વૈદિક ગણપતિ

વૈદિક ગણપતિ - સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૧૨-૨૦૦૬)
સંદર્ભ - સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષમાંનો અગ્રલેખ (૧૫-૧૨-૨૦૦૬)

"ઋગ્વેદમાંના 'બ્રહ્મણસ્પતિ-સૂક્ત' અને અથર્વવેદમાંના 'ગણપતિ-અથર્વશીર્ષ' નામે ઓળખાતું એક ઉપનિષદ, આ બે સમર્થ સંદર્ભોથી શ્રી ગણેશનું વૈદિક અસ્તિત્વ સિદ્ધ થાય છે.

ઋગ્વેદમાંનો આ મૂળ મંત્ર નીચે મુજબ છે -

ॐ ગણાનાં ત્વાં ગણપતિં હવામહે કવિં કવીનામુપમશ્રવસ્તમમ્‌‍।

જ્યેષ્ઠરાજં બ્રહ્મણાં બ્રહ્મણસ્પત આ નઃ શૃણ્વન્નૂતિભિઃ સીદ સાદનમ્‌‍॥

ઋગ્વેદ ૨/૨૩/૧

ભાવાર્થ: સમુદાયના પ્રભુ તરીકે તું ગણપતિ, બધા જ્ઞાનીજનોમાં તું સર્વશ્રેષ્ઠ, બધા કીર્તિવંતોમાં તું સર્વોચ્ચ વરિષ્ઠ અને તું જ બધા સત્તાધારીઓનો પણ સત્તાધારી છે, તને અમે અત્યંત આદરપૂર્વક આમંત્રિત કરી રહ્યા છીએ, તું પોતાના બધા સામર્થ્ય સાથે આવ અને આ આસન પર (મૂલાધાર ચક્રમાં) વિરાજમાન થા. (માત્ર તારો જ અધિકાર મૂલાધાર ચક્ર ના આસન પર ચાલવા દેજે.)

શ્રી બ્રહ્મણસ્પતિ પૂજન દરમિયાન સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ.
શ્રી બ્રહ્મણસ્પતિ પૂજન સમયે સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ.

બ્રહ્મણસ્પતિ આ વૈદિક દેવતાનું જ એક નામ ગણપતિ છે, એટલે કે ગણપતિનું જ એક નામ બ્રહ્મણસ્પતિ છે. વૈદિક કાળમાં દરેક શુભકાર્યની શરૂઆત બ્રહ્મણસ્પતિના આવાહનથી જ થતી હતી અને આજે પણ તે જ મંત્રથી ગણપતિને આવાહન કરીને પવિત્ર કાર્યારંભ કરવામાં આવે છે. ઋગ્વેદમાંના બ્રહ્મણસ્પતિ જ્ઞાનદાતા અને સર્વશ્રેષ્ઠ જ્ઞાની છે, જેમ ગણપતિ પણ જ્ઞાનદાતા અને બુદ્ધિદાતા દેવ છે. બ્રહ્મણસ્પતિના હાથમાં રહેલો સુવર્ણનો પરશુ આજે પણ ગણપતિના હાથમાં છે જ. ભારતના પ્રાચીન ઇતિહાસમાં 'સમન્વય' આ પ્રધાન તત્વ હોવાથી અનેક દેવતાઓનું આધ્યાત્મિક સ્તરે એકરૂપત્વ થતું ગયું અને વેદોમાંનું  સર્વ 'બ્રહ્મ' છે આ તત્વને કારણે અને 'એકં સત્‌‍ વિપ્રા બહુધા વદન્તિ।' (તે મૂળ અસ્તિત્વ (પરમેશ્વર) એક જ છે, જ્ઞાની લોકો તેને અનેક નામોથી જાણે છે કે આવાહન કરે છે.) આ સંકલ્પનાને કારણે અનેક મૂર્તિઓ અને અનેક રૂપો હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિમાં વ્યવહારિક સ્તરે પણ વિવિધ પંથોના ઉપાસ્ય દૈવતોનું એકત્વ સિદ્ધ થવામાં કદી અડચણ આવી નહીં.

ભારતીય સંસ્કૃતિના લોકમાનસમાં પરમાત્માના વિવિધ રૂપો પાછળના એકત્વની એટલે કે કેશવત્વની જાણકારી એટલી સમર્થ અને ઊંડે સુધી ખૂંપેલી હોવાથી સામાન્ય પરંતુ સુશિક્ષિત અથવા અશિક્ષિત સમાજ માટે પણ ગણપતિ એ આર્યો નો દેવ, વૈદિકોનો દેવ, નાની નાની ટોળીઓનો દેવ કે વેદમાં અસ્તિત્વ ન ધરાવતો અને પુરાણોમાંથી ઉત્પન્ન થયેલો દેવ જેવા વાદવિવાદોને કોઈ અર્થ નથી. આ વિવાદો માત્ર કેટલાક ઇતિહાસના પ્રમાણિક અભ્યાસક અથવા કહેવાતા નાસ્તિક બુદ્ધિવાદીઓ માટે જ હોય છે. ખરા અને પ્રમાણિક ઇતિહાસ સંશોધકો તેમના કોઈપણ દેવતા વિષયક સંશોધનનો ઉપયોગ માત્ર સંસ્કૃતિના ઇતિહાસના માર્ગદર્શક સ્તંભ તરીકે જ કરે છે, જ્યારે કુત્સિત બુદ્ધિથી આવા સંશોધન કરનારા સમાજમાં ફૂટ પાડવા માટે આવા સંશોધનોનો ઉપયોગ કરી લે છે, પરંતુ કોઈપણ માર્ગે અને કોઈએ પણ દેવતા વિષયક સંશોધન કર્યું હોય કે સ્વયંના મતાનુસાર દેવતા વિષયક વિચાર રજૂ કર્યા હોય તો પણ આધ્યાત્મિક સ્તરે તે દેવતા ના અસ્તિત્વને કદી જ ખતરો પહોંચી શકતો નથી.

સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ બ્રહ્મણસ્પતિને દુર્વા અર્પણ કરીને અર્ચના કરતા સમયે.
સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ બ્રહ્મણસ્પતિને દૂર્વાંકુર  થી અર્ચન કરતા સમયે.

ગણપતિને ભલે કોઈનો પણ દેવ ઠેરવવામાં આવે તો પણ 'વિશ્વનો ઘનપ્રાણ' આ ગણપતિનું મૂળ સ્વરૂપ કંઈ બદલાતું નથી અથવા એનું અસ્તિત્વ ન રહે, એવું તો ક્યારેય નહિં બને કારણ ગણપતિ કંઈ કોઈ સંશોધકોના સંશોધનમાંથી સિદ્ધ અને પ્રસિદ્ધ થયો નથી; તો ગણપતિ આ દેવતા પોતાના મૂળ રૂપમાં ભક્તિ અને જ્ઞાનનો સમન્વય સાધનારા ઋષિઓના ચિંતન દ્વારા પ્રકટ થયા, ભક્તોના હૃદયમાં પ્રેમથી સિદ્ધ થયાં અને ઉપાસ્ય અને ઉપાસક એમના પરસ્પર પ્રેમને કારણે પ્રસિદ્ધ થયાં. તેથી જ ઋગ્વેદમાંનો બ્રહ્મણસ્પતિ કોઈ જુદો જ હતો અને તેને ફક્ત ગણપતિ તરીકે સંબોધવામાં આવ્યો હતો, આ તર્ક સાથે ભક્તહૃદયને કોઈ સંબંધ નથી. શિવનો અને પાર્વતીનો પુત્ર એવો આ ગણપતિ, એટલા માટે જ બધા ઉપાસકોના અને પંથોના શુભકાર્યમાં પ્રથમ માનનો ધણી થાય છે. શૈવ, દેવી-ઉપાસક, વૈષ્ણવ, સૂર્યોપાસક આવા વિવિધ સંપ્રદાયોમાં પણ ગણપતિ એક સુંદર સેતુ નિર્માણ કરે છે.

અથર્વવેદમાંના શ્રી ગણપતિ-અથર્વશીર્ષ તો એકદમ સુસ્પષ્ટ શબ્દોમાં આજે પણ પ્રચલિત અને સર્વમાન્ય રહેલા ગણપતિના રૂપનું, આયુધોનું અને સ્વભાવવિશેષનું વર્ણન કરે છે. આ અથર્વશીર્ષમાં પણ આ ગણપતિને સ્પષ્ટ રીતે 'તું રુદ્ર,, વિષ્ણુ, અગ્નિ, ઇન્દ્ર, ચંદ્ર, સૂર્ય, વરુણ સર્વકાંઈ છે' એવું સ્પષ્ટરીતે ઉચ્ચારવામાં આવ્યું છે. પછી આ બધા રૂપોના ઐતિહાસિક સંદર્ભ ગણપતિના ઐતિહાસિક સંદર્ભો સાથે સરખાવવાનો શું ઉપયોગ થશે? આવા સંશોધનો એટલે જેમનો સમય પસાર થતો નથી, તેમની નિરર્થક અને પોકળ બડબડ હોય છે અને તેમનો સંસ્કૃતિના સંવર્ધન માટે તસુભર પણ ઉપયોગ થતો નથી.

બ્રહ્મણસ્પતિની મૂર્તિ પર અભિષેક કરવામાં આવી રહ્યો છે.
બ્રહ્મણસ્પતિની મૂર્તિ પર અભિષેક

જેમની જ્ઞાનમાર્ગમાં શ્રેષ્ઠતા અવિવાદિત છે, તે સંતશ્રેષ્ઠ શ્રી જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરીના આરંભમાં જ -

ॐ નમો જી આદ્યા। વેદ પ્રતિપાદ્યા।

જય જય સ્વસંવેદ્યા। આત્મરૂપા॥

દેવા તૂચિ ગણેશુ। સકલાર્થમતિપ્રકાશુ।

મ્હણે નિવૃત્તિદાસુ। અવધારિજો જી॥

એવું સ્પષ્ટરીતે શ્રી મહાગણપતિ માટે લખી રાખ્યું છે. જો ગણપતિ અને બ્રહ્મણસ્પતિ એક જ ન હોય અને વેદમાં ગણપતિનું પ્રતિપાદન નથી એમ માનવામાં આવે તો શ્રી જ્ઞાનેશ્વર મહારાજનું આ વચન તેના વિરુદ્ધ ભારપૂર્વક ઊભું રહે છે. ઇતિહાસનો અભ્યાસ અને સંશોધન કોઈ કેટલા પણ સાધનો દ્વારા કરે તો પણ કાળના પ્રચંડ બળવાન પ્રવાહમાં ઉપલબ્ધ સાધનોના અને સંદર્ભોના હજારો ગણી વસ્તુઓ નાશ પામેલી હોય છે, તેથી વિશેષત: સાંસ્કૃતિક ઇતિહાસનું સંશોધન કરતા કોઈ પણ પોતાનો જ મત એકમાત્ર સત્ય છે એવું રજૂ કરી શકતું નથી. જીવંત સંસ્કૃતિનું એક પ્રમુખ લક્ષણ એટલે તેની પ્રવાહિતતા એટલે કે સંસ્કૃતિનો પ્રવાસ એટલે અક્ષરશ: લાખો કારણોને કારણે થયેલા ફેરફારો. આ ફેરફારોમાંથી સંપૂર્ણપણે અને નિશ્ચળપણે જે બચે છે, તે ફક્ત પૂર્ણ સત્ય જ અને સત્ય એટલે કેવળ સાચી વાસ્તવિકતા નથી, પણ સત્ય એટલે પવિત્રતા ઉત્પન્ન કરનારી વાસ્તવિકતા અને આવી પવિત્ર વાસ્તવિકતામાંથી જ આનંદ ઉત્પન્ન થતો હોય છે અને એટલા માટે ભક્તહૃદયનો સંબંધ આવા 'સત્ય' સાથે હોય છે, ફક્ત કાગળના અને પુરાવાના ટુકડાઓ પર નહીં.

બાપુના માર્ગદર્શન મુજબ દર વર્ષે ઉજવાતા શ્રી માઘી ગણેશોત્સવમાં સમૂહ શ્રીગણપતિ અથર્વશીર્ષ પાઠન.
બાપુના માર્ગદર્શન મુજબ દર વર્ષે ઉજવાતા શ્રી માઘી ગણેશોત્સવમાં  સામુહિક શ્રીગણપતિ અથર્વશીર્ષ પાઠ .

બ્રહ્મણસ્પતિ-સૂક્ત અને અથર્વશીર્ષ ગણપતિનું વૈદિક સ્વરૂપ સિદ્ધ કરે છે કે નહીં, એની સાથે મારો તસુભર પણ સંબંધ નથી કારણ કે હજારો વર્ષોથી માનવીય સમાજના ભક્તમાનસમાં દૃઢ થયેલું અને અધિષ્ઠિત થયેલું પ્રત્યેક રૂપ તે ॐકારનું જ એટલે કે પ્રણવનું જ એટલે કે કેશવનું જ સ્વરૂપ છે એ વિશે મને ક્યારેય શંકા થઈ નથી, થતી નથી અને થશે પણ નહીં કારણ કે કેશવ એટલે શવના અર્થાત આકૃતિના પરે રહેલો ચૈતન્યનો મૂળ સ્ત્રોત. તેના અસ્તિત્વને આખું જગત નકારે તે છતાં તે મટી શકતું જ નથી."

અગ્રલેખના અંતે સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ લખે છે -

"મિત્રો, એટલા જ માટે મોટી મોટી વ્યર્થ ચર્ચા કરતા બેસી રહેવા કરતાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી પરમાત્માની ઉપાસના કરો, કાર્ય સિદ્ધિએ લઈ જવા શ્રી સમર્થ છે જ."


 

मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>>

Mangalmurti

સદગુરુ અનિરુદ્ધ બાપૂનાં દૃષ્ટિકોણ થી ગણેશભક્તિ

ભાગ ૧

Mangalmurti morya

મંગલમૂર્તિ મોરયા!

ભાગ ૨

Modak

મોદ-ક

ભાગ ૩

Vaidik Ganapati

વૈદિક ગણપતિ

ભાગ ૪

શ્રીમહાગણપતિ-દેવતાવિજ્ઞાન

ભાગ ૫

Comments