‘આ સદગુરુતત્વ માત્ર તમારી પાછળ જ નહીં, તો તમારી ચારેબાજુ ઉભા હોય છે’ આ બાપુએ શ્રધ્ધાવાનોને આપેલા વચનની આપણને વારંવાર પ્રતિતી આવે છે, એકવાર સદગુરુને ‘પોતાના’ માનીને એમના પર વિશ્વાસ મૂકેલા શ્રધ્ધાવાને ભલે ક્યારેય કોઈ ભૂલ પણ કરેલી હોય, તો પણ એ સદગુરુતત્વ એને સંકટ સમયે કદી એકલો મૂકતા નથી, તેઓ આ શ્રધ્ધાવાનની ચારેબાજુ ઉભા હોય છે.
-------------------------------------------------------------------
હું અને મારા પતી રાજનસિંહ, અમે ૨૦૦૮ની સાલથી બાપુ પરિવારમાં સહભાગી થયા છીએ. બાપુની છત્રછાયામાં આવ્યા બાદ અમારા જીવનને ધીરે ધીરે સુંદર આકાર મળવા લાગ્યો. બાપુના અનુભવ આવતા ગયા. એમાંથી જ ભક્તિ અને સદગુરુચરણ પર પ્રેમ અધિક જ વૃધ્ધિ પામતા ગયા. એમાંનો જ એક અનુભવ અહીં વર્ણન કરી રહી છુ.
બાપુ-નંદાઈ-સુચિતદાદાને મારા કોટિ કોટિ પ્રણામ. સૌ પ્રથમ તો મારે બાપુની ક્ષમા માંગવી છે. જે દિવસે આ ઘટના ઘટી એ દિવસે તમે મને ઉપાસના કેન્દ્રમાં આરતી આપી હતી અને તો પણ હું એ દિવસે ઉપાસનામાં ગઈ નહીં અને જીદ કરીને દાદર ગઈ. સાચુ કહુ તો પાછલા જ શનિવારે એટલે તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૧૬ના દિવસે મને ઉપાસના કેન્દ્રના કાર્યકર્તાએ ‘તમને આગલા શનિવારે આરતી છે’ એમ કહ્યું હતુ. એ સાંભળીને હું ખૂબ જ ખૂશ થઈ હતી.
હવે આરતીના દિવસે એટલે આગલા શનિવારે ૩૦ જાન્યુઆરીના દિવસે સાંજે પાંચ વાગે ઉપાસના કેન્દ્રમાં પૂર્વતૈયારી માટે જઈશુ એમ અમે નક્કી કર્યુ હતુ. એજ દિવસે અમે રહેતા હતા એ કૉલોનીમાં સત્યનારાયણની પૂજા અને જમણવાર પણ હતો. ઉપાસના કેન્દ્રમાં સેવા માટે જવાનું હોવાથી મારા પતી રાજનસિંહ ડ્યુટી પરથી સીધા ઘરે આવ્યા અને ‘આપણે છ વાગે ઉપાસનામાં જઈશું’ એમ બોલ્યા.
પણ આટલું બધુ આગળથી નક્કી થઈ ગયુ હોવાછતાં, અચાનક મને શું થયુ ખબર નહીં.....મેં મિસ્ટરને ‘આપણે દાદર ખરીદી કરવા માટે જઈએ’ એમ કહ્યું. રાજનસિંહે મને કહ્યું, ‘અરે, તને આરતી મળી છે એ આજે ઉપાસનાકેન્દ્ર પર બાપુની, તો પછી આમ કેમ કરે છે ! આપણે ઉપાસનામાં જઈએ.’
પણ એ દિવસે મને શું થયુ હતુ એ જ ખબર નહીં. મેં દાદર જવાની જીદ પકડી રાખી. છેવટે મારા આગ્રહ સામે એમનું કંઈ ચાલ્યુ નહીં અને મારા મિસ્ટર, ‘ચાલ, દાદર જ જઈએ.’ એમ બોલ્યા અને અમે સ્કુટર પર દાદર જવા નીકળ્યા. ત્યાં પહોંચી ને પહેલા અમે અક્કલકોટસ્વામીના મઠમાં ગયા અને દર્શન કરીને ૭ વાગે આરતી માટે ઉભા રહ્યા, પાંચ આરતીઓ થઈ ગયા પછી અમે મઠમાંથી બહાર નીકળ્યા. ત્યાં નજીક જ એક વડાપાંવની લારી હતી એના પર બાપુનો ફોટો દેખાયો. મેં રાજનસિંહને કહ્યું, ‘સાંભળો, બાપુનો ફોટો જુઓ.’
ત્યાંથી થોડે આગળ વિઠલનું મંદિર હતુ એમાં અમે ગયા ત્યારે ત્યાં પણ આરતી ચાલુ હતી. આથી બહારથી જ દર્શન કર્યા. પછી શાક, ફળ-ફૂલ વગેરે ખરીદી પતાવીને સ્કુટર પર ઘર તરફ પાછા આવવા માટે નીકળ્યા. એ વખતે ફરી એક દુકાનમાં બાપુનો ફોટો દેખાયો. મેં મિસ્ટરને કહ્યું, ‘અરે, આજે ફરી ફરી બાપુના દર્શન થાય છે.’ એવું કહ્યું અને થોડી જ વારમાં મને એકદમ બેચેની લાગવા માંડી. કેન્દ્રની આરતી ચૂકાવીને દાદર આવી ગઈ અને બન્ને મઠ-મંદિરમાં આરતી જ મળી. કેન્દ્રની આરતીમાં ન જવાની જે ભૂલ કરી હતી એનો અહેસાસ હવે મને થવા લાગ્યો હતો.
થોડા આગળ ગયા ત્યાં ફરી એક ગાડી પર બાપુનો ફોટો દેખાયો, મેં મિસ્ટરને કહ્યું, ‘આજે વારંવાર બાપુ દેખાય છે,’ મનમાં વિચાર આવ્યો કે જાણે બાપુ અમને કંઈક કહેવા માંગે છે. ઉપાસનામાં ન ગયાની ભૂલનો અહેસાસ તીવ્ર થવા લાગ્યો. મનમાં બાપુને કહ્યું, ‘બાપુ મને ક્ષમા કરો. હું ફરીથી આવી ભૂલ નહીં કરુ.’
સ્કુટર પર કલાનગર સુધી અમે બરાબર આવ્યા. રાતના ૯ વાગ્યા હતા. અમે કલાનગરનો બ્રીજ ઉતરીને ખેરવાડી બ્રીજ તરફ જઈ રહ્યા હતા. એ વખતે બાંદ્રા કોર્ટ તરફથી ખેરવાડી બ્રીજની દિશામાં પાછળની તરફથી અચાનક એક સફેદ રંગની કાર અમારી દિશામાં આવતી દેખાઈ.
રાજનસિંહએ સ્કુટરના મિરરમાં એ કાર જોઈ. અમને થયુ કે કાર સીધી આગળ નીકળી જશે. પણ અમે હજુ કંઈ સમજીએ એટલામાં કાર જોરથી આવીને અમારા સ્કુટર સાથે અથડાઈ.
મને કંઈ જ સમજાયુ નહી. ફક્ત કાર નજીક આવી ગઈ હતી, એટલું જ છેલ્લે મને યાદ રહ્યું હતુ. એ પછી હું રસ્તા પર ઘસડાઈ રહી છુ અને મારો ચહેરો રસ્તા પર ઘસાઈ ઘસાઈને જઈ રહ્યો છે એટલું જ મને સમજાયુ. રાજનસિંહ સ્કુટર સહિત ડિવાઈડર તરફ ઘસડાઈ રહ્યા હતા એ મેં જોયુ. અમારો ભયંકર અકસ્માત થયેલો છે એનો હવે મને ખ્યાલ આવી ગયો હતો.
હું ખૂબ જ આઘાતમાં હતી. કોઈ મારી પાસે આવ્યુ અને મારો હાથ પકડીને મને ઉભી કરી. મને હાથ-પગ અને ચહેરા પર ખૂબ જ વેદના થઈ રહી હતી. રાજનસિંહ, ટ્રાફિક પોલિસ હોવાથી આવી પરિસ્થિતીમાં પણ એમણે ઉભા થઈને ટ્રાફિક કંટ્રોલ કરવાની શરુઆત કરી. મારુ ધ્યાન એમના પગ તરફ ગયુ તો એમની પેન્ટ ફાટી ગઈ હતી. હું રડવા લાગી કેમકે થોડા દિવસ પહેલા જ એટલે કે ડિસેંબર ૨૦૧૫માં જ એમનો અકસ્માત થયો હતો. એ વખતે ડાબા પગમાં એમને ખૂબ માર વાગ્યો હતો. હાલમાં જ એમના એ જખમ સારા થયા હતા.
મેં હદયના ઉંડાણથી બાપુને સાદ પાડી, ‘બાપુ આ શું , એમની પેન્ટ ફાટી ગઈ છે. ફરી એમને ડાબા પગમાં વાગ્યુ છે કે શું.’ અમે બન્નેએ આજુબાજુ જમા થયેલા લોકોની મદદથી એકબીજાને સંભાળ્યા અને સ્કુટર લઈને ઘરે આવ્યા. બાપુકૄપાથી સ્કુટરને વધુ નુકશાન થયુ ન હતુ.
ઘરે આવીને બાળકોને સઘળી ઘટના કહી. એ લોકોએ પણ આપણી સંસ્થાનો ‘એ.એ.ડી.એમ.’ (અનિરુધ્ધાજ અકૅડમી ઑફ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ) કોર્સ કરેલો હોવાથી એમણે તાબડતોબ અમારા પર પ્રાથમિક ઉપચાર કર્યા.
અમારા ઘરના હૉલમાં સામે જ બાપુનો ફોટો છે, એની સામે જઈને ઉભા રહ્યાં. બાપુની સામે જોતા જ આંખમાં અશ્રુધારાઓ વહી. અમે લગભગ મૃત્યુના દરવાજે જઈને જ પાછા આવ્યા હતા એમ કહીએ તો ચાલે. આ બધુ બાપુકૃપાથી જ થયુ હતુ. અમે બાપુને ‘આય લવ યુ માય ડૅડ’ કહ્યું.
પાછલા ગુરુવારે જ બાપુએ પિતૃવચનમાં, ‘બાઈક પર પાછળ બેઠેલાએ પણ હેલ્મેટ પહેરવી જોઈએ’ એમ કહ્યું હતુ. મેં બાપુની વાત સાંભળી હોત તો મારા ચહેરાને આટલો બધો માર વાગ્યો ન હોત. મિસ્ટરે હેલ્મેટ પહેરી હોવાથી એમનું માથુ અને ચહેરો સુરક્ષિત રહ્યાં હતા.
આનંદનો આ મહાસાગર ! પ્રેમ કૄપા અપરંપાર !
કરે છે રક્ષણ નિરંતર ! કૈવલ્ય અપાર વરસાવે !!
એની જ પ્રતિતી અમને થઈ હતી. પાછળથી મને ધ્યાનમાં આવ્યુ કે, હાય-વે પર આટલો મોટો અકસ્માત થયો. અમે સ્કુટર પરથી ફેંકાઈ ગયા. પણ બાપુએ કહ્યાં પ્રમાણે, ‘હું તમારી પાછળ નહીં તો તમારી સામે સદૈવ ઉભો છુ’ એમ ખરેખર બાપુ અમારી સામે જ ઉભા હતા. એને કારણે જ અમે પડી ગયા બાદ પાછળથી કોઈ વાહન આવીને અમને અથડાયુ નહીં. ચારેબાજુથી અમે સુરક્ષિત હતા. બાપુએ અમને આટલા ઘોર સંકટમાંથી બચાવ્યા હતા. જીવલેણ અકસ્માતને માત્ર શરીર ખરડાયા પર લાવીને મૂકી દીધો. બાપુનું પોતાના ભક્તો પર જે અકારણ કારુણ્ય અને લાભેવીણ પ્રેમ છે એનો જ અમને અનુભવ આવ્યો હતો.
બાપુ, તમે જ અમને આજ સુધી અનેકવાર આર્થિક અને શારિરીક સંકટમાંથી બચાવ્યા છે. આજે તમે જ અમને મૃત્યુના દરવાજેથી ખેંચીને પાછા લાવ્યા છો. અંબજ્ઞ બાપુ. અમારે હજી ખૂબ ખૂબ સેવા-ભક્તિ કરવી છે. તમારા ચરણોમાં અમને સદૈવ અંબજ્ઞ રહેવા દો.

Comments
Post a Comment