સંદર્ભ સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુના દૈનિક પ્રત્યક્ષમાંના તુલસીપત્ર આ અગ્રલેખમાલા ના અગ્રલેખ ૧૪૦૨ અને ૧૪૦૩
સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ તુલસીપત્ર - ૧૪૦૨ આ અગ્રલેખમાં લખે છે:
બ્રહ્મવાદિની લોપામુદ્રાએ કૈલાસની ભૂમિથી પણ આઠ આંગળ ઊંચે ઊભેલા નવમી નવદુર્ગા સિદ્ધિદાત્રીના ચરણો પર પોતાનું મસ્તક મૂક્યું અને પછી ભગવાન ત્રિવિક્રમને અને આદિમાતાને સાષ્ટાંગ પ્રણામ કરીને બ્રહ્મવાદિની લોપામુદ્રાએ બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્યને તેના બદલે આવીને બોલવાની વિનંતી કરી.
બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્યએ આદિમાતાની અનુમતિ લઈને આગળ આવીને બોલવાની શરૂઆત કરી, “હે બધા ઉપસ્થિત વરિષ્ઠ અને શ્રેષ્ઠ શ્રદ્ધાવાનો! જેષ્ઠ બ્રહ્મવાદિની લોપામુદ્રાએ આગળનો ભાગ સમજાવીને કહેવાનું કાર્ય મારા પર સોંપ્યું, આ માટે હું તેનો ઋણી છું. કારણ કે તેના કારણે જ તો હું મહાગૌરીથી સિદ્ધિદાત્રી આ પ્રવાસનો સાક્ષી બની શક્યો.
પાર્વતીના ‘મહાગૌરી’ સ્વરૂપે ઘનપ્રાણ ગણપતિને જન્મ આપ્યા પછી, તે હવે સહજ રીતે બધા વિશ્વના ઘનપ્રાણની માતા બની -
- અર્થાત્ ‘મહાગૌરી’ રૂપથી આ ભક્તમાતા પાર્વતી વિશ્વ બનાવનારા, વિશ્વમાં રહેલા અને વિશ્વમાં બદલાતા રહેતા બધા પ્રકારના અણુરેણુઓમાંની કાર્યશક્તિ અને પ્રભાવશક્તિ બની.
- અર્થાત્ માનવ જે આહાર લે છે, તે આહારમાંની શક્તિ તે જ,
માનવ જે ભક્તિ કરે છે, તે ભક્તિમાંની શક્તિ પણ તે જ,
મનુષ્ય જે જે વિચાર કરે છે, તે વિચારોમાંની ઊર્જા પણ તે જ (માત્ર ‘ખરાબ વિચારોની ઊર્જા’ તરીકે તેનું અસ્તિત્વ ક્યારેય હોતું નથી, ઊલટું ખરાબ વિચારોની શક્તિ એટલે પાર્વતીની શક્તિનો અભાવ)
અને આ જ વસ્તુ માનવના આચારની અને વિહારની પણ છે.
તેમ જ મનુષ્ય આંખોથી જે જુએ છે, કાનથી જે સાંભળે છે, નાકથી જે ગંધ અનુભવે છે, ત્વચાથી જે સ્પર્શ અનુભવે છે અને જીભથી જે સ્વાદ ગ્રહણ કરે છે, આ બધા અનુભવ સ્મૃતિ બનીને માનવના મનમાં સંઘરવામાં આવે છે.
પરંતુ તેમાં પણ ‘પવિત્ર’ અને ‘અપવિત્ર’ એવા બે વિભાગો તો હોય જ છે - પવિત્ર ગંધની, સ્પર્શની શક્તિ પાર્વતીની જ છે, જ્યારે અપવિત્ર ગંધની, સ્વાદની, સ્પર્શની શક્તિ એટલે જ પાર્વતીની શક્તિની ગેરહાજરી;
અને તેથી જ માનવ જ્યારે પોતાના કર્મસ્વાતંત્ર્યનો ઉપયોગ કરીને ખોટી વાતો કરતો રહે છે, ત્યારે ત્યારે વૃત્રાસુર જન્મ લેતો રહે છે - ક્યારેક ફક્ત તેના જીવનમાં અથવા ક્યારેક સંપૂર્ણ સમાજજીવનમાં.
આવી આ પાર્વતી ‘સ્કંદમાતા’ અને ‘ગણેશમાતા’ એટલે ‘મહાગૌરી’ બનતાં જ તેણે અત્યંત ઉત્સાહથી, દરેક ખૂણાખાચરામાંના દરેક જણને સારી દ્રવ્યશક્તિ (પદાર્થશક્તિ), કાર્યશક્તિ, તે જ રીતે ઘનપ્રાણ અર્થાત્ કાર્યબળ અને કાર્યપ્રભાવ મળે તે માટે અનેકવિધ પ્રયોગો કરવાની શરૂઆત કરી.
શિવશંકર પોતાની પ્રિય ધર્મપત્નીનું આ કરુણાકાર્ય જોઈને અત્યંત સંતુષ્ટ અને આનંદિત થયા.
અને તેમણે તેણીના આ કાર્ય સાથે આદિમાતાની પ્રેરણાથી પોતાને જોડી દીધા.
‘અર્ધનારીનટેશ્વર’ આ રૂપના નિર્માણ પાછળ, આ કાર્ય પણ એક મુખ્ય પ્રેરણા હતી.
આવી રીતે ‘મહાગૌરી’ સ્વરૂપ જ્યારે શિવ સાથે ‘ભેદ-અભેદ’ આના પર માત કરીને એકરૂપ થયું, ત્યારે જ તે ‘મહાગૌરી’ આ મૂળ રૂપને આદિમાતાએ પોતાના તેજથી નવડાવ્યું.
અને તેણીને અત્યંત પ્રેમથી, કૌતુકથી, વાત્સલ્યથી પોતાના ગાઢ આલિંગનમાં લીધું.
તે વખતે મહાગૌરીના ત્રણેય પુત્રો તેણીનો પાલવ પકડીને જ ઊભા હતા - બે બાજુએ ગણપતિ અને સ્કંદ અને પાછળથી વરિષ્ઠ પુત્ર વીરભદ્ર;
અને પરમશિવ તો જોડાયેલા જ હતા.
અને જે ક્ષણે આદિમાતા ચણ્ડિકાએ પોતાના હોઠોથી પોતાની દીકરીના મસ્તકનું ચુંબન લીધું, તે ક્ષણે ‘સર્વશક્તિસમન્વિતા’, ‘સર્વસિદ્ધિપ્રસવિણી’ અને ‘સર્વકારણકારિણી’ આ આદિમાતાના ત્રણેય તત્ત્વો પાર્વતીમાં પ્રવાહિત થયા.
અને તેમાંથી જ નવમી નવદુર્ગા ‘સિદ્ધિદાત્રી’ અવતરી અને આદિમાતા ચણ્ડિકાના મહાસિદ્ધેશ્વરી, કલ્પનારહિતા, સિદ્ધેશ્વરી, ચિદગ્નિકુણ્ડસંભૂતા, લલિતાંબિકા આ સ્વરૂપો સાથે તેણીનું એકત્વ સંસ્થાપિત કરવામાં આવ્યું.
અને આના કારણે જ પાર્વતીના જીવનપ્રવાસનો આ નવમો તબક્કો હવે ચિરંતન બન્યો અને તે પોતે ચિરંતના બની.
હે ઉપસ્થિત આપ્તગણહો! ઘનપ્રાણ ગણપતિના જન્મના ખૂબ પહેલાથી જ હું ‘માધ્યાહ્નનંદી’ બનીને શિવની સેવામાં હતો જ. પરંતુ આ મહાગણપતિના જન્મનો સમય આવતા જ પરમશિવ ‘પ્રાતર-નંદી’ને સાથે લઈને તપશ્ચર્યા માટે નીકળી ગયા અને મને પાર્વતીના સેવક તરીકે રાખવામાં આવ્યો.
અને તેથી જ મહાગણપતિના જન્મ પછી પાર્વતી પોતાના કાર્યમાં લાગતા જ એમણે મને જ પોતાનો મુખ્ય સહકારી તરીકે પસંદ કર્યો હતો.
તે મને ‘સહકારી’ કહેતા હતા, પણ હું માત્ર ‘સેવક’ જ હતો. જ્યારે ત્રણેય પુત્રોને લઈને શિવ-પાર્વતી આદિમાતાને એકાંતમાં મળવા માટે મણિદ્વીપમાં ગયા, ત્યારે પણ આ શિવપંચાયતનના વાહન તરીકે મારી જ પસંદગી શિવ-પાર્વતીએ કરી.
અને તેથી જ હું સિદ્ધિદાત્રીની અવતારસ્થિતિ પ્રત્યક્ષ જોનાર એકમેવ ભાગ્યશાળી શ્રદ્ધાવાન બન્યો.
હે બધા શ્રદ્ધાવાનજનહો! બંનેય નવરાત્રિઓમાં આ નવદુર્ગામંત્રમાળાથી પૂજન કરીને, આદિમાતા ચણ્ડિકાની કૃપા પ્રાપ્ત કરતા રહો કારણ કે આ નવદુર્ગા સિદ્ધિદાત્રી આવા શ્રદ્ધાવાનોને સદાય પોતાની અભયમુદ્રાની છાયામાં જ રાખે છે.
અને આ તેણીનું ગુપ્તકાર્ય હું આજે પ્રથમવાર દેવાધિદેવ ત્રિવિક્રમની અનુમતિથી શ્રદ્ધાવાન વિશ્વ માટે પ્રકટ કરી રહ્યો છું.”
બાપુ આગળ તુલસીપત્ર - ૧૪૦૩ આ અગ્રલેખમાં લખે છે,
બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્યએ આ સુંદર રહસ્ય પ્રકટ કર્યા પછી ત્યાંના બધા ઉપસ્થિતોમાં નવમી નવદુર્ગા સિદ્ધિદાત્રીના ચરણો પર મસ્તક મૂકવાની તીવ્ર ઇચ્છા અને ઝંખના ઉત્પન્ન થઈ. પરંતુ કોઈ પણ આગળ આવીને તેવી વિનંતી કરવા માટે હિમ્મત કરી શકતો નહોતો.
અને તેનું કારણ પણ તેવું જ હતું.
કારણ કે પોતે આદિમાતા અને ત્રિવિક્રમ સહિત બીજા બધા નવદુર્ગા પણ કૈલાસની ભૂમિને પગસ્પર્શ કરીને ઊભા હતા. અર્થાત્ તે બધાના ચરણ કૈલાસની ભૂમિ પર હતા.
પરંતુ આ સિદ્ધિદાત્રી એવી એકમાત્ર નવદુર્ગા હતી કે જેના ચરણ કૈલાસની ભૂમિથી આઠ આંગળ ઉપર હતા.
આની પાછળનું રહસ્ય હજુ પણ સમજાયેલું ન હોવાના કારણે, ‘વિનંતી કેવી રીતે કરવી’ આ પ્રશ્ન પડવો સ્વાભાવિક જ હતો.
પરંતુ છેવટે ન રહી શકવાથી બ્રહ્મર્ષિ અગસ્ત્ય અને બ્રહ્મર્ષિ કશ્યપની પૌત્રી અહલ્યા, પતિ બ્રહ્મર્ષિ
ગૌતમની અનુમતિથી વિનયપૂર્વક આગળ આવી અને તેણે બંને હાથ જોડીને બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્યને પૂછ્યું, “હે નિત્યગુરુ બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્ય! અમારા બધાના મનમાં ખરું જોતા નવેનવ નવદુર્ગાઓને પ્રણામ કરવાનું છે. પરંતુ આદિમાતાની બાજુમાં દેખાતા પહેલા આઠ નવદુર્ગા હવે અંતર્ધાન પામ્યા છે અને તે જ વખતે નવમી નવદુર્ગા સિદ્ધિદાત્રી પોતાના હાથમાંનું સુવર્ણકમળછત્ર આદિમાતાના મસ્તક પર અધ્ધર રાખીને આગળ આવીને ઊભી રહી છે.
અમને બધાને તેમના ચરણો પર મસ્તક મૂકવું છે. પરંતુ એમના હાથમાંનું સુવર્ણકમળછત્ર પણ આદિમાતાના મસ્તક પર અધ્ધર છે અને તેના પોતાના ચરણ પણ કૈલાસની ભૂમિને જરા પણ સ્પર્શ ન કરતા અધ્ધર જ છે.
આ બધું જોયા પછી, એમનો પગસ્પર્શ માંગવો કે નહીં, તે જ અમને સમજાતું નથી. હવે તમે જ અમને કૃપા કરીને માર્ગદર્શન આપો.”
બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્યએ અત્યંત કૌતુકથી અહલ્યા સામે જોયું અને કહ્યું, “હે મહામતી અહલ્યા! જે પ્રશ્નો તારા કરતાં તપથી, ઉંમરથી, જ્ઞાનથી, વિજ્ઞાનથી શ્રેષ્ઠ એવા મહર્ષિ અને મહામતીઓ પૂછવાની હિમ્મત કરી ન શક્યા, તે તું અત્યંત સહજ રીતે પૂછી શકી.
આ તારો પ્રાંજળ સ્વભાવ અને બાલબોધ વૃત્તિ આ બે જ તારી ખરી તાકાત છે. હે અહલ્યા! ગણપતિના જન્મ પછી તેના ‘ઘનપ્રાણ’ તરીકેના કાર્યની શરૂઆત તરત જ થવાની હતી અને તે માટે જ પરમશિવના દૂત તરીકે, શિષ્ય તરીકે, વાહન તરીકે મારી પસંદગી પાર્વતીએ કરી હતી.
પરંતુ મારી આ પસંદગી થતાં જ, પોતે જ બુદ્ધિદાતા એવા ગણપતિના અધ્યાપનની પણ વ્યવસ્થા જોવાની હતી, આના કારણે હું વિચારમાં પડી ગયો હતો અને હંમેશાની જેમ પ્રશ્નના જવાબ મેળવવા માટે જેષ્ઠ ભગિની લોપામુદ્રા પાસે ગયો.
લોપામુદ્રાએ મારા બધા વિચારો સાંભળી લીધા અને તે મને કહેવા લાગ્યા કે - ‘જરા પણ ચિંતા કરીશ નહીં. તને જે ચિંતા લાગી રહી છે તે પણ આદિમાતાની જ પ્રેરણા છે.
કારણ કે ગણપતિનો જન્મ થયા પછી જે ક્ષણે મહાગૌરી ગણપતિને અધ્યયન માટે તારા હાથમાં સોંપશે, તે જ ક્ષણે તારી આ ચિંતા આપમેળે નાશ પામવાની છે -
- કારણ કે આ ઘનપ્રાણ ગણપતિ જ ખરો અને એકમાત્ર ચિંતામણિ છે.
અને તેનું આ ચિંતામણિકાર્ય તારાથી જ શરૂ થશે.’
બ્રહ્મવાદિની લોપામુદ્રાએ આવું આશ્વાસન આપવાને લીધે જ મેં આ જવાબદારી સ્વીકારી અને સિદ્ધિદાત્રીના અવતરણનો એકમાત્ર સાક્ષીદાર બન્યો.
અને તેથી છત્ર અધ્ધર રહી શકવાનું અને સિદ્ધિદાત્રીએ પવિત્ર કૈલાસ પર પણ પગ ન મૂકવાનું, આની પાછળનું મર્મ મને અવગત છે.
હે અહલ્યા! સિદ્ધિદાત્રીનું પવિત્ર કાર્ય નિરંતર ચાલુ જ હોય છે. પાર્વતીના આ રૂપને કાળનું પણ બંધન નથી અને સ્થળનું પણ બંધન નથી.
‘સત્યયુગનો ઉત્તરાર્ધ પણ જ્યાં દુર્વિચારોથી, દુર્ગુણોથી, દુષ્કર્મોથી, દુર્માંત્રિકોથી અને આસુરી વૃત્તિઓથી ગ્રસિત થઈ શકે છે, તો પછી બીજા યુગોનું શું?’ - આ બધા મહર્ષિઓને, ઋષિઓને અને ઋષિકુમારોને પડેલો પ્રશ્ન અહીં જ પોતાનો જવાબ મેળવી લે છે.
આદિમાતાએ આ ‘સિદ્ધિદાત્રી’ રૂપ એવું બનાવ્યું છે કે જેને સ્થળનું પણ બંધન નથી.
આનો જ અર્થ, જ્યાં ૧) દુષ્કર્મ ૨) દુર્વાસના ૩) દુર્મંત્ર ૪) દુષ્ટદૈવતપૂજન અને ૫) કુવિદ્યા આમનો વિનિયોગ કરીને ‘દુષ્ટ અભિચારકર્મો’ અર્થાત્ કુમંત્રસિદ્ધિથી બીજાનું ખરાબ કરવાની પ્રક્રિયા ચાલુ હશે, તે સ્થળ પર ચણ્ડિકાકુલના બીજા સભ્યોને ક્યારેય નિમંત્રણ નહિ હોય; કારણ કે તેમને આહ્વાન કરવાથી તે દુષ્ટ લોકોના કાર્યમાં અડચણ ઉત્પન્ન થશે.
પરંતુ આ સિદ્ધિદાત્રીને કોઈ પણ સ્થળે જવા માટે અને ત્યાં હોવા માટે જરા પણ બંધન નથી.
ખરેખર તો બીજા ચણ્ડિકાકુલ સભ્યોને પણ આ બંધન નથી જ; પરંતુ આ બધા, માનવના કર્મસ્વાતંત્ર્ય પર પોતાના તરફથી બંધન ન આવવું જોઈએ તે માટે નિમંત્રણ વગર, આહ્વાન વગર ખરાબ સ્થળે જતા નથી - માત્ર જો તેમનો ભક્ત આવા સ્થળે સંકટમાં હોય, તો તેણે ફક્ત યાદ કરતાં જ તે ચણ્ડિકાકુલસભ્યો ત્યાં પ્રકટ થાય છે.
પરંતુ આ સિદ્ધિદાત્રી એકમાત્ર એવી છે કે જેને કાળનું અને સ્થળનું બંધન ન હોવાના કારણે, તેને કર્મસ્વાતંત્ર્યનું પણ બંધન નથી; કારણ કે કોઈનું પણ કર્મસ્વાતંત્ર્ય સ્થળ, કાળ આના પર જ આધાર રાખે છે.
અને આના કારણે જ આ નવદુર્ગા સિદ્ધિદાત્રી આવા ગંદામાં ગંદા સ્થળે પણ બિલકુલ તેવા દુષ્ટ પ્રક્રિયાઓ શરૂ થવાના પહેલાથી જ મજબૂતીથી ઊભી હોય છે - કોઈ પણ સ્થળને કે વસ્તુને કે પદાર્થને કે જીવને સ્પર્શ કર્યા વગર.
કેમ?
સિદ્ધિદાત્રી કોઈ પણ ચણ્ડિકાવિરોધી માર્ગને અર્થાત્ દેવયાનપંથવિરોધીમાર્ગના લોકોની, તેમણે મેળવેલી કોઈ પણ સિદ્ધિ ત્રુટીઓ સહિત અને અપૂર્ણ જ રાખે છે અને તેથી જ શ્રદ્ધાવાનોનું સંરક્ષણ થતું રહે છે.
માત્ર આ બધું જે કંઈ તે કરે છે તે બિલકુલ હવાને પણ સ્પર્શ કર્યા વગર; કારણ કે આ તેના ‘શ્રદ્ધાવાનોનું સહજ સંરક્ષણ’ આ કાર્ય માટે તેની દરેક કૃતિ અસ્પર્શ હોવી આવશ્યક નથી કે?
હે અહલ્યા! તેં પોતે જ પ્રશ્ન પૂછ્યો. તેથી તેણીના ચરણોને સ્પર્શ કરવાનો પહેલો અધિકાર તારો અને પછી બીજા દરેકનો.
હે અહલ્યા! પ્રણામ કર.”
મહામતી અહલ્યાએ નવદુર્ગા સિદ્ધિદાત્રીના ચરણોને સ્પર્શ કરીને તેના પર પોતાનું મસ્તક મૂકતા જ માતા સિદ્ધિદાત્રીએ અહલ્યાને વરદાન આપ્યું, “હે પ્રિય કન્યા અહલ્યા! તારો આ બાલબોધ સ્વભાવ સદાય આવો જ રહેશે અને તેમાંથી જ દરેક યુગમાં તું મહાન કાર્યો કરાવીશ.
હે અહલ્યા! ‘ચાંદ્રવિદ્યા’ અર્થાત્ ચંદ્રવિજ્ઞાન તને તારા માતાપિતાએ અર્થાત્ શશીભૂષણ અને પૂર્ણાહુતિએ શીખવવાની શરૂઆત કરેલી જ છે. તે અધ્યયનનો વિનિયોગ ‘સૂર્યવિજ્ઞાન’નું અધ્યયન કરનારા તારા પતિ ગૌતમના કાર્યને પૂરક થાય તેવી રીતે કરતી રહેજે.
આમાંથી જ દરેક યુગના સૌથી મોટા વૈશ્વિક યુદ્ધોમાં ‘વિજયશીલા’ તું જ હોઈશ.”
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാളം>>






Comments
Post a Comment