નવરાત્રીમાં અંબજ્ઞ ઈષ્ટિકા પૂજન
૨૦૧૭ની આસો નવરાત્રીથી, આપણે પરમપૂજ્ય સદ્ગુરુએ જણાવ્યા મુજબ અંબજ્ઞ ઈષ્ટિકાનું પૂજન શરૂ કર્યું. આ પૂજન વિધિ તમામ શ્રદ્ધાવાનો માટે અહીં આપવામાં આવી છે.
દરેક શ્રદ્ધાવાન પોતાના ઘરે આ પ્રકારે નવરાત્રી પૂજન કરી શકે છે.
પૂજન માટે જરૂરી સામગ્રી:
રામનામના વહીના કાગળમાંથી કે અન્ય કાગળના માવામાંથી બનાવેલી, ગેરુનું લેપન કરીને સૂકવીને પૂજન માટે તૈયાર કરેલી ઈષ્ટિકા.
પવિત્ર કથરોટની પાછળ કે આગળ રાખવા માટે પોતપોતાની કુળદેવતાની તસ્બીર, કે નાની મૂર્તિ કે ધાતુપર કોરેલી કુળદેવતાની છવી.
નાની મૂર્તિ કે ધાતુપર કોરેલી કુળદેવતાની છવી રાખવા માટે તરભાણું .
કથરોટ,
પાટલો,
ધોતી કે લીલા રંગનો બ્લાઉઝ પીસ
મૃત્તિકા (માટી),
માટી ભીની કરવા માટે પાણી,
ઘઉં (ગોધૂમ),
રંગોળી
કાજળ કે બુક્કા (અબીર),
૧૦ ચૂનરી કે ૧ ચૂનરી અને ૯ બ્લાઉઝ પીસ.
(પહેલા દિવસના પૂજનમાં મોટા માતાજીને ચૂનરી જ અર્પણ કરવી, અન્ય દિવસે બ્લાઉઝ પીસ અર્પણ કરી શકો છો)
દીવો
ધૂપ
હળદર
કંકુ
કંકુ અક્ષતા
હરિદ્રા (હળદર) અક્ષતા
તુલસીપત્ર
બિલ્વપત્ર
સુગંધી પુષ્પો
વેણી કે ગજરો
ગલગોટાનાં ફૂલોની માળા.
સવારના અને સાંજના પૂજા માટે દૂધ અને સાકર.
આરતીનું તરભાણું.
પ્રતિષ્ઠાપના:
૧) ચૈત્ર તેમજ આસો નવરાત્રીના પ્રથમ દિવસે એક કથરોટમાં જરૂરીયાત પૂરતી માટી લઈને તેમાં થોડું પાણી છાંટવું.
૨) તે માટી બરાબર ભીની થયા બાદ તેમાં ઘઉંના દાણા વાવવા અને તેના પર ફરી થોડું પાણી અને માટીનું સિંચન કરવું. કથરોટમાંની મૃતિકામાં (માટીમાં) ઘઉં (ગોધૂમ)વાવવાની વિધિ સમાવિષ્ટ છે. આ વિધિ મુજબ વાવવામાં આવતા ઘઉં, અંબજ્ઞ ઈષ્ટિકાના મુખ સામે ન વાવતા, તેની આજુબાજુમાં વાવવા જેથી નવરાત્રી દરમિયાન ઘઉંના દાણામાંથી ફુટેલા તૃણને કારણે મોટા માતાજીનું મુખ ઢંકાશે નહિ.
(સંદર્ભ માટે સમીરદાદાના બ્લોગ પરનો ફોટો જોવો)
૩) ત્યારબાદ કોઈ પાટલા પર અથવા ટેબલપર અથવા બાજોટ પર એક ધોતી કે લીલા રંગનો બ્લાઉઝ પીસ પાથરવો.
તે જગ્યાની નીચે અને આસપાસ થોડીક રંગોળી હોવી જરૂરી છે.
૪) ત્યારબાદ "જય જગદંબ જય દુર્ગે" ની ધુન બોલતા, આ કથરોટ, તે પૂજા સ્થાન પર રાખવી.
(પાટલો/બાજોટ/ટેબલ)
૫) ત્યારબાદ તે ઈષ્ટિકા, તેનો સપાટ ભાગ આપણી સામે આવે તે રીતે તે ઘઉં (ગોધૂમ) મિશ્રિત માટી (મૃત્તિકા) વાળી કથરોટમાં રાખવી.
૬) ત્યારબાદ તે ઈષ્ટિકાના સપાટ ભાગ પર કાજળથી કે બુક્કાથી (અબીર) દેવીની આંખો, નાક અને હોઠ રેખાંકિત કરવા.
૭) ત્યારબાદ આ ઈષ્ટિકા પર તમારી પસંદના રંગની એક ચૂનરી, માથા પરના પાલવની જેમ અર્પણ કરવી.
(પૂજન વિધિમાં અર્પણ કરવા માટે, બીજા દિવસથી, તમારી પસંદ મુજબ ચૂનરી કે બ્લાઉઝ પીસ પણ અર્પણ કરી શકાય છે)
પહેલા દિવસના પૂજનમાં માત્ર, મોટા માતાજીને ચૂનરી જ અર્પણ કરવી.
૮) ત્યારબાદ એક તુલસીપત્ર અને એક બિલીપત્ર તે ઈષ્ટિકાની બંને બાજુએ માટીમાં રોપવા.
હવે આ "અંબજ્ઞ ઈષ્ટિકા" એટલે કે "માતૃપાષાણ" એટલે કે "આદિમાતા દુર્ગાનું પૂજનપ્રતીક" તૈયાર થઈ ગયું છે.
જેમની ઈચ્છા હોય તેમણે પોતપોતાની કુળદેવતાની તસ્બીર, ધાતુપર કોરેલી કુળદેવતાની છવી કે મૂર્તિ આ પવિત્ર કથરોટની પાછળ કે આગળ સગવડ મુજબ રાખવી. મોટી તસ્બીર હોય તો તે શક્યતો પાછળ રાખવી અને ધાતુપર કોરેલી કુળદેવતાની છવી અને નાની મૂર્તિ કથરોટ સામે એક તરભાણામાં કંકુ મિશ્રિત અક્ષતા પર રાખવી.
https://youtu.be/QdIft10DB64
૯) ત્યારબાદ પોતપોતાની સગવડ અને ઈચ્છા મુજબ દંપતિએ કે એકલા વ્યક્તિએ શ્રદ્ધાવાન વેશમાં સામે બેસવું કે ઉભા રહેવું.
૧૦) ત્યારબાદ તે આદિમાતા સ્વરૂપ અંબજ્ઞ ઈષ્ટિકાને (B) "ૐ નમશ્ચંડિકાયૈ" (B) એવું બોલતા હળદર અને કંકુ લગાવવું.
૧૧) ત્યારબાદ હાથ જોડીને, (B) "ૐ ગં ગણપતયે નમઃ" (B) આ જાપ પાંચ વાર કરવો.
૧૨) ત્યારબાદ નવદુર્ગાની (B) "નામમંત્રમાલા" (B) એક વાર કે ત્રણ વાર કે પાંચ વાર કે નવ વાર ગાતા, તે આદિમાતાને, કંકુ અક્ષતા, હરિદ્રા (હળદર), અક્ષતા, બિલીપત્ર, તુલસીપત્ર અને પુષ્પો અર્પણ કરવા.
("નવદુર્ગા નામમંત્રમાલા" બોલવાથી, પૂજનમાં અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો, તેનું નિવારણ થાય છે)
નવદુર્ગા નામમંત્રમાલા -
૧) ૐ શ્રીશૈલપુત્ર્યૈ નમઃ ૨) ૐ શ્રી બ્રહ્મચારિણ્યૈ નમઃ ૩) ૐ ચંદ્રઘણ્ટાયૈ નમઃ ૪) ૐ શ્રી કુષ્માણ્ડાયૈ નમઃ ૫) ૐ શ્રી સ્કન્દમાત્રૈ નમઃ ૬) ૐ શ્રી કાત્યાયન્યૈ નમઃ ૭) ૐ શ્રી કાલરાત્ર્યૈ નમઃ ૮) ૐ શ્રી મહાગૌર્યૈ નમઃ ૯) ૐ શ્રી સિદ્ધિદાત્ર્યૈ નમઃ
૧૩) આદિમાતાને વેણી કે ગજરો દરરોજ અર્પણ કરવામાં વાંધો નથી.
૧૪) ત્યારબાદ ગલગોટાના ફૂલોનો એક હાર તે કથરોટને ફરતે (“અંબજ્ઞ ઈષ્ટિકા" ની ગોઠવણની આસપાસ) અર્પણ કરવો.
૧૫) ત્યારબાદ પુરણ અને વરણનો (ડાળ) નૈવેદ્ય અર્પણ કરવો. વરણભાત અને પુરણ સિવાય, પોતાની ઈચ્છા અને પસંદગી મુજબ કોઈ પણ ભોજન પદાર્થ અર્પણ કરી શકો છો.
પણ નૈવેદ્ય અર્પણ કરતી વખતે પુરણ પર જ તુલસીપત્ર રાખવું.
૧૬) ત્યારબાદ (B) "માતે ગાયત્રી સિંહારૂઢ ભગવતી મહિષાસુરમર્દિની..." (B) આ આરતી દીપ પ્રકટાવીને કરવી. આ સમયે અન્ય કોઈ આરતી કરવી નહીં.
પહેલી રાત્રે પણ આ આરતી કરવી જરૂરી છે. ત્યારબાદ દૂધ સાકરનો નૈવેદ્ય અર્પણ કરીને તે પ્રસાદ તરીકે વહેંચવો.
૧૭) આ પછી (B) "ૐ યજ્ઞેન યજ્ઞમયજન્ત.." (B) આ મંત્રપુષ્પાંજલિ બોલીને હાજર રહેલા સૌએ પુષ્પો, બિ્લીપત્ર અને તુલસીપત્ર અર્પણ કરવા.
૧૮) ત્યારબાદ આદિમાતાને ધૂપ બતાવવો.
૧૯) ત્યારબાદ સાષ્ટાંગ દણ્ડવત કરવા.
૨૦) માટી પર રોજ પાણી છાંટવું.
નિત્ય પૂજન:
બીજા દિવસથી પૂજન, ઘરના અન્ય કોઈપણ સભ્ય કરી શકે છે.
તેમજ રોજ ઘરના અલગ-અલગ સભ્ય પણ પૂજન કરી શકે છે.
૧૪ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ આ પૂજન કરી શકે છે.
નિત્યપૂજન રોજ સાંજે, સ્નાન કરીને શ્રદ્ધાવાન વેશમાં કરવું.
બીજા દિવસથી, નિત્ય પૂજન કરતી વખતે, પહેલા દિવસે અર્પણ કરેલી ચૂનરી તે એમ જ રાખીને, શ્રદ્ધાવાન ચૂનરી કે બ્લાઉઝ પીસ અર્પણ કરી શકે છે.
જો બ્લાઉઝ પીસ અર્પણ કરવામાં આવે તો, આ બ્લાઉઝ પીસ "અંબજ્ઞ ઈષ્ટિકા" પર ન રાખતા, "અંબજ્ઞ ઈષ્ટિકા"ની એક બાજુએ રાખવા.
એટલે કે, પહેલા દિવસે અર્પણ કરવામાં આવેલી ચૂનરી, "અંબજ્ઞ ઈષ્ટિકા" પર પૂજનના બધા દિવસો રહેશે અને અર્પણ કરેલા બ્લાઉઝ પીસ, અર્પણ કર્યા પછી, બાજુ પર કાઢીને રાખી શકાય છે.
આ અર્પણ કરેલા બ્લાઉઝ પીસ, શ્રદ્ધાવાનો, 'માયેચી ઉબ' આ યોજના હેઠળ, ગોધડી સીવવા માટે વાપરી શકે છે કે પોતાના માટે પણ વાપરી શકે છે. (નિત્યપૂજનવિધિમાં, બીજા દિવસથી, આદિમાતાને ચૂનરી અર્પણ કરવી કે બ્લાઉઝ પીસ, તે શ્રદ્ધાવાનોએ સ્વેચ્છાએ નક્કી કરવું. શ્રદ્ધાવાનો અંબજ્ઞ ઈષ્ટિકાને, દરરોજ ચૂનરી અર્પણ કરે તો, તમામ ચૂનરીઓનો છેવટે પુનર્મિલાપ કરવો.)
આદિમાતાને, ચૂનરી કે બ્લાઉઝ પીસ અર્પણ કર્યા બાદ, નીચે જણાવેલા તમામ ઉપચારો કરીને નિત્યપૂજન કરવું:-
૧) આદિમાતા સ્વરૂપ "અંબજ્ઞ ઈષ્ટિકાને" "ૐ નમશ્ચંડિકાયૈ" એવું બોલતા હળદર અને કંકુ લગાવવું.
૨) ત્યારબાદ હાથ જોડીને, " ૐ ગં ગણપતયે નમઃ " આ જાપ પાંચ વાર કરવો.
૩) ત્યારબાદ નવદુર્ગાની ''નામમંત્રમાલા" એક વાર કે ત્રણ વાર કે પાંચ વાર કે નવ વાર કહેતા, તે આદિમાતાને, કંકુ અક્ષતા, હરિદ્રા (હળદર) અક્ષતા, બિલીપત્ર, તુલસીપત્ર અને પુષ્પો અર્પણ કરવા. ("નવદુર્ગા નામમંત્રમાલા" કહેવાથી, પૂજનમાં અજાણતા કોઈ ભૂલ થઈ હોય તો, તેનું નિવારણ થાય છે)
નવદુર્ગા નામમંત્રમાલા -
૧) ૐ શ્રીશૈલપુત્ર્યૈ નમઃ ૨) ૐ શ્રી બ્રહ્મચારિણ્યૈ નમઃ ૩) ૐ શ્રી ચંદ્રઘણ્ટાતૈ નમઃ ૪) ૐ શ્રી કુષ્માણ્ડાયૈ નમઃ
૫) ૐ શ્રી સ્કન્દમાત્રૈ નમઃ ૬) ૐ શ્રી કાત્યાયન્યૈ નમઃ ૭) ૐ શ્રી કાલરાત્ર્યૈ નમઃ ૮) ૐ શ્રી મહાગૌર્યૈ નમઃ
૯) ૐ શ્રી સિદ્ધિદાત્ર્યૈ નમઃ (HL)
૪) આદિમાતાને વેણી કે ગજરો દરરોજ અર્પણ કરવામાં વાંધો નથી.
૫) બીજા દિવસથી, સાંજના નિત્ય પૂજનમાં. ઝેન્ડુના ફૂલોની નવી માળા અર્પણ કરતી વખતે, આગલા દિવસની માળા/માળાઓ પૂજન ગોઠવણીમાં તેવી જ રાખવી કે ન રાખવી તે, શ્રદ્ધાળુ પોતપોતાની પસંદગી અને સગવડ મુજબ નક્કી કરી શકે છે.
૬) ત્યારબાદ પુરણ-વરનનો અને અન્ય ભોજન પદાર્થોનો નૈવેદ્ય, તમારી ઈચ્છા મુજબ અર્પણ કરી શકો છો. જોકે, શાકાહારી અને માંસાહારી બંને પ્રકારના વ્યક્તિઓએ શાકાહારી નૈવેદ્ય અર્પણ કરવું શ્રેયસ્કર છે. ભોજનના અન્ય પદાર્થોમાં ડુંગળી-લસણનો બાધ નથી, માંસાહાર શક્યતો ટાળવો.
૭) ત્યારબાદ સાંજે આરતી કરતી વખતે, વિવિધ આરતીઓ લેવામાં વાંધો નથી; આ સમયે કોઈપણ ક્રમમાં આરતી કરી શકો છો.
૮) ત્યારબાદ દૂધ-ખાંડનો નૈવેદ્ય અર્પણ કરીને તે પ્રસાદ તરીકે વહેંચવો.
(નિત્ય પૂજનના ઉપચાર મુજબ, મોટી માતાને, દરરોજ, ક્રમશઃ સવારે અને સાંજે, દૂધ ખાંડનો નૈવેદ્ય અર્પણ કરવો જરૂરી છે.)
૯) આ પછી "ૐ યજ્ઞેન યજ્ઞમયજન્ત" આ મંત્રપુષ્પાંજલિ કહીને હાજર રહેલા સૌએ પુષ્પો, બિલ્વપત્ર અને તુલસીપત્ર અર્પણ કરવા.
૧૦) ત્યારબાદ આદિમાતાને ધૂપ બતાવવો.
૧૧) પછી લોટપોટ થવું.
૧૨) માટી પર રોજ પાણી છાંટવું.
ક્યારેક નવરાત્રી તિથિ ફક્ત આઠ દિવસમાં આવે ત્યારે, 'આસો નવરાત્રીમાં' વિજયાદશમીના આગલા દિવસે અને 'ચૈત્ર નવરાત્રીમાં' રામનવમીના આગલા દિવસે, બે ચૂનરીઓ/બ્લાઉઝ પીસ અર્પણ કરવા.
કોઈ વર્ષે નવરાત્રી તિથિ નવને બદલે દસ દિવસ આવે તો, વધતા ક્રમમાં ચૂનરી/બ્લાઉઝ પીસ અર્પણ કરવા. (કુલ દસ ચૂનરીઓ કે ૧ ચૂનરી (પહેલા દિવસ માટે) અને અન્ય દિવસો માટે ૯ બ્લાઉઝ પીસ અર્પણ કરવામાં આવશે.)
પુનર્મિલાપ:
૧) આસો નવરાત્રીમાં વિજયાદશમીના દિવસે અને ચૈત્ર નવરાત્રીમાં રામનવમીના બીજા દિવસે, સવારે આદિમાતાને હળદર-કંકુ અર્પણ કરીને, 'દૂધ-સાકર' અને ફક્ત 'પુરણ' એટલો જ નૈવેદ્ય અર્પણ કરવો.
૨) પછી અક્ષતા અને ફૂલો અર્પણ કરીને આદિમાતાની, પોતાના શબ્દોમાં ક્ષમાયાચના અને કૃપાયાચના
કરવી અને બંને હાથ જોડીને નીચેનો મંત્ર બોલવો:
આહ્વાનં ન જાનામિ ન જાનામિ તવાર્ચનમ્। પૂજાં ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વરિ ॥
૩) પછી પોતાની આસપાસ ત્રણ પ્રદક્ષિણા કરતા નીચેનો મંત્ર બોલવો:
યાનિ કાનિ ચ પાપાનિ જન્માનંતરકૃતાનિ ચ। તાનિ તાનિ વિનશ્યંતિ પ્રદક્ષિણ્યાં પદે પદે ॥
૪) ત્યારબાદ કથરોટમાં ઉગેલા રોપા પર ફૂલથી દૂધનું સિંચન કરવું અને આદિમાતાના મસ્તક પર કંકુ અક્ષતા અર્પણ કરતી વખતે 'ગુરુક્ષેત્રમ મંત્ર' બોલવો અને કથરોટ થોડી સરકાવવી.
૫) ત્યારબાદ આપણે સ્વેચ્છા મુજબ અને સગવડ મુજબ તે "અંબજ્ઞ ઈષ્ટિકા"નો જળમાં પુનર્મિલાપ કરવો અને તે કથરોટમાંથી થોડી માટી, તુલસીના રોપાને અર્પણ કરવી અને કથરોટમાં ઉગેલા રોપામાંથી એક રોપ, તુલસીના કુંડામાં લગાવવું બાકીનું બધું વિસર્જન કરવું.'
પુનર્મિલાપ પૂજન બાદ આસો નવરાત્રીમાં વિજયાદશમીનો દિવસ અને ચૈત્ર નવરાત્રીમાં રામનવમીનો દિવસ કે તેના પછીના ત્રણ દિવસમાં કોઈપણ સમયે “અંબજ્ઞ ઈષ્ટિકા"નો જળમાં પુનર્મિલાપ કરવો.
(ચૈત્ર નવરાત્રીમાં શ્રદ્ધાવાનો, તેમને જો ઈચ્છા હોય તો, પુનર્મિલાપ હનુમાન પૂર્ણિમાના દિવસે પણ કરી શકે છે.)
પણ પુનર્મિલાપ થાય ત્યાં સુધી રોજ સવાર-સાંજ દૂધ-સાકર નૈવેદ્ય અર્પણ કરવો.
અન્ય માહિતી:
ઘરમાં સૂતક હોય તો પણ આ પૂજન કરી શકાય છે.
માસિકધર્મના સમયમાં સ્ત્રીઓ દર્શન લઈ શકે છે અને નમસ્કાર કરી શકે છે.
નવરાત્રી દરમિયાન પોતાના રહેણાંક ઘર સિવાય અન્ય સ્થળે રહેતા હોય તો, તે જગ્યાએ પણ શ્રદ્ધાવાનો આ પૂજન કરી શકે છે.
નવરાત્રી દરમિયાન ઘરના કે સગાં-સંબંધીમાંથી કોઈ સ્વર્ગસ્થ થાય તો નવરાત્રી પૂજન ચાલુ રાખવું કે નહીં આ બાબતમાં શ્રદ્ધાવાનોને સ્વતંત્રતા છે; પરંતુ વચ્ચે જ પુનર્મિલાપ કરવો હોય તો "આદિમાતા શુભંકરા સ્તવનમ્" અગિયાર વાર બોલીને પછી અક્ષતા અર્પણ કરીને ત્યારબાદ પુનર્મિલાપ કરવો.
કોઈએ પોતાના ઘરમાં એક વર્ષ આ નવરાત્રી પૂજન નવેસરથી શરૂ કર્યું હોય, તો દર વર્ષે આ પૂજન કરવું ફરજિયાત નથી. પણ જેમના ઘરમાં પહેલાથી વંશપરંપરાગત નવરાત્રી પૂજન ચાલુ હોય, તેમણે દર વર્ષે પૂજન કરવું જરૂરી છે.
કોઈ ઘરમાં જો પહેલાથી સતત નવરાત્રી પૂજન ચાલુ હોય તો, પછીની પેઢીએ આ પૂજન ચાલુ રાખવું જરૂરી છે.
કોઈ વ્યક્તિએ નવેસરથી આ પૂજન શરૂ કર્યું હોય તો, તેણે, પૂજન શરૂ કરતી વખતે એવો સંકલ્પ કરવો કે, "પૂજન આગળ ચાલુ રાખવું છે કે નહીં તે પછીની દરેક પેઢી નક્કી કરશે".
ઘરના અન્ય મંગલ, શુભ પ્રસંગોએ આ પૂજન એક દિવસ માટે કરી શકાય છે.
આવા એક દિવસના પૂજન વખતે, કથરોટમાં ઘઉં લઈને તેના પર "અંબજ્ઞ ઈષ્ટિકા" રાખીને, પૂજન કરવું અને પછી તે ઘઉં જરૂરિયાતમંદને દાન કરવા.
શ્રદ્ધાવાનોએ પોતાની જૂની પદ્ધતિ મુજબ પૂજન કરવામાં કોઈ જ વાંધો નથી પરંતુ, ઉપર જણાવેલી પદ્ધતિથી પૂજન કરવાથી, નવરાત્રી પૂજનમાં થતી ખામીઓ અને ભૂલો અને વ્યક્તિગત દોષોનો પરિણામ થતો નથી.
કેટલાક શ્રદ્ધાવાનો આ પહેલા અલગ-અલગ રીતે પૂજન કરતા આવ્યા છે. પરંતુ તો પણ, સદ્ગુરુના શબ્દ મુજબ પૂજન કરવું કે અન્ય રીતે પૂજન કરવું આ નિર્ણય, શ્રદ્ધાવાનો વ્યક્તિગત રીતે લઈ શકે છે.
૨૦૧૭ની આસો નવરાત્રી ઉત્સવમાં શરૂ થયેલી, પરમપૂજ્ય સદ્ગુરુએ આપેલી, નવરાત્રી પૂજનની આ વિશેષ પદ્ધતિનો અનેક શ્રદ્ધાવાનો લાભ લઈ રહ્યા છે.
હરિ ૐ શ્રીરામ અંબજ્ઞ નાથસંવિધ.
Comments
Post a Comment