મૃત્યુના મુખમાંથી પાછી ફરી મા - પૂજાબાઈ મોરે, થાણે

મૃત્યુના મુખમાંથી પાછી ફરી મા - પૂજાબાઈ મોરે, થાણે

સાચે જ, આ બાપુના ચરણે જે અનન્ય ભાવથી શરણે આવ્યો, તેનો બેડો પાર થઈ ગયો, આવો અનુભવ બધા જ બાપુ-ભક્ત શ્રદ્ધાવાનો એકબીજાને કહેતા જોવા મળે છે. અમારા બાપુ અમારો યોગક્ષેમનું વહન કરે છે, અમારા સુખ-દુઃખમાં અમારો સાથ આપે છે, અમને મનઃસામર્થ્ય આપે છે, આ શ્રદ્ધાવાનોનો વિશ્વાસ ક્યારેય ડગમગતો નથી. પ્રારબ્ધ મુજબ દુઃખ તો આવવાનું જ, પણ જે સદ્‌ગુરુચરણે અનન્ય ભાવે વિશ્વાસ રાખશે, તેને તેના ભય-દુઃખનો ભાર ક્યારેય લાગતો નથી.

--------------------------------------------------------------

વર્ષ ૨૦૦૨ માં હું બાપુ પરિવારમાં જોડાઈ. મને બાપુના ઘણા નાના-મોટા અનુભવો આવ્યા છે. વર્ષ ૨૦૦૯ માં આવેલો આ એક અનુભવ હું ક્યારેય નહીં ભૂલી શકું.

જે ઘટના બનવાની છે, તેની આપણને પહેલેથી ખબર નથી હોતી. પરંતુ તે સદૈવ-જાગૃત સદ્‌ગુરુ પોતાના ભક્તો પરનું સંકટરૂપી જાળું દૂર કરીને તેમને મુક્ત કરે છે. એક શનિવારે હું અમારા ઉલ્હાસનગર ઉપાસના કેન્દ્ર પરથી આઠ-સાડા આઠની આસપાસ ઘરે ગઈ. ત્યારબાદ ૫ મિનિટ પછી મારી મમ્મીનો ગામડેથી ફોન આવ્યો. મમ્મી સાથે મેં ઘણો સમય ફોન પર વાત કરી.

મારા પતિને રોજ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવું પડતું, તેથી હું દોઢ વર્ષથી ગામડે જઈ શકી ન હતી. એના લીધે મારી અને મમ્મીની મુલાકાત થઈ ન હતી. અમે આવી રીતે જ ફોન પર વાત કરતા. તે દિવસે મમ્મીએ મને કહ્યું, જમાઈની તબિયત સારી હોય, તો મળવા માટે ગામડે આવ. મને તારી બહુ યાદ આવે છે. મેં ‘હા’ કહીને ફોન મૂકી દીધો. થોડીવારમાં ભાઈનો ફોન આવ્યો અને મળે એ ટ્રેન પકડીને ઘરે આવવા જણાવ્યું. પછી તેણે ફોન મૂકી દીધો.

મને કંઈ જ સમજાતું ન હતું. અમારું ગામ ચાલીસગાંવ તાલુકામાં છે. કલ્યાણથી દોઢ વાગ્યાની ટ્રેન પકડીને હું ગામડે જવા નીકળી. રસ્તામાં બાપુનું નામસ્મરણ ચાલું જ હતું. હું ચાલીસગાંવ ઉતરી. નાનો ભાઈ મને લેવા માટે બાઈક લઈને આવ્યો હતો. હું ભાઈ સાથે નીકળી. ઘરે પહોંચી તો ઘરના આંગણામાં ગામના લોકો, સગાસંબંધીઓ બધા જમા થયા હતા. બધા મારી રાહ જોઈ રહ્યા હતા. હું મમ્મીના રૂમમાં ગઈ, તો બંને બહેનો તો રડવા જ લાગી. મમ્મી હવે કોઈ જ પ્રતિસાદ આપી રહી ન હતી. તેમણે મને મમ્મીને પાણી આપવા કહ્યું. મેં મમ્મીને પાણી આપવા માટે જગાડવા તેના કાન પાસે જોરથી બૂમ પાડી. પાંચ મિનિટ પછી, ઉંઘમાંથી જાગે તેમ મમ્મી જાગી ગઈ અને બોલી, અક્કા! તું આવી ગઈ? મને પાણી આપ અને મને બેઠી કર. મેં મમ્મીને બેસાડી. મારા હાથથી ચમચી-ચમચી કરીને એક ગ્લાસ ભરીને પાણી મમ્મી પી ગઈ અને મને કહેવા લાગી, તું રાતની ગાડીથી આવી? મેં ‘હા’ પાડી.

મમ્મી હજુ ગૂંચવણભરી સ્થિતિમાં જ હતી. બેભાન અવસ્થામાં તેણે એક સપના જેવું દૃશ્ય જોયું હતું અને તે તેને બરાબર યાદ હતું, પણ તેને તેનો અર્થ સમજાયો ન હતો. તે વિશે મમ્મી મને કહેવા લાગી, હું એક બસમાં બેઠી હતી. અમારી બસ આખી ભરાયેલી હતી. રસ્તામાં બસ અચાનક ઊભી રહી ગઈ. એક કદાવર, ખાખી કપડાં પહેરેલો માણસ બસમાં ચઢ્યો અને સીધો મારી પાસે આવીને તેણે મને કહ્યું,"માજી, તમારી ટિકિટ હજી કપાઈ નથી" અને એમ કહીને તેણે મારો હાથ પકડીને મને બસમાંથી નીચે ઉતારી દીધી અને બસ લઈને જતો રહ્યો. મમ્મીની વાત બધા લોકો સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા. અચાનક બીજા દિવસે સવારે ૮ વાગ્યે, હમણાં પાંચ મિનિટ પહેલાં, લગભગ મૃત્યુ સમાન અવસ્થામાં ગયેલી મારી મમ્મી સારી રીતે અને વ્યવસ્થિતરીતે બોલી રહી હતી. આ બધું શું બની રહ્યું છે? તે કોઈને સમજાતું ન હતું. પણ મારા મતે મારી સાથે વાત કરવા માટે જ મમ્મી પાછી આવી હતી.... ના, તે પરમદયાળુ સદ્‌ગુરુબાપુ જ અમારી ભેટ કરાવવા માટે તેને પાછી લાવ્યા હતા, આ મારો દૃઢ વિશ્વાસ છે. કારણ કે છેલ્લા દોઢ વર્ષમાં તેણે મને જોઈ ન હોવાથી મારી સાથે રૂબરૂ વાત કરવાની તેની તીવ્ર ઈચ્છા હતી, જે તે સદ્‌ગુરુએ પૂરી કરી. તેણે બાપુને ક્યારેય જોયા ન હતા. પરંતુ તે બહુ ભોળી હતી. તેણે મને કહ્યું હતું કે મારે સુહાગણ મરવું છે. શું બાપુ મને એવું મરણ આપશે? મેં તરત જ કહ્યું, હા, તેઓ એવું જ કરશે...અને એવું જ થયું. ત્યારબાદ પાંચ જ દિવસમાં એટલે કે ૭ ઑગસ્ટ ૨૦૦૯ ના રોજ તે અમારી વિદાય લઈને ગઈ. આ ૫ દિવસોમાં અમે ઘણી બધી વાતો કરી. આવી રીતે બાપુએ મા અને દીકરીની છેલ્લી ભેટ કરાવી. બાપુ તું ગ્રેટ છે. બાપુચરણે જે શરણ આવે તેને કોઈ જ વાતની ખોટ નથી પડતી. 

બીજો અનુભવ...
વર્ષ ૨૦૧૩ નો આ અનુભવ છે. હું અને મારી બહેનની દીકરી મનમાડ જવા માટે ટ્રેનથી નીકળ્યા હતા. આમ તો એ ટ્રેનમાં હંમેશા ભારે ગર્દી હોય છે. મેં ઘરેથી નીકળતી વખતે બાપુને મનોમન કહ્યું, બાપુ, મને બેસવા માટે સિંગલ સીટ તો મળે, એમ કહીને હું ઘરની બહાર નીકળી. કલ્યાણમાં ચાર નંબર પ્લેટફોર્મ પર આવ્યા. પુષ્પક મેલ પ્લેટફોર્મ પર આવી. અમે લેડીઝ ડબ્બા પાસે આવ્યા. ડબ્બામાં ભયંકર ગર્દી હતી. અમે બેસવા માટે જગ્યા શોધી રહ્યા હતા. બધા કહી રહ્યા હતા - આગળ જગ્યા નથી, અહીં જ ઊભા રહો, તો પણ અમે સાવચેતીથી આગળ ખસતા ખસતા અંદર જઈ રહ્યા હતા. એક સિંગલ સીટ પર એક ૧૨-૧૩ વર્ષનો છોકરો બેઠો હતો. મને જોઈને તેણે ઊભા થઈને મને બેસવા માટે જગ્યા આપી. હું બેઠી અને બેગ ખોળામાં લીધી અને તે છોકરાને શોધવા લાગી, પણ છોકરો ક્યાંય દેખાયો નહીં. સામેની સીટ પર બેઠેલી મહિલાને-તે તમારો છોકરો છે કે કેમ એમ પૂછ્યું. ત્યારે તે સ્ત્રીએ ના પાડી. એટલામાં તેને યાદ આવ્યું કે તે છોકરો ટ્રેન ઉપડતી વખતે જ દાદરથી ચડ્યો હતો. આ શબ્દો સાંભળતા જ મારા મગજમાં વિચાર આવ્યો કે આ છોકરો કોઈ પણ હોય, મારા માટે તો તે બીજું કોઈ નહીં પણ જાણે મારા બાપુ જ હતા, જેમણે આ ભયંકર ગર્દીમાં પણ મારી બેસવાની વ્યવસ્થા કરી આપી. નહીંતર દાદરથી ચડીને કલ્યાણમાં કોઈ શું કામ કોઈના માટે માગ્યા વગર જગ્યા આપે? અને મુખ્ય વાત એટલે તે છોકરો પછીના પ્રવાસમાં ક્યાંય દેખાયો જ નહીં.

સાચે જ, બાપુરાયા! કેટલા કષ્ટ લો છો તમે અમારા માટે!
હું અંબજ્ઞ છું. 


Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ