રામરક્ષા પ્રવચન-૧૦ | ‘ધ્યાન કોનું કરવું, ધ્યાન ક્યારે અને કેવી રીતે કરવું અને શા માટે કરવું?’ | અનિરુદ્ધ બાપુ

રામરક્ષા પ્રવચન-૧૦ | ‘ધ્યાન કોનું કરવું, ધ્યાન ક્યારે અને કેવી રીતે કરવું અને શા માટે કરવું?’ | અનિરુદ્ધ બાપુ

‘ધ્યાન’ ને ઉપાસનાના દરેક અંગમાં આવશ્યક માનવામાં આવ્યું છે. રામરક્ષાના ધ્યાનમંત્રને ઊંડાણપૂર્વક સમજાવતા સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ આપણને આગળ લઈ જઈ રહ્યા છે. તા. ૨૦ જાન્યુઆરી ૨૦૦૫ના રોજ કરેલા રામરક્ષા પરના પ્રવચનમાં, ‘વામાઙ્ગારૂઢસીતામુખકમલમિલલ્લોચનં’ જે રામરક્ષાના ધ્યાનમંત્રનો `કલશ' માનવામાં આવે છે. આ પંક્તિ સમજાવતા સદ્ગુરુ બાપુ - ‘ધ્યાન કોનું કરવું, ધ્યાન ક્યારે અને કેવી રીતે કરવું અને શા માટે કરવું’ તે સ્પષ્ટ કરે છે.

આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ, અનેકવાર લોકો ફરિયાદ કરતા દેખાય છે કે અમે આટલી ઉપાસના કરી, આટલું સ્તોત્રપઠણ કર્યુ પણ અમને અપેક્ષિત પરિણામ દેખાતા નથી. આનું કારણ, અનેકવાર તે ઉપાસના-સ્તોત્રની શરૂઆતમાં કરવાનું ધ્યાન શા માટે અને કેવી  ખોટી રીતે કરવામાં આવેલું હોય છે, તે સમજાવતા, ધ્યાન કેવી રીતે કરવું જોઈએ તે પણ સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ સ્પષ્ટ કરે છે.

તેમજ સદ્ગુરુ બાપુ આગળ વિવિધ ઉદાહરણો સાથે સમજાવે છે કે રામરક્ષાના ધ્યાનમંત્રની આ પંક્તિઓમાંથી બુધકૌશિક ઋષિ આપણને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ ભગવાન, આ પરમાત્મા પોતે કોનું ધ્યાન કરે છે અને ભક્તે ધ્યાન કેવી રીતે કરવું અને શા માટે?

આપણે કરી રહ્યા છીએ તે ધ્યાન આપણામાં શું પરિવર્તન લાવી શકે છે, તે સમજાવતા સદ્ગુરુ અનિરુદ્ધ બાપુ -  એક બાળકનુ ઉદાહરણ આપે છે કે કેવી રીતે આજુબાજુની પરિસ્થિતિમાં થોડો ફેરફાર કરવાથી માત્ર બે વર્ષમાં તે બાળકમાં સકારાત્મક પરિવર્તન આવતું ગયું.

અંતે, ધ્યાનમંત્રની આ પંક્તિના અનુસંધાને સદ્ગુરુ બાપુ એ પણ સ્પષ્ટ કરે છે કે આપણે ભક્તોએ સીતામાતા પાસેથી શું શીખવું જોઈએ!

Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ