જીવન એટલે અનેક તકડા-છાંયાની હારમાળા. પરંતુ બાપુના સાનિધ્યમાં શરણાગત થયેલા શ્રધ્ધાવાનને એનો ભય લાગતો નથી. ભલે એ શ્રધ્ધાવાનની ભક્તિ કણભર હશે પણ આ કરુણાસાગર બાપુનો એને પર્વત જેવો આધાર હોય છે. જેથી સંકટ ખૂબ જ નાનુ હોય કે મોટુ, એમાંથી બહાર પડવા માટે શ્રીચંડિકાકૂળની સહાય મળવાની જ છે એવો દ્રઢ વિશ્વાસ શ્રધ્ધાવાનને હોય જ છે.
---------------------------------------------------------
માર્ચ ૨૦૧૩માં મને માથમાં ગરમી થવાની શરુઆત થઈ. ખૂબ દવાઓ કરી પણ ફરક પડતો ન હતો. ૨૦૧૪ આવી ગયુ પણ તકલિફ ચાલુ જ હતી. એ વરસમાં ઘરમાં બે લગ્નપ્રસંગો પણ પાર પાડ્યા. પણ બાપુકૃપાથી જોકે લગ્નના દિવસો સારા ગયા . લગ્ન પત્યાના બીજા દિવસથી ફરી ત્રાસ શરુ થઈ જતો.
૧૨ મે ના દિવસે માસીયાઈ ભાઈના લગ્ન પત્યા અને કારવારથી મુંબઈ ૧૯ મે ના દિવસે હું પહોંચી. મારી તકલિફ વધતી જતી હતી. ફરી ડૉક્ટર પાસે જઈ આવી પણ કોઈ જ ફરક પડતો ન હતો. એવામાં આંખોના ખૂણામાં આંજણી જેવું દેખાયુ. એને માછલી લગાડો તો એ વધતી નથી એવું કોઈએ કહ્યું એટલે એને સુકી માછલી લગાડી. પરંતુ એના પછી આંખોને જે હાલત થઈ છે કે ન પૂછો તો જ સારુ. હવે તો આંખોની સાથે માથામાં પણ સણકા મારવા લાગ્યા. ડૉક્ટરે બ્લડ, શુગર ચેક કરાવાની સલાહ આપી પણ મેં જવાનું ટાળ્યુ.
આંખોની હાલત વધુ બગડી રહી હતી. છેવટે આંખોના સ્પેશિયાલિસ્ટ ડૉ. સાવલાની અપૉઈંટમેન્ટ લીધી. સાંજે સાત વાગ્યાની અપૉઈંટમેન્ટ હતી અને આંખોની હાલત બગડતી જતી હતી.
.....એજ વખતે યાદ આવ્યુ કે મારી પાસે ‘ત્રિવિક્રમ જળ’ પડ્યુ છે. મેં એક વટકીમાં એ જળ લીધું અને એમાં ઉદી નાંખી અને બાપુના ફોટા સામે ઉભા રહીને મનમાં અને મનમાં બાપુને પ્રાર્થના કરી, ‘બાપુ, ગયા ગુરુવારે તમારા દર્શન થયા નહીં. આ ગુરુવારે આવી આંખો લઈને જ હું તમારા દર્શને આવીશ. મને આવી હાલતમાં શ્રીહરિગુરુગ્રામમાં ન આવું પડે એવું કંઈક કરો. મારી આંખો પ્લીઝ તમે સારી કરી દો.’ એમ બોલીને વાટકીમાંનું જળ આંખે લગાડ્યુ. એ પછી પણ સાંજ સુધી વચ્ચે વચ્ચે એ જળના ટીપાં આંખોમાં નાખ્યા કરતી હતી.
એ પહેલા આંખોની એવી હાલત હતી કે ઠંડુ ગુલાબજળ નાંખતી તો પણ અસહ્ય બળતરા થતી હતી. પરંતુ એ દિવસે આશ્ચર્યની વાત એટલે આ ત્રિવિક્રમ જળ તદ્દન રામબાળ ઔષધ ઠર્યુ. આંખોની બળતરા સાવ ઓછી થઈ ગઈ અને આંખો એકદમ સારી પણ થઈ ગઈ. મારે કોઈ ડૉક્ટર પાસે જવું ન પડ્યુ.
આવી જ શ્રીચંડિકાકુળની કૃપા સર્વ શ્રધ્ધાવાનો પર અને એના સ્વજનો પર રહેવા દો. દરેકને ચંડિકાકુળની અને બાપુ આઈ દાદાની કૃપા અને છત્રછાયા મળે તેમજ દરેક જણ સત્ય પ્રેમ આનંદના માર્ગે પ્રવાસ કરતો રહે. એ જ એમના ચરણોમાં પ્રાર્થના.

Comments
Post a Comment