Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love

Friday, July 18, 2025

સદગુરુ અનિરુદ્ધ બાપૂનાં દૃષ્ટિકોણ થી ગણેશભક્તિ

 
આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ, ત્યારે તે નિર્વિઘ્ને પાર પડે તે માટે આપણે આપણા વિઘ્નહર્તા શ્રીગણેશનું સ્મરણ કરીએ છીએ, પૂજન કરીએ છીએ અને તેમની પ્રાર્થના કરીએ છીએ. આપણામાં અક્ષરો લખતા શીખતી વખતે પણ, આપણે સૌથી પહેલા 'શ્રીગણેશાય નમઃ' એમ જ લખવાનું શીખીએ છીએ. ભલે ગમે તેટલા અલગ અલગ દેવોના મંદિરો હોય, પરંતુ શ્રીગણેશ દરેક મંદિરના ગર્ભગૃહના પ્રવેશદ્વાર પર બિરાજમાન હોય જ છે. 'મંગલમૂર્તિ શ્રીગણપતિ' ખરેખર બધા શુભ કાર્યોના અગ્રસ્થાને રહેલા, આપણા ભારતભરમાં નાનાથી માંડીને મોટા સુધી બધાને જ પ્રિય એવા દેવતા છે.

આવા ગણપતિ વિશે, દૈનિક 'પ્રત્યક્ષ'ના કાર્યકારી સંપાદક ડો. શ્રી અનિરુદ્ધ ધૈર્યધર જોષી (સદ્‌ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ)એ તેમના અભ્યાસ અને ચિંતનમાંથી આવેલા વિચારો વિવિધ અગ્રલેખો દ્વારા રજૂ કર્યા છે. આ અગ્રલેખો ફક્ત માહિતી પૂરતા મર્યાદિત નથી, પરંતુ શ્રધ્ધાવાનોનાં મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના ઉત્તર આપનારા, ભક્તિને વધુ અર્થપૂર્ણ બનાવનારા અને ગણપતિના વિવિધ રૂપોની ઊંડાણપૂર્વક ઓળખ કરાવનારા છે.

આ અગ્રલેખોમાં બાપુએ વેદ, પુરાણો, સંતવાઙ્મયમાંથી ગણપતિનું સ્વરૂપ અને તેની પાછળનું તત્વજ્ઞાન અત્યંત સહજ, સરળ ભાષામાં સ્પષ્ટ કર્યું છે. બ્રહ્મણસ્પતિ-ગણપતિ સંકલ્પના, વિશ્વનો ઘનપ્રાણ ગણપતિ, ગણપતિની જન્મકથા પાછળનો સિદ્ધાંત, સાર્વજનિક ગણેશોત્સવ પાછળની ભૂમિકા, મૂલાધારચક્રના અધિષ્ઠાતા ગણપતિ, ગણપતિના મુખ્ય નામો, તેમનું વાહન મૂષકરાજ, વ્રતબંધ કથા, મોદક કથા અને તે કથાઓનો ભાવાર્થ... આ બધી બાબતો બાપુએ એવી રીતે રજૂ કરી છે કે જાણે તેઓ આપણા મનના પ્રશ્નોના ઉત્તર આપી રહ્યા હોય.

ગણપતિ આ દેવતા સંબંધિત આ વિવેચન શ્રધ્ધાવાન ભક્તો માટે માત્ર માહિતી નથી, પરંતુ ભાવનાત્મક દૃષ્ટિકોણથી પોતાની ભક્તિ અને શ્રદ્ધાને વધુ દૃઢ કરનારું છે.

દૈનિક 'પ્રત્યક્ષ' માંથી અલગ અલગ સમયે પ્રકાશિત થયેલા આ અગ્રલેખો હવે બ્લોગપોસ્ટના રૂપમાં આપ સૌ માટે ઉપલબ્ધ થઈ રહ્યા છે — બાપુએ આપેલા તે અમૂલ્ય વિચારોની સુગંધ આપણા મનોમાં ફેલાય તે એકમાત્ર ઉદ્દેશ્યથી. 

Wednesday, July 16, 2025

અકસ્માત ભય જાય, ટળે અકાળ મરણ - ફાલ્ગુની પાઠક નો અનુભવ



મહારાષ્ટ્ર કેન્દ્ર સરકાર અને એમ.ટી.ડી.સી. એ કોલ્હાપુરમાં અયોજીત કરેલા રંકાળા મહોત્સવમાં મારે સ્ટેજ શો કરવાનો હતો. તારીખ હતી 15 ફેબ્રઆરી 2001. 14 ફેબ્રુવારી એ સવારે ઇનોવ્હા ગાડી અને ડ્રાયવરને લઇને નીકળી રસ્તામાં લગભગ બપોરના 12.30 ના આસપાસ પુનામાં અમે ચહા-નાસ્તો ર્ક્યો. પ્રવાસમાં આગળ વધતા અમે પાછલી સીટમાં બેઠેલા હતા અને મને અને મારી સખીને ઝેકુ આવી ગયું. હું કાયમ મારા ડ્રાયવરની બાજૂની સીટમાં જ બેસુ છું પરંતુ ઇનોવ્હા ગાડીમાં પાછળની સીટમાં આડા પડવાની વ્યવસ્થા હોવાને કારણે હું પાછળ બેઠી હતી. સાતારા એક્સપ્રેસ હાય-વે પર અમારી ગાડી 120 કી.મી. ના વેગ થી દોડતી હતી અને મારી નજર પડી તો શું જોઉ છું ??? ડ્રાયવર પડગ ઝેકાખાતો હતો. બરાબર એજ સમયે એક એસ.ટી. સામેથી બમણા વેગથી આવી રહી હતી. મે તરતજ ડ્રાયવરને સાવધ ર્ક્યો. એણે જોરદાર બ્રેક મારતા જ અમારી ગાડી થોડી ડાબી બાજું વળી અને એસ.ટી. બસની સામે ન ટકરાતા થોડી સાઇડમાં ટકરાઇ. ટક્કર એટલી જબરદસ્ત હતી કે અમારી ગાડીનો ખુરદો વળી ગયો. અેંજીન સાવ નકામા થઇ ગયા હતા. આગળના બંને પૈડા તૂટી ગયા હતા. ગાડીના આગળના કાચનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અેંજીનમાંથી ગરમ વરાળ અને ઘૂમાડા નીકળી રહ્યા હતા. એસ.ટી. બસને પણ ડાબીબાજૂ એ જબરદસ્ત માર લાગ્યો હતો. પણ સૌથી મોટુ આશ્ર્ચર્ય એટલે અમને ત્રણેને તેમજ એસ.ટી. પેસેન્જરોને સાદો ઘસરડો પણ લાગ્યો ન હતો !

આ આખી ઘટના એટલી જલ્દી ઘટી ગઇ કે અમે બધા કંઇ જ સમજી શક્યા નહીં અને કેટલી વાર સુધી ગાડીમાં એમજે બેસી રહ્યા હતા ત્યા જ્મા પથેલા ગામવાળાઓ ગાડીને આગ લાગવાની શક્તયા હોવાથી અમને નીચે ઉતરી જળાની સૂચના કરી રહ્યા હતા. અમે ત્રણે જણા ધરપડી રહ્યા હતા અને જીભ સૂક્કી પડી ગઇ હતી. ``તમે બચી કેવી રીતે ગયા ?'' આ મોટો પ્રશ્ર્ન અમે તેઓના ચહેરા ઉપર સ્પષ્ટ જોઇ રહ્યા હતા. ત્યાસુધીમાં પોલીસ પણ ત્યાં આવી ગઇ અને તપાસ શરૂ કરી. અમને પોલિસ સ્ટેશનપર આવવા જણાવ્યુ. પરંતુ અમારી સાથે સ્ટેજ શો નો બધો સામાન હોવાથી પહેલા તેને હલાવવો વધારે જરૂરી હતો. અમે એ સામાનની ચિંતમાં હતા એટલામાં જ સામે એક સફેદ શર્ટ અને રાખોડી પેંટ પહેરેલા ગૈહસ્થ આવીને ઉભા રહ્યા. અમે ક્યાંથી આવ્યા છીએ અને ક્યા જઇ રહ્યા છીએ વગેરે પૂછપરછ કરવા લાગ્યા. પરંતુ અમે તેઓને
ઓળખતા ન હોવાને કારણે તેમને ટાળી રહ્યા હતા. તેઓ તરતજ બોલ્યા,``ડરો નહીં હું પણ બાપૂભક્ત છું. તમારી ગાડી ઉપર બાપૂનો ફોટો જોયો તેથી જ હું તમારી મદદે આવ્યો છું.'' આ સાંભળીને અમને થોડી ધરપત થઇ. 

એ અજાણી વ્યક્તીએ તાબડતોબ એક મારુતી વ્હેન ભાડે થી મંગાવી. અમરો બધો સામાન ખૂબજ કાળજીપૂર્વક અમારી ગાડીમાંથી ભાડાની ગાડીમાં પોતે મૂકી આપ્યો. હું મારી સખી અને મારો ડ્રાયવર ઘબરાતા ઘબરાતા પોલિસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં પહોંચ્યા બાદ અમે પ્રથમ જ પ.પૂ. સમીરદાદાને મુંબઇ ફોન કરીને મેસેજ મોકલાવ્યો. શ્રી સમીરદાદાએ તરત જ અમને ફોન લગાવ્યો અને ઘણી ધીરજ બંધાવી. ઉપરાંત સાતારા અને વાઇ કેન્દ્રના કાર્યકર્તાઓને તાબડતોબ મોકલવાની વ્યવસ્થા કરુ છું એમ પણ કહ્યું. અમને ખૂબ જ સારૂ લાગ્યું.

દાદાએ કહ્યા પ્રમાણે માત્ર વીસ જ મિનિટમાં સતારા અને વાઇ કેન્દ્રના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા. ત્યાં આવીને તેઓએ આખો મામલો સંભાળી લીધો. કેસના પેપર્સ પણ એવી રીતે તૈયાર કરવામાં આવ્યા કે થયેલા અકસ્માતને કારણે ગાડીને જે જબરદસ્ત નુકસાન થયુ હતુ તેની ભરપાઇ અમને મળી શકે. આટલા મોટા અકસ્માતને કારણે મારી ગાડીનો સાવ ખુદડો બોલાઇ ગયો હતો તેને પણ ટ્રકદ્વારા મુંબઇ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. અમારા ડ્રાયવરને વાઇના કાર્યકર્તાના ઘરે આરામ કરતો છોડીને હું અને મારી સખી સ્ટેજ શો માટે કોલ્હાપુર સુખરૂપ રવાના થયા.

આ કપરા કાળમાં મુંબઇથી પ.પૂ. સમીરદાદાની ઓફીસના માણસે સતત અમારા સંપર્કમાં રહેતા હતા. અને અમને ધીરજ બંધાવી રહ્યા હતા. 15 ફેબ્રુવારીનો અમારો સ્ટેજ શો જબરદસ્ત હીટ થયો. શો પતી ગયા પછી શોના વ્યવસ્થાપકો સાથેની વાતચીત દરમ્યાન જાણવા મળ્યુ કે શો ચાલૂ હતો તે દરમ્યાન આખો વખત ત્રણ
 
સફેદ કબૂતર સ્ટેજ ઉપર બેસી રહ્યા હતા. શોના આટલા શોરબકોરમાં તેમ જ ઝળહળતી લાઇટના પ્રકાશમાં પણ તેઓ તેમની જગ્યાએથી એક ઇંચ જેટલા પણ હલ્યા ન હતા અકસ્માત સ્થળે આવેલી સફેદ શર્ટ અને રાખોડી પેંટ પહેરેલી વ્યક્તી અને આ ત્રણ કબૂતર ...... મને પૂર્ણ ખાત્રી થઇ ગઇ. મારી જાણ બહાર સતત મારી સાથે રહેનારા મારા સદ્રગુરુ માઉલી પ.પૂ. શ્રીઅનિરુદ્ધ બાપૂને મારા શતશત પ્રણામ !
 

અનુભવ કથન - ત્રિપુરારે તવ શરણમ... માનસીવીરા અય્યર, કલ્યાણ

શ્રધ્ધાવાનોને ત્રિપુરારી ત્રિવિક્રમ લૉકેટની એટલી બધી આદત પડી ગઈ હોય છે કે એ લૉકેટ એટલે સાક્ષાત બાપુ સતત આપણી સાથે હોવાની જાણે કે એક ખાતરી જ હોય છે અને એક અભેદ સુરક્ષા કવચ તરીકે એ સતત કાર્યરત હોય છે. એક દિવસ માટે પણ જો ભૂલથી એ લૉકેટ ગળામાં ન હોય, તો શ્રધ્ધાવાનના હદયમાં શું ઉથલ-પાથલ થાય છે, એ નીચે જણાવેલ અનુભવમાંથી સારી રીતે સમજાય છે. 

--------------------------------------------------------------------------------

૨૦૦૯-૧૦ ના વર્ષમાં પરમપૂજ્ય નંદાઈની કૃપાથી મને ‘આત્મબલ’ ના વર્ગમાં ઍડમિશન મળ્યુ. એ વર્ષ એટલે આત્મબલનું બારમું પુષ્પ (પરમપૂજ્ય નંદાઈના માર્ગદર્શન હેઠળ ચાલતા ‘સ્ત્રિઓ માટેના આત્મબલ વિકાસ વર્ગનું ૧૨ મું વરસ) હતુ. એ વખતે પહેલી જ વાર નંદાઈએ આત્મબલના બૅચમાં બધાને ઉદી આપી હતી. જેને લીધે અમારા બધામાં એક ઉત્સાહનો સંચાર થયો હતો. અમે બધી સખીઓ ખૂબ જ આનંદમાં હતી. બાપુ-નંદાઈ-દાદાના આશિર્વાદથી દેવયાનપંથના માર્ગે પ્રવાસ શરુ કરીને એક એક ડગલું ભરવાની શરુઆત કરી હતી. 

આ સદગુરુને અને મારી નંદાઈને આપણી માટે કેટલો સ્નેહ હોય છે એનો અનુભવ થઈ રહ્યો હતો. એ વખતે હું કૉલેજના છેલ્લા વર્ષમાં હતી. જેથી આત્મબલમાં નંદાઈએ પ્રિ-પ્લાનિંગ શિખવ્યા પ્રમાણે મારુ અભ્યાસનું ટાઈમ ટેબલ બરાબર ચાલી રહ્યું હતુ. મારા ‘એકાઉન્ટ’ અને ‘ફાયનાન્સ’ વિષયો હોવાથી ઈન્ટર્નલ અને એક્સટર્નલ એમ બન્ને પરિક્ષાઓ હતી. તેમજ ઈન્ટર્નલ માટે કૉલેજમાં જવું જરુરી હતુ. જોકે આત્મબલનો ક્લાસ દર શનિવારે હોવાને કારણે બધુ વ્યવસ્થિત બેસી ગયુ હતુ. 

એક મહિના બાદ આત્મબલની પ્રૅક્ટિસ માટે થાણા જવાનું આવ્યું. હું પહેલી જ વાર એકલી બહાર નીકળી હતી. આથી થોડુ ટેન્શન આવ્યું હતુ. પણ આપણી બાપુમાઉલી સદૈવ સાથે હોવાને કારણે ચિંતા કરવાની કોઈ જ જરુર નથી, એવો વિશ્વાસ પણ હતો. 

એક દિવસ થોડી ઉતાવળમાં કૉલેજની તૈયારી કરતી વખતે અજાણતા જ ગળામાં ત્રિપુરારી ત્રિવિક્રમ લૉકેટ પહેરવાનું ભૂલાઈ ગયુ અને એના વગર જ કૉલેજ ઉપડી ગઈ. લેક્ચર્સ ભરીને ઘરે આવી અને નિત્ય ઉપાસના અને કૉલેજ તથા આત્મબલ ક્લાસનો અભ્યાસ કરવામાં એટલી મશગૂલ થઈ ગઈ કે ગળામાં લૉકેટ નથી એનો ખ્યાલ જ ન આવ્યો. 

સાંજ પડી ત્યારે કોણ જાણે કેમ પણ મન એકદમ બેચેન થઈ ગયુ. મને થયુ કે સતત અભ્યાસ અને આખા દિવસની દોડાદોડીને કારણે એમ લાગતુ હશે. આથે થોડીવાર સૂઈ ગઈ. પરંતુ થોડીવારમાં ભરપૂર પરસેવો થવા લાગ્યો અને આખા શરીરે દુ:ખાવો ઉપડ્યો. મારા પિતાને જાણ કરી તો  એમને મને તપાસી ત્યારે ખબર પડી કે મને ખૂબ તાવ ચડ્યો છે. 

આખી રાત તાવ રહ્યો. મારા માતા-પિતા ચિંતામાં પડી ગયા. મારુ આખુ શરીર ખૂબ જ દુ:ખતુ હતુ. સવારે મારી માતા ડૉક્ટર પાસેથી દવા લઈ આવી. ઉપરાંત મારા માથા પર ઠંડા પાણીના પોતા સતત મૂકતી રહી. પરંતુ તાવ ઉતરતો ન હતો. છેવટે એણે બાપુને પ્રાર્થના કરી અને આપણી સંસ્થાની ઉદી મારા માથે લગાવી. પોતા મૂકવાનું પણ ચાલુ જ રાખ્યું હતુ. મારા માથા પર લગાવેલ ઉદી પાણીના પોતાથી લૂછાઈ જતી ન હતી. થોડા સમય પછી મારો તાવ ઓછો થયો અને શરીરમાં કે કળતર હતુ એ પણ ઓછુ થયુ. સાંજ સુધીમાં તાવ સંપૂર્ણ ઉતરી ગયો અને હું થોડી સ્વસ્થ થઈ. હું પથારીમાંથી ઉભી થઈને ઘરમાં હરફર કરવા લાગી ત્યારે મારા ગળામાં ત્રિપુરારી લૉકેટ નથી એનો મને ખ્યાલ આવ્યો. મારાથી આટલી મોટી બેદરકારી કઈ રીતે થઈ ગઈ કે જેને કારણે મારા બાપુને ત્રાસ થયો, એમ વિચારીને હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. છેવટે દવાઓ ખાઈને અને ઠંડા પાણીના પોતા મૂકાવા છતાં જે તાવ ઉતરવાનું નામ લેતો ન હતો, એ ઉદી લગાવ્યા બાદ જ ઉતર્યો હતો. મારા બાપુ જ જાણે મારી માટે દોડી આવ્યા હતા. કેટલો ત્રાસ આપ્યો મેં એમને !

દોડી આવી માતા, સાંભળીને સાદ હદયનો !

બાપુમાઉલી પોતાના બાળકો માટે કેટલા બધા કષ્ટો ઉઠાવે છે ! એમના આ ઋણો કદી જ ફેડાશે નહીં, ખરેખર, હે ત્રિવિક્રમા ! તુ પ્રેમળ છે અને હું અંબજ્ઞ છું. 

Friday, July 11, 2025

‘રામરક્ષા’ – રામનામના સર્વશ્રેષ્ઠ સ્તોત્રમંત્રનો મહિમા


સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના રામરક્ષા પરના પ્રથમ પ્રવચન પર એક ઝલક
સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના ઉપદેશોના દિવ્ય સાગરમાં, શ્રીરામનું નામ એક શાશ્વત, જીવનદાયી પ્રવાહ તરીકે વહે છે જે સદા શુદ્ધ અને સદા શક્તિશાળી છે. આપણા માટે, પ્રભુ શ્રી રામચંદ્ર ફક્ત એક દેવતા નથી - તે આત્મા છે, આપણા અસ્તિત્વનો મૂળભૂત આધાર છે. ભલે તે આપણે બાળપણમાં સાંભળેલી વાર્તાઓ હોય કે મંદિરોમાં કરાતી પ્રાર્થનાઓ, યોગ્ય આચરણના મૂલ્યોથી લઈને કર્તવ્યની ભાવના સુધી, શ્રીરામ દરેક ભારતીયના હૃદયની ચેતનામાં વણાયેલા છે. શ્રીરામ પ્રત્યેની આપણી ભક્તિને વધુ ગાઢ બનાવવા અને રામરક્ષાની શક્તિને પુનર્જીવિત કરવામાં મદદ કરવા માટે, સદગુરુ અનિરુદ્ધ બાપુ દ્વારા મૂળ 2004 માં આપવામાં આવેલા જ્ઞાનવર્ધક રામરક્ષા પ્રવચનો હવે YouTube પર અપલોડ કરવામાં આવી રહ્યા છે. આ બ્લોગ શ્રેણી દ્વારા, અમે અમારી શ્રેષ્ઠ ક્ષમતાઓ અનુસાર આ મૂલ્યવાન પ્રવચન શ્રેણીના સારાંશિત તત્વને પ્રસ્તુત કરવાનો પ્રયાસ કર્યો છે, જેની શરૂઆત પ્રથમ પ્રવચનથી થાય છે. દરેક સારાંશ સદગુરુ બાપુના શબ્દોની ઊંડાઈ, ઉષ્મા અને આધ્યાત્મિક સમૃદ્ધિને સમાવવાનો એક પ્રયાસ છે, જેથી દરેક વાચક પોતાની અંદર રહેલા શ્રીરામની નજીક આવી શકે.




પ્રથમ પ્રવચનનો સાર

રામ રક્ષા – એક સ્તોત્ર અને એક મંત્ર

આ પ્રવચન રામરક્ષા સ્તોત્રના ગહન મહત્વ અને દિવ્ય ઉત્પત્તિને સ્પષ્ટ કરે છે. તે રામ નામની શક્તિથી જન્મેલો એક સર્વોચ્ચ મંત્ર છે. એવું કોઈ પાપ નથી જેનો રામ નામ નાશ ન કરી શકે, અને એવો કોઈ પાપી નથી જેનો રામ નામ ઉદ્ધાર ન કરી શકે. આ એક નામ હજારો—અરે અનંત દિવ્ય નામોની બરાબર છે.

રામરક્ષા સ્તોત્રની ઉત્પત્તિ ગહન ભક્તિ, દિવ્ય સાક્ષાત્કાર અને એક એવી દુનિયામાં રામ નામને ફરીથી જાગૃત કરવાની બ્રહ્માંડીય યોજનામાં રહેલી છે જે તેને ભૂલી ગઈ હતી, ભલે તે ખૂબ જ સરળ અને માત્ર ત્રણ અક્ષરોનું નામ / ત્રણ સિલેબલથી બનેલું છે.

રામરક્ષા સ્તોત્ર માત્ર એક સ્તોત્ર નથી પણ એક "સ્તોત્ર-મંત્ર" છે — એક એવી રચના જે સ્તુતિ (સ્તોત્ર) અને આધ્યાત્મિક રીતે શક્તિશાળી મંત્ર બંને છે.

સમગ્ર દિવ્ય પરિવારે રામ નામના શાશ્વત સ્મરણ માટે પ્રાર્થના કરી

રામાયણ યુગ પછી, જ્યારે માનવ સ્મૃતિમાંથી રામ નામ વિસરાઈ ગયું, ત્યારે ઋષિ બુધ કૌશિક હિમાલયથી રામેશ્વરમ સુધી તેની સ્મૃતિને પુનર્જીવિત કરવા માટે યાત્રાએ નીકળ્યા. કાશીમાં, તેમણે ભગવાન શિવને પ્રાર્થના કરી કે રામ નામને મનુષ્યોમાં શાશ્વત બનાવે. દરેક વ્યક્તિની સ્વતંત્ર ઇચ્છાનું સન્માન કરતા, શિવ સીધી રીતે આ વરદાન આપી શક્યા નહીં, તેથી તેમણે, પાર્વતી, ગણેશ, કાર્તિકેય, નંદી અને બુધ કૌશિક સાથે મળીને ગહન તપસ્યા કરી. તેના જવાબમાં, ભગવાન રામ શિવ અને બુધ કૌશિક સમક્ષ એક સાથે પ્રગટ થયા, જેણે એક દિવ્ય મિલન અને શક્તિશાળી રામરક્ષા સ્તોત્રના જન્મનું ચિહ્ન બન્યું. દિવ્ય તેજ સહન ન કરી શકવાને કારણે, બુધ કૌશિક મૂર્છિત થઈ ગયા પરંતુ સ્તોત્ર તેમના હૃદયમાં જળવાઈ રહ્યું.


દેવી સરસ્વતીએ હસ્તક્ષેપ કર્યો

જ્યારે બુધ કૌશિક તેમને પ્રગટ થયેલું સ્તોત્ર લખી રહ્યા હતા, ત્યારે દેવી સરસ્વતીએ તેમના અહંકારના ઉદયને રોકવા માટે હસ્તક્ષેપ કર્યો. તેમણે સુનિશ્ચિત કર્યું કે સ્તોત્ર પૂર્ણ થયા પછી જ પ્રગટ થશે, જેથી તેમનું હૃદય ગર્વથી અસ્પૃશ્ય રહે.


રામ રક્ષા સૌપ્રથમ સાંભળવા માટે એક દિવ્ય સંઘર્ષ

જ્યારે રામરક્ષા સ્તોત્ર સૌપ્રથમ સાંભળવાના અધિકાર અંગે વિવાદ ફાટી નીકળ્યો, ત્યારે તેમાં વાલ્મીકિથી લઈને ક્રૌંચ પક્ષીઓ, શિકારી, લુહાર, તેમના પૂર્વજો અને છેવટે ભગવાન બ્રહ્મા અને ભગવાન શિવ સુધીની એક અકલ્પનીય વંશાવળી ખેંચાઈ આવી.


ભગવાન રામે ત્યારે પ્રગટ કર્યું કે આ જ સભા, જેમાં સૃષ્ટિના દરેક જીવ તેમના નામને સાંભળવાની આતુરતાથી પ્રેરિત હતા, તેણે ખરેખર વરદાન પૂર્ણ કરી દીધું હતું. રામ નામ બ્રહ્માંડના દરેક જીવ સુધી પહોંચી ગયું હતું. આમ, બધા જીવો રામ નામ સાથે જોડાય તે ઈચ્છા આદેશ દ્વારા નહીં, પરંતુ દિવ્ય આકર્ષણ અને લીલા (દિવ્ય ખેલ) દ્વારા પૂર્ણ થઈ.

આ સ્તોત્ર એક અજોડ આધ્યાત્મિક ખજાનો છે જે અશુદ્ધિઓને દૂર કરે છે, વ્યક્તિના જીવનના તમામ પાસાઓને દિવ્યતા સાથે જોડે છે, અને દિવ્ય માટેની તૃષ્ણાને પોષીને દુઃખ પર વિજય મેળવવાનો માર્ગ પ્રદાન કરે છે. તમારે તેને શોધવાની કે ખોલવાની જરૂર નથી. જે ક્ષણે તમે તેને સાચા પ્રેમ અને સ્નેહથી જપો છો, તે તમારી રક્ષા કરવા માટે તૈયાર છે.

AD (728x60)