મારો અસ્થમા સંપૂર્ણપણે મટી ગયો ! - અનિરુદ્ધ ખુરે, ઇન્દોર

મારો અસ્થમા સંપૂર્ણપણે મટી ગયો !  - અનિરુદ્ધ ખુરે, ઇન્દોર

ઉપાસના કેન્દ્રમાં શ્રીસ્વસ્તિક્ષેમ્‌ સંવાદ અને તે જ રીતે ઘરમાં પણ ચંડિકાકુળની સામે શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થના કેવી રીતે ફળ આપે છે, તેનો આ એક સુંદર અનુભવ છે.

--------------------------------------------------------------------------

હરિ ૐ. મહામાતા મહિષાસુરમર્દિની અને સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ પર અમારા આખા પરિવારનો અપાર પ્રેમ છે અને બાપુ અમારા જીવનમાં બધું સારું જ કરશે, એવો અમને પૂરો વિશ્વાસ છે.

વર્ષ ૨૦૧૯ માં આજે હું ૧૯ વર્ષનો થયો. વર્ષ ૨૦૧૪ માં જ્યારે હું ૧૪ વર્ષનો હતો, ત્યારે હું ખૂબ જ નબળો હતો. હું બહુ જલ્દી થાકી જતો હતો. તે સમયે મારા મમ્મી-પપ્પા મને ઇલાજ માટે હૉસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે મારુ ચેક અપ કર્યુ અને મારો અસ્થમાનો ટેસ્ટ કરાવવા કહ્યું. ડૉક્ટરે કહેલા ટેસ્ટ અમે કરાવ્યા અને તેનો રિપોર્ટ લઈને ફરી ડૉક્ટર પાસે ગયા.

રિપોર્ટ જોઈને ડૉક્ટરને પણ આશ્ચર્ય થયું. મારા રિપોર્ટમાં સૌથી વધુ અસ્થમાના લક્ષણો દેખાતા હતા. ડૉક્ટરે મારા પર અસ્થમાનો ઇલાજ શરૂ કર્યો. પોતાના દીકરાને અસ્થમા છે એ ચિંતામાં મારી મમ્મી ખૂબ જ ચિંતિત રહેવા લાગી. મારી મમ્મીને રાત્રે અમારા ઘરમાં રહેલા ચંડિકાકુળના ફોટા સામે ઊભા રહીને સંવાદ સાધવાની(વાતો કરવાની) આદત હતી. કોઈક વાર રાત્રે ઊંઘમાંથી ઊઠીને પણ મમ્મી પોતાની મુશ્કેલીઓ ફોટા સામે ઊભા રહીને બોલતી. ઉપાસના કેન્દ્રના શ્રીસ્વસ્તિક્ષેમ્‌ સંવાદમાં પણ મમ્મી મહામાતા અને બાપુને હંમેશાં કહેતી, ‘મારા દીકરાને અસ્થમા છે, તમે તેને જલ્દી સાજો કરી દો.’ અસ્થમા આ બીમારી ક્યારેય મટતી નથી, એવું મમ્મીને તેના ઓળખીતા લોકોએ કહ્યું હતું. મને દિવસમાં ઓછામાં ઓછું ચાર વખત તો ઇનહેલર (અસ્થમા માટે મોં વાટે દવાનો સ્પ્રે લેવાની ઇલાજ પદ્ધતિ) વાપરવું પડતું હતું. તેની સાથે હું નેબ્યુલાયઝર પણ વાપરતો હતો.

મારો મોટો ભાઈ રૂપેશસિંહ મુંબઈમાં રહે છે. તેની સાથે ફોન પર વાતચીત થઈ ત્યારે મમ્મીએ તેને મારા રિપોર્ટ વિશે જણાવ્યું. રૂપેશસિંહે તરત જ મમ્મીને કહ્યું,"આપણે અનિરુદ્ધને સુચિતદાદા પાસે લઈ જઈએ." તેણે આ કહ્યા પછી અમે બધા રિપોર્ટ્સ લઈને સુચિતદાદાને મળવા માટે મુંબઈ આવ્યા.

સુચિતદાદાએ મારા રિપોર્ટ્સ જોઈને મને દવા આપી અને મારો ઇલાજ શરૂ કર્યો. મને ખૂબ જ તકલીફ થતી હતી. મારો અસ્થમા સંપૂર્ણપણે મટવા માટે ઓછામાં ઓછું એક વર્ષ તો લાગવાનું જ હતું. કોઈક વાર અમારી પાસે દવા માટે પૈસા ન્હોતા હોતા, પણ બાપુની કૃપાથી દવા માટે ક્યારેય કોઈ અડચણ ન આવી. એક વર્ષમાં જ બાપુની કૃપાથી અને સુચિતદાદાની દવાથી હું પૂરેપૂરો સાજો થઈ ગયો. આ પછી મને એકવાર તાવ આવ્યો અને મને હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. તાવના બહાને હૉસ્પિટલમાં મારા બધા જ ટેસ્ટ કરવામાં આવ્યા. બાપુના કૃપાશીર્વાદથી મારા બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા અને તેમાં અસ્થમાનું લક્ષણ સહેજ પણ જોવા મળ્યું નહીં.

આ માત્ર મારા સદ્‌ગુરુ બાપુ જ કરી શકે છે. આ અસાધ્યને સાધ્યમાં બદલનારા માત્ર બાપુ જ છે, એવી મારી પાકી શ્રદ્ધા છે.

જય જગદંબ જય દુર્ગે! 

II હરિ ઓમ II II શ્રીરામ II

II અંબજ્ઞ II II નાથસંવિધ્ II


Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ