Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love

Saturday, July 26, 2025

ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્ર પઠન

ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્ર પઠન

શ્રાવણ મહિનો શ્રવણ ભક્તિનો મહિનો છે અને આ મહિને વધુમાં વધુ શ્રવણ, પઠન અને પૂજન કરવા અંગે સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ શ્રદ્ધાવાનોને જણાવ્યું છે.

બાપુ તેમના પ્રવચનો અને અગ્રલેખો દ્વારા વારંવાર નામસ્મરણ, મંત્ર-સ્તોત્રજપ, આધ્યાત્મિક ગ્રંથપઠન અને સામૂહિક ઉપાસનાનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે.

બાપુએ ૨૮ જુલાઈ ૨૦૧૧ના તેમના મરાઠી પ્રવચનમાં 'શ્રાવણ માસમાં ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રના પાઠનું મહત્ત્વ' આ સંદર્ભે જણાવ્યું હતું.

બાપુએ જે કહ્યું તેનો સારાંશ આ પ્રમાણે છે -


"સદગુરુતત્વ જેટલો પ્રેમ કરે છે તેટલો કોઈ જ કરી શકે નહિ અને કરી શકશે પણ નહિ. દરેકની મર્યાદા કેટલીયે વધી જાય, છતાં તે મર્યાદિત જ હોય છે, પરંતુ ફક્ત આ પરમેશ્વર જ અમર્યાદ છે. આ સદગુરુતત્વ ક્યારેય ખંડિત થતું નથી, તે નિર્ગુણ છે, નિરાકાર છે, પરંતુ સાથે સાથે તે સંપૂર્ણ ચૈતન્યમય છે.

ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્ર એ શ્રીગુરુ દત્તાત્રેયનું સ્તોત્ર છે અને તે લખનાર સ્વયં શ્રીવાસુદેવાનંદસરસ્વતી-સ્વામી મહારાજ છે. આ સ્તોત્ર પણ પાંચ પંક્તીઓ ધરાવે છે અને સહેલાઈથી ૧૦૮ વખત પઠન કરી શકાય છે.

આવા અસરકારક સ્તોત્રનો પાઠ આપણે શ્રાવણ માસમાં કરીએ છીએ."


આનાથી આપણને સમજાય છે કે આ સ્તોત્રનો પાઠ દૈનિક કરવો જોઈએ અને પવિત્ર એવા શ્રાવણ મહિનામાં તેનું સામૂહિક રીતે ૧૦૮ વખત પઠન કરવું જોઈએ, જે દરેક શ્રદ્ધાવાન માટે અનેક ગણું ફળદાયક છે.


સદગુરુના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાવાનો મોટી સંખ્યામાં સમગ્ર મહિના દરમિયાન હૃદયપૂર્વક સામૂહિક સ્તોત્રપાઠમાં ભાગ લે છે.

બાપુએ સત્યપ્રવેશ ગ્રંથમાં 'યજ્ઞેન-દાનેન-તપસા' વિશે જણાવ્યું છે.

તેમજ સ્તોત્ર પાઠ સાથે શ્રદ્ધાવાનો પોતાની ઈચ્છાનુસાર અન્નપૂર્ણા પ્રસાદમ યોજનામાં ધાન્ય અર્પણ કરે છે.

આ વર્ષે પાઠ દરમ્યાન ઈચ્છુક શ્રદ્ધાવાન આપેલ લિંક પર ક્લિક કરીને અન્નપૂર્ણા મહાપ્રસાદમ યોજનામાં દાન રકમ આપી શકે છે.


ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્ર વિશે એક કથા કહેવાય છે -

શકે ૧૮૩૩ એટલે કે સન ૧૯૧૧માં મહાન યતિવર્ય શ્રીવાસુદેવાનંદસરસ્વતી-સ્વામી મહારાજનો એકવીસમો ચાતુર્માસ કુરુગડ્ડી ખાતે યોજાયો હતો.

ત્યારે તેમના દર્શને આવેલા એક ભક્ત ઘરસ્તે, જેમણે સ્વામી મહારાજની દૃઢ ભક્તિ કરી હતી, તેમણે સંતાનપ્રાપ્તિ અને કર્જમુક્તિ માટે પ્રાર્થના કરી.

સ્વામી મહારાજની કૃપાથી તેમને તરતજ એક પુત્ર અને એક પુત્રી પ્રાપ્ત થયા અને તેમનું  કર્જ પણ ઊતરી ગયું.


"ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય અને કલિયુગમાં ભક્તોને આવનારી મુશ્કેલીઓ દૂર થાય, તેમને અખંડ માંગલ્ય પ્રાપ્ત થાય, જેમ અમારાં કષ્ટો દૂર થયા, અમે સુખી બની ગયા અને વધુ ભક્તિમય બન્યા;

તેમજ ભક્તોના કષ્ટો પણ દૂર થાય તે માટે જો કોઈ સ્તોત્ર લખવામાં આવે તો તે દરેક ભક્તને લાભકારક બનશે" - આવી વિનંતી તેણે મહારાજને કરી.

કરુણામય હૃદય ધરાવતા શ્રીવાસુદેવાનંદસરસ્વતી-સ્વામી મહારાજે આ વિનંતીને માની અને આ ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રની રચના કરી.


ધન્ય છે એ ભક્ત અને ધન્ય છે શ્રી મહારાજ. પાવન દત્તક્ષેત્ર નૃસિંહવાડીમાં આ સ્તોત્રનો નિત્ય પાઠ થાય છે.


આ ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રનો સામૂહિક પાઠ દર વર્ષે આપણી સંસ્થા દ્વારા શ્રાવણ મહિનામાં થાય છે.

ગુરુવાર સિવાયના દિવસોમાં સવારે ૯:૦૦થી બપોરે ૧:૦૦ સુધી અને સાંજે ૫:૩૦થી રાત્રે ૯:૦૦ સુધી સ્તોત્રપાઠ થાય છે.

ગુરુવારે સવારે ૯:૦૦થી બપોરે ૧:૦૦ સુધી અને બપોરે ૪:૦૦થી સાંજે ૭:૦૦ સુધી સ્તોત્રપાઠ થાય છે.

શ્રદ્ધાવાનોની સુવિધા માટે એક દિવસ ઓનલાઈન પાઠ પણ થાય છે.


આ સ્તોત્રની અંતિમ પંક્તીઓ મુજબ, આ સ્તોત્રના પાઠથી સદ્ધર્મપ્રેમ, સદ્બુદ્ધિ, ઈશ્વરભક્તિ અને સત્સંગ પ્રાપ્ત થાય છે.

માણસની પ્રાપંચિક અને આધ્યાત્મિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

ભગવાન પ્રત્યેનો પ્રેમભાવ અને ભગવાન પ્રત્યેની તડપ ઉદભવે છે. 

પરમ આનંદમય શ્રીગુરુ દત્તાત્રેયને નમન કરીને "ઘોરકષ્ટોમાંથી અમારો ઉદ્ધાર કરો" એવો અનુરોધ પણ આ સ્તોત્રમાં છે.


આ સ્તોત્રમાં કહેવામાં આવ્યું છે: "શ્લોકપંચકમેતદ્યો લોકમંગલવર્ધનમ્। પ્રપઠેનિયતો ભકત્યા સ શ્રીદત્તપ્રિયો ભવેત્॥"

જેથી આપણને ખબર પડે છે કે આ સ્તોત્ર જગતનું મંગલ કરે છે.

"આ સ્તોત્રને નિશ્ચયપૂર્વક એટલે કે સંપૂર્ણ વિશ્વાસથી પાઠ કરનાર ભક્ત શ્રીગુરુ દત્તાત્રેયને પ્રિય બને છે" - એવું શ્રીવાસુદેવાનંદસરસ્વતી કહે છે.

"શ્રીગુરુને પ્રિય બનવું" - આ તો ભક્ત માટે સર્વોચ્ચ સિદ્ધિ છે.


શ્રદ્ધાવાનોને તેમની પ્રાપંચિક મુશ્કેલીઓ દૂર કરતો, ઈચ્છિત ફળ આપતો અને આધ્યાત્મિક ઉન્નતિ કરાવતો આ અસરકારક દત્તસ્તોત્રનો પાઠ કરવાનો અવસર સદગુરુ શ્રી અનિરુદ્ધના કારણે મળ્યો છે.


ભક્તિ સાથે સેવા માટે વિવિધ વિકલ્પો આપનારા બાપુએ એ.એ.ડી.એમ. (અનિરુદ્ધાઝ એકેડેમી ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની સ્થાપના આ ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રના વ્યવહારિક ઉદાહરણ રૂપે કરી છે.




ત્રિવિક્રમ મઠમાં પણ ઘોરકષ્ટ્તોધ્ધરણ સ્તોત્રનું સામૂહિક પઠન શરૂ છે. ------- ત્રિવિક્રમ મઠ - વડોદરા, ગુજરાત સી ૫૪, નિર્માણ પાર્ક સોસાયટી નંબર ૨, પ્રમુખ પ્રસાદ ચોકડી અને સન સિટી સર્કલ પાસે, મંજલપુર, વડોદરા, ગુજરાત ૩૯૦૦૧૧ ------- ત્રિવિક્રમ મઠ - મુંબઈ પશ્ચિમ ઉપનગર બંગલો પ્લોટ નંબર - ૨૫૩, આરસીએસ-૧ એ, ગોરાઈ રોડ, બોરીવલી વેસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર ૪૦૦૦૯૨


Friday, July 25, 2025

મોદ-ક

સદ્‍ગુરુ અનિરુઘ્ઘ બાપુના  દૃષ્ટિકોણ થી ગણેશ ભક્તિ - ભાગ - 3 - મોદ-ક  ,
સદ્‍ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુનો દૈનિક 'પ્રત્યક્ષ' માંનો અગ્રલેખ (૦૬-૦૯-૨૦૦૬)

શ્રી ગણપતિનું સ્મરણ થતાની સાથે જ દરેક ભક્તને કે નાસ્તિકને પણ તરત જ સ્મરણ થાય છે, તે મોદકનું. આજકાલ માવાના મોદક મળે છે, પરંતુ આવા આ માવાના મોદક એટલે દૂધની તરસ છાશથી છીપાવવા જેવું. બાળપણથી આજ સુધી મેં અત્યંત રુચીથી ખાધેલો પદાર્થ એટલે પરંપરાગત મોદક, જેમાં ચોખાનો લોટ ઘીમાં મસળીને બનાવવામાં આવે છે અને અંદરનું પૂરણ તાજા અને સ્વાદિષ્ટ નારિયેળના છીણમાંથી ઘરના ઘીમાં બનાવેલું હોય છે. ઉપરથી મોદક ખાતી વખતે તેને તોડીને તેમાં બીજો એક ચમચો શુદ્ધ ઘી નાખવાનું. બધા બાલગોપાલોને આ ઘી થી 'તરબતર' મોદક અતિશય પ્રિય. આ પરંપરાગત મોદક એટલે આહારમાં સૌમ્ય, સ્નિગ્ધ અને ગુરુ ગુણોનો પરમોત્કર્ષ અને તેથી જ મૂલાધાર ચક્રનું નિયંત્રણ કરનારા, એટલે કે અત્યંત ઉષ્ણ, અર્ધસ્નિગ્ધ અને લઘુ સ્થાનનું નિયંત્રણ કરનારા શ્રી મહાગણપતિ માટે સર્વશ્રેષ્ઠ નૈવેદ્ય. આજકાલ પરિસ્થિતિને કારણે દરેક જણને આવા મોદક બનાવવા શક્ય નથી. પરંતુ જેમને શક્ય હોય તેમણે આવા પરંપરાગત મોદક બનાવીને તેનો નૈવેદ્ય શ્રી મહાગણપતિને અત્યંત પ્રેમથી અર્પણ કરવો. દુર્વા અને શમીપત્રોનો બાહ્યોપચાર અને પરંપરાગત મોદકોનો નૈવેદ્ય ખરેખર ઉગ્ર, રૂક્ષ અને લઘુ ગુણોનો નાશ કરીને સૌમ્યતા, સ્નિગ્ધતા અને ગુરુત્વ (સ્થિરતા) સ્થાપિત કરનારો હોવાથી, તે મંગલમૂર્તિ વરદવિનાયક વિઘ્નોનો નાશ કરવા માટે દરેકના પ્રાણમય દેહમાં અને મનોમય દેહમાં અવતરે જ છે. 
 
સદ્ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુનાં ઘરે ગણપતિનું આગમન.

સદ્‍ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુનાં ઘરે ગણપતિનું આગમન.

 
મોદક કહેતા જ મને એક અત્યંત જૂની કથા યાદ આવે છે. એક સમ્રાટ હતો. તે પોતે અત્યંત વિલાસી વૃત્તિનો હતો અને તેણે કોઈપણ પ્રકારનું અધ્યયન કર્યું નહોતું. તેથી તેના પિતાએ તેને ગાદી પર બેસાડતી વખતે તે વિદ્યાહીન રાજકુમારના લગ્ન એક અત્યંત વિદ્વાન અને સુજાણ રાજકન્યા સાથે કરાવી દીધા હતા. આવો આ અજ્ઞાની રાજા અને તેની વિદ્વાન, પતિવ્રતા રાણી સંપૂર્ણ રાજપરિવાર સહિત સરોવરમાં જળક્રીડા માટે ગયા હતા. ત્યાં સરોવરમાં જળક્રીડા કરતા રાજા, રાણીના શરીર પર હાથથી પાણી ઉડાડવા લાગ્યો. સંસ્કૃત ભાષા જ વિવાહ સુધી અધ્યયન ભાષા અને બોલી ભાષા ધરાવતી તે રાણી તરત જ બોલી, “મોદકૈઃ સિંચ”. તે જ ક્ષણે રાજાએ સેવકને નજીક બોલાવી તેના કાનમાં કંઈક કહ્યું. થોડી જ વારમાં સેવક મોદકથી ભરેલા પાંચ-છ પાત્રો ત્યાં લાવ્યો અને રાજા એક પછી એક મોદક નિશાન લગાવીને રાણી પર મારવા લાગ્યો. 
 
હું મોદક નો નૈવેદ્ય અર્પણ કરું છું.

સદ્ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુનાં નિવાસસ્થાને દર વર્ષે ઉજવાતા ગણેશોત્સવમાં, ગણપતિ બાપ્પાને ખૂબ જ પ્રેમથી મોદકનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે.

આ બધા વિચિત્ર પ્રકારથી પ્રથમ સંપૂર્ણ ગૂંચવણમાં પડેલી રાણી થોડી જ વારમાં સ્વસ્થ થઈ અને અન્ય રાજસ્ત્રીઓ અને અમાત્યો વગેરે રાજપરિવારના સભ્યોના ચહેરા પરના કુત્સિત હાસ્ય જોઈને અત્યંત લજ્જિત અને દુખી થઈ; કારણ કે રાણીને કહેવું હતું, “મા ઉદકૈઃ સિંચ” એટલે કે મને પાણીથી ભીંજવશો નહીં. પરંતુ ફક્ત સંસ્કૃત બોલી ભાષા જ જાણનાર તે અજ્ઞાની રાજાને સંસ્કૃતના વ્યાકરણના નિયમો ખબર ન હોવાથી 'મોદકૈઃ' નો સંધિ-વિચ્છેદ કર્યા વિના જ ખોટો અર્થ લીધો. આગળ કથા ખૂબ જ અલગ વળાંક લે છે પણ મને તો રાણીના શરીર પર મોદકોનો વરસાદ કરનારો તે મૂર્ખ રાજા જ આજકાલ અનેક રૂપોમાં ઠેર ઠેર ફરતો જોવા મળે છે. ગણપતિને મોદક ગમે છે અને દૂર્વા ગમે છે તેથી આદરપૂર્વક ગણપતિને આ વસ્તુઓ અર્પણ કરવી તે વિહિત જ છે, તેમજ તે પરમાત્માના રૂપો પણ અનેક; તેથી વિવિધ સ્વરૂપોમાં મૂર્તિઓ બનાવવી, તે પણ અત્યંત ઉચિત જ છે, પરંતુ આવા આ ગણપતિને દૂધ પીવડાવવા માટે ઠેર ઠેર કતારો લગાવવી એટલે પેલા રાજા્ની પુનરાવૃત્તિ જ છે. 
 
મને એક સમજાતું નથી કે ખરેખર ગણપતિને મોદક અત્યંત પ્રિય હોવા છતાં, તે ઠેર ઠેર દૂધ જ કેમ પીવે છે? મોદક કેમ નથી ખાતા? અને મુખ્ય એટલે આ પ્રશ્ન પણ આપણામાંથી કોઈને પડતો નથી. તે મંગલમૂર્તિ પરમાત્મા ભક્તોએ અત્યંત પ્રેમથી અર્પણ કરેલા સાદા રોટલીના વાસી ટુકડા પણ અત્યંત પ્રેમથી ગ્રહણ કરતા જ હોય છે, આમાં મને જરા પણ શંકા નથી. પછી ભલે મૂર્તિ સામેના નૈવેદ્યની થાળીમાંથી એક કણ પણ ઓછો થયેલો ન દેખાય તો પણ વાંધો નથી. ગીતામાં તો સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણએ જ સ્પષ્ટ રીતે પોતાના મુખેથી જ આ બાંયધરી બધા ભક્તોને આપી રાખી છે. મુખ્ય એટલે પરમાત્માને આવી વસ્તુઓ કરીને પોતાનું માહાત્મ્ય વધારવાની જરા પણ આવશ્યકતા લાગતી નથી, તેમજ જનમાનસમાં ભક્તિ વધારવા માટે પણ પરમાત્માને આવી ઉપાય યોજનાઓની જરા પણ જરૂર નથી. ભક્ત અને અભક્ત એવા દરેકના સમગ્ર અસ્તિત્વની સંપૂર્ણ જાણ ધરાવનારા અને દરેકના કર્મનું ફળ ફક્ત જેના હાથમાં છે, તે સાચા પરમાત્માને આવી વિચિત્ર વસ્તુઓની ક્યારેય આવશ્યકતા લાગતી નથી.' 

અગ્રલેખનો સમાપન કરતા સદ્‍ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુ લખે છે -  

'મિત્રો, તે પરમાત્માને જોઈએ છે તમારી અચળ શ્રધ્ધા, ભક્તિ અને કૃતજ્ઞતાની ભાવનાથી કરેલી ભગવાનની અને ભગવાનના અસહાય બાળકોની સેવા. આ જ ખરો નૈવેદ્ય, ખરું તો આ જ સર્વશ્રેષ્ઠ નૈવેદ્ય આ પરમાત્મા આખેઆખો ગ્રહણ કરે છે અને તેનું સહસ્ત્રગુણું ફળ પ્રસાદ તરીકે ભક્તને આપે છે. મોદક નૈવેદ્ય તરીકે જરૂર અર્પણ કરો અને ભાવથી પોતે પણ ખાઓ, પરંતુ મોદ એટલે આનંદ એ ભૂલશો નહીં. પરમાત્માને અને બીજાને આનંદ થાય તેવું વર્તન કરવું, એ જ સર્વશ્રેષ્ઠ મોદક છે.' 
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>>

Wednesday, July 23, 2025

સદ્‍ગુરુ પરનો દૃઢ વિશ્વાસ બધું જ કરી શકે છે! - શુભાવીરા ત્રાસી નો અનુભવ

સદ્‍ગુરુ પરનો દૃઢ વિશ્વાસ બધું જ કરી શકે છે! - શુભાવીરા ત્રાસી નો અનુભવ

'પોતાનો આત્મવિશ્વાસ અને પોતાના સદ્‍ગુરુ પર દૃઢ વિશ્વાસ આ બંને બાબતો જીવનમાં આવશ્યક છે'. આ શ્રદ્ધાળુ મહિલાના આ ઉદગારો અત્યંત મહત્વપૂર્ણ છે. મૂળભૂત રીતે, સદ્ ગુરુ પરનો દૃઢ વિશ્વાસ જ આપણો આત્મવિશ્વાસ કેવી રીતે વધારે છે તે આ અનુભવ પરથી પ્રતીત થાય છે.

-------------------------------------------------

હરિ ૐ. સદ્‍ગુરુ અનિરુધ્ધ બાપુની કૃપાછાયા મારા સંપૂર્ણ પરિવાર પર નિરંતર રહે, એ જ અમારું પરમ ભાગ્ય છે એમ હું માનું છું. મારા પતિ વિરાજસિંહ ત્રાસી, દીકરો ગૌરવસિંહ ત્રાસી અને હું હોંગકોંગમાં રહીએ છીએ. અમને હોંગકોંગમાં સ્થાયી થયે આજે (એટલે ​​કે આ અનુભવ વર્ણવતી વખતે) વીસ વર્ષ થયા છે. બાપુ પાસે આવ્યા પછી તેમના અનેક અનુભવો થયા છે. બાપુની સૌથી મોટી કૃપા એ જ છે કે તેમણે અમારા તરફ કોઈ મોટું સંકટ ક્યારેય આવવા દીધું નથી. તેમના ચરણોમાં અમે નતમસ્તક અને અંબજ્ઞ છીએ. શ્રીરામ.

દરેકના જીવનમાં અનેક સંકટો આવતા હોય છે. મારા જીવનમાં પણ આવા અનેક ઉતાર-ચઢાવ આવ્યા. દરેક વખતે બાપુ સાથે હોવાથી અમે બિન્દાસ રહેતા.

વર્ષ 2007 માં અમે હોંગકોંગમાં જ મારા પતિનો પચાસમો જન્મદિવસ ઉજવ્યો. તે દિવસે અમે પ્રેમથી બાપુની પાદુકાઓનું પૂજન કર્યું. એ પછી તરત જ અમારા ઘરમાં એક ભયંકર અકસ્માત થયો. સાસુમાને એક દિવસ સવારે 11 વાગે ખૂબ ભૂખ લાગી. ઠંડીના દિવસો હોવાથી મેં સાસુમાને કહ્યું, "આપણે ગરમાગરમ સમોસા ખાઈએ". હું તરત રસોડામાં ગઈ અને સમોસાની તૈયારી કરવા માટે ગેસ ચાલુ કર્યો અને એક નાની કડાઈમાં તેલ નાખી તેને ધીમા ગેસ પર મૂકી. અચાનક મને ફોનની રીંગ સંભળાઈ. જઈને જોઉં છું તો તે એક ખોટો ફેક્સ આવેલો હતો. મને ફેક્સ મશીનની માહિતી ન હોવાથી, ભૂલથી મેં એવું એક બટન દબાવ્યું કે એક પછી એક કાગળ ફેક્સ મશીનમાંથી બહાર આવવા લાગ્યા. હું તેના પર નિયંત્રણ કરી શકતી ન હતી. હું મૂળભૂત રીતે ભીરુ હોવાથી હું અતિશય ગભરાઈ ગઈ.

આ ગડબડમાં હું ગેસ ચાલુ છે એ જ ભૂલી ગઈ હતી. અચાનક થોડા સમયમાં જ મને કંઈક પડવાના અવાજ આવવા લાગ્યા. મેં વિચાર્યું કે બારીઓ ખુલ્લી હોવાથી કદાચ કંઈક નીચે પડ્યું હશે. અમે બેડરૂમમાં હતા. જ્યારે હું બેડરૂમમાંથી બારીઓ બંધ કરવા બહાર આવી ત્યારે મને રસોડામાંથી ધુમાડો આવતો દેખાયો. મારા રસોડાનો દરવાજો બંધ હતો. દરવાજો ખોલતા જ અંદરનું ભયાનક દ્રશ્ય જોયા પછી મને કડાઈ ગેસ પર મૂકી હતી એ યાદ આવ્યું. મેં ક્યારેય આવી મોટી આગ આ પહેલા જોઈ નહોતી. મારું આખું રસોડું ધુમાડા અને આગથી ભરાઈ ગયું હતું. જે અવાજ આવી રહ્યો હતો તે સીલિંગ પરની ટ્યુબલાઈટ અને બલ્બના ફૂટવાનો અવાજ હતો. તે ફૂટીને નીચે પડી રહ્યા હતા અને ગેસ રેન્જ પર જે ચિમની હતી તેના ટુકડા પણ બળીને નીચે પડી રહ્યા હતા.

હું અતિશય ગભરાઈ ગઈ હતી અને બાપુને કહ્યું, 'બાપુ તમે જ બધું ઠીક કરો'. ત્યાર પછી પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ મારામાં એવી રીતે આવી કે હું આગળ પાછળનો વિચાર કર્યા વિના રસોડામાં પ્રવેશી અને ગેસ બંધ કરીને બહાર આવી. ઇલેક્ટ્રિકલ બોક્સ અમારા રસોડામાં જ હોય ​​છે. તે બંધ કરવાની મારી હિંમત ન થઈ કારણ કે આગ એટલી ફેલાઈ હતી કે મારી સામે રસોડાનો દરવાજો બંધ કરીને બહાર આવવા સિવાય કોઈ બીજો વિકલ્પ બચ્યો નહતો. સાસુમા મને સતત ધીરજ આપતા કહેતા હતા, "બાપુ આપણી સાથે છે, તેથી જરાય ગભરાઈશ નહીં ." તેથી હું પણ દ્રઢતાથી પ્રસંગને સંભાળી રહી હતી. મેં 999 નંબર ડાયલ કર્યો અને છઠ્ઠા માળેથી નીચે મેનેજમેન્ટ ઓફિસમાં દોડી ગઈ. માત્ર  પાંચ જ મિનિટમાં અમારા ઘરે પોલીસ, હોસ્પિટલના કર્મચારી,  ડોક્ટર અને એમ્બ્યુલન્સ હાજર હતા. વિદેશમાં પાડોશી કોણ રહે છે તે પણ ખબર હોતી નથી. તે દિવસે આશ્ચર્ય એવું કે અમારા પાડોશીઓએ પણ અમને મદદ કરી. આટલો મોટો અકસ્માત થયો છતાં અમારા બધાના ચહેરા પર એક વિશ્વાસનો ભાવ હતો અને અમને કંઈ જ વાગ્યું નહોતું. આ જોતા જ બધાને આશ્ચર્ય થયું.

મારા પતિએ ઘરમાલિકને ફોન કર્યો અને તેમને અકસ્માતની ગંભીરતા જણાવી. હોંગકોંગમાં નિયમો અતિશય કડક છે અને અમારા ઘરમાલિકનો સ્વભાવ પણ ખૂબ આકરો હતો. આટલું હોવાછતાં, શું નુકસાન થયું છે તે જોવા અથવા પૈસા લેવા પણ તેઓ ઘરે આવ્યા નહીં. ઉપરથી તેઓ કહેવા લાગ્યા, "જે કંઈ નુકશાન થયું હશે તે બધું સમારકામ તમે જ કરાવી લો". મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાછતાં કોઈને કંઈ જ વાગ્યું નહોતું. બાપુએ અમારી બધાની કાળજી લીધી હતી. નુકશાન મોટા પ્રમાણમાં હોવાછતાં અમે બધા સુરક્ષિત હતા. બાપુની અકારણ કરુણા જેને પ્રાપ્ત થાય છે તેના જીવનમાં સુખ, સમાધાન અને આનંદનો ઝરો ભરપૂર વહેતો રહે છે.

હવે મારો બીજો અનુભવ કહું છું. પોતાનો આત્મવિશ્વાસ અને પોતાના સદ્ ગુરુ પર દૃઢ વિશ્વાસ આ બંને વસ્તુઓ જીવનમાં આવશ્યક છે. આત્મવિશ્વાસ હોય તો આપણા જીવનના બધા જ કાર્યો સરળતાથી પાર પડે છે. સદ્ ગુરુ પરના વિશ્વાસથી ભક્તની શક્તિ અને આત્મવિશ્વાસ વધતો જાય છે. મારો આત્મવિશ્વાસ શરૂઆતમાં ઓછો હોવાથી મને હંમેશા અતિશય ભય લાગતો હતો.

તેમાં પાણીનો ભય તો સાવ નાનપણથી જ હતો. હું પાણીમાં ડૂબી રહી છું એવા પ્રકારના અનેક સપના મને કાયમ આવતા.

અમારા હોંગકોંગના ઉપાસના કેન્દ્રના એક પરિવારે બાપુની પાદુકાઓના પૂજનનું બોટ પર આયોજન કર્યું હતું. આ આનંદનો પ્રસંગ હતો, પણ મને માત્ર ભય લાગતો હતો. તેનું કારણ એ હતું કે આ માટે બોટ પર જવું પડે એમ હતું. એટલું જ નહીં, ૧૦૦ ફૂટ ઊંચે અમને ચાલતા જવાનું હતું. મારા પતિ જહાજ પર જ નોકરી કરતા હોવાથી તેમને કોઈ ફરક પડ્યો નહીં અને દીકરો તો બોટ પર, અને તે પણ એટલી ઊંચાઈ પર જવાનું હોવાથી ખૂબ જ ઉત્સાહમાં હતો. મારો તો ગભરાટ વધી ગયો હતો. મારા મનમાં વિચાર પણ આવી ગયો કે આમને પૂજન માટે બીજી જગ્યા ન મળી? મેં મનોમન બાપુને કહ્યું પણ ખરું, 'બાપુ, આટલી ઊંચાઈ પર તે પણ પાણીમાં જઈને પૂજન શા માટે કરવું છે આમને?' મારો દીકરો મને ધીરજ આપતો વારંવાર કહેતો હતો, "મમ્મી, જરાય ગભરાવાનું નથી. તું અમારા બંનેની વચ્ચે ચાલ". તેમજ પતિએ કહ્યું, "ઉપર ચડતી વખતે જરાય પાછળ ફરીને જોવાનું નથી". હું બાપુનું નામ લેતી ઉપર ચડી રહી હતી. એવામાં મુસળધાર વરસાદ પણ વરસવા લાગ્યો હતો. આ બધાને કારણે હું અતિશય ડરી ગઈ હતી.

અમે સુખરૂપ ૧૦૦ ફૂટ પર પહોંચ્યા અને ત્યાં મને એક ૭૦ વર્ષની વયના અમારા શ્રદ્ધાવાન મિત્રના માતા મળ્યા. તેઓ પણ અમારી જેમ જ  ઉપર ચડીને આવ્યા હતા અને આનંદથી અમારા સ્વાગત માટે ઊભા હતા. તેમને મળતા જ મને પોતાની શરમ આવવા લાગી. હું પાણીથી ડરતી હતી પણ બાપુ મારી સાથે છે આ દૃઢ વિશ્વાસ જો મારામાં હોત, તો મારો આત્મવિશ્વાસ ચોક્કસ વધ્યો હોત. પણ હું માત્ર મારા જ ડરમાં ગૂંચવાયેલી હતી. બાપુની કૃપાથી આ ભૂલ મારા ધ્યાનમાં આવી. આ સિત્તેર વર્ષની સ્ત્રી જો આટલી ઊંચાઈ પર આવી શકે તો મારે ઊંચાઈ અને પાણીથી ડરવાનું કારણ શું? આ વિચાર આવતા જ હું પાદુકા પૂજનના ઉત્સવમાં આનંદથી સામેલ થઈ, કારણ કે મનના ભયનું રૂપાંતર બાપુ પરના વિશ્વાસમાં થઈ ગયું હતું.

તે દિવસથી મારી પાણીની ભીતિ જતી રહી અને સપના પણ બંધ થઈ ગયા. આત્મવિશ્વાસ વધવાથી હવે મારામાં ખૂબ સારો બદલાવ આવ્યો છે. ભીતિ અને ન્યૂનગંડને કારણે મારામાંથી અનેક સકારાત્મક વસ્તુઓ મેં ગુમાવી દીધી હતી. મારું લેખન અને આવા અનેક શોખ હું હવે શરૂ કરી શકી. બાપુ ભક્તિથી અનેક સમસ્યાઓ સરળતાથી હલ થાય છે. બાપુ પાસે એક જ માંગણી છે. 'બાપુ, તમારા પરનો મારો વિશ્વાસ આમ જ સદાય વધતો રહે એ જ તમારા ચરણોમાં પ્રાર્થના છે.'

ಕನ್ನಡ >> বাংলা >>

Tuesday, July 22, 2025

મંગલમૂર્તિ મોરયા! - સદ્ગુરુ શ્રી અનિરુધ્ધબાપૂનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૦૯-૨૦૦૭)

મંગલમૂર્તિ મોરયા! - સદ્ગુરુ શ્રી અનિરુધ્ધબાપૂનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૦૯-૨૦૦૭)

મંગલમૂર્તિ મોરયા! - સદ્ગુરુ શ્રી અનિરુધ્ધબાપૂનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૦૯-૨૦૦૭)

નાનપણથી અમારા ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે શુધ્ધ વૈદિક સંસ્કારોનું હતું, પરંતુ તેમ છતાં જરાયે આભડછેટ, જાત-પાત, કર્મઠ કર્મકાંડનો લેશ પણ નહોતો. માઈ અને નાનીનું સંસ્કૃત સાહિત્યના અભ્યાસ પર પ્રભુત્વ અને સર્વ સંહિતાઓ મુખાગ્ર હોવાને કારણે વેદમંત્રોના શુધ્ધ અને  લયબદ્ધ ઉચ્ચારો હંમેશા કાને પડતા રહેતા. આજે પણ તે બંનેના અવાજમાં વૈદિક મંત્રો અને સૂક્તોના મધુર સ્વર અંતઃકરણમાં ઉમટતા રહે છે. ગણપતિની આરતી પછી ગવાતી મંત્રપુષ્પાંજલિ, જે આજના સમયના ‘શોર્ટકટ’ની જેમ ‘ॐ યજ્ઞેન યજ્ઞમયજન્ત….થી શરૂ ના થતાં ‘ॐ ગણાનામ્ ત્વા ગણપતિમ્ હવામહે....’ થી શરૂ થતી અને લગભગ અડધો થી પોણો કલાક ચાલતી. તેમાં આરોહ, અવરોહ, આઘાત, ઉદ્ધાર વગેરે સર્વ નિયમોનું પાલન કરીને પણ તે મંત્રપુષ્પાંજલિમાં માધુર્ય, કોમળતા અને સરળતા તેવી જ જીવંત રહેતી કારણ કે તે મંત્રોચ્ચારમાં શ્રેષ્ઠતાનાં પ્રદર્શન ની લાલસા નહોતી પરંતુ પૂર્ણ ભક્તિરસથી ભરેલું પ્રફુલ્લિત અંતઃકરણ હતું. 


આગળ ત્યારબાદ, મારી ઉંમરનાં પાંચમાં વર્ષે મારા મોસાળના ઘેર એટલે કે પંડિત કુટુંબના ઘરનાં ગણપતિ સામે તે બંનેએ મને મંત્રપુષ્પાંજલિની શાસ્ત્રીય પદ્ધતિ પહેલીવાર શીખવી. તે સમયે મારી માતાની ત્રણેય કાકીઓ, માઈ અને નાની, એમ પાંચ જણીઓએ મારી આરતી ઉતારીને મને ઘણા મોદક ખવડાવ્યા. તે સમય સુધી મારા મોસાળમાં હું એકમાત્ર પૌત્ર હતો અને તેથી જ સંપૂર્ણ પાધ્યે અને પંડિત કુટુંબોને અતિશય લાડકો હતો. તે જ દિવસે માઈએ પાધ્યે કુટુંબની પરંપરા અનુસાર બાલગણેશની પ્રતિષ્ઠાપના કરવાની પધ્ધતિ પણ મને સમજાવી અને તેથી જ આજે પણ અમારા ઘરમાં ગણેશચતુર્થીએ પ્રતિષ્ઠાપના થતી મૂર્તિ બાલગણેશની જ હોય છે.


મેં એકવાર માઈને પૂછ્યું કે “દર વર્ષે બાલગણેશ જ કેમ?” માઈએ મારા ગાલ પર હાથ ફેરવીને જવાબ આપ્યો, “અરે બાપુરાયા, બાળક ઘરે આવ્યું અને તેના આપણે લાડકોડ કરીએ ઍટલે પછી તેના કારણે તે બાળકની પાછળ તેના માતા અને પિતા આવે જ છે અને તેઓ હરખ પામે છે. આ બાલગણેશના ભક્તો દ્વારા કરાયેલા લાડકોડ અને ગુણગાન ને કારણે પાર્વતીમાતા અને પરમશિવનું પણ આપમેળેજ સ્વાગત અને પૂજન થતું હોય છે અને બીજું એટલે અજાણ્યા સામાન્ય માનવના સોહામણા નાના બાળક સાથે વર્તતા પણ આપણા મનમાં આપમેળે જ એક નિષ્કામ પ્રેમ પ્રગટ થતો હોય છે. તો પછી આ અત્યંત દેખાવડા મંગલમૂર્તિના બાલરૂપના સહવાસમાં ભક્તોના મનમાં જે ભક્તિપ્રેમ હશે તે તેવું જ નિષ્કામ અને પવિત્ર હશે નહીં કે?”



માઈની આ ભાવનાઓ એટલે એક અત્યંત શુધ્ધ અને પવિત્ર ભક્તિમય અંતઃકરણની રસદાર સહજવૃત્તિઓ હતી. અમે સર્વે પણ અક્ષરશઃ કરોડો લોકો ગણપતિ ઘરે બેસાડતા હોઈએ છીએ, ક્યાંક દોઢ દિવસ તો ક્યાંક દસ દિવસ. ભલેને વિવિધ પ્રકારની ગણેશમૂર્તિઓ હોય, પરંતુ આ વિઘ્નહર્તા ગણેશ સાથે અમે અમારા આત્મિયતાભર્યા, ભાવભર્યા અને પરિવાર જેવા  સંબંધ બનાવીએ છીએ ખરા?


ઘરે આવેલા ગણપતિને ફક્ત ઘરની પરંપરા ન તૂટે, તૂટે તો વિઘ્નો આવશે, આ ભાવનાથી જ અમુક જગ્યાએ લાવવામાં આવે છે. અમુક જગ્યાએ માનતા પૂરી કરવા માટે લાવવામાં આવે છે તો અમુક જગ્યાએ ફક્ત ઉત્સવ અને મોજમજા માટે લાવવામાં આવે છે. આવી ગણપતિસ્થાપનામાં મંત્ર હોય છે, મંત્રપુષ્પાંજલિ હોય છે, આરતી હોય છે, મહાનૈવેદ્ય હોય છે અને રીતરિવાજ અને શાસ્ત્રનું પૂરેપૂરૂં પાલન કરવાના ભય હેઠળનાં પ્રયાસ પણ હોય. પરંતુ આ બધી ધમાલ માં ખોવાઈ જાય છે, તે આ આરાધનાનો મૂળ ગર્ભ અર્થાત પ્રેમળ ભક્તિભાવ.


મંગલમૂર્તિ મોરયા અને સુખકર્તા દુખહર્તા, આ શ્રીગણપતિના બિરુદો ની દરેકને ખબર હોય જ છે. બલ્કે આ ‘સુખકર્તા દુખહર્તા’ બિરુદાવલીને કારણે જ તો અમે ગણપતિને ઘરે લાવવા તૈયાર હોઈએ છીએ, પણ ‘મંગલમૂર્તિ’ આ બિરુદનું શું? તે સિદ્ધિવિનાયક સર્વ કંઈ મંગલ કરવાનો જ છે પણ તેને ઘરે લાવ્યા પછી અમે તેને કેટલા  મંગલ વાતાવરણમાં રાખીએ છીએ? આ જ મહત્વનો પ્રશ્ન છે.


ફક્ત દુર્વાઓના મોટામોટા હાર ચઢાવીને, એકવીસ મોદક સવાર-સાંજ તેની સામે રાખીને, લાલ ફૂલો ચઢાવીને અને આરતીઓમાં મંજીરા કુટીને અમે અમારા તરફથી અને અમારી ક્ષમતા અનુસાર માંગલ્ય નિર્માણ કરતા હોઈએ છીએ ખરા? ઉત્તર મોટાભાગે ‘ના’ એમ જ મળશે.


તો પછી તે મંગલમૂર્તિને અમારી પાસેથી અપેક્ષિત ‘માંગલ્ય’ અમે  કેવી રીતે અર્પણ કરી શકીશું? ઉત્તર એકદમ સાદો અને સરળ છે. તે મૂર્તિનું સ્વાગત કરતી વખતે જાણે એક વર્ષ પછી પોતાનો જીગરજાન સ્વજન ઘરે પાછો આવી રહ્યો છે, આ ભાવના રાખો; એકવીસ મોદકો સહિત નૈવેદ્યથી ભરેલી થાળી તેની સામે રાખીને તેને લાડપૂર્વક આગ્રહ કરો, આવેલા મહેમાનોના આતિથ્ય સત્કારના દબદબા કરતાં તે ગણેશની આરાધના તરફ વધુ ધ્યાન આપો, આરતી ગાતી વખતે કોઈની સાથે સ્પર્ધા ન કરો અને મુખ્ય એટલે આ મહાવિનાયક પાછો તેના સ્થાને જવા નીકળે, ત્યારે અંતઃકરણ ગદગદિત થઈ ભરાઈ આવવા દો અને હકની પ્રેમળ વિનવણી થવા દો, ‘મંગલમૂર્તિ મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા.’(આવતાં વરસે વહેલા આવજો)  

અગ્રલેખના અંતે સદ્ગુરુ શ્રીઅનિરુધ્ધ બાપૂ લખે છે -
‘મારા શ્રધ્ધાવાન મિત્રો, ‘પુઢચ્યા વર્ષી લવકર યા’, આ વાક્યનો અર્થ બરાબર સમજી લો. આવવાની તિથિ તો નક્કી થયેલી જ હોય છે, તો પછી ફક્ત મોંઢેથી ‘જલદી આવો’ કહેવા પાછળ શું અર્થ હોઈ શકે? આમાં એક જ અર્થ છે અને તે એટલે, આવતા વર્ષની રાહ ન જુઓ, હે મોરયા, હે મારા દેવ, તમે રોજ જ આવતા રહો અને તે પણ બને એટલું જલદીમાં જલદી’

मराठी >> हिंदी >> ಕನ್ನಡ>> বাংলা>> English>>

AD (728x60)