ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 4

 

ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વણકહ્યા ઇતિહાસની ઝલક - ભાગ - 4

જાનકીબાઈ અગાઉથી નક્કી કર્યા મુજબ જ મુંબઈથી ખાસ ફકીરબાબાને એટલે કે શિવરામરાજનને મળવા માટે આવી હતી. શિવરામરાજન જાનકીબાઈને છેલ્લા ત્રણ વર્ષથી સારી રીતે ઓળખતા હતા. આટલી નાની વયની યુવતીમાં બુદ્ધિમત્તા, ચોક્કસ નિર્ણય લેવાની ક્ષમતા, નિર્ભયતા અને સંયમનો કેટલો સુંદર સંગમ થયેલો છે, તેની ફકીરબાબાને પૂરેપૂરી જાણ હતી. તેમને નમીને નમસ્કાર કરતી જાનકીબાઈને આશીર્વાદ આપતા ફકીરબાબાએ કહ્યું,

“દીકરી! ઉત્તર ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં સ્ત્રીઓ હજી પણ માથા પરનો પલ્લુ, ચહેરો ઢંકાઈ જાય ત્યાં સુધી નીચે ખેંચીને અર્થાત્ ચહેરો ઢાંકીને જ ફરતી હોય છે. શહેરોમાં પણ આ જોવા મળે છે. પરંતુ મુખ્ય શહેરોમાં ઉચ્ચવર્ગની સ્ત્રીઓમાં થોડું-થોડું આધુનિક વિશ્વનું અસ્તિત્વ જણાવા લાગ્યું છે. તે સ્ત્રીઓ સ્વતંત્રપણે ફરી પણ રહી છે અને શીખી પણ રહી છે. મુંબઈ-પુણે વિસ્તારની સ્ત્રીઓ જેટલી શિક્ષણમાં પ્રગતિ ઉત્તર હિંદુસ્તાનની સ્ત્રીઓમાં થયેલી ન હોવાછતાં, પણ ઘણા વકીલો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વેપારીઓ અને ગવર્ન્મેન્ટ ઓફિસર્સના ઘરોની સ્ત્રીઓ ચહેરો સંપૂર્ણ ઢાંકવાને બદલે માત્ર માથા પર પલ્લુ લઈને ફરે છે અને તેમાંથી કેટલીક સ્ત્રીઓ તો બિલકુલ પુણે-મુંબઈની તેમના સ્તરની સ્ત્રીઓ પ્રમાણે જ આધુનિક વેશભૂષા, 

શિક્ષણ અને સમાજ સુધારણામાં ધીમે ધીમે પ્રગતિ કરવા લાગી છે.

તેમજ મધ્ય ભારત અને દક્ષિણ ભારતની સ્ત્રીઓ પણ સુશિક્ષિત થવા લાગી છે. શહેરોની અનેક શાળાઓમાં દીકરીઓ જવા લાગી છે. અમુક-અમુક જગ્યાએ તો સ્ત્રીઓ માટે અલગ શાળાઓની પણ શરૂઆત થયેલી છે. જોકે મુંબઈ અને પુણે નગરીની સ્ત્રીઓ વધુ ઝડપથી આગળ વધી રહી છે અને સ્વતંત્રતા સંગ્રામમાં પણ ભાગ લેવા લાગી છે.

ફિતૂરોને પાઠ ભણાવવાનું કાર્ય કરતી વખતે આપણે ગુપ્તતા જાળવવી અને સંયમ રાખવો અત્યંત આવશ્યક છે. તેમજ ‘આપણું આ કાર્ય આગળ ઇતિહાસમાં નોંધ પણ થઈ શકશે નહીં’ તે જાણીને જ કાર્યમાં ઉતરવું જોઈએ. આપણા આ કાર્યના પુરુષોએ પણ બહારથી ‘બ્રિટીશતરફી’ તરીકે ફરવું પડશે. કદાચ, જ્યારે પણ સ્વતંત્રતા મળશે, ત્યારે આપણા નામો દેશભક્તોની યાદીમાં નહિ હોય, તેની જાણ આપણા જૂથની પ્રત્યેક વ્યક્તિને હોવી અત્યંત આવશ્યક છે. મેં ઠેર ઠેર આવા જ અનેક વિવિધ વયજૂથના પુરુષ કાર્યકર્તા તૈયાર કર્યા છે અને મારી પત્નીએ અમારા મદ્રાસ વિસ્તારમાં આવી સ્ત્રીઓ તૈયાર કરી છે.

જાનકીબાઈ! તારું અને રામચંદ્રરાવનું કાર્ય તો જોરશોરથી ચાલી રહ્યું છે. તારી કેટલીક ખાસ મહિલા કાર્યકર્તાઓની તે મુલાકાત ગોઠવી છે, તેવો તારો સંદેશ મને મળ્યો. સભા ક્યાં છે અને બરાબર કયા વિષય પર છે, તે પણ મને ખબર નથી. તું પોતે અહીં આવી છે, તેનો અર્થ, સભા અહીં જ છે કે શું?”

મલ્હારરાવે જવાબ આપ્યો, “હા! મુંબઈ, પુણે શહેરોમાં હાલમાં દરેક શિક્ષિત વ્યક્તિ પર બારીક નજર રાખવામાં આવી રહી છે. તેથી આ શહેરોમાં સ્ત્રીઓના સાર્વજનિક હળદર-કંકુ, મહિલા શિક્ષણ પરિષદો, વિધવા અને પરિત્યક્તા (પતિએ છોડી દીધેલી સ્ત્રીઓ) સ્ત્રીઓ માટેના નર્સિંગના શિક્ષણ-સત્રો અથવા આવી સ્ત્રીઓ માટે ચલાવવામાં આવતી સિલાઈકામની કાર્યશાળાઓ પર પણ જાસૂસી રાખવામાં આવી રહી છે. બ્રિટિશરોને જેટલો મુંબઈ, પુણે અને કલકત્તાનો ભય લાગે છે, તેટલો બીજા કોઈ પ્રાંતનો લાગતો નથી, કારણ કે વધુમાં વધુ ક્રાંતિકારી અને સશસ્ત્ર વિદ્રોહ આ બે પ્રાંતોમાં થઈ ગયા છે. પંજાબ પણ સળગી જ રહ્યું છે. અનેક શીખ યુવાનો તો દેશ માટે ક્યારે પણ મરવા તૈયાર છે પરંતુ આવા યુવાનોના જ ઘાત થઈ રહ્યાં છે અને આ ઘાત રોકવાનું જ તો આપણું કામ છે.

ફકીરબાબા! આથી જ સારો વિચાર કરીને સભા આ શિવમંદિરમાં જ આયોજિત કરી છે. ભારતના બધા પ્રાંતોના સમવિચારી લોકો અહીં ભેગા થવાનું પહેલાથી જ શરૂ થઈ ગયું છે અને આવશે. તે બધા જ ‘વારકરી’ અર્થાત્ વિઠ્ઠલભક્તોના મરાઠી રૂપમાં જ અહીં આવી રહ્યાં છે અને આવાના છે.

આપણા આ શિવમંદિરમાંથી એક ભોંયરાનો રસ્તો જાય છે, તે ગામની પશ્ચિમ સીમાની બહાર આવેલા વિઠ્ઠલ મંદિરમાં જ. ત્યાં પણ આવી જ ગુપ્ત રચના કરીને રાખેલી છે. અમારા એસ્ટેટ મેનેજર ગોવિંદદાજી જ તે વિઠ્ઠલ મંદિરના ભક્તોના મુખ્ય ભજનીબુવા છે. તમારી દરેક પ્રતિનિધિ સાથે ઓળખાણ કરાવવાનું કાર્ય ગોવિંદદાજી અને જાનકી કરશે. પછી તમે મોકળાશથી બધું કહો, દેશભરમાં ફરીને જે જોયું છે, ગુપ્ત માહિતીઓ કાઢી છે, તે બધું કહો.”

ભોંયરાના માર્ગેથી તે ત્રણેય જણ વિઠ્ઠલ મંદિરમાં જઈ પહોંચ્યા. ત્યાં નામસપ્તાહની (સાત દિવસીય ભજન) તૈયારીઓ જોરદાર ચાલી રહી હતી. અન્ય સમયે શર્ટ-પેન્ટ જેવા આધુનિક પોશાકમાં ફરતા ગોવિંદદાજી આજે ત્યાં ધોતી, સદરો, ગળામાં વીણા અને તુલસીમાળાઓ, કપાળ પર ગોપીચંદનનો અને બુક્કાનો ટીકો અને હાથમાં ચિપળીઓ (તાલ) - આવા રૂપમાં સર્વત્ર ફરી રહ્યાં હતા.

ક્ષણભર ફકીરબાબાએ પણ ગોવિંદદાજીને ઓળખ્યા નહીં. ખરેખર તો ગોવિંદદાજી અને શિવરામરાજનની જ ખરી મિત્રતા હતી. ફકીરબાબાના મુખમાં કબીરપંથ પ્રમાણે સતત રામ નામ હતું, તો ગોવિંદદાજીના મુખમાં વારકરીપંથ પ્રમાણે સતત વિઠ્ઠલ નામ હતું.

સાંજનું ભોજન પત્યા પછી ગામડાની પદ્ધતિ પ્રમાણે ભક્ત સ્ત્રી-પુરુષો ગોવિંદદાજીના કીર્તન માટે એકઠા થવા લાગ્યા. સ્વાભાવિક રીતે જ તેમાંના 30% લોકો ભારતની સ્વતંત્રતા માટે તલસતા જીવ હતા.

મુખ્ય એટલે ગોવિંદદાજીની આ અનેકો સાથે ઓળખાણ પણ જાનકીબાઈએ જ કરાવેલી હતી. આવી મુલાકાતો માટેની સગવડ આ વિઠ્ઠલ મંદિરમાં, ભક્તોની ભીડ હોવા છતાં પણ થતી હતી. ત્યાં વિઠ્ઠલ મંદિરના ગર્ભગૃહને અડીને જ સંસ્કૃતના, વેદપાઠશાળાઓના વર્ગો હતા અને મુખ્ય એટલે મૌનના અને ધ્યાનના ઓરડાઓ પણ હતા. આ ઓરડાઓમાં જ બધી ગુપ્ત મુલાકાતો થઈ હતી.

ગોવિંદદાજીએ ‘જય જય રામકૃષ્ણહરિ’ આ સંતશ્રેષ્ઠ જગદ્ ગુરુ તુકારામ મહારાજની દિવ્ય મંત્રગર્જનાથી આખ્યાન (કીર્તન) શરૂ કર્યું. પ્રજા પર અત્યાચાર કરનાર રાવણની વાતોથી આરંભ થયો હતો. રાવણે કુબેરનું રાજ્ય કપટથી જીતીને, ત્યાંના મૂળ વૈદિક ધર્મને કેવી રીતે દબાવી દીધો હતો અને સાધુ-સંતોની હત્યા કરી હતી, તેનું વર્ણન ચાલી રહ્યું હતું. કીર્તનમાં ‘શ્રીરંગ’ અર્થાત્ કથા પૂરી થઈને ‘ઉત્તરરંગ’ને શરૂઆત થઈ. પ્રભુ શ્રીરામચંદ્રના અવતારના હેતુઓ સમજાવવામાં આવી રહ્યાં હતા.

છેવટે ‘રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી’ આ ગર્જના જોર જોરથી શરૂ થઈ. કીર્તનમાં રંગાઈ ગયેલા ભક્તોને, ગર્જના અને તાળીઓનો અવાજ, મૃદંગોના અવાજ સિવાય બીજું કશું સંભળાતું નહોતું.

ભજન માટે બરાબર પ્રવેશદ્વારની નજીક બેઠેલા એક પીઠમાં વાંકા વળેલા વૃદ્ધ વ્યક્તિ ખાંસતા-ખાંસતા હ્દલાકડીના આધારે ધીમેથી બહાર નીકળ્યા અને તે અંધારામાં તે વૃદ્ધને એક સ્ત્રી આવીને મળી.

હંમેશની જેમ કીર્તનના અંતે દેખાડો કરવા આવનાર નજીકના મોટા ગામના એક પેઢીમાલક (વેપારી) અને તેનો ભારતીય પોલીસ અધિકારી ભાઈ એમ પોતપોતાની ઘોડાગાડીમાંથી મંદિરના આંગણામાં ઉતરી રહ્યાં હતા.

નીચે ઉતર્યા, આ બંનેના કોથળા કાઢેલા મૃતદેહો જ. પેલા વૃદ્ધ અને તે સ્ત્રી ફરી એકવાર શાંતિથી ભજન કરતા હતા અને તે ઘોડાગાડીનો ગાડીવાન બૂમાબૂમ કરી રહ્યો હતો, “ધાડ પડી! મારા માલિકોને બચાવો!” અને આ બૂમ પાડતા-પાડતા તેણે, ‘તે બંને ચોક્કસ મૃત્યુ પામ્યા છે’ તેની ખાતરી કરી લીધી.

મંદિરમાંથી જયઘોષ થયો - ‘પંઢરીનાથ મહારાજ કી જય’. આ સંકેત હતો - પરસ્પરને.

(કથા ચાલુ)

मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാളം>>

Comments