અશક્યને શક્ય કરનાર સદ્‍ગુરુ અનિરુધ્ધ! - અવિનાશસિંહ દેશમુખ, બુરહાનપુર

અશક્યને શક્ય કરનાર સદ્‍ગુરુ અનિરુધ્ધ!  - અવિનાશસિંહ દેશમુખ, બુરહાનપુર

ખરાબ આદતો જલ્દી લાગી જાય છે અને ગમે તેટલા પ્રયત્ન કરો તો પણ તે છૂટતી નથી, એમ કહેવાય છે. પરંતુ આ શ્રદ્ધાવાનના પિતાની બાબતમાં જે બન્યું, તે માત્ર સદ્‍ગુરુ અનિરુધ્ધની કૃપાથી જ શક્ય બન્યું, નહીંતર તે શક્ય જ ન્હોતું, એમ આ શ્રદ્ધાવાન દૃઢતાપૂર્વક જણાવે છે.

--------------------------------------------------------------

હરિ ૐ. મહામાતા મહિષાસુરમર્દિની અને સદ્‍ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુને વંદન કરીને હું મારા પિતાનો એક અવિસ્મરણીય અનુભવ જણાવવા જઈ રહ્યો છું. બાપુના આશીર્વાદથી હું મે ૨૦૧૮ થી બાપુના સાનિધ્યમાં છું, આ જણાવતા મને ખૂબ આનંદ થાય છે. માત્ર એક જ વર્ષમાં મને બાપુના અસંખ્ય અનુભવો આવ્યા છે.

મારા પિતા છેલ્લા ત્રીસ વર્ષથી મદ્યપાન કરતા હતા. ૧૦ ડિસેમ્બર ૨૦૧૮ ના રોજ તેમણે મદ્યપાન કર્યું હતું. સતત મદ્યપાન કરવાની આદતને કારણે તેમની તબિયત અચાનક બગડી ગઈ. અમે ગામમાં ઉપલબ્ધ ડૉક્ટર પાસે તેમને ઉપચાર માટે લઈ ગયા. પણ મારા પિતાની તબિયત એટલી બધી બગડી ગઈ હતી કે તેઓ કોઈપણ ક્ષણે કોમામાં જઈ શકે છે, એમ ડૉક્ટરે અમને જણાવ્યું. ડૉક્ટરે તેમને તરત જ જળગાંવ લઈ જવાની સલાહ આપી. પરંતુ તેમની તબિયત એટલી બધી ખરાબ હતી કે તેઓ જળગાંવ સુધી પહોંચી પણ નહીં શકે, એવું અમારા વાડીના તમામ લોકોનું માનવું હતું.

ગામમાં યોગ્ય ઉપચાર શક્ય ન હોવાથી જળગાંવ જવું અત્યંત આવશ્યક હતું. પરંતુ, જળગાંવ પહોંચતા પહેલા જ રસ્તામાં તેમનું મૃત્યુ થઈ જશે, એવી સૌને ખાતરી હતી. પણ બાપુ પર મારો દૃઢ વિશ્વાસ હતો. કોઈ ગમે તે કહે, આપણા સદ્‍ગુરુ બાપુ આપણી સાથે હોય જ છે એટલે તેમને કંઈ જ થવાનું નથી, એવી મને પાકી ખાતરી હતી. અમે તેમને એમ્બ્યુલન્સ દ્વારા જળગાંવ લઈ જવા નીકળ્યા. ગાડીમાં હું સતત બાપુના નામનું સ્મરણ કરતો હતો. જળગાંવની હૉસ્પિટલમાં પહોંચતા પહેલાં જ તેઓ કોમામાં જતા રહ્યા. તેઓ કોમામાં ગયા હોવા છતાં થોડી જ ક્ષણોમાં પાછા હોશમાં આવી ગયા. ત્યારબાદ અમે હૉસ્પિટલ પહોંચ્યા અને તેમને તરત જ ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં લઈ જવામાં આવ્યા. કોઈને પણ આ વાત સાચી નહીં લાગે, પણ માત્ર બે જ કલાકમાં તેમની તબિયતમાં સંપૂર્ણપણે સુધારો આવી ગયો!

આ બધું બાપુની જ કૃપાથી શક્ય બન્યું છે, એમ હું બાપુ પરના વિશ્વાસના કારણે કહું છું. માત્ર બે જ દિવસમાં તેમને હૉસ્પિટલમાંથી ઘરે પણ મોકલી દેવામાં આવ્યા. આ પછી એક આશ્ચર્યજનક ઘટના અમારા બધાના જીવનમાં બની, જેનાથી સમગ્ર પરિવારને ખૂબ આનંદ થયો અને અમે બધા બાપુના ચરણ-સાન્નિધ્યના ઋણી છીએ. તેઓ બીમાર પડ્યા ત્યારથી તેમનું મદ્યપાન આપોઆપ સંપૂર્ણપણે બંધ થઈ ગયું. જે કંઈ બન્યું તે બધી બાપુની જ લીલા હતી. તેમની કૃપા અમારા બધા પર અપરંપાર છે.

‘બાપુ, કોઈપણ સંકટમાં મનને સામર્થ્ય આપવા માટે તું જ દોડી આવે છે. કોઈપણ દુઃખ સહન કરવાની શક્તિ તું જ અમને આપે છે. તું જ અમારો રક્ષક છે અને એટલા માટે જ અમે તારા તમામ શ્રદ્ધાવાન ભક્તો નિરંતર પ્રેમથી તારા તારકમંત્રનો જાપ કરીએ છીએ’.

|| ૐ મન: સામર્થ્યદાતા શ્રી અનિરુધ્ધાય નમ: ||

II હરિ ૐ II   II શ્રીરામ II

II અંબજ્ઞ II   II નાથસંવિધ‌ II

---------------------------------------------------------------------------

Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ