાર કાઢવા એની શિક્ષિકાની આવશ્યકતા હતી ને?  સાચી વાત છે પરંતુ અપંગત્વની પરિસીમા પર હોવા છતાં પરિશ્રમ કરવાની ઇચ્છા ધરાવનાર એ બાળકીને કોઇને કોઇ રૂપે પરમેશ્વરી પ્રેમ નિશ્ચિત મદદ કરવાનું જ હતું. એ જીદ્દી અપંગ બાળકી માટે જ પરમેશ્વરનો પ્રેમ શિક્ષિકારૂપે અવતીર્ણ થયો. ખરેખર તો, પરમેશ્વરી પ્રેમને ત્યાં પ્રગટ થવું જ પડ્યું.

  ઉદ્ધાર એટલે નક્કી શું? પાપમાંથી મુક્તિ. પુણ્યનો અધિક સંચય, ગરિબાઇમાંથી શ્રીમંતાઇ તરફનો પ્રવાસ, અનિતીથી નિતી તરફનો પ્રવાસ કે દુર્બળતાથી સમર્થતા મેળવવા તરફનો પ્રવાસ? કહીએ તો આ બધું જ અને કહીએ તો આમાંનુ એકેય નહીં. ઉદ્ધાર એટલે પરમેશ્વરી માર્ગ અર્થાત સત્ય અને પ્રેમના માર્ગ પર ચાલીને આનંદ પ્રાપ્ત કરવાનો અધિકાર.

  માત્ર આ માર્ગમાં સત્ય એટલે નક્કી શું? અને પ્રેમ એટલે નક્કી શું? તેની ખરી જાણકારી હોવી જરૂરી છે. સત્ય અને વાસ્તવ એ બન્નેમાં ખૂબ ફરક છે. ઉદાહરણાર્થે સમજો કે મેં સત્ય જ બોલવાનું નક્કી કર્યું છે અને એક યુવાન, અસહાય છોકરીએ મારી પાસે આવીને કહ્યું કે "મારી પાછળ ગુંડા પડ્યા છે. હું તમારા ઘરમાં છૂપાઇ જાઉં છું." થોડીવારમાં પાછળ પડેલા ગુંડાઓએ આવીને મને પૂછ્યું, "તમે અમુક છોકરીને જોઇ?" મારે શું ઉત્તર આપવો જોઇએ? "હા, એ છોકરી મારા ઘરમાં જ છૂપાયેલી છે." મારો આ ઉત્તર મને સત્યાચરણી બનાવશે? મારો આ ઉત્તર વાસ્તવિક હોઇ શકે પરંતુ તેમાં સત્યનો અંશ પણ નહીં હોય. કારણકે આ ઉત્તરમાંથી ઉત્પન્ન થશે બળાત્કાર. એક નિંદનીય, અપવિત્ર અને ઘૃણાસ્પદ ઘટના. આનો અર્થ એ જ છે કે જેમાંથી પવિત્રતા ઉત્પન્ન થાય અને કાયમ રહે તે જ સત્ય. સૌથી વધારે આવશ્યકતા છે પોતાની જાત સાથે સત્ય બોલવાની અને તે જ આપણે ક્યારેય નથી કરતા. આપણે પોતાની જાત સાથે જ વધારે ને વધારે ખોટું બોલીએ છીએ. પોતાની પરિસ્થિતી માટે બીજા બધાંને જવાબદાર ઠરાવીને ખોટા બહાના આપી હું જ પોતાની બુદ્ધીને પટાવી લઉ છું અને ત્યાં જ મારી પોતાની ઉદ્ધાર કરવાની ક્ષમતા ખોઇ બેસું છું. "બહાનું કાઢવું" એ મારા સંપૂર્ણ જીવનનો નાશ કરી શકનાર ખૂબ જ વિશાળ સંહારક અસ્ત્ર છે.

  જે વ્યક્તિ પોતે ક્યાં ભૂલો કરે છે, તે શોધીને તેનો હાઉ ન કરતા ભૂલો સુધારવાનો પ્રયાસ કરે તે જ ખરો યશસ્વી છે. પછી ભલે તેનું ધ્યેય ધન, કીર્તી, સત્યપ્રાપ્તિ કે પરમેશ્વર પ્રાપ્તિ કઈં પણ હોય. પરંતુ જીવન પ્રવાસમાં પ્રેમ ન હોય તો સત્ય લંગડુ થઈ જાય છે. પ્રેમ એટલે અપેક્ષા વિનાની પ્રીતી. આવો પ્રેમ એ વિશ્વની સૌથી મોટી તાકાત છે. પ્રેમની તાકાત સામે કોઇ પણ સંહારક કે ઘાતકી ત્રાસદાયી શક્તિ હંમેશા હારે જ છે.

  મારો સંસાર, ગૃહસ્થાશ્રમ એટલે આ પ્રેમ કરતાં શિખવાની સૌથી મોટી અને સહેલી કાર્યશાળા છે. પરંતુ એમાંય જો આપણું થોડું સુધ્ધા અપમાન થાય કે આપણી ઇચ્છા વિરુધ્ધ કઇં કાર્ય થાય તો આપણું એ વ્યક્તિ પ્રત્યેનું પોતિકાપણું સમાપ્ત થઈ જાય છે તો પછી મારા ઘરની બહારના વ્યક્તિની શું વાત કરવી ! ત્યાં તો દરેક નાની-નાની બાબતમાં સુદ્ધા હું દ્વેષ અને શત્રુત્વનાં ડુંગર ઊભા કરું છું અને આ જ દ્વેષ આજુબાજુનાં વાતાવરણમાં ભરાયેલો હોવાને કારણે ફરી ફરી મારા દરેક શ્વાસ સાથે મારા જીવનમાં પ્રવેશતો રહે છે અને તેનાં ઝેરીલા પરિણામ હું સતત ભોગવતો જ રહું છું.

  મનપૂર્વક પ્રેમ કરવાનો પ્રયત્ન કરો અને પવિત્રતાનો માર્ગ છોડો નહીં. પછી આખું વિશ્વ તમારું જ છે. કારણ આ પરમેશ્વરી રાજમાં સંપૂર્ણ રીતે લોકશાહી છે. લોકશાહીમાં જે રીતે દરેક મતદાર જ શાસક હોય, શાસન ચૂંટી આપતો હોય છે એ જ રીતે પ્રત્યેક મનુષ્ય પોતે જ પોતાનું પ્રારબ્ધ ઘડે છે. પરમેશ્વરે દરેક વ્યક્તિને સંપૂર્ણ કર્મસ્વાતંત્ર્ય આપેલું છે. માનવીય લોકશાહીમાં હોય તેનાં કરતાં અનેકઘણું વધારે વ્યક્તિસ્વાતંત્ર્ય, મતસ્વાતંત્ર્ય અને વાણીસ્વાતંત્ર્ય મનુષ્યને પરમેશ્વરે આપેલ છે. પરંતુ માનવી લોકશાહીમાં જે રીતે- જેવા લોકો, જેવો લોકોનો મતસ્વાતંત્ર્યનો ઉપયોગ હોય એ રીતની સરકાર પ્રાપ્ત થાય તે જ પ્રમાણે જેવી વ્યક્તિ અને જેવું તે વ્યક્તિનું સત્ય અને પ્રેમ સાથેનું બંધાણ તેવું જ પ્રારબ્ધ તે વ્યક્તિને પ્રાપ્ત થાય છે.

  આપણે લોકશાહીમાં એક તો મતદાન કરતા નથી અને કરીએ તો તેનું મૂલ્ય સમજ્યા વિના અસમંજસતાથી કરીએ છીએ અને તેના ફળ સ્વરૂપે અનુચિત વ્યક્તીના હાથમાં સત્તા જઈ શકે છે. તે જ પ્રમાણે મારા પોતાના જીવનમાં ખોટા અભિપ્રાયને લીધે અથવા મારી વિચારસરણીમાં સ્પષ્ટતા ન હોવાને લીધે મારું જીવન ત્રાસવાદી પરિસ્થિતીને આધીન થઈ જાય છે.

  પ્રારબ્ધ કરતાં પુરૂષાર્થ જ હંમેશા વધુ શક્તિશાળી હોય છે ફક્ત તેને શક્તિ પ્રદાન કરનાર "સત્ય અને પ્રેમ" આ પરમેશ્વરી ગુણોને ત્યજીને હોય તો આ શક્ય નથી.

  કોઈપણ લોકશાહી રાજ્યમાં જ્યારે નાગરિક એમ કહે કે,"અમે મતદાન કર્યું એટલે અમારી જવાબદારી પૂરી થઈ ગઈ." હવે સરકારે જ મારું બધું ધ્યાન રાખવું જોઈએ તો એ રાજ્યમાં લોક્શાહી એક હાસ્યાસ્પદ સરકસ જેવી બનીને રહી જાય છે. તે જ પ્રમાણે "જીવનમાં ભગવાન મારો હશે તો મને ખાટલામાં જ બધું આપશે." એવી ભૂમિકા અથવા "નસીબ સામે મારું શું ચાલી શકે?" એવી ભૂમિકા મારું સંપૂર્ણ જીવન હાસ્યાસ્પદ કરી દે છે.

  પોતાના જીવનને, બીજી ટેકા માટેની લાકડીઓ ફેંકી દઈને ખરેખર સ્વાવલંબી બનાવવું હોય તો સત્ય અને પ્રેમની સંગત પાકે પાયે પકડી રાખી આ પરમેશ્વર જ મારો એકમેવ સાચો આધાર છે આ વિશ્વાસ મનમાં દ્રઢ કરી લેવો જોઇએ. પરંતુ સમાજમાં શું દેખાય છે ? આપણે પરમેશ્વરને જ આપણી ઘોડી (લંગડા વ્યક્તિને મદદગાર લાઠી) બનાવવા માંગીએ છીએ. પરમેશ્વર કઈં પાંગળો નથી એ તો સાક્ષાત અપંગત્વનો નાશ કરનાર છે તે જાણવાની આપણને જરૂર છે. સત્ય અને પ્રેમ વગર કરેલા દરેક કર્મકાંડ, વિધી કે ભક્તિ એક નાટક જેવું તકલાદી પાંગળાપણું જ છે. તેનો ઉપયોગ આપણને વધુ ને વધુ અપંગ બનાવવામાં જ થાય છે. જ્યારે સત્ય અને પ્રેમનાં માર્ગને અનુસરીને કરેલી ભક્તિ આપણને સંપૂર્ણ સ્વાવલંબી અને તેથી જ યશસ્વી બનાવે છે.

મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ્‌ |
યત્કૃપા તં અહં વંદે પરમાનંદમાધવમ્‌ |



Tuesday, June 11, 2013

હું અનિરુધ્ધ છું

| હરિ ૐ |


હું અનિરુધ્ધ છું


પોતાના પચાસમાં જન્મદિવસ નિમિત્તે પ્રકાશિત થનાર દૈનિકની વિશેષ આવૃતીમાંનો અગ્રલેખ અને તે પણ પોતાની ઉપર જ લખવાવાળો, કદાચ હું એકમેવ કાર્યકારી સંપાદક હોઈશ. મારી માતા નાનપણમાં હંમેશા કહેતી હતી કે,‘આ છે ને શું કરે છે, કઈં ખબર જ નથી પડતી,’ મારી માતા મને ‘ચક્રમાદિત્ય ચમત્કાર’ કહેતી. મોટે ભાગે તો મારા આ ચક્રમપણાનો વિકાસ કાયમ થતો જ રહ્યો. પ્રત્યેકને શાળાનાં શિક્ષણ પછી ભલે એકપણ આંક આવડતો ન હોય પણ ‘હું એકે હું થી હું દસે હું’ આ આંક સહજતાથી આવડતો જ હોય છે, કેમકે આ ‘હું’ દસે દિશામાં મનરૂપી ઘોડા પર બેસી ફાવે તેમ ઉછળી શકે છે. હું આવો છું કે હું તેવો છું, હું કઈં આવો નથી અને હું કઈં તેવો નથી, મને આ જોઈએ છે અને મને તે નથી જોઈતું, મેં આ કર્યું અને મેં તે કર્યું, આવા અનેક રૂપથી પ્રત્યેકમાંનો ‘હું’ ઉછાળા મારતો જ રહે છે. અને આ અનિરુદ્ધ તો નાના છોકરાનાં ‘ધાંગડધિંગા’ શિબિરનો જબરો સમર્થક છે. તો પછી આ અનિરુદ્ધમાં રહેલ ‘હું’ સ્વસ્થ થોડી બેસવાનો ?

હું આવો છું અને હું તેવો છું - 

  હું કેવો છું એ ફક્ત મને જ ખબર છે. પણ હું કેવો નથી એની મને જરા પણ જાણ હોતી નથી. હું કેવો છું ? તે મારી તે તે સ્થિતીમાં અસ્તિત્વ ધરાવતા માનવ પર અવલંબન નથી કરતું. તે તે પરિસ્થિતી પર પણ અવલંબન નથી કરતું. મારી બાજુમાં રહેલ માણસ કે પરિસ્થિતી કોઈ પણ પ્રકારની હોય, હું માત્ર જે છું તે જ હોવ છું, કારણકે હું હંમેશા વર્તમાન કાળમાં જ વાવરતો હોવ છું, અને વાસ્તવમાં જે છે તેનું ભાન કદી છૂટવા દેતો નથી. ભૂતકાળની જાણ અને સ્મૃતી, વર્તમાનકાળમાં વધારેમાં વધારે સભાનતા રહે તે પૂરતી જ અને ભવિષ્યકાળની કાળજી ફક્ત વર્તમાનકાળમાં સાવધ રહેવા પૂરતી જ, આ છે મારી વૃતી.

હું સારો છું કે ખરાબ - 

  આ નક્કી કરવાનો અધિકાર મેં પ્રચ્છન્ન મનથી સર્વ જગને આપી દીધેલ છે, કારણકે બીજા મારા માટે શું બોલે છે તેની મને જરા પણ નથી પડી. ફક્ત મારા દત્તગુરુ અને મારી ગાયત્રીમાતાને જે ગમે તે પ્રમાણે મારે હોવું જોઈએ એજ મારા જીવનનો એકમેવ ધ્યેય છે અને તેમના જ વાત્સલ્યને લીધે હું તેમની ઇચ્છા પ્રમાણે જ મારી જાતને ઘડતો રહ્યો છું.

હું કઈં આવો નથી અને હું કઈં તેવો પણ નથી  -  

  હું કેવો નથી, ક્યાં નથી અને ક્યારે નથી આ માત્ર મને ખરેખર ખબર નથી પણ હું શેમાં નથી એ માત્ર મને બરાબર ખબર છે અને આજ મારા પ્રત્યેક પ્રવાસમાંનો પ્રકાશ છે.

મને આ જોઈએ છે અને મને તે નથી જોઈતું  -  

  મને ભક્તકારણ જોઈએ છે અને રાજકારણ નહીં, મને સેવા કરવી છે પણ કોઈ પદ નથી જોઈતું, મને મિત્રોનાં પ્રેમરૂપી સિંહાસન જોઈએ છે પણ સત્તા નહીં, મને અહિંસા જોઈએ છે પણ કાયરતા નહીં, મને સર્વસમર્થતા જોઈએ છે પણ શોષણ નહીં, બળ જોઈએ છે પણ હિંસા નહીં, મને પરમેશ્વરના પ્રત્યેક ભક્તનું દાસ્યત્વ સ્વીકારવાનો છંદ છે પણ દાંભિક ઢોંગબાજી અને ગતાગમ વગરની શ્રદ્ધાનું (?) નાયકત્વ નહીં.

  હું કોઈને મળવા નથી જતો તેથી ઘણા લોકો નારાજ છે પણ મને કોઈની પણ પાસેથી કઈં જ જોઈતું નથી તેમજ મારે કોઈને કઈં આપવું પણ નથી. તો પછી કોઈને મળવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે ? હું મળું છું ફક્ત મારા મિત્રોને કારણ ‘આપ્તસંબંધ’ એટલે જ કે લેણદેણ વગરનો પ્રેમ એ જ એકમેવ કારણ હોય છે મારા મેળાપ માટે, એટલે જ મને નિર્વ્યાજ પ્રેમનો મેળાપ જોઈએ છે, પણ લેણદેણનો કે વિચારમંથનનો મેળાપ નથી જોઈતો.

  મને જ્ઞાન નથી જોઈતું એટલે જ્ઞાનના પોકળ શબ્દો નથી જોઈતા પણ મને પરિશ્રમપૂર્વક જ્ઞાનનો રચનાત્મક કાર્ય માટે થનાર નિ:સ્વાર્થ વિનિયોગ જોઈએ છે.

મેં આ કર્યું અને મેં તે કર્યું  -  

  ‘હું કઈં જ કરતો નથી, ના-મી સર્વ કઈં કરે છે.’ આ મારી અંતિમ શ્રદ્ધા છે. તો પછી મારામાં રહેલ ‘હું’ સ્વસ્થ બેસીને નિષ્ક્રિય રહે છે કે શું ? ના જરા પણ નહીં. આ અનિરુધ્ધમાં રહેલ ‘હું’ તે ‘ના-મી’ ના પ્રત્યેક શ્રધ્ધવાનના જીવનપ્રવાહને જોતો રહે છે અને તેના જીવનપ્રવાહની ગતી ક્યાંય અટકે નહીં અને તેનું પાત્ર સૂકાઈ ન જાય (વ્યર્થ ન જાય), તેની કાળજી લેવા તે ‘ના-મી’નો સ્તોત્ર, તેના જ પ્રેમથકી શ્રદ્ધાવાનના જીવનનદીમાં આવેલ કોઈ પણ અડથળાને માત આપીને સતત પ્રવાહિત રાખવા માટે સતત  ઠાલવતો રહે છે. હવે તમે મને કહો, આમાં મારું શું છે ?

  સત્ય, પ્રેમ અને આનંદ આ ત્રણ મૂળાધાર ગુણોનો હું નિ:સીમ ચાહક છું અને એટલે જ અસત્ય, દ્વેષ અને દુ:ખ આનો વિરોધ એ મારો નૈસર્ગિક ગુણધર્મ છે; આનો અર્થ એ છે કે આ કાર્ય પણ આપોઆપ ઘડાય છે. કારણકે જે સ્વભાવ છે તે આપોઆપ કાર્ય કરતો જ રહે છે, તે માટે જાણીજોઈને કઈં કરવું પડતું નથી.

  પ્રભુ રામચંન્દ્રનો મર્યાદાયોગ, ભગવાન શ્રીકૃષ્ણનો નિષ્કામ કર્મયોગ અને શ્રીસાઈનાથનો મર્યાદાધિષ્ઠિત ભક્તિયોગ આ મારા આદર્શ છે. હું સ્થિતપ્રજ્ઞ નથી, હું પ્રેમપ્રજ્ઞ છું. મારી બાંધુલકી ‘વાસ્તવથી’ એટલે જ સ્થૂલ સત્યથી નહીં, પણ જેમાં પવિત્રતા ઉત્પન્ન થાય છે એવા મૂળભૂત સત્યથી છે.

  મારે શું કરવું છે ? હું શું કરવાનો છું ? હું અગ્રલેખ કેમ લખું છું ? ત્રીજા વિશ્વ યુદ્ધ વિષે હું આટલું બધું કેમ લખું છું ? હું પ્રવચન કેમ કરું છુ ? આનો જવાબ મારી હ્રદયક્રિયા કઈ રીતે ચાલે છે અને હું શ્વાસ કઈ રીતે લઉં છું, એટલું સરળ છે, ખરેખર તો ઉત્તર તે જ છે.

  મારા મિત્રો, પવિત્રતા અને પ્રેમ આ બે પૈસા આપવાથી હું ખરીદાઇ જાઉં છું, બાકી કોઈ ચલણ મને ખરીદી નથી શકતું. ખરેખર તો આ અનિરુધ્ધમાંનો ‘હું’ ફક્ત તમારો જ છે, તે મારો ક્યારેય ન્હોતો અને ક્યારેય નહીં હોય.




મિત્રોનો મિત્ર,




Friday, March 1, 2013

3 જી વિશ્વ યુદ્ધ

કારણકે....

ત્રીજુ સહસ્ત્રક શરુ થતાં થતાં જ એટલે કે ૧૧ સપ્ટેંબર ૨૦૦૧ના દિવસથી વિશ્વના દરેક રાષ્ટ્રો પોતપોતાની સુરક્ષાનો અને ભવિષ્યના રાજકીય ધારાધોરણોનો નવેસરથી વિચાર કરવા લાગ્યા. વિશ્વના મોટાભાગનાં પ્રમુખ રાષ્ટ્રોને દહેશતવાદી હુમલાઓની ઝળ પહોંચી ચૂકી હતી. અમેરિકા અને રશિયાએ તો આવા પ્રકારના દહેશતવાદી સંગઠનોને એકબીજાની વિરુદ્ધ પ્રોત્સાહન આપીને વાપર્યા પણ હતા. પરંતુ ૧૧ સપ્ટેંબરની ઘટના એટલા ઓછા સમયમાં અને એટલા ઓછા ખરચામાં ઘટી ગઈ કે જેને કારણે દહેશતવાદી કાર્યવાહી કરનારા સંગઠનોનું ખરુ સામર્થ્ય આ પ્રુથ્વી ઉપર પોતાની જાતને એકમાત્ર મહાસત્તા માનનારા અમેરીકાને બરોબર સમજાઈ ગયુ. છેલ્લા અનેક વરસોથી ભારત દહેશતવાદીઓનો જે ત્રાસ ભોગવી રહ્યું છે એ ભોગ અમેરિકાના કપાળ ઉપર એવી જોરદાર પણે અથડાયો છે કે એકક્ષણમાં અમેરિકાના ચહેરાને પૂરેપૂરો દઝાડી ગયો છે. અત્યાર સુધી ભારતે સાદર કરેલા દહેશતવાદીઓ વિરુદ્ધના પુરાવા અંગે આંખ આડા કાન કરનારા અમેરિકાએ પોતેજ એકસમયે ખાતરપાણી આપીને પોસેલા આ દહેશતવાદીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો સમય આવ્યો છે.


  આ લેખમાળાનો વિષય ફક્ત દહેશતવાદ અથવા દહેશતવાદ વિરુદ્ધ યુદ્ધ પૂરતો જ સિમિત નથી પરંતુ આવનારા સમયમાં જે વૈશ્વિક ઉથલપાથલો થવાની શક્યતાઓ છે તેનો અંદાજ અત્યાર સુધીમાં ઘડેલી ઘટનાઓના અભ્યાસના આધારે મેળવવો એ છે.

  આવાનારા લગભગ વીસ તે પચ્ચીસ વરસોમાં વિશ્વને ભારે સંઘર્ષનો સામનો કરવો પડવાનો છે એ બાબતમાં શંકાને બીલકુલ સ્થાન નથી. ખાસ કરીને આ સંઘર્ષ દરમ્યાન સૈદ્ધાંતિક અને તાત્વિક મૂલ્યો માટે કોઈ સ્થાન નહીં રહે. ઉલટાનું ’બળી તો કાન પીળી’ એ જ એકમાત્ર સિદ્ધાંત કામ કરતો હશે. જેને કારણે રાજકીય દાવપેચ અને કૂટનીતીનો ભરપૂર ઉપયોગ થવાની શક્યતા હોવાછતાં આક્ર્મક, હિંસક અને આત્યંતિક ક્રૂરતાનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી શકનારા અસંખ્ય પરિબળો લાંબા કાળ સુધી આ સંઘર્ષ દરમ્યાન યશસ્વી થતાં જોઈ શકાશે. એકવાર યુદ્ધ શરુ થાય અને તેમાં બંન્ને પક્ષ તરફથી મિત્ર રાષ્ટ્રો જોડાવા માંડે પછી તેમાં અત્યંત ઝ્ડપથી એકેક નીતીમૂલ્યોનું અને મર્યાદાઓનું ઉલ્લંઘન થવાનું શરુ થઈ જાય છે. જેમાં સ્વક્રુત્યોનું નૈતીક સમર્થન કરવાની આવશ્યકતા સુદ્ધાં કોઈ પક્ષને મહત્વની લાગતી નથી. આ બધાની શરુઆત ક્યારની થઈ ચૂકી છે અને આવનારા વરસોમાં તેનું પ્રમાણ પ્રચંડ રીતે વધવાનું છે.

  સામાન્ય જનતા અને કંઈક અંશે રાજકીય નેતાઓની પણ એવી ગેરસમજ હોય છે કે યુદ્ધની ચર્ચા કે યુદ્ધમિંમાસા એ જાહેરમાં વાત કરવાની બાબત નથી કારણકે યુદ્ધ એટ્લે ગુપ્ત કાવાદાવાઓ નો આકસ્મિક પ્રગટતો આવિષ્કાર હોય છે. ફક્ત ભારતીયો જ નહીં પરંતુ સમગ્ર જગતની ૯૦%થી વધારે જનતાને યુદ્ધ, યુદ્ધ પાછળના રાજકીય કારણો અને તે કારણોની પરિપૂર્તિ આ બધા વિશે માત્ર જૂજ માહિતિ જ હોય છે જેના આધારે તેઓ યુદ્ધનો વિચાર કરતા હોય છે. પરંતુ આ જ સામાન્ય જનતાના ભાગ્યમાં માત્ર યુદ્ધના ભયંકર પરિણામો ૧૦૦% ભોગવવાના આવે છે.

   શુદ્ધ લોકશાહી જ ફક્ત યુદ્ધનું ભીષણ સ્વરુપ સૌમ્ય કરી શકનારી એકમાત્ર શક્તી હોય છે. પરંતુ આજની તારીખમાં વિશ્વના કેટલા રાષ્ટોમાં આવી ખરેખરી લોકશાહી છે? પોતાને સંસદીય લોકશાહીના જનક માનનારા બ્રિટનની લોકશાહી પણ વધતા ભ્રષ્ટાચાર અને આંતરિક ક્લેશોને કારણે કમજોર થવા લાગી છે. લોકશાહીના મૂળ જ્યાં મજબૂત છે તે ભારત જેવા અખંડિત દેશમાં પણ અસંખ્ય નાનાનાના પક્ષોના મેળાવડાને કારણે લોકશાહી દિશાહીન થવા લાગી છે ઉપરાંત ખદબદતા ભ્રષ્ટાચારને કારણે ’ભીના દુષ્કાળ’ નું દુ:ખ ભોગવી રહી છે.  રશિયા અને ચીન આ બે મહાસત્તા પાસે તો લોકશાહીનો સંશોધન કરવા પુરતો પણ અંશ અસ્તિત્વમાં નથી. એના પ્રમાણમાં અમેરિકાની લોકશાહી જોકે સશક્ત અને સક્ષમ લાગે છે પરંતુ ત્યાં અત્યંત વેગથી યુવાનોમાં વધતુ વ્યસનનું પ્રમાણ અને ત્યાંના મૂળ અમેરિકન નાગરિકોમાં ઉચ્ચશિક્ષણનું ઘટતુ પ્રમાણ, આ સમસ્યાની સાથે સાથે નાગરિકોનો ઘટતો જતો સહકાર આવા બધા વિવિધ કારણોસર અમેરિકન લોકશાહી પણ મજબૂત રહી નથી.  વધારામાં પૂરુ અમેરિકન ગુપ્તચર સંઘટને ઉભી કરેલી પ્રચંડ અને વ્યાપક પ્રસાર અને પ્રચાર શાખા અમેરિકાની સાથેસાથે વિશ્વના અનેક દેશોનાં પ્રસાર માધ્યમો ઉપર તાબો મેળવવામાં સફળ રહી છે. ભારતનો જન્મજાત શત્રુ દેશ પાકિસ્તાન જ દહેશતવાદી ગ્રંથનું ’અમંગલાચરણ’ છે. આવનારા કાળમાં પાકિસ્તાન ખુલ્લેઆમ આ યુદ્ધનાટકનો પડદો દહેશતવાદના માધ્યમથી સજાવવાની શરુઆત કરશે.

  આવનારા કાળમાં રોજબરોજ નવાં સમીકરણો રચાશે. ત્યાં સુધીકે સવારે સાત વાગે બનાવેલુ સમીકરણ મૂળ હેતુ સાધ્ય થતાં જ સાત ને પાંચ મિનીટે ઉખાડીને ફેંકી દીધેલું હશે.

  આ કોઈ ભવિષ્યવાણી નથી. આ ઈતિહાસના અને વર્તમાન પરિસ્થિતીના અભ્યાસનું તારણ છે. આ સંશોધન છે જગતના રંગમંચ ઉપરના વિવિધ પાત્રોના મનોગતનું. આવનારા વીસ વરસોમાં લગભગ શેંકડો ઠેકાણે હજારો ઘટનાઓ ઘટશે. આ વાતનો અહેસાસ દરેક બુદ્ધીમાન અને અભ્યાસુ વિચારવંતોને થઈ ચૂક્યો છે. આ ક્ષણે પણ સો ઘટનાઓ ઘટી રહી હોવાછતાં અહીં માત્ર દસ ઘટનાઓનો સૂચક ઉલ્લેખ કરેલો છે. તેને લીધે જ બાકીની નેવું ઘટનાઓની નોંધ કરી નથી એટલુ જ, બાકી તેઓનો અંતર્ભાવ આ અભ્યાસમાં નક્કી થયેલો જ છે.
   
  દરવરસે કેલેંડર (દિનદર્શિકા) બહાર પડે છે. કારણ તેની પાછળ એક ચોક્ક્સ પ્રકારની ગણીતીક રચના અને સૂત્ર હોય છે. પરંતુ આ આવનારા ત્રીજા મહાયુદ્ધનું કેલેંડર દરરોજ નવું હશે.

  મારી જેવા મારા સાધારણ મિત્રોને આ ત્રીજા મહાયુદ્ધની કમસેકમ બે ટકા પણ ઓળખાણ થાય તે માટે કરેલો આ લેખપ્રપંચ.


મારા મિત્રોનો,
અનિરુદ્ધ

AD (728x60)