સદ્‌ગુરુકૃપાથી સાકાર થયેલી સેવા - વિજયસિંહ શિંદે, વાનોડે

સદ્‌ગુરુકૃપાથી સાકાર થયેલી સેવા  - વિજયસિંહ શિંદે, વાનોડે

ખૂબજ પરિશ્રમ અને નિષ્ઠાથી કરેલી સેવામાં જો વિશ્વાસપૂર્વકની અને સાચા મનની ભક્તિ ભળે, તો શ્રદ્ધાવાનને કેટલો સુંદર અનુભવ આવી શકે છે, તે જણાવતો આ એક હ્રદયસ્પર્શી અનુભવ.

---------------------------------------------------------

હરિ ઓમ. હું વિજયસિંહ શિંદે, વાનોડે ઉપાસના કેન્દ્ર. હું ૨૦૦૩થી મોર્ડન હાઈસ્કૂલ, પૂના ખાતે ઉપાસનામાં જતો હતો. મારો આગળનો અનુભવ જણાવતી વખતે હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે આપણા બાપુ દરેક સમયે આપણી સાથે જ હોય છે.

એકવાર અમારા કેન્દ્ર તરફથી ગોવિદ્યાપીઠમ્, કોથિંબે, કર્જત ખાતે અમારે સેવામાં જવાનું હતું. કોથિંબે સેવાનો મને મેસેજ આવ્યો, તે સમયે સાંજે ૫ વાગ્યે હું મારી ઑફિસમાં હતો. બીજા દિવસે સવારે નીકળવાનું હતું. તે સાંજે સિંહગઢ રોડ પરથી હું ઘરે પાછો ફરી રહ્યો હતો, ત્યારે મારું સ્કૂટર સ્લિપ થઈ ગયું અને મારા જમણા હાથમાં ફ્રેક્ચર આવ્યું. હું મારો હાથ હલાવી પણ શકતો ન્હોતો. આવી સ્થિતિમાં પણ સવારે વહેલા ઉઠીને અમે કોથિંબે જવા નીકળ્યા. ત્યાં સેવા કરતી વખતે એક જગ્યાએ ખાડો ખોદવાનો હતો, જેના માટે પથ્થરનો મોટો ખડક તોડવાનો હતો. હવે મારો હાથ તો સૂજી ગયેલો હતો. આ હાલતમાં હું એ ખાડો કેવી રીતે ખોદું? પણ મારે સેવા તો કરવી જ હતી, કારણ કે હું સેવા માટે જ કોથિંબે ગયો હતો. એટલે મેં બાપુનું નામ લીધું અને સીધું કામ શરૂ કરી દીધું. આશ્ચર્યની વાત એ છે કે મને કોઈ તકલીફ ન થઈ અને બાપુએ જ મારી પાસે તે સેવાનું કામ કરાવી લીધું. બાપુની અગાધ લીલાને કારણે મારી અને સેવાની વચ્ચે મારી પીડા ન આવી. હું અંબજ્ઞ છું.

કર્જત સવારે વહેલા પહોંચી જવાને કારણે અમને નાસ્તો કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું. અમે બધા નાસ્તો કરવા ગયા. મેં વડા સંભાર ખાવા માટે લીધા. સંભારમાં સરગવાની સિંગો હતી. સાવ નાનપણથી જ સરગવો ખાવાથી મારા આખા શરીરે ગાંઠો થઈ જતી હતી. મને તેની એલર્જી હતી. માથાના વાળથી લઈને પગના નખ સુધીના શરીર પર મોટા-મોટા લાલ ચકામા આવી જતાં અને મારું આખું શરીર લાલચોળ થઈ જતું. એવું થાય ત્યારે ડૉક્ટરી ઈલાજ સિવાય બીજો કોઈ રસ્તો જ ન્હોતો બચતો. ઈન્જેક્શન તો લેવું જ પડતું. ત્યારબાદ લગભગ અડધાથી એક કલાકમાં એ ગાંઠો ઓછી થતી. હવે ત્યાં સવારના નાસ્તામાં મેં વડા સાથે સંભારના બે કોળિયા ખાધા. તેમાં બે મોટી સરગવાની સિંગો પણ હતી. અજાણતા હું એ પણ ખાઈ ગયો. તરત જ મને એ તકલીફ શરૂ થઈ ગઈ. માથાથી લઈને પગ સુધી લાલ લાલ પિત્તની ગાંઠો ઉભરાવા લાગી.

મારી સાથે જે બાપુ ભક્ત હતા, તેમણે મને હિંમત આપતા કહ્યું કે બિલકુલ ગભરાઈશ નહીં, બધું બરાબર થઈ જશે. અમે જ્યાં કામ કરી રહ્યા હતા, ત્યાં તરત જ ઊદી ઉપલબ્ધ ન્હોતી. હવે શું કરવું? એ મારી સામે મોટો પ્રશ્ન હતો. નજીકમાં કોઈ દવાખાનું પણ ન્હોતું. પણ બાપુ હોય ત્યારે ચિંતા કરવાની કોઈ વાત જ ન્હોતી. મારા મિત્રો મને કહેવા લાગ્યા, ‘‘કોથિંબેની આ પવિત્ર જગ્યાના કણ-કણમાં બાપુનો વાસ છે. એટલે તું બાપુનું નામ લે અને મનમાં સહેજ પણ શંકા લાવ્યા વગર અહીંની માટી લે અને તારા આખા શરીરે તેમજ કપાળે લગાવી દે. બાપુના નામસ્મરણથી અને ખાસ કરીને તેમના પરના વિશ્વાસથી લગાવેલી માટી પણ ઊદીનું કામ કરી શકે છે.’’ તે જ પ્રમાણે પૂરા વિશ્વાસ સાથે બાપુનું નામ લઈને મેં જમીન પરથી માટી ઉઠાવી અને મારા ચકામા પર લગાવી દીધી. અને શું આશ્ચર્ય! બીજી જ ક્ષણે હું એકદમ નોર્મલ થઈ ગયો. મારા શરીર પરના બધા ચકામા અને ગાંઠો થોડી જ ક્ષણોમાં ગાયબ થઈ ગયા. મારો સૂજી ગયેલો, ફૂલી ગયેલો હાથ પળવારમાં પહેલા જેવો થઈ ગયો.

હું પહેલા જેવો સાજો થઈ ગયો આ જોઈને મને ખૂબજ આનંદ થયો, આ આનંદ ફક્ત મારા બાપુની કૃપાથી જ મને મળ્યો હતો. બાપુ દરેક સમયે આપણી સાથે જ હોય છે, તેની અનુભૂતી મને મળી. તેઓ ભલે ગમે ત્યાં હોય, પણ તેમનું ધ્યાન આપણા પર હંમેશા હોય જ છે. આજે તેમની જ કૃપાથી મારું જીવન સુંદરરીતે ચાલી રહ્યું છે. આજે પણ સરગવાની સિંગનો એક નાનો કણ પણ ખાઉં, તો મારું પિત્ત ઉછળી આવે છે. પરંતુ તે દિવસે ઊદી તરીકે, માત્ર તે પવિત્ર જગ્યાની, બાપુનું નામ લઈને લગાવેલી માટીથી મારી પીડા શાંત થઈ ગઈ હતી.

મારા માટે મને મળેલો બાપુના નામસ્મરણનો આ અનુભવ ખૂબ જ મહત્વનો અને મોટો છે.

હરિ ૐ. શ્રીરામ. અંબજ્ઞ. નાથસંવિધ્‌.

Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ