![]() |
સદ્ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુનો દૈનિક 'પ્રત્યક્ષ' માંનો અગ્રલેખ (૦૬-૦૯-૨૦૦૬) |
શ્રી ગણપતિનું સ્મરણ થતાની સાથે જ દરેક ભક્તને કે નાસ્તિકને પણ તરત જ સ્મરણ થાય છે, તે મોદકનું. આજકાલ માવાના મોદક મળે છે, પરંતુ આવા આ માવાના મોદક એટલે દૂધની તરસ છાશથી છીપાવવા જેવું. બાળપણથી આજ સુધી મેં અત્યંત રુચીથી ખાધેલો પદાર્થ એટલે પરંપરાગત મોદક, જેમાં ચોખાનો લોટ ઘીમાં મસળીને બનાવવામાં આવે છે અને અંદરનું પૂરણ તાજા અને સ્વાદિષ્ટ નારિયેળના છીણમાંથી ઘરના ઘીમાં બનાવેલું હોય છે. ઉપરથી મોદક ખાતી વખતે તેને તોડીને તેમાં બીજો એક ચમચો શુદ્ધ ઘી નાખવાનું. બધા બાલગોપાલોને આ ઘી થી 'તરબતર' મોદક અતિશય પ્રિય. આ પરંપરાગત મોદક એટલે આહારમાં સૌમ્ય, સ્નિગ્ધ અને ગુરુ ગુણોનો પરમોત્કર્ષ અને તેથી જ મૂલાધાર ચક્રનું નિયંત્રણ કરનારા, એટલે કે અત્યંત ઉષ્ણ, અર્ધસ્નિગ્ધ અને લઘુ સ્થાનનું નિયંત્રણ કરનારા શ્રી મહાગણપતિ માટે સર્વશ્રેષ્ઠ નૈવેદ્ય. આજકાલ પરિસ્થિતિને કારણે દરેક જણને આવા મોદક બનાવવા શક્ય નથી. પરંતુ જેમને શક્ય હોય તેમણે આવા પરંપરાગત મોદક બનાવીને તેનો નૈવેદ્ય શ્રી મહાગણપતિને અત્યંત પ્રેમથી અર્પણ કરવો. દુર્વા અને શમીપત્રોનો બાહ્યોપચાર અને પરંપરાગત મોદકોનો નૈવેદ્ય ખરેખર ઉગ્ર, રૂક્ષ અને લઘુ ગુણોનો નાશ કરીને સૌમ્યતા, સ્નિગ્ધતા અને ગુરુત્વ (સ્થિરતા) સ્થાપિત કરનારો હોવાથી, તે મંગલમૂર્તિ વરદવિનાયક વિઘ્નોનો નાશ કરવા માટે દરેકના પ્રાણમય દેહમાં અને મનોમય દેહમાં અવતરે જ છે.
મોદક કહેતા જ મને એક અત્યંત જૂની કથા યાદ આવે છે. એક સમ્રાટ હતો. તે પોતે અત્યંત વિલાસી વૃત્તિનો હતો અને તેણે કોઈપણ પ્રકારનું અધ્યયન કર્યું નહોતું. તેથી તેના પિતાએ તેને ગાદી પર બેસાડતી વખતે તે વિદ્યાહીન રાજકુમારના લગ્ન એક અત્યંત વિદ્વાન અને સુજાણ રાજકન્યા સાથે કરાવી દીધા હતા. આવો આ અજ્ઞાની રાજા અને તેની વિદ્વાન, પતિવ્રતા રાણી સંપૂર્ણ રાજપરિવાર સહિત સરોવરમાં જળક્રીડા માટે ગયા હતા. ત્યાં સરોવરમાં જળક્રીડા કરતા રાજા, રાણીના શરીર પર હાથથી પાણી ઉડાડવા લાગ્યો. સંસ્કૃત ભાષા જ વિવાહ સુધી અધ્યયન ભાષા અને બોલી ભાષા ધરાવતી તે રાણી તરત જ બોલી, “મોદકૈઃ સિંચ”. તે જ ક્ષણે રાજાએ સેવકને નજીક બોલાવી તેના કાનમાં કંઈક કહ્યું. થોડી જ વારમાં સેવક મોદકથી ભરેલા પાંચ-છ પાત્રો ત્યાં લાવ્યો અને રાજા એક પછી એક મોદક નિશાન લગાવીને રાણી પર મારવા લાગ્યો.
![]() |
સદ્ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુનાં નિવાસસ્થાને દર વર્ષે ઉજવાતા ગણેશોત્સવમાં, ગણપતિ બાપ્પાને ખૂબ જ પ્રેમથી મોદકનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે. |
આ બધા વિચિત્ર પ્રકારથી પ્રથમ સંપૂર્ણ ગૂંચવણમાં પડેલી રાણી થોડી જ વારમાં સ્વસ્થ થઈ અને અન્ય રાજસ્ત્રીઓ અને અમાત્યો વગેરે રાજપરિવારના સભ્યોના ચહેરા પરના કુત્સિત હાસ્ય જોઈને અત્યંત લજ્જિત અને દુખી થઈ; કારણ કે રાણીને કહેવું હતું, “મા ઉદકૈઃ સિંચ” એટલે કે મને પાણીથી ભીંજવશો નહીં. પરંતુ ફક્ત સંસ્કૃત બોલી ભાષા જ જાણનાર તે અજ્ઞાની રાજાને સંસ્કૃતના વ્યાકરણના નિયમો ખબર ન હોવાથી 'મોદકૈઃ' નો સંધિ-વિચ્છેદ કર્યા વિના જ ખોટો અર્થ લીધો. આગળ કથા ખૂબ જ અલગ વળાંક લે છે પણ મને તો રાણીના શરીર પર મોદકોનો વરસાદ કરનારો તે મૂર્ખ રાજા જ આજકાલ અનેક રૂપોમાં ઠેર ઠેર ફરતો જોવા મળે છે. ગણપતિને મોદક ગમે છે અને દૂર્વા ગમે છે તેથી આદરપૂર્વક ગણપતિને આ વસ્તુઓ અર્પણ કરવી તે વિહિત જ છે, તેમજ તે પરમાત્માના રૂપો પણ અનેક; તેથી વિવિધ સ્વરૂપોમાં મૂર્તિઓ બનાવવી, તે પણ અત્યંત ઉચિત જ છે, પરંતુ આવા આ ગણપતિને દૂધ પીવડાવવા માટે ઠેર ઠેર કતારો લગાવવી એટલે પેલા રાજા્ની પુનરાવૃત્તિ જ છે.
મને એક સમજાતું નથી કે ખરેખર ગણપતિને મોદક અત્યંત પ્રિય હોવા છતાં, તે ઠેર ઠેર દૂધ જ કેમ પીવે છે? મોદક કેમ નથી ખાતા? અને મુખ્ય એટલે આ પ્રશ્ન પણ આપણામાંથી કોઈને પડતો નથી. તે મંગલમૂર્તિ પરમાત્મા ભક્તોએ અત્યંત પ્રેમથી અર્પણ કરેલા સાદા રોટલીના વાસી ટુકડા પણ અત્યંત પ્રેમથી ગ્રહણ કરતા જ હોય છે, આમાં મને જરા પણ શંકા નથી. પછી ભલે મૂર્તિ સામેના નૈવેદ્યની થાળીમાંથી એક કણ પણ ઓછો થયેલો ન દેખાય તો પણ વાંધો નથી. ગીતામાં તો સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણએ જ સ્પષ્ટ રીતે પોતાના મુખેથી જ આ બાંયધરી બધા ભક્તોને આપી રાખી છે. મુખ્ય એટલે પરમાત્માને આવી વસ્તુઓ કરીને પોતાનું માહાત્મ્ય વધારવાની જરા પણ આવશ્યકતા લાગતી નથી, તેમજ જનમાનસમાં ભક્તિ વધારવા માટે પણ પરમાત્માને આવી ઉપાય યોજનાઓની જરા પણ જરૂર નથી. ભક્ત અને અભક્ત એવા દરેકના સમગ્ર અસ્તિત્વની સંપૂર્ણ જાણ ધરાવનારા અને દરેકના કર્મનું ફળ ફક્ત જેના હાથમાં છે, તે સાચા પરમાત્માને આવી વિચિત્ર વસ્તુઓની ક્યારેય આવશ્યકતા લાગતી નથી.'
અગ્રલેખનો સમાપન કરતા સદ્ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુ લખે છે -
मराठी >>
हिंदी >>
English >>
ಕನ್ನಡ>>
తెలుగు>>
বাংলা>>
தமிழ்>>
અગ્રલેખનો સમાપન કરતા સદ્ગુરુ શ્રી અનિરુધ્ધ બાપુ લખે છે -
'મિત્રો, તે પરમાત્માને જોઈએ છે તમારી અચળ શ્રધ્ધા, ભક્તિ અને કૃતજ્ઞતાની ભાવનાથી કરેલી ભગવાનની અને ભગવાનના અસહાય બાળકોની સેવા. આ જ ખરો નૈવેદ્ય, ખરું તો આ જ સર્વશ્રેષ્ઠ નૈવેદ્ય આ પરમાત્મા આખેઆખો ગ્રહણ કરે છે અને તેનું સહસ્ત્રગુણું ફળ પ્રસાદ તરીકે ભક્તને આપે છે. મોદક નૈવેદ્ય તરીકે જરૂર અર્પણ કરો અને ભાવથી પોતે પણ ખાઓ, પરંતુ મોદ એટલે આનંદ એ ભૂલશો નહીં. પરમાત્માને અને બીજાને આનંદ થાય તેવું વર્તન કરવું, એ જ સર્વશ્રેષ્ઠ મોદક છે.'
No comments:
Post a Comment