સદ્દગુરુ શ્રી અનિરુદ્ધના ભાવવિશ્વમાંથી - માતા પાર્વતીના નવદુર્ગા સ્વરૂપોનો પરિચય - ભાગ ૧


શ્રીગણરાજને, આ બુદ્ધિદાતા વિનાયકને અનંત ચતુર્દશીના દિવસે વિદાય આપતા મનમાં થોડી ઉદાસી છવાઈ જાય છે. પણ થોડા દિવસોમાં જ આપણી શ્રદ્ધાને નવચૈતન્ય આપનારો, ભક્તિ અને ઉત્સાહનો નવો પ્રવાસ શરૂ થાય છે, તે છે આસો નવરાત્રિ. 

આસો નવરાત્રિના અંતે એટલે કે દશેરાના દિવસે શ્રીરામે રાવણનો નાશ કર્યો, અશુભનો નાશ થયો, તેથી આ નવરાત્રિને સદ્દગુરુ શ્રી અનિરુદ્ધે 'અશુભનાશિની નવરાત્રિ' કહી છે. 

આ નવરાત્રિમાં માતા જગદંબાના વિવિધ સ્વરૂપોનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. તે જ પ્રમાણે ભારતના અનેક ભાગોમાં આ નવ દિવસોમાં ભક્તમાતા પાર્વતીના નવ સ્વરૂપો એટલે કે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી આ રૂપોનું ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવે છે. માતા પાર્વતીના આ જ સ્વરૂપોને આપણે 'નવદુર્ગા'ના નામથી ઓળખીએ છીએ. 

દૈનિક પ્રત્યક્ષના અગ્રલેખો દ્વારા અત્યંત સરળ અને સાદી ભાષામાં સદ્દગુરુ શ્રી અનિરુદ્ધે પોતાના ઊંડા અભ્યાસ અને ચિંતનમાંથી આ નવદુર્ગાનું મહાત્મ્ય સ્પષ્ટ કર્યું છે. આ અગ્રલેખો માત્ર માહિતી આપનારા નથી; પરંતુ તે ભક્તિને વધુ અર્થપૂર્ણ કરનારા અને નવદુર્ગાની સાચી ઓળખ કરાવનારા છે. 

આજથી આ જ અગ્રલેખો પર આધારિત બ્લોગપોસ્ટ આપણા સૌ માટે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આપણે સૌ આ ભક્તિભાવ અને શ્રદ્ધાની યાત્રામાં સામેલ થઈએ. 


 સંદર્ભ - સદ્દગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના દૈનિક પ્રત્યક્ષમાં 'તુલસીપત્ર' નામની અગ્રલેખમાળાના અગ્રલેખ ક્રમાંક ૧૩૮૦ અને ૧૩૮૧. 

 સદ્દગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ તુલસીપત્ર-૧૩૮૦ના અગ્રલેખમાં લખે છે,  


બ્રહ્મવાદિની લોપામુદ્રા મૂલાર્કગણેશના સત્યુગમાં સ્થાપનાની કથા કહ્યા બાદ માતા પાર્વતી તરફ પ્રેમપૂર્વક જોવા લાગ્યા. 

તે અન્નપૂર્ણા પાર્વતીએ લોપામુદ્રાને કહ્યું, "હે બ્રહ્મવાદિની લોપામુદ્રા! કેટલી સુંદર રીતે તેં આ કથા કહી!  

શ્રીશાંભવીવિદ્યાની પહેલી કક્ષા વિશે સમજાવતી વખતે આ કથા કહીને તેં શ્રદ્ધાવાનો માટે આ પહેલું પગથિયું ચઢવું એકદમ સરળ કરી દીધું છે". 

શિવ-ઋષિ તુમ્બરુએ અત્યંત પ્રેમથી ભક્તમાતા પાર્વતીને પૂછ્યું, "હે માતા! બ્રહ્મવાદિની લોપામુદ્રાએ પોતાની જવાબદારી પૂરી કરી. પરંતુ આ પહેલા પગથિયાની અનેક વસ્તુઓનું સ્પષ્ટીકરણ માત્ર તું જ કરી શકે છે. કારણ કે 'દક્ષકન્યા સતી' અને 'હિમવાનકન્યા પાર્વતી' આ તારા બન્ને જન્મોમાં તેં આ શાંભવીવિદ્યાના દરેક પગથિયા પર અત્યંત  ઉચિત પ્રવાસ કરીને તપશ્ચર્યા કરી છે અને તે પણ માનવ જન્મ લઈને સૂક્ષ્મમાં રહેલા પરમશિવને પ્રાપ્ત કરવા માટે જ;  

અને આ તારી તપશ્ચર્યાના કારણે જ તારું અને શિવનું વિવાહબંધન થયું અને સ્કંદ તથા ગણપતિની ઉત્પત્તિ થઈ". 

દેવર્ષિ નારદે શિવ-ઋષિ તુમ્બરુની વાતને સંપૂર્ણ અનુમોદન આપ્યું અને કહ્યું, "હે ભક્તમાતા પાર્વતી! તેં સાક્ષાત શિવ પાસેથી જ આ શાંભવીવિદ્યા તારી તપશ્ચર્યાના અંતે પુનઃ પ્રાપ્ત કરી લીધી અને તેના કારણે તું પોતે જ શાંભવીવિદ્યાની પ્રથમ દીક્ષિત, પ્રથમ ઉપાસિકા અને પ્રથમ કૃતિશીલા છો. 

પરમશિવે તને શાંભવીવિદ્યામાંની દરેક નાની-મોટી વાત ઊંડાણપૂર્વક વિવેચન કરીને સમજાવી છે, તેથી હું તને બધા વતી પ્રાર્થના કરું છું કે બ્રહ્મવાદિની લોપામુદ્રા શાંભવીવિદ્યા સમજાવતી વખતે, તને જોઈએ ત્યારે અમારા સૌના મનોભાવ જાણીને તું જાતે જ બોલવાનું શરૂ કરજે. 

હે પાર્વતી! તું આદીમાતાની એવી વિલક્ષણ કન્યા છે કે જેની દરેક કૃતિમાં 'શાંભવીવિદ્યા' જ એકમાત્ર માર્ગ હોય છે અને આના કારણે જ તારી જ આ શાંભવીવિદ્યાની તપશ્ચર્યાના નવ રૂપો નવદુર્ગા તરીકે પ્રસિદ્ધ છે. ૧) શૈલપુત્રી, ૨) બ્રહ્મચારિણી, ૩) ચંદ્રઘંટા, ૪) કુષ્માંડા, ૫) સ્કંદમાતા, ૬) કાત્યાયની, ૭) કાલરાત્રિ, ૮) મહાગૌરી, ૯) સિદ્ધિદાત્રી". 

ત્યારબાદ બધા ઋષિગણ તરફ ફરીને દેવર્ષિ નારદ બોલ્યા, "પાર્વતીના આ નવ સ્વરૂપોનું પૂજન નવરાત્રિમાં ક્રમશઃ એક એક દિવસે કરવામાં આવે છે. 

કારણ કે જે રીતે 'શ્રીસૂક્ત' એ ભક્તમાતા લક્ષ્મીનું અને આદીમાતા મહાલક્ષ્મીનું એકત્રિત સ્તોત્ર છે, તે જ રીતે 'નવરાત્રિપૂજન' એ ભક્તમાતા પાર્વતીનું અને આદીમાતા દુર્ગાનું એકત્રિત પૂજન છે. 

અને આ નવદુર્ગાઓમાં 'બ્રહ્મચારિણી'નું સ્વરૂપ તો શ્રીશાંભવીવિદ્યાનું આચારપ્રતીક જ છે. 

આની તપશ્ચર્યાના અંતે પરમશિવ તેને પ્રાપ્ત થતાં જ, તેણે પોતાના પતિ પાસે માત્ર બે જ ઇચ્છાઓ પ્રકટ કરી - ૧) તેનો શિવ પરનો પ્રેમ અખંડ અને અક્ષય રહે અને ૨) પરમશિવની જેમ જ તેનું દરેક કાર્ય પણ આદીમાતાની સેવા માટે જ હોય. 

શિવ પાસેથી આ વરદાન માગતા આ પાર્વતી પરમશિવ સાથે અને તેના 'આદીમાતાનું સંતાન હોવાના' ભાવ સાથે એકાકાર થઈને એટલી તન્મય થઈ ગઈ હતી કે તે સંપૂર્ણ શિવમય થઈ ગઈ અને તેથી જ જન્મથી શ્યામવર્ણવાળી આ પાર્વતી શ્વેતવર્ણની 'મહાગૌરી' અને વૃષભ વાહન ધરાવણારી બની. 

અને આદ્યમાતાએ પાર્વતીના આ પ્રેમભાવનો તેટલા જ પ્રેમથી સ્વીકાર કરીને પાર્વતીનું 'સિદ્ધિદાત્રી' આ નવદુર્ગાઓમાંનું નવમું સ્વરૂપ અર્થાત્ મહાદુર્ગાના પોતાના સિદ્ધેશ્વરી સ્વરૂપનું સહલું સ્વરૂપ તેને પ્રદાન કર્યું. 

અને તે જ સમયે તે સિદ્ધિદાત્રી પાર્વતી જ 'શાંભવીવિદ્યાની મૂર્તિ' તરીકે જાહેર થઈ". 

દેવર્ષિ નારદના આ ભક્તવત્સલ ઉદ્ગારો સાંભળીને પાર્વતીએ આદીમાતાની આજ્ઞા અનુસાર સિદ્ધિદાત્રી આ સ્વરૂપ ધારણ કર્યું અને તે બોલવા લાગી. પરંતુ શિવ-ઋષિ તુમ્બરુએ અત્યંત વિનય અને પ્રેમથી તેને વચ્ચે જ રોકીને પહેલા બધા શ્રદ્ધાવાનોને 'નવદુર્ગા' સ્વરૂપોનો પરિચય કરાવ્યો -  



 સદ્દગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ તુલસીપત્ર-૧૩૮૧ના અગ્રલેખમાં લખે છે, 

પાર્વતીના 'નવદુર્ગા' સ્વરૂપોનો પરિચય મેળવતી વખતે કૈલાશ પરનું દરેક જણ એટલું આનંદિત અને ઉત્સાહિત થયું હતું કે ત્યાં જાણે આનંદનો સાગર જ ફેલાઈ ગયો હતો. 

હવે ફરીથી એક વાર બ્રહ્મવાદિની લોપામુદ્રાએ બોલવાનું શરૂ કર્યું, "હે શ્રેષ્ઠ ઋષિવર શ્રદ્ધાવાનો! શાંભવીવિદ્યાની ઉપાસના પહેલા પગથિયાથી અઢારમા પગથિયા સુધી નિર્વિઘ્ન થાય તે માટે જ મૂલાર્કગણેશની ઉપાસના બતાવવામાં આવી છે. 


કારણ કે શાંભવીવિદ્યાની ઉપાસના કરતી વખતે કોઈ પણ ખોટી વસ્તુ ન થવી જોઈએ એટલે કે આહાર, વિહાર, આચાર, વિચારમાં ભૂલ ન થવી જોઈએ અને શ્રીમૂલાર્કગણેશના મંત્રપાઠથી આ દોષો થતા જ નથી અથવા થોડા ઘણા થાય તો પણ તરત જ દૂર થઈ જાય છે. 

શ્રીમૂલાર્કગણેશમંત્ર :-  

ઓમ ગં ગણપતે શ્રીમૂલાર્કગણપતે વરવરદ શ્રીઆધારગણેશાય નમઃ | 

સર્વવિઘ્નાન નાશય સર્વસિદ્ધિં કુરુ કુરુ સ્વાહા || 

શાંભવીવિદ્યાના પહેલા પગથિયા પર આદીમાતા અને ત્રિવિક્રમને શરણ જતી વખતે પ્રથમ મૂલાર્કગણેશના આ મંત્રનો દરરોજ ૫ વાર તો પાઠ કરવો જ". 

તેને વચ્ચે જ રોકતા બ્રહ્મવાદિની કાત્યાયનીએ (બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્યની પ્રથમ પત્ની) અત્યંત વિનયથી પ્રશ્ન કર્યો, "હે જ્યેષ્ઠ ભગિની લોપામુદ્રા! મૂલાર્કગણેશના આ મંત્રનો પાઠ માત્ર શાંભવીવિદ્યાના ઉપાસકોએ જ કરવો કે શું? બીજા શ્રદ્ધાવાનોએ ન કરવો જોઈએ?". 

સિદ્ધિદાત્રી પાર્વતીએ અત્યંત સુહાસ્યમુદ્રાથી બ્રહ્મવાદિની કાત્યાયની તરફ જોયું, "હે પ્રિય કન્યા કાત્યાયની! તને તારા પતિની જેમ જ હંમેશા સામાન્ય લોકોના કલ્યાણની ચિંતા રહે છે. તેથી મેં તારા તરફથી આ પ્રશ્ન અપેક્ષા કરી જ હતી. 

હે કાત્યાયની! કહું તે સાંભળ કે આ મૂલાર્કગણેશનો મંત્ર કોઈપણ શ્રદ્ધાવાને પાઠ કરવામાં કંઈ જ વાંધો નથી. તેના માટે શાંભવીવિદ્યાનો ઉપાસક હોવાની શરત બિલકુલ નથી. 

કારણ કે તેમ જોવા જઈએ તો દરેક શ્રદ્ધાવાન ચંડિકાકુલની સાથે જીવન જીવતા શાંભવીવિદ્યાના પહેલા અને બીજા પગથિયાનો ઉપાસક તો થઈ જ ગયો હોય છે  

અને એટલું જ નહીં, આદીમાતાની નિસ્સીમ ભક્તિ કરનારા શ્રદ્ધાવાન પાસેથી આ આદીમાતા જેની તેની પ્રગતિ અનુસાર તેના કોઈ ને કોઈ જન્મમાં તેની પાસેથી શાંભવીવિદ્યા-ઉપાસના કોઈ ને કોઈ રીતે કરાવી જ લે છે". 

ભક્તમાતા પાર્વતીના આ ઉત્તરથી બધા ઋષિકુમાર અને શિવગણ પણ અત્યંત ઉત્સાહિત થયા અને વધુ ધ્યાન આપીને આગળનો ભાગ સાંભળવા માટે વધુ આતુર થયા. 

લોપામુદ્રા :- "શ્રીશાંભવીવિદ્યાનું બીજું પગથિયું એટલે 'આદીમાતા ચંડિકાથી જ આખા વિશ્વની ઉત્પત્તિ થઈ છે અને તેથી જ આખું વિશ્વ જેટલું તેને ખબર છે તેટલું કોઈને પણ જ્ઞાત હોઈ શકે નહીં' તેની સતત જાણ રાખીને દરેક કાર્ય કરતા રહેવું. 

સામાન્ય દૈનિક જીવનકાર્ય કરતા હોઈએ ત્યારે પણ, સાધના કરતા હોઈએ ત્યારે પણ, બીજા વિશેષ કાર્ય કરતા હોઈએ ત્યારે પણ અને કંઈ ખોટું થઈ રહ્યું હોય ત્યારે પણ, 'આ આદીમાતા તે જ ક્ષણે તે જાણે છે' તે યાદ રાખવું પડે છે. 

ધારો કે! સાધકના મનમાં કોઈ સારો-ખરાબ વિચાર આવ્યો, સાધનામાં કંઈ ભૂલ થઈ અથવા તેનાથી કોઈ મોટી ભૂલ થઈ, તો પણ શાંભવીવિદ્યાના સાધકોને ચિંતા કરવાનું કારણ નથી અને ડરવાનું તો જરાય નહીં. 

તે શ્રદ્ધાવાન સાધકે માત્ર અત્યંત નિખાલસતાથી પોતાના જ મનમાં  આદીમાતાને અને ત્રિવિક્રમને, પોતાને જે લાગે તે કહેવું અને ૫ વાર 'અંબજ્ઞ' એમ કહેવું". 

અહીં ન રહેવાતા એક ઋષિકુમાર અત્યંત આશ્ચર્યથી અને પ્રેમથી ઉદ્ગાર્યો, "શું! આ બધું આટલું સરળ છે!". 

લોપામુદ્રાએ અત્યંત વાત્સલ્યથી તે ઋષિકુમાર તરફ જોયું, "હા! પરંતુ જે સરળ અને સીધા નિષ્કપટ ભાવથી તેં આ પ્રશ્ન કર્યો, તે જ રીતે બધું કહેવું બસ". 

પરંતુ તો પણ તે ઋષિકુમારને હજુ એક પ્રશ્ન પૂછવો જ હતો. પરંતુ આ વખતે તેણે રીતસર અનુજ્ઞા લઈને પ્રશ્ન પૂછ્યો, "હે બ્રહ્મવાદિની લોપામુદ્રા! તમારા બધાનું વાત્સલ્ય જોઈને જ મને પ્રશ્ન પૂછવાની હિંમત થઈ રહી છે. 

મારા પોતાનામાં હજુ પણ અનેક દુર્ગુણ છે, અનેક પ્રકારના ભય અને ચિંતા મને અવારનવાર સતાવતા રહે છે. હું હજુ પણ કામ-ક્રોધાદિ ષડવિકારોથી મુક્ત થયો નથી. 

ખરેખર તો હું હવે 'ઋષિકુમાર' રહ્યો નથી, પરંતુ ગુરુકુળના વ્યાસ નિયમો અનુસાર હું 'ઋષિ' થઈ ગયો છું અને તેથી જ મને શાંભવીવિદ્યાની ઉપાસના કરવી અત્યંત આવશ્યક પણ લાગી રહી છે અને કરવાની બીક પણ લાગી રહી છે. 

મારામાં રહેલા આ તામસી તમગુણ દૂર કરવા માટે હું શાંભવીવિદ્યાની ઉપાસના કરી શકીશ કે?". 

બ્રહ્મવાદિની લોપામુદ્રાએ તે ઋષિકુમારને પૂછ્યું, "હે બાળક! તું જે તીવ્રતાથી આ પ્રશ્ન પૂછી રહ્યો છે, તે તીવ્રતા જ શાંભવીવિદ્યાના બીજા પગથિયા પર અત્યંત આવશ્યક હોય છે. 

અને આ યાદ રાખજો કે તમે બધાએ પહેલું પગથિયું પહેલેથી જ પકડી લીધું છે અને તેથી જ હું તમને આગળના પગથિયાં સમજાવી શકું છું. 

હે બધા ઉપસ્થિત શ્રદ્ધાવાનો! શિવ-ત્રિપુરાસુર યુદ્ધની કથા એ શાંભવીવિદ્યાનું જ કથાસ્વરૂપ છે અને તે ઇતિહાસના તમે દરેક જણ એક ઘટક હતા". 

તેના આ શબ્દો સાંભળતા જ તે ઋષિકુમાર અત્યંત વિનમ્રતાપૂર્વક તેના ચરણોમાં માથું રાખીને પછી ઊભો થયો અને તે સમયે તેનો ચહેરો સૂર્યના સૂર્યોદય કિરણોના તેજથી ઝગમગી રહ્યો હતો. 

તેના ચહેરા તરફ જોઈને બધા ઋષિકુમાર અને શિવગણ આશ્ચર્ય વ્યક્ત કરવા લાગ્યા અને આ જોઈને લોપામુદ્રાએ તેને પ્રશ્ન કર્યો, "તારા ચહેરા પર આ બાલાર્કકિરણોનું તેજ ફેલાયેલું છે, તેનું કારણ તને ખબર છે કે?". 

તે ઋષિકુમારે અત્યંત વિનયપૂર્વક 'ના' એમ ઉત્તર આપ્યો અને તે સાથે જ બ્રહ્મર્ષિ કશ્યપ ઊભા થયા, "હે જ્યેષ્ઠ બ્રહ્મવાદિની લોપામુદ્રા! આ ઋષિકુમારનું નામ 'ગૌતમ' છે. તેનું આ નામકરણ મેં જ કર્યું છે. કારણ કે તેનો સ્વભાવ બપોરના પ્રખર સૂર્ય જેવો છે અને તેણે પોતાની તપશ્ચર્યા પણ તે જ પ્રખરતાથી કરી છે. 

પરંતુ આ પોતે જ પોતાની બાબતમાં પણ એટલો (HL)કર્તવ્યકઠોર(HL) છે કે આ પોતે પોતાની નાનામાં નાની ભૂલને પણ માફ કરતો નથી અને તેનું પ્રાયશ્ચિત કરતો રહે છે અને 'સૂર્યકિરણ' વિજ્ઞાનનો આ શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બની ગયો છે. તેના આ પ્રખર સત્યનિષ્ઠ, નીતિનિષ્ઠ અને ધર્મનિષ્ઠ સ્વભાવના કારણે જ મેં તેને 'ગૌતમ' (ગૌ=સૂર્યકિરણ) નામ આપ્યું છે. 

હે પ્રિય શિષ્ય ગૌતમ! તારી ઝંખના પણ આવી જ પ્રખર છે અને તેથી જ તારા ચહેરા પર આ સૂર્યતેજ ફેલાયેલું છે". 

ઋષિ ગૌતમે ભક્તમાતા પાર્વતીને અત્યંત વિનયપૂર્વક પૂછ્યું, "હે ભક્તમાતા સિદ્ધિદાત્રી! મારા સ્વભાવની આ પ્રખરતા ક્યારે દૂર થશે?". 

પાર્વતીએ હસીને ઉત્તર આપ્યો, "જે સમયે તારી સામે પથ્થરમાંથી જીવંત સ્ત્રી આકાર લેશે ત્યારે". 




Comments