તને જ કાળજી મારી એમ હું ને સમજ્યો - વિનીતસિંહ પસરણીકર, ઑસ્ટ્રેલિયા

તને જ કાળજી મારી એમ હું ને સમજ્યો - વિનીતસિંહ પસરણીકર, ઑસ્ટ્રેલિયા

પરદેશ જવા માટે નીકળેલી વ્યક્તિ.....ઈંગ્લિશ જેમ તેમ બોલતા આવડે છે....શિક્ષણ પણ ઓછું.....પરદેશ જઈને ઘર, નોકરી શોધવાથી માંડીને બધી જ વસ્તુ કરવાની હતી.....બાપુને માત્ર એક સામાન્ય માણસ તરીકે જોવાનો દ્રષ્ટીકોણ....આવી પરિસ્થિતીમાં પરદેશ નીકળતા પહેલા શ્રીહરિગુરુગ્રામમાં જવાનો યોગ ઘડાય છે અને દરેક ભય ઉપર બાપુની લીલા વડે માત થાય છે.....એ વ્યક્તિ અનાયસે એક શ્રધ્ધાવાન બાપુભક્ત બની જાય છે.

--------------------------------------------------------------------------------

સન ૨૦૦૦ થી મારી પત્ની અને તેના પિયરીયાઓ પાસેથી અનેકવાર બાપુ વિશે સાંભળી ચૂક્યો હતો. પરંતુ હું શ્રી સ્વામી સમર્થને ખૂબ માનતો હતો. માત્ર પત્ની વિનયાના આગ્રહને કારણે ૨૦૦૦ની સાલમાં બાપુ જ્યારે પૂના આવ્યા હતા, ત્યારે એમના દર્શને ગયો હતો. ત્યારે એમને જોઈને લાગ્યુ કે આ તો માત્ર એક સામાન્ય માણસ જેવા જ છે, એથી વિશેષ કશું જ નથી. પરંતુ એ છતાં બાપુનું કાર્ય અને એમના પ્રવચનો ખૂબ ગમતા હતા. મન જોકે એમની ભક્તિ કરવા માટે તૈયાર ન હતુ.

૩૦ ઑક્ટોબર ૨૦૦૯ ના દિવસે હું ઑસ્ટ્રેલિયા સ્થાયી થવા માટે નીકળ્યો. મેં દસમી પાસ કરીને આય.ટી.આય. માંથી વેલ્ડિંગનો કોર્સ કરેલો અને ટાટા મોટર્સમાં ૧૯૯૬ થી ૨૦૦૯ સુધી નોકરી કરેલી. ૨૦૦૯ની સાલમાં મને ઑસ્ટ્રેલિયાના ‘સ્કિલ માયગ્રેશન પર્મનંટ વિઝા’ મળ્યા. મારે ૩૧ ઑક્ટોબરની સવારે ફ્લાઈટ પકડવાની હતી. આથી મારા એક મિત્રે મને આગલા દિવસે મુંબઈ એના ઘરે રહેવા માટે બોલાવી લીધો. એના ઘરેથી સવારે એરપોર્ટ જવાનું સુવિધા જનક રહેશે એમ એણે મને સમજાવ્યુ. ૩૦ તારિખે સાંજે મુંબઈ પહોંચ્યા પછી મારે સિધ્ધિવિનાયકના દર્શન કરવા છે એમ મેં મારા મિત્રને કહ્યું. પરંતુ અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં મંદિર બંધ થઈ ગયુ હતુ. મારા ગળામાં પત્નીએ આપેલું બાપુનું લૉકેટ જોઈને મિત્રને લાગ્યું કે હું બાપુભક્ત છું. એણે મને કહ્યું, “આજે ગુરુવાર છે, તુ બાપુના દર્શને જા અને પછી કાલે સવારે સિધ્ધિવિનાયક મંદિરમાં પહેલી આરતી અટેન્ડ કરીને તને એરપોર્ટ છોડી દઈશ.” મારી સાથે મારા સાસરીપક્ષના અમુક લોકો હતા. અમે તરત જ શ્રીહરિગુરુગ્રામમાં પહોંચ્યા. 

જેમ ચકલીના પગમાં દોર ! બાંધીને લાવતા એના સન્મુખ !

એવી જ રીતે ખેંચ્યો મને ખરેખર ! તને જ કાળજી મારી એમ હું સમજ્યો !

ત્યાં પહોંચીને જોયુ તો દર્શન માટે ખૂબ મોટી કતાર લાગી હતી. રાતના અગિયાર વાગી ગયા હતા. કતારમાં ધીમે ધીમે ચાલતા જ્યારે બાપુની સન્મુખ પહોંચ્યો ત્યારે બાપુએ મારી સામે જોઈને, ‘તુ જા, હું છુ ને, કાળજી કરતો નહીં.’ એવો સ્પષ્ટ ઈશારો હાથ વડે કરીને આપ્યો હતો. મેં આગળ વધીને ફરી બાપુ તરફ નજર કરી તો તેઓ મને પાછુ એ જ કહી રહ્યાં હતા. મેં ત્યાં જ એમને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. ઉભા થઈને ફરી બાપુની સામે જોયુ. એ ક્ષણે મને એમની અંદર એક જુદા જ પ્રકારના દર્શન થયા અને મને એમ લાગ્યુ કે આ જ છે જે મારા માટે કંઈક કરી શકે છે. હું જ્યારે જ્યારે એમની તરફ જોતો ત્યારે તેઓ મને એજ એજ વાત ફરી હાથના ઈશારા વડે કહેતા દેખાયા. મને શ્રીસ્વામી સમર્થના શબ્દો યાદ આવી ગયા ‘ભિઉ નકોસ મી તુઝ્યા પાઠીશી આહે’. (ડરીશ નહીં, હું તારી પાછળ જ છુ). બાપુનો ઈશારો પણ એ જ સંકેત આપી રહ્યો હતો. એમની આ કૃતીને લીધે મારા મનનો બધો ડર ઓછો થઈ ગયો. સવારે ઉઠીને સિધ્ધિવિનાયકના દર્શન લઈને હું એરપોર્ટ પહોંચ્યો. બધા સગા-વહાંલા મને એરપોર્ટ મૂકવા આવ્યા હતા. 

હવે મારા મનમાં પહેલા જે ડર હતો એના વિશે થોડી વાત કરુ. નવા દેશમાં જવાનું હતુ. ફ્લાઈટ સિંગાપૂરથી બદલવાની હતી. ઈંગ્લિશ કોઈ બોલે તો સમજાતુ હતુ પણ બોલવાના ફાંફાં હતા. ઑસ્ટ્રેલિયા પહોચીને મારે નોકરી પણ શોધવાની હતી. નવો દેશ, નવા લોકો, ભાષાના વાંધા. ઉપરાંત જે વ્યક્તિ મને ઑસ્ટ્રેલિયાના એરપોર્ટ પર લેવા આવાની હતી એને મેં પાંચ વરસ પહેલા જોઈ હતી. એને હું ઓળખી શકીશ કે નહીં એના વિશે પણ મને શંકા હતી. પત્ની અને બાળકોને બે મહિનાની અંદર ત્યાં બોલાવી લેવા પડશે એવો બધાનો આગ્રહ હતો. પણ વધારે ડર તો ત્યાં જઈને ઈંગ્લિશ બોલવાનો હતો જે બાપુના દર્શન બાદ ખૂબ જ ઓછો થઈ ગયો હતો. 

૩૧ ઑક્ટોબરે સિડની પહોંચીને ફ્લાઈટમાંથી ઉતરતી વખતે સૌથી પહેલા બાપુનું અને સિધ્ધિવિનાયકનું નામ લીધું. એ દિવસથી જાણેકે બાપુની છત્રછાયામાં આવી ગયો. સિડની પહોંચ્યા બાદ સામાન્ય માણસ અને સદગુરુના માર્ગે ચાલતા માણસોમાં શું ફરક હોય છે એનો મને ડગલે ને પગલે અનુભવ થવા લાગ્યો. મને તરત જ નોકરી લાગી ગઈ. મારી પત્ની અને બાળકો મારી પાસે આવી ગયા અને તરત જ સેટ થઈ ગયા. ત્યાં હું નવો હતો ત્યારે મને મળવા આવનાર લોકો કહેતા કે, ‘અરે, તને તરત જ નોકરી કેવી રીતે મળશે? કેમકે અહીં તો નવેમ્બર-ડિસેમ્બરમાં નાતાલની રજાઓ હોય છે. આવી સ્થિતીમાં તરત જ નોકરી મળવી સહેલી નથી.’

દરેક બાબતમાં બાપુની હાજરી સતત અનુભવતો હતો. ‘ભિઉ નકોસ મી તુઝ્યા પાઠીશી આહે’. એમ જાણે કે બાપુ મને કહી રહ્યાં હતા. 

૨૦૦૯ થી આજ સુધી મેં જે કંઈ મારા બાપુ પાસે માંગ્યુ એ એમણે મને આપ્યુ છે. આજે મારા જીવનમાં એવી કોઈ જ વસ્તુ નથી જે મને બાપુએ આપી ન હોય. મેં મારો દરેક અનુભવ મારા મિત્રોને તેમજ બાપુભક્તોને કહ્યો છે. ખરેખર,

 ‘તુ અને હું મળીને શક્ય નથી એવું આ જગતમાં કંઈ જ નથી’ એ બાપુનું જે બ્રિદવાક્ય છે તે મારા જીવનમાં સાર્થક ઠર્યુ છે. 

અનિરુધ્ધા તારો હું કેટલો ઋણી થયો !

અનિરુધ્ધા તારો હું કેટલો ઋણી થયો !

-------------------------------------------

Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ