સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધે તુલસીપત્ર ૬૯૫ આ અગ્રલેખમાં માનવના જીવનના ૧૦ કાળનો સંદર્ભ આપ્યો છે. આમાંથી ૯મા કાળનું વિવેચન તુલસીપત્ર ૭૦૨ અગ્રલેખથી શરૂ થાય છે. આ સંદર્ભના અગ્રલેખોમાં કિરાતરૂદ્ર - કિરાતકાળ સ્પષ્ટ કરતાં સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધે મૂલાર્ક ગણેશનું અને નવદુર્ગાઓનું મહત્ત્વ જણાવ્યું છે.
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ તુલસીપત્ર-૧૩૭૭ના આ અગ્રલેખમાં લખે છે,
સત્યયુગના ચાર ચરણ હોય છે અને તે ચારેય ચરણ સમાન કાળના હોય છે. સત્યયુગનો પહેલો ચરણ સમાપ્ત થતાં દેવર્ષિ નારદે બધા બ્રહ્મર્ષિઓની પરિષદ બોલાવી અને ‘આગળના ચરણ માટે શું કરવું આવશ્યક છે' તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરી. તેમની સભામાં કેટલાક નિર્ણય થયા પછી તે બધાને લઈને દેવર્ષિ નારદ અત્રિઋષિને જઈને મળ્યા.
તે વખતે અત્રિઋષિ શાંતિથી નૈમિષારણ્યની રચના કરવામાં મગ્ન હતા. દેવર્ષિ નારદ અને બધા બ્રહ્મર્ષિ દેખાતાં જ અત્રિઋષિએ પોતાના હંમેશના શાંત, સ્થિર અને ગંભીર સ્વભાવ મુજબ તે બધાને પ્રશ્ન પૂછ્યો, “હે આપ્તજનો! તમે અત્યંત મહત્ત્વના કાર્ય માટે આવ્યા છો, એ તમારા ચહેરા પરથી જ સ્પષ્ટ દેખાય છે અને તમે બધા માનવના કલ્યાણ માટે બધે ફરતા રહો છો, એ તો હું જાણું જ છું. તમારામાં સ્વાર્થનો જરા પણ અંશ નથી, એ વિષે પણ મને પૂરો વિશ્વાસ છે અને એટલે જ માનવ કલ્યાણ વિષે તમારે કંઈ પ્રશ્ન પૂછવા હોય તો હું તમને પરવાનગી આપું છું.
|  | 
| શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્ માં વિરાજમાન શ્રીમૂલાર્ક ગણેશની સ્થાપના ના સમયે થયેલ યાગનું દર્શન કરતી વખતે પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ. | 
પરંતુ હું અત્યારે આ પવિત્ર નૈમિષારણ્યની રચનામાં મગ્ન છું અને આ સ્થાનનો સંબંધ શંબલા નગરી સાથે જોડવામાં પણ વ્યગ્ર છું અને આ માટે હું કોઈના પણ પ્રશ્નોના ઉત્તર મુખેથી કે લખીને નહીં આપું, એવો સંકલ્પ મેં કર્યો છે.
તેથી
 હે આપ્તજનો! તમારું હું મનપૂર્વક સ્વાગત કરું છું. તમે મને ગમે તેટલા 
પ્રશ્ન કોઈ પણ સમયે પૂછી શકો છો. પરંતુ તમને તેના ઉત્તર હું મારી કૃતિથી જ 
આપીશ.” 
અત્રિઋષિના આ શબ્દો સાંભળતાં જ દેવર્ષિ નારદ સહિત બધા 
બ્રહ્મર્ષિને એહસાસ થયો કે આપણા પ્રશ્નો આ આદિપિતાને અર્થાત્ભગવાન અત્રિને
 પહેલાંથી જ સમજાઈ ગયા છે. કારણ કે તે બધાને એક જ પ્રશ્ન થયો હતો - કે આ 
કલ્પના સત્યયુગના પ્રથમ ચરણના અંતમાં જ માનવ ક્રિયાત્મક દૃષ્ટિએ આટલો 
દુર્બળ થયો છે, તો પછી ત્રેતાયુગમાં અને દ્વાપરયુગમાં શું થશે? અને આ માટે 
આપણે શું કરવું જોઈએ? 
તે
 બધા ભગવાન અત્રિના જ આશ્રમમાં રહેવા લાગ્યા. આદિમાતા અનસૂયા માત્ર ત્યાં 
નહોતા. તે અત્રિઋષિનું ગુરુકુળ સંભાળતા, બધી ઋષિ પત્નિઓને જુદા જુદા વિષય 
અને પદ્ધતિ સમજાવી રહ્યા હતા અને તે આશ્રમ નૈમિષારણ્યથી ઘણો જ દૂર હતો. 
સાંજ સુધી અત્રિઋષિ ફક્ત સમિધાઓ ભેગી કરતા જ ફરી રહ્યા હતા. તે દરેક સમિધા
 ઘણી જ બારીકાઈથી પારખીને જ પસંદ કરી રહ્યા હતા. બધા બ્રહ્મર્ષિઓએ વારંવાર 
અત્રિઋષિને વિનવણીઓ કરી, “હે ભગવન! આ કામ અમે કરીશું.” પરંતુ ભગવાન અત્રિએ 
માથું હલાવીને જ ના પાડી હતી. 
સૂર્યાસ્ત થયા પછી અત્રિઋષિ બધાની 
સાથે આશ્રમમાં પાછા ફર્યા અને પછી ભોજન બાદ અત્રિઋષિ પોતે સમિધાઓનું અલગ 
અલગ વિભાજન કરવા લાગ્યા - વૃક્ષ અનુસાર, લંબાઈ અનુસાર, ભીનાશ અનુસાર અને 
ગંધ અનુસાર. 
આ રીતે બધી સમિધાઓનું સરખું વર્ગીકરણ કરીને તેમણે જુદી જુદી સમિધાઓની જુડીઓ જુદા જુદા પાત્રોમાં રાખી. 
તે
 બધાને લાગ્યું કે હવે તો અત્રિઋષિ વિશ્રામ કરશે. પરંતુ તરત જ અત્રિઋષિ 
પલાશવૃક્ષનાં પાંદડાં લઈને તેમાંથી પતરાવળી અને દ્રોણ બનાવવા લાગ્યા. 
આ
 વખતે પણ તે બધાની વિનંતીને નકારીને અત્રિઋષિ પોતે એકલા જ પતરાવળી અને 
દ્રોણ બનાવવા લાગ્યા. અત્યંત ધ્યાનપૂર્વક તેઓ પાંદડાંની પસંદગી કરતા હતા 
અને અત્યંત સરસ વણાકદાર કિનારીવાળી પતરાવળી અને દ્રોણ તૈયાર કરી રહ્યા 
હતા. 
દેવર્ષિ નારદે બધા બ્રહ્મર્ષિને નજરથી જ ઈશારો કર્યો - 
જુઓ! એક પણ પાંદડામાં જરા પણ નાનું કાણું નથી કે એક પણ પાંદડું જરા પણ 
કપાયેલું નથી. 
પતરાવળી
 અને દ્રોણ બનાવી રહ્યા બાદ તે બધી વસ્તુઓ અત્રિઋષિએ એક ખાલી કુંડામાં રાખી
 દીધી અને તે બ્રહ્મર્ષિઓને કહ્યું, “તમને મને મદદ કરવી છે ને! તો 
આવતીકાલના દિવસમાં આ બધાં તાજાં લીલાં પલાશપર્ણની પતરાવળી અને દ્રોણ 
તડકામાં સૂકવીને રાખવાનું કામ કરો.” એટલું બોલીને ભગવાન અત્રિઋષિ તેમના 
ધ્યાન માટે ધ્યાનકુટીરમાં ગયા. 
બીજા દિવસે બધા બ્રહ્મર્ષિ નિત્ય 
મુજબ બ્રહ્મમુહૂર્ત પર ઊઠીને પોતપોતાની સાધનાઓ પૂરી કરીને, સૂર્યોદયથી 
પોતાના કામમાં લાગી ગયા. અત્યંત તન્મયતાથી દરેક બ્રહ્મર્ષિ પોતાનું કામ કરી
 રહ્યા હતા. સૂર્યાસ્ત સુધી તે બધી પતરાવળી અને દ્રોણ વ્યવસ્થિત સુકાઈ ગયા 
હતા અને કોરા થઈ ગયા હતા. 
સૂર્યાસ્ત થતાં જ અત્રિઋષિ આશ્રમમાં પાછા ફરતાં બધા બ્રહ્મર્ષિઓએ નાના બાળકની જેમ આનંદથી તે બધી પતરાવળી અને દ્રોણ કેવી રીતે વ્યવસ્થિત સુકાઈ છે, એ અત્રિઋષિને બતાવ્યું. અત્રિઋષિએ તેમના પરિશ્રમની પ્રશંસા કરી અને પછી પૂછ્યું, “આમાંથી બપોર સુધી સુકાયેલી પતરાવળી અને દ્રોણ કયા છે? બપોરથી સાંજ સુધી સુકાયેલાં કયા? અને જેમને સૂકાતાં સૂર્યાસ્ત સુધી સમય લાગ્યો તે કયા છે?”
હવે
 બધા બ્રહ્મર્ષિ મૂંઝવણમાં પડી ગયા હતા. તેમણે આવું નિરીક્ષણ કર્યું જ 
નહોતું અને આધ્યાત્મિક અધિકાર વાપરીને આ જાણી લેવું ભગવાન અત્રિ સામે 
અયોગ્ય નિવડ્યું  હોત. આથી બધા બ્રહ્મર્ષિએ શરમાઈને પોતાની ભૂલ કબૂલ કરી. 
તેના
 પર અત્રિઋષિએ પૂછ્યું, “પણ આવું કેવી રીતે થયું? તમે તો આ પ્રક્રિયાનું 
મહત્ત્વ બરાબર જાણો છો.” કોઈની પાસે પણ તેનો ઉત્તર નહોતો. 
બાપુ આગળ તુલસીપત્ર-૧૩૭૮માં લખે છે, 
મનોમન શરમાયેલા તે બધા બ્રહ્મર્ષિઓ સામે અત્યંત સૌજન્યથી જોતાં અત્રિઋષિ બોલ્યા, “પુત્રો! અપરાધીપણાની ભાવના છોડી દો. 
કારણ
 કે આપણી ભૂલને કારણે અપરાધીપણાની ભાવના નિર્માણ થઈ કે પછી ધીમે ધીમે ખેદ 
થવા લાગે છે અને આ ખેદ સતત મનને ખૂંચતો રહે કે તેનું જ રૂપાંતર વિષાદમાં 
થાય છે અથવા લઘુતાગ્રંથિમાં થાય છે અને આ તો વધારે ખોટું છે. 
આજે તમે જ પલાશવૃક્ષનાં પાંદડાં ભેગાં કરો, તમે જ પતરાવળી અને દ્રોણ બનાવો અને તમે જ આવતીકાલે તે સૂકવતા રાખો અને ત્યારે નિરીક્ષણ કરવામાં ચૂકશો નહીં. 
|  | 
હું
 મારા ધ્યાન માટે અંતરકુટીમાં જઈ રહ્યો છું અને આવતીકાલે સૂર્યાસ્તના સમયે જ
 હું બહાર આવીશ. તે સમયે બધું કામ પુરૂ કરીને તૈયાર રહેજો.” 
બધા 
બ્રહ્મર્ષિ અત્યંત વિચારપૂર્વક અને ઉત્સાહથી પોતાના કામમાં લાગી ગયા. તેમણે
 અત્યંત ચોકસાઈથી બધું કાર્ય અત્રિઋષિની આજ્ઞા મુજબ કરીને બીજા દિવસના 
સૂર્યાસ્ત સુધી વ્યવસ્થિત ગોઠવીને રાખ્યું. 
એકમાત્ર દેવર્ષિ નારદે કંઈ પણ કામ કર્યું નહોતું. તેઓ ફક્ત દરેક બ્રહ્મર્ષિની સાથે ફરી રહ્યા હતા. 
અત્રિઋષિ
 બરાબર જણાવેલા સમયે તેમની ધ્યાનકુટીમાંથી બહાર આવ્યા અને તેમણે તે બધા 
બ્રહ્મર્ષિઓ સામે પ્રશ્નાર્થક નજરથી જોયું અને તેની સાથે દરેક બ્રહ્મર્ષિએ 
આગળ આવીને પોતપોતાનું કામ બતાવ્યું. 
દરેકનું કામ ઘણું ચોખ્ખું થયું હતું અને તેઓ સુકાઈ રહેલાં પાંદડાંનું વર્ગીકરણ પણ વ્યવસ્થિત કરી શક્યા. 
પરંતુ,
 તે છતાંય અત્રિઋષિના ચહેરા પર જરા પણ સંતોષ દેખાતો નહોતો. હવે તેમને 
પ્રશ્ન પૂછવાની હિંમત કોઈ પણ બ્રહ્મર્ષિની થઈ રહી નહોતી. કારણ કે બીજા બધા 
બ્રહ્મર્ષિ આ નિર્મિતિ હતા, જ્યારે ભગવાન અત્રિ સ્વયંભૂ હતા - આદિશક્તિનું પુરુષરૂપ હતા. 
અત્રિઋષિ:-
 “હે મિત્રજનહો! દેવર્ષિ નારદે જ સર્વોત્કૃષ્ટ કામ કર્યું છે. તમારા બધાનું
 કામ ફક્ત સો ગુણમાંથી ૧૦૦ ગુણનું થયું છે, ૧૦૮ ગુણનું નથી.” 
હવે 
તો બધા બ્રહ્મર્ષિ વધારે મૂંઝવણમાં પડી ગયા. ‘દેવર્ષિ નારદે તો એક પણ 
પલાશપર્ણ ભેગું કર્યું નહોતું, એક પણ દ્રોણ કે પતરાવળી બનાવી નહોતી. તો આ 
કેવી રીતે?' આ વિચાર તે દરેકના મનમાં આવી રહ્યો હતો. 
પરંતુ તે 
દરેકને પૂરો વિશ્વાસ હતો કે ભગવાન અત્રિ ક્યારે પણ અસત્ય ભાષણ નહીં કરે, 
પક્ષપાત નહીં કરે કે પોતાની પરીક્ષા લેવા માટે વાસ્તવ બદલીને નહીં રજૂ 
કરે. 
એટલામાં તે બધા બ્રહ્મર્ષિઓને જણાયું કે આશ્રમની બહાર તે 
બધાના મુખ્ય ઋષિશિષ્યો આવ્યા છે - જેમાં કેટલાક મહર્ષિ છે, કેટલાક તપસ્વી 
ઋષિ છે, કેટલાક નવા ઋષિ છે અને કેટલાક ઋષિકુમાર પણ છે. 
હવે 
અત્રિઋષિએ તે બધાને ફરીથી બે દિવસ તે જ કાર્ય તેમના તેમના શિષ્યો પાસે 
કરાવી લેવાની આજ્ઞા આપી અને કહ્યું, “આ વખતે તમે તમારા દરેક શિષ્યને તેના 
તેના કાર્ય મુજબ ગુણ આપવાના છો અને હું તમને.” 
બધા બ્રહ્મર્ષિઓએ પોતપોતાના શિષ્યોને અત્રિઋષિની આજ્ઞા સમજાવી અને તેઓ પોતે દરેક શિષ્યના કાર્યનું બારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યા. 
બે
 દિવસ બાદ અત્રિઋષિ ફરી તે જ સમયે બહાર આવ્યા અને તેની સાથે દરેક 
બ્રહ્મર્ષિએ પોતપોતાના શિષ્યનું કામ અત્રિઋષિને બતાવીને, તેની સાથે જ તે 
દરેકને મળેલા સો માંથી ગુણ પણ જણાવ્યા. 
આ પછી ભગવાન અત્રિએ બ્રહ્મર્ષિઓના બધા શિષ્યોને તેમના તેમના નિવાસસ્થાને જવા કહ્યું. 
તે બધા મહર્ષિ અને ઋષિ ત્યાંથી નીકળી જતાં જ, બધા બ્રહ્મર્ષિઓએ અત્યંત બાલભાવથી અત્રિઋષિ સામે અત્યંત ઉત્કંઠાથી અને જિજ્ઞાસાથી જોયું. 
અત્રિઋષિ
 તે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપીને બોલવા લાગ્યા, “પ્રિય આપ્તજનો! તમારા 
‘મહર્ષિ' શિષ્યોને પણ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ પણ મળ્યા નથી. તેનું કારણ શું?” 
બધા
 બ્રહ્મર્ષિઓએ ઘણો વિચાર કર્યો. પરંતુ તેમને ઉત્તર મળ્યો નહીં અને ઉત્તર 
શોધવા માટે તેઓ પોતાની સિદ્ધિઓ અત્રિઆશ્રમમાં વાપરી શકતા નહોતા. એટલે તે 
બધાએ અત્યંત વિનયથી પ્રણિપાત કરીને ભગવાન અત્રિને કહ્યું, “અમને આ પાછળનું કારણ સમજાતું નથી. 
અમને પોતાને પણ ૧૦૦ માંથી ૧૦૮ ગુણ મળી શક્યા નથી અને અમારા શિષ્યોને તો ૧૦૦ ગુણ પણ મળી શક્યા નથી. અમારી મતી કુંઠિત થઈ ગઈ છે. 
હે દેવર્ષિ નારદ! તને જ ૧૦૦ માંથી ૧૦૮ ગુણ મળ્યા છે. તું તો કૃપા કરીને અમારા પ્રશ્નોના ઉત્તર આપ.” 
દેવર્ષિ
 નારદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “ભગવાન અત્રિના શબ્દોનું ઉલ્લંઘન કરવું મને
 પણ શક્ય નથી અને મને ભગવાન અત્રિની અનુકંપા અને અનુગ્રહ પર પૂરો વિશ્વાસ 
છે. એટલે જે કંઈ કરવાનું છે તે તેઓ જ કરશે.” 
ભગવાન અત્રિએ તરત જ આદિમાતા અનસૂયાનું સ્મરણ કર્યું અને હવે ક્ષણભરમાં અત્રિઋષિની બાજુમાં આદિમાતા અનસૂયા દેખાવા લાગી. 
તે
 વાત્સલ્યમૂર્તિ આદિમાતાને જોતાં જ તે બધા બ્રહ્મર્ષિ રડવા લાગ્યા. આદિમાતા
 જ તે! તેમનું હૃદય વ્યાકુળ થયું અને તેમણે તરત જ શ્રીવિદ્યાપુત્ર 
ત્રિવિક્રમને ત્યાં બોલાવ્યા. 
બાપુ આગળ તુલસીપત્ર-૧૩૭૯માં લખે છે, 
આદિમાતા
 અનસૂયાની આજ્ઞા મુજબ ભગવાન ત્રિવિક્રમ તે આશ્રમમાં આવીને તે બધા 
બ્રહ્મર્ષિઓ સાથે વાત કરવા લાગ્યા, “હે મિત્રો! તમે બધા બ્રહ્મર્ષિ મારા 
અત્યંત નજીકના આપ્ત છો અને તમારા દરેકની ક્ષમતા, કાર્યક્ષમતા અને જ્ઞાન 
અપાર છે. 
પરંતુ આ ક્ષણે તમે બધા ‘આપણે ક્યાંક ઓછા પડ્યા' આ ભાવનામાં અટવાયેલા છો. 
ભગવાન
 અત્રિને તમે જે પ્રશ્ન પૂછવા માટે અહીં આવ્યા છો - 'આ કલ્પમાં સત્યયુગના 
પ્રથમ ચરણ પછી જ માનવસમાજ અકાર્યક્ષમ અને દુર્બળ થતો જઈ રહ્યો છે, તો પછી 
આગળ કેવી રીતે થશે?' આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે જ ભગવાન અત્રિએ આ બધી લીલા
 કરાવી. 
તમે શું, પણ હું અને જયેષ્ઠ ભ્રાતા હનુમંત અને શ્રીદત્તાત્રેય પણ અત્રિ-અનસૂયા સામે બાલભાવમાં જ હોઈએ છીએ 
અને
 બરાબર આ જ વાત તમે બધા ભૂલી રહ્યા છો અને એટલે જ તમે ગુણ ઓછા મળવાને કારણે
 લજ્જિત થયા છો. તેવું થવાનું કોઈ જ કારણ નથી. કારણ કે બ્રહ્મર્ષિ અગસ્ત્ય 
જુદા અને અત્રિ-અનસૂયા સામે ઊભા રહેલા બાલભાવમાંના અગસ્ત્ય જુદા. 
જુઓ!
 અહીં થયેલી બધી કૃતિઓ સામે બરાબર જુઓ! તમારા હાથે થયેલી પહેલી ભૂલ એટલે - 
તમે અત્રિઋષિની આજ્ઞાનું પાલન કરીને પતરાવળી અને દ્રોણ બનાવ્યાં. પરંતુ 
પોતે ભગવાન અત્રિ દ્રોણ બનાવી રહ્યા હતા ત્યારે તમે તેમની કૃતિનું બરાબર નિરીક્ષણ કર્યું નહીં અને એટલે જ અત્રિ ઋષિએ પોતે બનાવેલી વસ્તુઓનું વર્ગીકરણ કેવી રીતે કર્યું, તે તમારા ધ્યાનમાં આવ્યું નહીં. 
બરાબર આ જ ભૂલ આ કલ્પના સત્યયુગના માનવથી પણ થઈ રહી છે. તે જ્ઞાનાર્જન કરી રહ્યો છે, કામ પણ કરી રહ્યો છે. પરંતુ આ કલ્પનો આ માનવ નિરીક્ષણ શક્તિનો ઉપયોગ કરવામાં ઓછો પડી રહ્યો છે. 
અને બરાબર આ જ ભગવાન અત્રિએ તમને બતાવી આપ્યું છે. 
તમારા પ્રશ્નનો અડધો ઉત્તર મળ્યો ને?” 
આનંદિત થઈને બધા બ્રહ્મર્ષિઓએ તરત જ ‘સાધુ સાધુ' કહીને ભગવાન ત્રિવિક્રમની વાતને અનુમોદન આપ્યું. 
હવે ભગવાન ત્રિવિક્રમે આગળ બોલવાની શરૂઆત કરી, “પ્રિય બ્રહ્મર્ષિગણો! હવે પ્રશ્નના ઉત્તરના ઉત્તરાર્ધ વિશે. 
તમે કરેલી ભૂલ, આ બધા મહર્ષિઓએ પણ કરી. 
કારણ
 કે તમે બધા મહર્ષિઓના અને ઋષિઓના શિક્ષક-ગુરુ છો અને તમને આવેલા અનુભવ 
તમે, પોતાના શિષ્યોને આજ્ઞા આપતી વખતે તેમની સામે પ્રાંજલતાથી રજૂ જ કર્યા 
નહીં. 
શિક્ષક પોતે વિદ્યાર્થી અવસ્થામાં કરેલી ભૂલોમાંથી જ ધીમે 
ધીમે ઘડાતો જાય છે અને તેણે તે જ અનુભવ પોતાના વિદ્યાર્થીઓને જણાવીને 
તેમનું ઘડતર સહેલું કરવાનું હોય છે. 
તે પણ અહીં થયું નહીં અને એટલે જ તમારા આ સારા વિદ્યાર્થીઓને પણ ઘણા જ ઓછા ગુણ મળ્યા. 
આ વસુંધરા પરના આ કલ્પમાં અત્યારે બરાબર આ જ થઈ રહ્યું છે. 
તમે
 તમારા શિષ્યોને તૈયાર કરવામાં અર્થાત્મહર્ષિઓ અને ઋષિઓને તૈયાર કરવામાં 
ક્યાંય પણ ચૂક્યા નથી અને તેઓ પણ જુદા જુદા અધ્યાપકોને વ્યવસ્થિત રીતે 
તૈયાર કરી રહ્યા છે. 
પરંતુ આ અધ્યાપક જે ઋષિ નથી,  માત્ર પોતાની 
ભૂલોમાંથી તેઓ  જે કંઈ શીખ્યા, તે તેમના વિદ્યાર્થીઓ સામે રજૂ કરી રહ્યા 
નથી અને મુખ્ય વાત એટલે નિરીક્ષણ અને નિરીક્ષણ પછી કૃતિ આ ક્રમ વિદ્યાર્થીઓને મળવું દુર્લભ થઈ ગયું છે  અને એટલે જ આ કલ્પમાં માનવની કાર્યક્ષમતા ઘણી જ જલ્દી ઓછી થતી જઈ રહી છે.” 
ભાવવિભોર થયેલા બધા બ્રહ્મર્ષિઓએ પહેલાં અત્રિ-અનસૂયાના ચરણ પકડ્યા અને પછી ત્રિવિક્રમને પણ અભિવંદન કર્યું. 
પરંતુ
 બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્ય માત્ર કંઈક યાદ કરીને વિચારમાં ગયા હોય તેવા થયા. 
તે જાણીને ત્રિવિક્રમે તેમને સીધો જ પ્રશ્ન પૂછ્યો, “હે બ્રહ્મર્ષિ 
યાજ્ઞવલ્ક્ય! તમે તો સર્વશ્રેષ્ઠ અધ્યાપક છો. તમે કેમ વિચારમાં પડી ગયા છો?
 તમારા મનમાં કંઈ પ્રશ્ન છે કે શું? તમે મને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો.” 
બ્રહ્મર્ષિ
 યાજ્ઞવલ્ક્ય બોલ્યા, “હે ત્રિવિક્રમ! પરંતુ અમારા પ્રશ્નને એક અપવાદ હતો 
અને છે. બ્રહ્મર્ષિ ધૌમ્યના આશ્રમમાં માત્ર બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે 
અને તેનું કારણ પણ સમજાતું નથી. ત્યાં બધા જ વ્યવસ્થિત નિરીક્ષણ કરીને 
અત્યંત સુંદર કાર્ય કરતા રહે છે. તેનું કારણ શું?” 
ધૌમ્યઋષિએ પણ યાજ્ઞવલ્ક્યની વાતનું અનુમોદન કર્યું, “હા! પરંતુ મને પણ તેનું કારણ સમજાઈ શક્યું નથી.” 
ભગવાન
 ત્રિવિક્રમ એક સ્મિતહસ્ય કરીને બોલ્યા, “આદિમાતાએ કોઈ પણ પ્રશ્ન નિર્માણ 
થતાં પહેલાં જ, તેનો ઉત્તર તૈયાર કરીને રાખ્યો હોય છે. 
|  | 
| શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્ માં વિરાજમાન શ્રીમૂલાર્ક ગણપતિ | 
બ્રહ્મર્ષિ
 ધૌમ્ય ૧૦૦ વર્ષ માટે દેશભ્રમણ કરવા ગયા હતા ત્યારે તેમના આશ્રમનું કામકાજ 
તેમનો જયેષ્ઠ પુત્ર મહર્ષિ મંદાર અને તેની પત્ની રાજયોગિની શમી સંભાળી 
રહ્યા હતા. 
તમને પડેલો પ્રશ્ન તે બંનેને ૯૯ વર્ષ પહેલાં જ પડ્યો 
અને તે માટે તેમણે અનેક શોધ કર્યા. પરંતુ ઉત્તર કંઈ પણ કરીને મળ્યો નહીં 
અને તે જ સમયે અસુરોના ગુરુકુળમાં તેમનું આસુરી કામ શિસ્તથી બરાબર ચાલી 
રહ્યું છે તે આ બંનેને સમજાયું 
અને આ બંનેએ આદિમાતાના ચરણોમાં પોતાનું તપ અને પવિત્રતા સુરક્ષિત રાખીને, દેવર્ષિ નારદ સહિત
 તેઓ તામ્રતામસ અરણ્યમાં ગયા અને તેમને ફક્ત થોડા દિવસોમાં જ જ્ઞાનાર્જનમાં
 અને કાર્યમાં રહેલી નિરીક્ષણ શક્તિનું અને શિક્ષકોએ પોતાની ગતકાળની ભૂલો 
વિદ્યાર્થીઓ સામે વાર્તારૂપે રજૂ કરવાનું મહાત્મ્ય સમજાઈ ગયું અને તેઓ તરત જ
 પોતાના આશ્રમમાં પાછા ફર્યા. 
આદિમાતા પાસેથી તેમને પોતાની પવિત્રતા અને તપ પાછાં મળતાં જ તેઓ નિરીક્ષણ શક્તિનો અને ભૂલો વાર્તારૂપે વિદ્યાર્થીઓ
 સામે રજૂ કરવાનો અભ્યાસ કરવા લાગ્યા. એક દિવસે આવું ચિંતન કરતાં કરતાં 
તેમને ધ્યાન લાગ્યું અને તે ધ્યાનમાં તેમને તામ્રતામસમાં રહેલા વિદ્યાલયો 
દેખાવા લાગ્યા અને તેમના ધ્યાનમાં આવ્યું કે આપણે અજાણતા જ અસુરોનું અનુકરણ
 કર્યું છે - સારા માટે હોય, તો પણ અસુરોનું અનુકરણ ખરાબ જ; 
અને એટલે તે બંનેએ પ્રાયશ્ચિત્ત તરીકે પોતાની બધી સાધના, ઉપાસના, તપશ્ચર્યા અને પવિત્રતા દેવર્ષિ નારદને દાન તરીકે આપી દીધી. 
તેમના
 આ સાત્ત્વિક આચરણથી આદિમાતા અત્યંત પ્રસન્ન થયા અને આદિમાતાએ તેમને વરદાન 
માંગવા કહ્યું. તે બંને મને જ તેમનો આરાધ્ય દૈવત માનતા હોવાથી તે બંનેએ પણ 
મને જ માર્ગ પૂછ્યો, મને જ આદિમાતા પાસેથી તેમન માટે વરદાન માંગવા કહ્યું 
અને
 આવી રીતે મારી અડચણ માં મુક્યો. મેં તેમને ઉચિત વરદાન માંગવાની બુદ્ધિ 
આપતાં જ તે બંનેએ આદિમાતાને પૂછ્યું, “હે આદિમાતે! અસુરોનું અનુકરણ છોડીને 
ઉચિત નિરીક્ષણ શક્તિ અને ઉચિત અધ્યાપન માર્ગનો મૂળ સ્ત્રોત ક્યાંથી આવે છે 
અને કેવી રીતે મેળવવો, તે અમને જણાવીશ કે? અમને આ જ વરદાન જોઈએ છે. 
એટલું જ નહીં, પણ અસુરોની ભૂમિમાં પણ પવિત્ર શ્રદ્ધાવાનોને બરાબર નિરીક્ષણપૂર્વક કાર્ય કરી શકવાનો સ્ત્રોત પણ અમને જણાવ.” 
તેની
 સાથે આદિમાતાએ તે બંનેને ‘તથાસ્તુ' કહીને વરદાન આપ્યું અને મને તે બંનેને 
માર્ગદર્શન કરવા કહ્યું. હું તે બંનેને લઈને આ નૈમિષારણ્યમાં જ આવ્યો અને 
તેમને સર્વોચ્ચ ધ્યાન શીખવ્યું અને તે ધ્યાનમાંથી મેં તેમને બુદ્ધિથી પરના 
જ્ઞાનનો, આસુરી શક્તિઓથી પરના સત્ત્વનો સ્ત્રોત બતાવ્યો. 
તે સ્ત્રોત એટલે દરેકના મૂલાધાર ચક્રના સ્વામી એવા ભગવાન શ્રીમૂલાર્ક ગણપતિ. 
|  | 
| શ્રી અનિરુદ્ધ ગુરુક્ષેત્રમ્ માં વિરાજમાન શ્રીમૂલાર્ક ગણેશની સ્થાપના ના સમયે કરવામાં આવેલ યાગ | 
પોતાના જ મૂલાધાર ચક્રમાં અને તેની સાથે વસુંધરાના મૂલાધાર ચક્રમાં શ્રીમૂલાર્ક ગણપતિને જોતાં, તે બંનેની પણ પૂર્ણ સમર્પિત થવાની ઈચ્છા અત્યંત પ્રબળ થતી ગઈ અને તે શિખરે પહોંચી
અને તેમની આ સર્વોચ્ચ, સર્વોત્કૃષ્ટ ઈચ્છા આદિમાતાને અત્યંત ગમી અને શ્રીગણપતિને અત્યંત પ્રિય થઈ.
પછી મહર્ષિ મંદારમાંથી એક વૃક્ષ નિર્માણ થયું અને રાજયોગિની શમીમાંથી એક નાજુક છોડ નિર્માણ થયો. 
અર્થાત્ મંદાર વૃક્ષ અને શમી વનસ્પતિ પ્રથમ જ ઉત્પન્ન થયા 
અને
 તેની સાથે આદિમાતાએ વરદાન આપ્યું કે જે કોઈ શ્રીગણપતિની કોઈ પણ પ્રતિમાનું
 પૂજન, વિશેષ રૂપથી મૂલાર્ક ગણપતિનું પૂજન મંદાર વૃક્ષ નીચે અને શમીપત્રોથી
 કરશે, તેને આ બુદ્ધિથી પરની નિરીક્ષણ શક્તિ અને આસુરી પરિસ્થિતિમાં પણ 
સંકટોથી મુક્ત રહેવાની શક્તિ અર્થાત્ દૈવી પ્રજ્ઞા (દૈવી પ્રતિભા) પ્રાપ્ત થશે. 
આવી રીતે આ નૈમિષારણ્યમાં વિશ્વનું પ્રથમ મંદાર વૃક્ષ અને પ્રથમ શમી વનસ્પતિ નિર્માણ થયા. 
એક
 નિમિષમાં (પલક ઝબકે તેટલો સમય) મંદાર વૃક્ષ વધીને ખીલી ઊઠ્યું હોવાથી તેને
 જ ‘નિમિષવૃક્ષ' એવું નામ મેં આપ્યું અને હમણાં જ થયેલા ત્રિપુરાસુર 
યુદ્ધના સમયે શિવપુત્રોના બાણ મંદારવૃક્ષના, શમીના રસમાં બોળેલી સમિધાઓથી 
મે પોતે જ તૈયાર કરાવી લીધા 
અને
 એટલે શિવપુત્રોના ભાલા અને બાણ તામ્રતામસ અરણ્યની ભૂમિમાં ખુંપી જતાં જ, 
ત્યાં ઠેર ઠેર મંદાર વૃક્ષ અને શમી નિર્માણ થયા - શ્રદ્ધાવાનોના સંરક્ષણ 
માટે.” 
|  | 
આ કથા સાંભળીને બધા બ્રહ્મર્ષિ અત્યંત આનંદથી ધૌમ્યઋષિનું અભિનંદન કરવા લાગ્યા
અને તેટલામાં તે બધાના ધ્યાનમાં આવ્યું કે આપણી સામે જ મંદાર અને શમી છે. બધા બ્રહ્મર્ષિઓએ અત્યંત પ્રેમથી, વાત્સલ્યથી અને આદરથી મંદારવૃક્ષને આલિંગન આપ્યું
અને
 તેની સાથે ત્રિવિક્રમે તે બધા બ્રહ્મર્ષિઓના, સામાન્ય શ્રદ્ધાવાનો વિના 
કારુણ્યને જળ તરીકે  પેલા મંદાર વૃક્ષના મૂળોને અર્પણ કર્યું અને તે મંદાર 
વૃક્ષના મૂળથી આ વિશ્વની મૂલાર્ક ગણેશની આદ્ય સ્વયંભૂ મૂર્તિ ભગવાન ત્રિવિક્રમના હાથમાં આવી. 
બ્રહ્મવાદિની
 લોપામુદ્રા કૈલાશ પરના બધાને આગળ કહેવા લાગી, “એ જ તે ક્ષણ, જ્યારે 
સ્વયંભૂ મૂલાર્ક ગણેશની મૂર્તિ ત્રિવિક્રમે નૈમિષારણ્યમાં અત્રિઋષિના આશ્રમ
 સામે સ્થાપિત કરી. 
શા માટે? 
મૂલાર્ક ગણેશના મંત્રના પાઠને કારણે માનવની પ્રજ્ઞા અર્થાત્ ભગવાને આપેલી બુદ્ધિ, માનવની માનવી બુદ્ધિ પર અને માનવી મન પર કાબૂ મેળવે છે અને શ્રદ્ધાવાનન બધા સંકટો અને ભૂલોમાંથી મુક્ત કરે છે.”

Comments
Post a Comment