સદ્ગુરુનું વચન એ ત્રિકાલાબાધિત હોય છે, જાગૃત-નિદ્રા વગૈરે દરેક અવસ્થામાં તે સત્ય જ હોય છે. આ અનુભવમાં શ્રદ્ધાવાનનો પ્રારબ્ધવશ કોઈ પ્રોબ્લેમ ચાલી રહ્યો હતો ત્યારે એકવાર તેને સપનું આવે છે. સપનામાં બાપુ આવે છે અને તેને કંઈક ખાતરી આપે છે અને....
-----------------------------------------------
તારા ગુણ ગાઉં છું એટલે, મારી જાતને ગુણવાન કહું કેવી રીતે |
તારું જ ઉછીનું આ તો દેવું છે, તેનો માલિક હું બનું કેવી રીતે |
તારી જ કૃપાથી સળગે છે ઘરમાં ચૂલો,
તારી જ કૃપાથી ખીલે છે વૃક્ષ પર ફૂ્લ |
બાપુરાયા તારી જ કૃપાદ્રષ્ટિથી ઘર આંગણે રમે છે બાળકો |
હું કોણ છું? એ શોધવા નીકળ્યો હતો,
બાપુ તારી પહેલી મુલાકાતમાં જ હું મારો રહ્યો નહીં |
તું મારો અને હું તારો થઈ ગયો |
આવી અવસ્થા ફક્ત મારી જ નહીં પણ,
દર ગુરુવારે આવતા દરેક ભક્તની તું કરે છે |
હું બાપુ પરિવારમાં વર્ષ ૧૯૯૮ માં આવ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ભોસલેએ મને બાપુ વિશે માહિતી આપી. બાપુકૃપાથી મારી પાસે અનુભવોનો ખજાનો છે. પરંતુ મને આવેલો એક ખૂબ જ મહત્વનો અનુભવ હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. હું વર્ષ ૧૯૮૭ માં બૃહન્મુંબઈ પોલીસ દળમાં કોઈનો પણ ટેકો ન હોવા છતાં સાઈકૃપાથી ભરતી થયો. ભરતી થયો ત્યારે મને ચેસ્ટ ક્ર. ૧૦૮ મળ્યો. જેનો સરવાળો ૯ થાય છે. મારો જન્મદિવસ પણ ૯ મા મહિનામાં આવે છે. એકંદરે આ ૯ અંક મારા માટે શુભ છે.
૨૦૦૯ ની સાલમાં બે ફરિયાદી અરજદારોએ મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી અને તેમણે ઉચ્ચ સ્તર પરથી મેનેજ કર્યું હોવાથી મને સેવામાંથી કાઢી મૂકવામાં આવ્યો. તે સમયે મારો મોટો દીકરો બારમાની સાયન્સની પરિક્ષામાં પાસ થયો હતો અને નાનો દીકરો દસમા ધોરણમાં ગયો હતો. આવા મહત્વના તબક્કે મારી નોકરી જતી રહી હતી. અહીં હજુ એક નોંધવા જેવી વાત એ છે કે વર્ષ ૨૦૦૪ થી મારી કેટલીક ગૈરસમજને કારણે શ્રીહરિગુરુગ્રામમાં અને ઉપાસના કેન્દ્રમાં જવાનું બંધ થઈ ગયું હતું! તે સમયગાળામાં હું બાપુની ઉપાસના ઘરે જ કરતો હતો. મારે નોકરી ગુમાવવી પડી હોવાથી મારા પરિવારના બધાનો બાપુ પરનો વિશ્વાસ ઓછો થઈ ગયો હતો. પરંતુ મારો બાપુ પર પૂરેપૂરો વિશ્વાસ હતો. પગાર તો બંધ થઈ જ ગયો હતો.
હું પત્નીને લઈને ગામડે ગયો અને ગામની જમીન કાકા પાસે હતી, તેના ભાગ પાડીને મારી પાસે લઈ લીધી અને ગામડે જ રહ્યો. ૫ મહિના પછી ગામડે હતો ત્યારે મને એક સપનું આવ્યું. સપનામાં બાપુ આવ્યા. તેઓ મને હાથથી નજીક બોલાવી રહ્યા હતા. પરંતુ મેં દૂરથી જ તેમને નમસ્કાર કર્યા. તેમની નજીક જવાની મારી હિંમત ચાલી નહીં. ત્યારપછી બાપુએ ફરીથી મને નજીક બોલાવ્યો ત્યારે મેં નજીક જઈને તરત જ તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેમના બંને ચરણ હાથમાં લીધા અને ચરણોનું ચુંબન કર્યું. પછી ઘૂંટણ પર બેસીને નમસ્કાર કર્યા ત્યારે બાપુએ બંને હાથથી પકડીને મને પોતાની પાસે લીધો અને છાતીસરસો ચાંપી લીધો અને મને બોલ્યા, "બેટા, હું તારો ત્યાગ કદાપિ નહીં કરું. તારું પોલીસનું કામ હું ૯ તારીખે કરું છું...."અને એટલામાં જ હું જાગી ગયો.
મેં આનંદથી કૂદકા મારતા મારી પત્નીને સપના વિશે કહ્યું. ત્યારે તે બોલી, આજે તો ૨૭ તારીખ છે. કયા મહિનાની ૯ તારીખ? ત્યારે મેં તેને કહ્યું, મને ખબર નથી. પણ ૯ તારીખે મારા બાપુ કામ કરશે એવી મને ખાતરી છે. મારો મારા બાપુ પર વિશ્વાસ છે અને તેઓ મારા વિશ્વાસને તૂટવા દેશે નહીં. મેં સપના વિશે બીજે ક્યાંય ઉલ્લેખ ન કરતા ફક્ત મારા બાપુભક્ત મિત્ર સુભાષસિંહ રાણેને કહ્યું હતું. સપના પછી બરાબર ૯ દિવસ બાદ મને પોલીસ સ્ટેશનથી મારા મોબાઈલ રાઈટર કદમનો ફોન આવ્યો. તેમણે કહ્યું, તમે કરેલી અપીલની સુનાવણી છે. ડી.જી. ઓફિસમાં ૯ તારીખે તમને સુનાવણી માટે બોલાવ્યા છે! ફોન પરના શબ્દો સાંભળતા જ મારો આનંદ ગગનમાં સમાતો ન્હોતો. મેં જોરથી બૂમ પાડીને પત્નીને કહ્યું, જો મારા બાપુએ આપેલો શબ્દ પાળ્યો. મને ૯ તારીખે સુનાવણી માટે બોલાવ્યો છે! હું ૬ તારીખે ગામડેથી મુંબઈ આવ્યો. ૭ તારીખે પોલીસ સ્ટેશને જઈને પત્ર લીધો અને ૯ તારીખે બરાબર ૧૧ વાગ્યે ડી.જી. ઓફિસ પહોંચી ગયો. ત્યાંના સુપરિન્ટેન્ડન્ટે કહ્યું, વર્માસાહેબ (સુનાવણી કરનારા) આજે છ માસિક રિવ્યુ મીટિંગમાં બિઝી હોવાથી આજે સુનાવણી થશે નહીં. મેં ખૂબ જ આગ્રહપૂર્વક તેમને કહ્યું,"આજે શનિવાર છે. મારા સદ્ગુરુની ઉપાસનાનો દિવસ. મારા સદ્ગુરુએ સપનામાં આવીને ૯ તારીખે તારું કામ થશે એવું કહ્યું છે અને આજે ૯ તારીખ છે. તેથી હું કંઈ ઘરે જવાનો નથી. સાહેબને ગમે તેટલા વાગવા દો." અને હું ઓફિસમાં જ રોકાઈ રહ્યો.
લગભગ ૪ વાગ્યે વર્માસાહેબ મીટિંગમાંથી પોતાની કેબિનમાં જઈ રહ્યા હતા ત્યારે મેં તેમની પાસે જઈને તેમને નમસ્કાર કર્યા. અંદર જઈને તેમણે પોતાના મદદનીશને "બાહર કૌન હૈ, ક્યોં આયા હૈ?" એવું પૂછવા પર મદદનીશે તેમને મારા વિશે જણાવીને, સવારના ૧૧ વાગ્યાથી હું બહાર બેઠો હોવાનું કહ્યું.
ત્યારે સાહેબે મદદનીશને, "ઉસકા ફાઈલ જિસકે પાસ હૈ ઉસે ફાઈલ લેકર બુલાઓ." એવું કહ્યું. ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ અને સાહેબની ૧૫ મિનિટ ચર્ચા થઈ અને મને સાહેબે અંદર બોલાવ્યો. પછી મેં કરેલી અપીલની સુનાવણી થઈ અને બાપુકૃપાથી મારી ગયેલી નોકરી ૯ તારીખે મને પાછી મળી ગઈ. સપનામાં બાપુએ આપેલી ખાતરી સાચી પડી. બાપુ વારંવાર કહે છે કે, મોટી માઁ અને તેના પુત્ર પર વિશ્વાસ રાખો. જે કંઈ મુશ્કેલીઓ આવે છે, જેમ કે અકસ્માત, બીમારી, આર્થિક પ્રશ્નો વગેરે તે બધું આપણું પ્રારબ્ધ ભોગવીને પૂરું કરવા માટે જ હોય છે. પણ મોટી માઁ અને તેના પુત્ર પર વિશ્વાસ હશે, તો તમે આ પ્રારબ્ધના ભોગમાંથી પાર ઉતરી જાઓ છો! મારી બાબતમાં મને આ પૂરેપૂરુ અનુભવવા મળ્યું હતું. ભોગ કોઈને ચૂક્યા નથી. પરંતુ બાપુભક્તિથી તે સૌમ્ય બની જાય છે, આ મારો અનુભવ છે. બાપુ આપણી સાથે સતત હોય છે. એટલા માટે જ મોટી માઁ અને બાપુ પર ફક્ત પ્રેમ, પ્રેમ, પ્રેમ જ કરવો જોઈએ.
તેમના પર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને, મળેલા માનવજન્મને સાર્થક કરવો જોઈએ.

Comments
Post a Comment