હું કદાપી તારો ત્યાગ કરીશ નહીં - તૃપ્તીવીરા શિંદે, ડોંબિવલી

હું કદાપી તારો ત્યાગ કરીશ નહીં - તૃપ્તીવીરા શિંદે, ડોંબિવલી

આ અનુભવમાંની ગર્ભવતી શ્રધ્ધાવાન સ્ત્રીના પેટમાંના બાળકને હદયમાં બ્લૉક હોવાનું નિદાન થાય છે અને ઘરના બધાના માથે જાણે કે આભ તૂટી પડે છે, પણ એ બધાનો પોતાના સદગુરુ પર - બાપુ પર દ્રઢ વિશ્વાસ હોય છે કે અમારા બાપુ બધુ સંભાળી લેશે..અને આ વિશ્વાસ સાર્થક ઠરે છે...બાળક સુખરુપ તો જન્મે જ છે, ઉપરાંત

------------------------------------------------------------------------------

મારી બહેન મેઘના પવારના લગ્નને બે વરસ થયા હતા. સાલ ૨૦૧૫ માં એ ગર્ભવતી થઈ. એની સારવાર ડૉ. ઉમેશ દાતે પાસે ચાલૂ હતી. એનું સાસરુ ખપોલીમાં છે. તે દર મહિને ચેક-અપ માટે ડોંબિવલી આવતી. સાતમા મહિના સુધી એના સોનોગ્રાફીના રિપોર્ટ નોર્મલ આવતા હતા. 

૧૨ જૂનના દિવસે એનો સિમંત (ખોળો ભરવાનો) પ્રોગ્રામ એના સાસરે થયો અને પછી અમે એને અમારા ઘરે લઈ આવ્યા. ૧૩મી જૂને એની સોનોગ્રાફી ટેસ્ટ હતી. એમાં ટેસ્ટ કરનાર ડૉક્ટરને બાળકના હદયના ધબકારા ઓછા થયાનું ધ્યાનમાં આવ્યુ. એમણે અમને રિપોર્ટ ડૉ. દાતેને જઈને બતાવાનું કહ્યું. 

ડૉ. દાતેએ મેઘનાના રિપોર્ટ જોયા. રિપોર્ટ જોઈને તેઓ પણ ચિંતામાં પડી ગયા કેમકે બાળકના હાર્ટમાં એક બ્લૉક દેખાતો હતો. મારી માતા અને બહેનને ડૉક્ટરે બાળકના પ્રૉબ્લેમ વિશે વાત કરી. તેઓ બન્ને ખૂબ ગભરાઈ ગયા. ડૉક્ટરે થાણાના અલ્ટ્રા સાઉંડ સેંટરમાં જઈને ઍડવાન્સ સોનોગ્રાફી કરાવાની સલાહ આપી. બીજે દિવસે ત્યાં જઈને સોનોગ્રાફી કરાવતા એ જ પ્રૉબ્લેમ દેખાઈ રહ્યો હતો. ડૉ. દાતેએ આ રિપોર્ટ જોઈને, મેઘનાની કંડિશન ક્રિટીકલ હોવાથી એની ડિલીવરી જે.જે અથવા કે.ઈ.એમ. અથવા વાડિયા હૉસ્પિટલમાં કરવાનું કહીને ત્યાં નામ રજિસ્ટર કરવાની સૂચના આપી. 

મારી માતા અને બહેનને કંઈ જ સૂઝતુ ન હતુ. એમણે ઘરે આવીને મારા પિતાને બધી વાત કરી. પછી અમે એને જે.જે. હૉસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં ડૉ. આનંદ પ્રકાશ પાસે એની સારવાર શરુ કરી. ડૉક્ટરે મેઘનાને તાબડતોબ હૉસ્પિટલમાં દાખલ થઈ જવાની સલાહ આપી. 

ફરી એકવાર સોનોગ્રાફી કરવામાં આવી. એનો રિપોર્ટ પણ એ જ આવ્યો. ડૉ. આનંદે કહ્યું, ‘બાળક બહાર આવ્યા સીવાય કંઈ જ કરી શકાય નહીં.’ ઘરનું વાતાવરણ સાવ જ બદલાઈ ગયુ હતુ. હવે અમારો એકમાત્ર આધાર બાપુ જ હતા. હું બાપુને મનોમન બોલી કે, ‘બાપુરાયા, હવે બધુ તમારા જ હાથમાં છે. એ નાનકડા જીવના હાર્ટનો બ્લૉક કાઢી નાંખો.’ મને ખાતરી હતી કે મારા બાપુ બધુ બરાબર કરી દેશે. 

બહેનને આઠ દિવસ પછી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. એ તો ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. એને અમે બધા ધીરજ બંધાવી રહ્યા હતા કે ‘આપણા બાપુ બેઠા છે ને, પછી બધુ બરાબર થઈ જશે.’

અમારા ઘરમાં બધા જ ટેન્શનમાં હતા. સાતમો મહિનો પત્યો ત્યારે ફરી એક સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે બાળકનું બ્લડ સર્ક્યુલેશન પણ ઓછુ થઈ ગયુ હોવાનું જણાયુ. આથી ડૉ. દાતેએ ડિલીવરી તરત જ કરવી પડશે એમ કહ્યું. બાળકના જીવને જોખમ હોવાથી તાબડતોબ જે. જે. હૉસ્પિટલમાં લઈ જવાનું કહ્યું. એજ રાત્રે ૯ વાગે મારી માતા, પિતા અને મારા જીજાજીએ મેઘનાને જે.જે. હૉસ્પિટલમાં દાખલ કરી. એ વખતે મેં બાપુને કહ્યું, ‘બાપુરાયા, આ બધુ શું ચાલી રહ્યું છે, આમ કેમ એક પછી એક પ્રૉબ્લેમ આવી રહ્યાં છે? તમે બધુ જોઈ રહ્યાં છો ને? બધુ ઠીક થઈ જવા દો એ બાબા.’

‘મારા બાપુ ૧૦૮ % દોડીને આવશે જ’ એમ બોલીને હું બધાને ધીરજ બંધાવી રહી હતી. 

ડૉ. આનંદે બહેનની સારવાર શરુ કરી. પ્રાથમિક તપાસ બાદ તરત જ ડિલીવરી કરવાની જરુર નથી એમ એમણે કહ્યું. પણ એમણે બહેનને ‘અંડર ઑબ્ઝર્વેશન’ રાખી. ત્યાં એની સતત સોનોગ્રાફી કરવામાં આવી રહી હતી. ક્યારેય બાળકના ધબકારા ઓછા તો ક્યારેય વધી રહ્યાં હતા. ડૉક્ટર પણ અચંબામાં પડી જતા હતા. મારી માતા બહેનના પેટ પર સતત ઉદી લગાવ્યા કરતી હતી. ઉપરાંત સતત બાપુ સાથે બોલતી રહેતી, ક્યારેય ઝગડો પણ કરતી કે, ‘તમે ક્યાં છો બાપુ? મારી સાથે કેમ નથી તમે? મેં કદી કોઈનું ખરાબ કર્યુ નથી તો પછી મારી દિકરીને કેમ આટલુ મોટુ સંકટ આવ્યુ છે?’

હું માતાને ધીરજ બંધાવતી, ‘આપણા બાપુ છે આપણી સાથે. તેઓ ૧૦૮% બધુ બરાબર કરશે જ. બાળક બાપુ પાસે સુરક્ષિત છે.’ ત્યારે એને થોડી ધીરજ બંધાતી. 

બહેનને આઠમો મહિનો ચાલતો હતો ત્યારે એક દિવસ હું સુચિતદાદાને ક્લિનિકમાં મળવા ગઈ. દાદાને બહેનની સ્થિતીની વાત કરતી વખતે હું દાદા પાસે રડી પડી. દાદાએ પૂછ્યું, “શું થયુ બેટા? બધુ વિસ્તારથી કહે.” મેં દાદાને બધી વાત કરી ત્યારે એ સાંભળીને દાદાએ બાપુના ફોટા સામે જોઈને કહ્યું, “આ બેઠા છે ને, એમની પર છોડ બધું. રોજ હનુમાન ચાલિસાનું પઠણ ચાલુ રાખ.”

...અને શું કહું, દાદાના એ આશ્વાસક શબ્દો સાંભળીને મારી ચિંતા ક્યાં ની ક્યાં દૂર ભાગી ગઈ. હું ત્યાંથી એકદમ નિશ્ચિંત થઈને નીકળી. દાદાને મળીને, એમની સાથે વાત કરીને પૉઝિટીવ એનર્જી મળી હતી. 

ઘરે આવીને મારુ પઠણ ચાલુ હતુ અને બહેન પણ હૉસ્પિટલમાં સતત હનુમાન ચાલિસા બોલી રહી હતી. ડૉક્ટરોએ આઠમો મહિનો પતી ગયા પછી ૧૫ દિવસ બાદ એટલે કે ૨૪મી ઑગસ્ટના દિવસે બહેનનું સિઝેરીયન કરવાનું નક્કી કર્યું. ઘરના બધા પણ એ માટે તૈયાર થઈ ગયા. 

ડિલીવરીના દિવસે માતાએ બાપુને પ્રાર્થના કરી કે, “બાપુ, તમારે આજે અહીં હાજર રહેવું જ પડશે. બધુ તમારા પણ છોડ્યું છે.”

સોમવાર, ૨૪ ઑગસ્ટ ૨૦૧૫ના દિવસે બહેનનું સિઝેરિયન કરીને ડિલીવરી કરવામાં આવી. સવારે ૧૦.૨૫ વાગે બાળકનો જન્મ થયો. એ એકદમ સુખરુપ હતુ. જનમ્યા પછી બાળક જોરથી રડવા લાગ્યું. ડૉક્ટરે કહ્યું કે, ‘ચિંતાનું કોઈ કારણ નથી. બાળક એકદમ સ્વસ્થ છે. દિકરો જનમ્યો છે.’

...ખાસ વાત તો એ હતી કે જનમ્યા બાદ તુરત જ ડૉક્ટરોએ બાળકની ઈકો ટેસ્ટ કરી. એમાં જોયુ, તો કોઈ જ બ્લૉક દેખાયો નહીં.

ડૉક્ટર પણ અવાચક થઈ ગયા. આ સદગુરુતત્વએ અમારી પ્રાર્થનાને પ્રતિસાદ આપ્યો હતો. બાળકના હદયનો બ્લૉક ગાયબ થઈ ગયો હતો. ઉપરાંત આશ્ચર્યની વાત એ છે કે બાળકના કપાળ પર અષ્ટગંધના તિલકની માફક એક ટીલા જેવો માર્ક છે. 

બાપુની કૄપાથી બાળક હવે મોટુ થઈ ગયુ છે. બાપુરાયા, બાળકને ભરપૂર આશિર્વાદ અને સારુ આયુષ્ય આપજો. તમારી કૄપાદ્રષ્ટી કાયમ આમારા બધા પર રહેવા દેજો. તમે આપેલું ‘નામ’ સદૈવ બાળકના કપાળ પર રહેવા દેજો. 

બાપુ તમે વચન જ આપેલું છે ને કે,

‘મારી સાથે જે પ્રેમથી આવશે, તેનું અશક્ય શક્ય હું કરીશ’

વધુ શું જોઈએ બાપુ, બસ તમારા ચરણોમાં કાયમ રાખજો. 


   





Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ