Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love

Friday, July 18, 2025

સદગુરુ અનિરુદ્ધ બાપૂનાં દૃષ્ટિકોણ થી ગણેશભક્તિ

 
આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ, ત્યારે તે નિર્વિઘ્ને પાર પડે તે માટે આપણે આપણા વિઘ્નહર્તા શ્રીગણેશનું સ્મરણ કરીએ છીએ, પૂજન કરીએ છીએ અને તેમની પ્રાર્થના કરીએ છીએ. આપણામાં અક્ષરો લખતા શીખતી વખતે પણ, આપણે સૌથી પહેલા 'શ્રીગણેશાય નમઃ' એમ જ લખવાનું શીખીએ છીએ. ભલે ગમે તેટલા અલગ અલગ દેવોના મંદિરો હોય, પરંતુ શ્રીગણેશ દરેક મંદિરના ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર બિરાજમાન હોય જ છે. 'મંગલમૂર્તિ શ્રીગણપતિ' ખરેખર બધા શુભ કાર્યોના અગ્રસ્થાને રહેલા, આપણા ભારતભરમાં નાનાથી માંડીને મોટા સુધી બધાને જ પ્રિય એવા દેવતા છે.

આવા ગણપતિ વિશે, દૈનિક 'પ્રત્યક્ષ'ના કાર્યકારી સંપાદક ડો. શ્રી અનિરુદ્ધ ધૈર્યધર જોષી (સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ)એ તેમના અભ્યાસ અને ચિંતનમાંથી આવેલા વિચારો વિવિધ અગ્રલેખો દ્વારા રજૂ કર્યા છે. આ અગ્રલેખો ફક્ત માહિતી પૂરતા મર્યાદિત નથી, પરંતુ શ્રધ્ધાવાનોનાં મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના ઉત્તર આપનારા, ભક્તિને વધુ અર્થપૂર્ણ બનાવનારા અને ગણપતિના વિવિધ રૂપોની ઊંડાણપૂર્વક ઓળખ કરાવનારા છે.

આ અગ્રલેખોમાં બાપુએ વેદ, પુરાણો, સંતવાઙ્મયમાંથી ગણપતિનું સ્વરૂપ અને તેની પાછળનું તત્વજ્ઞાન અત્યંત સહજ, સરળ ભાષામાં સ્પષ્ટ કર્યું છે. બ્રહ્મણસ્પતિ-ગણપતિ સંકલ્પના, વિશ્વનો ઘનપ્રાણ ગણપતિ, ગણપતિની જન્મકથા પાછળનો સિદ્ધાંત, સાર્વજનિક ગણેશોત્સવ પાછળની ભૂમિકા, મૂલાધારચક્રના અધિષ્ઠાતા ગણપતિ, ગણપતિના મુખ્ય નામો, તેમનું વાહન મૂષકરાજ, વ્રતબંધ કથા, મોદક કથા અને તે કથાઓનો ભાવાર્થ... આ બધી બાબતો બાપુએ એવી રીતે રજૂ કરી છે કે જાણે તેઓ આપણા મનના પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા હોય.

ગણપતિ આ દેવતા સંબંધિત આ વિવેચન શ્રધ્ધાવાન ભક્તો માટે માત્ર માહિતી નથી, પરંતુ ભાવનાત્મક દૃષ્ટિકોણથી પોતાની ભક્તિ અને શ્રદ્ધાને વધુ દૃઢ કરનારું છે.

દૈનિક 'પ્રત્યક્ષ' માંથી અલગ અલગ સમયે પ્રકાશિત થયેલા આ અગ્રલેખો હવે બ્લોગપોસ્ટના રૂપમાં આપ સૌ માટે ઉપલબ્ધ થઈ રહ્યા છે — બાપુએ આપેલા તે અમૂલ્ય વિચારોની સુગંધ આપણા મનોમાં ફેલાય તે એકમાત્ર ઉદ્દેશ્યથી. 

મંગલમૂર્તિ, સંદર્ભ - સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈ. પ્રત્યક્ષનો અગ્રલેખ (૨૭-૦૮-૨૦૦૬)

મંગલમૂર્તિ મોરયા! દરેકના હોઠ પર સહજતાથી આવનારા આ બે મધુર અને મહન્મંગલ શબ્દ! શ્રી ગણપતિની મૂર્તિ દુકાનમાંથી માથા પર ધારણ કરતી વખતે, આ મંગલમૂર્તિ ઘરની ઉંબરે આવ્યા પછી, મૂર્તિને મખરમાં સ્થાપિત કરતી વખતે, દરેક આરતી પછી, વિસર્જન કરવા નીકળતી વખતે અને વિસર્જન કરતી વખતે પણ દરેક ભક્તના મુખમાં  અને મનમાં 'મંગલમૂર્તિ મોરયા' આ બિરુદ જપવામાં આવે છે. આ નામ છે કે બિરુદાવલી, આ મંત્ર છે જે સામાન્ય લોકોએ પોતાની હજારો વર્ષોની પરંપરા અને ભક્તિભાવભર્યા અંતઃકરણથી સિદ્ધ કર્યો છે.


જે કંઈ પણ અત્યંત મંગલ, શુભ અને પવિત્ર છે; તેની એકરસ, એકરૂપ, અક્ષય સગુણ સાકાર મૂર્તિ એટલે શ્રી મહાગણપતિ. સમગ્ર ભારતવર્ષમાં અને જ્યાં જ્યાં ભારતીયો છે, ત્યાં વિશ્વના કોઈપણ ખૂણામાં ગણેશ ચતુર્થીએ ગણપતિ સ્થાપિત કરવામાં આવે જ છે. જે ઘરમાં ગણપતિ સ્થાપિત કરવામાં આવે છે, તે ઘરમાં દિવાળી કરતાં પણ ઘણો મોટો ઉત્સવ ઉજવાય છે.

પરમાત્માના શુદ્ધતમ, મંત્રમય રૂપનું અધિષ્ઠાન એવા આ પ્રણવાકૃતિ ગજમુખ એટલે દરેક શુભ કાર્યના આરંભે અગ્રપૂજાનો નિરપવાદ માન ધરાવનાર પ્રસન્ન દેવતા. આનું સ્મરણ અને પૂજન કરીને કરેલું સત્કાર્ય જ નિર્વિઘ્ને પૂર્ણ થાય છે, આ ભારતીય જનમાનસની સુદૃઢ શ્રદ્ધા છે અને આ માત્ર કલ્પના કે કપાળકલ્પિત શબ્દભ્રમની વાત નથી. પરમાત્મા પોતાના ભક્તો માટે દરેક ની આવશ્યકતા અનુસાર વિવિધ રૂપો ધારણ કરતા રહે છે. તે અનંત છે અને તેના ભક્તો પણ અસંખ્ય, તેથી તેના રૂપો પણ વિવિધ છે. શૈવ, શાક્ત, વૈષ્ણવ જેવા વિવિધ આધ્યાત્મિક પ્રવાહોમાં વિના પ્રયાસે અને આનંદથી માન્ય થયેલા શ્રી ગણેશ એકમાત્ર દેવતા છે. જે કાળમાં વૈષ્ણવો અને શૈવો વચ્ચે તીવ્ર મતભેદ હતો, તે કાળમાં પણ આ ગૌરીનંદન વિનાયક બંનેને માન્ય અને પૂજ્ય હતા, આ તે દેવતાની મુખ્ય વિશેષતા છે. વેદોમાંનાં વિઘ્નકારક ગણોને કાબૂમાં રાખીને દેવોનો માર્ગ હંમેશા નિર્વિઘ્ન કરનાર અને દિવ્ય પ્રકાશમય દેવગણોને કાર્યચાતુર્ય અને કાર્યકુશળતા આપનાર આ બ્રહ્મણસ્પતિ પોતાના રૂપમાં જ સર્વસમાવેશકતા ધારણ કરતા થયા.

વિશાળ, સ્થૂળકાય અને લંબોદર ધરાવનાર ગણપતિ અને તેમનું પ્રિય વાહન એક અત્યંત નાના કદનો, પ્રાણીઓમાં નિમ્ન સ્તરનો ઉંદર. આ પરમાત્માએ આ દ્વારા ભક્તમાનસને સમજાવ્યું કે મારો ભાર ગમે તેટલો પ્રચંડ હોય, તો પણ તેને વહન કરવા માટે એક નાનો અને તુચ્છ ઉંદર પણ સમર્થ થઈ શકે છે, પરંતુ ક્યારે? જ્યાં સુધી મારી કૃપા છે ત્યાં સુધી જ. આનો અર્થ એ નથી કે આટલા મોટા ગણપતિને વહન કરે છે તેથી ઉંદર શ્રેષ્ઠ ઠરે છે. આપણે સમજવું જોઈએ કે તુચ્છ અને ઉપેક્ષિત મૂષક દ્વારા પોતાને વહન કરાવવું એ તે પરમાત્મા ગણપતિનું સામર્થ્ય છે. જે મહાગણપતિ એક તુચ્છ ઉંદર દ્વારા પણ આ પ્રચંડ કાર્ય સહેલાઈથી કરાવી શકે છે, તો પછી તે જ ગણપતિનો સાચા મનથી ભક્ત હોય તેવા માનવ પાસેથી તે શું કરાવી નહીં શકે? શ્રી મહાગણેશે આ વિરોધી છેડાની (ભાર અને વાહન) બે વસ્તુઓનું અસ્તિત્વ એકસાથે લાવીને બધા ભક્તગણોને સ્પષ્ટપણે ખાતરી આપી છે કે હે માનવ, તું ગમે તેટલો અસમર્થ અને દુર્બળ હોઈશ, પણ જો તું મારો જ હોઈશ તો તને કોઈ પણ પ્રચંડ બોજ ઉંચકવાની તાકાત આપવા હું તૈયાર છું. પરંતુ તું કહીશ કે તેં મને ઉંચક્યો છે તો પછી 8 બોજ તારે જ ઉઠાવવો પડશે.

ઉંદર એટલે દરમાં રહેનાર પ્રાણી એટલે કે શ્વાસોચ્છવાસનું પ્રતીક અને આ ગણપતિ એટલે વિશ્વમાંનો ઘનપ્રાણ. ઉંદર એટલે કોઈપણ અભેદ્ય કવચને કોતરી નાખનાર પ્રાણી એટલે કે માનવીય બુદ્ધિને, સુમતિને રહેલ ષડરિપુઓના કવચને કોતરી નાખનાર વિવેક અને આ મહાગણપતિ એટલે બુદ્ધિદાતા અર્થાત્ વિવેકનું મૂળ સ્થાન. આ ઉંદર અત્યંત ચપળ પરંતુ કદમાં નાનો. માનવનો વિવેક પણ આવો જ હોય છે, કદમાં નાનો પરંતુ અત્યંત ચપળ. જે ક્ષણે ભક્ત ભક્તિમય અંતઃકરણથી ભગવાનનું નામસ્મરણ કરે છે ત્યારે જ આ વિવેક પર આ ઘનપ્રાણ, બુદ્ધિદાતા મહાગણપતિ હળવેકથી આવીને બેસે છે અને ત્યાં જ બધા વિઘ્નોનો નાશ શરૂ થાય છે. 
 
मराठी >> हिंदी >> বাংলা>> ಕನ್ನಡ>>

No comments:

Post a Comment

AD (728x60)