સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધના ભાવવિશ્વમાંથી - પાર્વતીમાતાના નવદુર્ગા સ્વરૂપોનો પરિચય – ભાગ ૧૦

 

સંદર્ભ - સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં દૈનિક પ્રત્યક્ષમાંના "તુલસીપત્ર" આ અગ્રલેખમાલામાંનો અગ્રલેખ ૧૩૯૮ અને ૧૩૯૯

સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ તુલસીપત્ર - ૧૩૯૮ આ અગ્રલેખમાં લખે છે, 

શ્રીશાંભવીમુદ્રાનું સંપૂર્ણ વર્ણન અને તેના વિષેની સાવધાનતા આ બધું બરાબર જાણી લીધા પછી બધા શિવગણ, ઋષિકુમાર, ઋષિ અને ખરેખર મહર્ષિ પણ અંદરોઅંદર ચર્ચા કરીને વરિષ્ઠ બ્રહ્મવાદિની લોપામુદ્રાને વિનંતી કરવા લાગ્યા, “હે સર્વશ્રેષ્ઠ બ્રહ્મવાદિની! અમને શ્રીશાંભવીમુદ્રા વિષે, આઠમી નવદુર્ગા મહાગૌરી વિષે અને એમણે અમને આપેલા અષ્ટદલ શ્વેતપુષ્પ વિષે વધુ જાણવાની પ્રબળ ઇચ્છા થઈ રહી છે અને આ ઇચ્છા પણ અમારા હાથને કાયમ માટે ચોંટેલા આ શ્વેતપુષ્પની સુગંધથી અધિક જ વધી રહી છે. અમારા પર કૃપા કરો.”

બ્રહ્મવાદિની લોપામુદ્રાએ મહાગૌરીની અને આદિમાતાની અનુજ્ઞા લઈને બોલવાની શરૂઆત કરી, “હા! તમારી જિજ્ઞાસા તે શ્વેતપુષ્પના કારણે જ વધી રહી છે.

શ્રદ્ધાવાનોની અને સજ્જનોની આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, કલા વિષયક, વ્યાપાર વિષયક, કારીગરી વિષયક, દેશરક્ષણ-ધર્મરક્ષણ વિષયક, સાંસારિક એવી બધા ક્ષેત્રોમાંની જિજ્ઞાસા ઉચિત માર્ગે અને ઉચિત ક્રમમાં વધારવાનું કાર્ય આ આઠમી નવદુર્ગા મહાગૌરી કરતી હોય છે.

કારણ કે આ ‘મહાગૌરી’ રૂપે જ, તેમનાં જ દેહ પર પ્રત્યક્ષ પરમશિેવે કરેલા સાતમી ગંગાના લેપમાંથી જ ગણપતિનો જન્મ થયો છે અને આ ગણપતિ વિશ્વનો ઘનપ્રાણ છે, બુદ્ધિદાતા, પ્રકાશદાતા અને વિઘ્નહર્તા છે.

તો પછી એમની માતા એવા આ મહાગૌરી પોતાના ભક્તોને અર્થાત્ શ્રદ્ધાવાનોને ગણપતિ પાસેથી બધા વર મળે એવી વ્યવસ્થા કરશે જ ને! અને તેથી જ આ માતા શ્રદ્ધાવાનોના મનમાં સારી અને ઉપયોગી જિજ્ઞાસા નિર્માણ પણ કરે છે અને તેને પૂર્ણ પણ કરાવી લે છે.

પ્રિય આપ્તજનહો! આ એક જ પાર્વતીનું આ અષ્ટમીનું રૂપ મહાગૌરી, આવી રીતે કાર્ય કરતી હોવાથી જ નવરાત્રિઓમાં અષ્ટમી તિથિનું મહત્ત્વ સર્વત્ર પ્રખ્યાત છે.

મોટા ભાગના સ્થળો પર અને પ્રદેશોમાં નવરાત્રિમાંની અષ્ટમીને દિવસે હોમ, હવન, યજન, યજ્ઞ કરવામાં આવે છે, તે ફક્ત આ માટે - કારણ પાર્વતીના જીવનપ્રવાસમાંની આ ‘મહાગૌરી’ સ્થિતિ અર્થાત્ તબક્કો અર્થાત્ રૂપ એ પહેલાના સાત રૂપો સાથે પણ એકરૂપ છે અને પછીના નવમા રૂપ સાથે પણ એકરૂપ છે.

અને આના કારણે અષ્ટમીએ કરવામાં આવેલો હવન નવેનવ નવદુર્ગાઓને સમાન રીતે પ્રાપ્ત થાય છે,

તેમ જ આ મહાગૌરી પ્રકટ થઈ, તે પણ આસો મહિનાની સુદ આઠમે જ.

અષ્ટમીને દિવસે કરવામાં આવેલો હવન, પૂજન, આનંદોત્સવ, ભક્તિનૃત્ય (ગરબા ઇત્યાદિ) અને રાત્રિનું જાગરણ, આદિમાતાના ચરિત્રનું પઠન (માતૃવાત્સલ્યવિન્દાનમ્), આદિમાતાના કાર્યનું અને ગુણોનાં કીર્તનનું શ્રવણ અને પાઠ (માતૃવાત્સલ્ય ઉપનિષદ), આ બધું જ સ્વયં આદિમાતાને અને નવેનવ નવદુર્ગાઓને અત્યંત પ્રિય હોય છે -

ખરેખર તો આસો સુદ આઠમ આ દિવસ બધા શ્રદ્ધાવાનો માટે મોટું વરદાન છે -

શ્રદ્ધાવાનોને આ નવરાત્રિમાંના પૂજનથી આ નવેનવ નવદુર્ગાઓ સહાયકારી બને છે અને આ મહાગૌરી અને સ્કંદમાતા પોતપોતાના પુત્રો સાથે સાચા શ્રદ્ધાવાનના ઘરમાં જ પોતાના આશીર્વાદમય સ્પંદનો આખું વર્ષ પ્રક્ષેપિત કરતા રહે છે.

અને તેથી જ શ્રદ્ધાવાને પોતાને ફાવતું હોય તે પ્રકારે અને ફાવતું હોય તેટલા પ્રમાણમાં આસો નવરાત્ર અને ચૈત્ર નવરાત્ર આ બે અત્યંત પવિત્ર ઉત્સવો પોતાની ક્ષમતા પ્રમાણે પ્રેમથી, શ્રદ્ધાથી આનંદોત્સવ કરતા ઉજવવા જોઈએ.

હે શ્રદ્ધાવાનહો! જે જે શ્રદ્ધાવાન ‘માતૃવાત્સલ્યવિન્દાનમ્' અને ‘માતૃવાત્સલ્ય ઉપનિષદ' આ ગ્રંથોનું નિયમિત શ્રદ્ધાથી પાઠ કરે છે અને દરેક નવરાત્રિમાં એક એક ગ્રંથનું પારાયણ કરે છે, તેને આ મહાગૌરી આઠ વર્ષ પછી આ શ્વેતપુષ્પ બહાલ કરે છે.

અને પછી એકવાર તે શ્વેતપુષ્પ શ્રદ્ધાવાનના હાથને ચોંટી ગયું કે તે કાયમ માટે જ.

કારણ કે તે શ્વેતપુષ્પ ખરેખર તો શ્રદ્ધાવાનના લિંગદેહને જ ચોંટે છે.

અને તેના કારણે એના કોઈ પણ જન્મમાં તે શ્વેતપુષ્પ એનાથી અલગ થતું નથી.

હવે પ્રશ્ન એ છે કે આ પુષ્પ અષ્ટદલોનું જ કેમ?

જવાબ આદિમાતાના ‘શાકંભરી શતાક્ષી' અવતારે આપી રાખ્યો છે - માનવે સંસાર કરવાનો હોય કે અધ્યાત્મ કે બંનેય.

શ્રીશ્વાસમ્ ઉત્સવમાં આદિમાતા શતાક્ષીના દર્શન કરતા સદ્દગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ

પરંતુ તે પ્રત્યેક કાર્ય માટે એને ભૌતિક, પ્રાણિક અને માનસિક સ્તર પર અન્ન, જળ અને વાયુની જરૂર લાગે જ છે.

અને માનવના ત્રિવિધ દેહોને જરૂરી અન્ન, જળ, વાયુ આ આદિમાતાની  અષ્ટધા પ્રકૃતિ

તરફથી જ આવતા હોય છે.

અને આ શ્વેત અષ્ટદલપુષ્પ તે અષ્ટધા પ્રકૃતિનું જ વરદાન છે અને તે પણ શ્વેત અર્થાત્ સંપૂર્ણપણે શુદ્ધ અને પવિત્ર.”

બાપુ આગળ તુલસીપત્ર - ૧૩૯૯ આ અગ્રલેખમાં લખે છે,

આવી રીતે નવરાત્રિમાંની અષ્ટમી તિથિનું મહાત્મ્ય અને મહાગૌરીએ આપેલા શ્વેત અષ્ટદલપુષ્પ આ વિષે શ્રદ્ધાવાનોને સમજાવીને કહ્યા બાદ બ્રહ્મવાદિની લોપામુદ્રાએ બધા ઉપસ્થિત બ્રહ્મર્ષિઓને અને બ્રહ્મવાદિનીઓને, આદિમાતાની અનુજ્ઞા લઈને ત્યાં ઉપસ્થિતોના નાના નાના જૂથોને ‘શ્રીશાંભવીમુદ્રા’ પ્રત્યક્ષ કરીને દેખાડવાની વિનંતી કરી.

દરેક બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિની પોતપોતાના જૂથને લઈને અલગ અલગ જગ્યાએ જઈને બેસી ગયા.

કોણે કોની પાસે જવાનું, એ સદ્ગુરુ ત્રિવિક્રમે જ કહ્યું અને ક્યાં બેસવાનું તે પણ કહ્યું.

દરેક શિવગણ અને ઋષિસમુદાય, એમને નિમીને આપેલી જગ્યાએ જઈને બેસતાં જ આશ્ચર્યના મહાસાગરમાં ઊછળીને તરવા લાગ્યા.

કારણ પણ તેવું જ હતું - દરેક બ્રહ્મર્ષિ અથવા બ્રહ્મવાદિનીના જૂથની બાજુમાંથી એક એક ગંગાનદી વહી રહી હતી.

દરેક બ્રહ્મર્ષિ અથવા બ્રહ્મવાદિનીના આસન પાછળ એક ખીલેલું બિલ્વવૃક્ષ હતું.

અને મુખ્ય એટલે દરેક જૂથ બીજા જૂથોનું દૃશ્ય પણ જોઈ શકતું હતું.

કેટલી બધી ગંગાઓ! કેટલા બધા બિલ્વવૃક્ષો! અને ક્યાં ક્યાં જોવાનું?

બ્રહ્મવાદિની લોપામુદ્રા પાસે તો કોઈ જૂથ આપવામાં આવ્યું નહોતું. એમને પોતાનું જ માર્ગદર્શકનું કાર્ય કરવાનું હતું.

બ્રહ્મવાદિની લોપામુદ્રા અત્યંત વિનમ્ર ભાવથી આદિમાતા શ્રીવિદ્યાના ચરણો પાસે જઈને ઊભા રહ્યા, “હે બધા શ્રદ્ધાવાન આપ્તગણહો! હવે તમારું બધું જોઈને થઈ ગયું છે, તે જ રીતે એનું આશ્ચર્ય પણ કરીને થઈ ગયું છે. તેથી આ ક્ષણથી માત્ર પોતપોતાના જૂથના  સદ્ગુરુ સામે જ ધ્યાન કેન્દ્રિત કરીને રહેજો.

તમારા ગુરુ તમને આજે શ્રીશાંભવીમુદ્રા પ્રદાન નહીં કરે, પણ ફક્ત તમારી સામે પ્રાત્યક્ષિક કરીને દેખાડવાના છે.”

બ્રહ્મવાદિની લોપામુદ્રાના કહેવા અનુસાર ત્યાં નો દરેક ઉપસ્થિત ફક્ત પોતપોતાના ગુરુ સામે જોવા લાગ્યો.

દરેક બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિની અર્થાત્ ‘બ્રહ્મગુરુ’ હવે પદ્માસનમાં સ્થિર થયા હતા.

એમણે પ્રથમ બંને હાથ જોડીને દત્તગુરુની અને આદિમાતાની પ્રાર્થના કરી અને પછી તેઓ પોતપોતાની આંખો બંધ કરીને બેસી ગયા.

તેમની બીજી કોઈ પણ હિલચાલ થઈ રહી નહોતી - બિલકુલ પાંપણોની અને નાકના નસકોરાની પણ;

અને તેના કારણે પાંપણોની આડમાં શું ચાલી રહ્યું છે, તે સામે બેઠેલા કોઈને પણ દેખાઈ શકતું નહોતું.

પરંતુ કૈલાસ પર અને તે પણ આદિમાતા અને ત્રિવિક્રમની ઉપસ્થિતિમાં આવું કેવી રીતે થઈ શકે?

ના! અહીં આવી સ્થિતિમાં કોઈ પણ શ્રદ્ધાવાન કોઈ પણ વસ્તુથી વંચિત રહી જ ન શકે. ભગવાન ત્રિવિક્રમે દરેક સમૂહની બાજુમાંથી વહેતી તે તે ગંગાના જળથી લોપામુદ્રાને દરેક બ્રહ્મગુરુની પાંપણો પર સિંચન કરવા કહ્યું.

તેની સાથે દરેકને જ બ્રહ્મગુરુઓની પાંપણો દેખાતી હોવા છતાં પણ, તે પાંપણોની પાછળની એમના આંખોનું હલનચલન વ્યવસ્થિત દેખાવા લાગ્યું.

તે દરેક બ્રહ્મગુરુની બંને આંખો, એમની એમની બંને ભમરોથી સમાન અંતર પરના મધ્યબિંદુ પર કેન્દ્રિત થયેલી હતી.

અને એમની આંખોમાંથી અત્યંત પવિત્ર અને શુદ્ધ ભાવ સૌમ્ય અને મૃદુ વિદ્યુત્શક્તિના રૂપમાં એમના આજ્ઞાચક્ર તરફ વહી રહ્યો હતો.

અને તેની સાથે જ એમનું આજ્ઞાચક્ર એક વિલક્ષણ સુંદર તેજથી છલકાઈને વહી રહ્યું હતું.

અને તે આજ્ઞાચક્રમાંથી પણ એક અત્યંત વિલક્ષણ પ્રવાહ તે બ્રહ્મગુરુઓની આંખોમાં પ્રવેશી રહ્યો હતો.

સદ્દગુરુ શ્રીઅનિરુદ્ધ દ્વારા પ્રબોધિત શ્રીશબ્દધ્યાનયોગ ઉપાસનામાં રહેલ આજ્ઞાચક્ર પ્રતિમા

માત્ર આ વિલક્ષણ પ્રવાહ જળનો કે વિદ્યુતશક્તિનો નહોતો, પણ અત્યંત સુંદર, સૌમ્ય અને શાંત એવા પહેલા ક્યારેય પણ ન જોયેલા અદ્ભુત પ્રકાશનો હતો.

અને આ અદ્ભુત પ્રકાશપ્રવાહ તે બ્રહ્મગુરુઓની આંખોમાં પ્રવેશીને પછી એમના ત્રિવિધ દેહમાંની ૭૨,૦૦૦ નાડીઓમાં પ્રવાહિત થઈ રહ્યો હતો.

અને આ પ્રકાશના કારણે તે બ્રહ્મગુરુઓના શરીરમાંની દરેક સ્થૂળ પેશી અત્યંત યુવાન, ઓજયુક્ત અને શુદ્ધ થઈ રહી હતી અને તેમના માનસિક દ્રવ્યનો દરેક કણ પણ.

એટલામાં બધાના કાનો માં ‘ઓમ શ્રીદત્તગુરવે નમઃ' આ ભગવાન ત્રિવિક્રમના અવાજમાંનો મંત્ર સંભળાયો અને તેની સાથે પાંપણોની આડમાંથી દેખાતું બધું અદૃશ્ય થઈ ગયું.

બધા બ્રહ્મગુરુઓએ માત્ર પોતાની આંખો ખોલવાની તરત જ શરૂઆત નહોતી કરી - જાણે કે એમણે ત્રિવિધ દેહમાં મેળવેલો તે દિવ્ય પ્રકાશ તેઓ બરાબર સાચવીને રાખી રહ્યા હતા.

ભગવાન ત્રિવિક્રમનો ‘શ્રીદત્તગુરાવે નમઃ' આ જાપ ચાલુ જ હતો અને પછી બ્રહ્મર્ષિ અગસ્ત્યએ પ્રથમ પોતાની પાંપણો ખોલી. એમની પાછળ બીજા બધા બ્રહ્મગુરુઓએ પણ ક્રમવાર પોતપોતાની પાંપણો ખોલી.

તે બધા બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિનીઓ હવે અધિક જ તેજસ્વી, અધિક યુવાન, અધિક શક્તિમાન અને બલવાન દેખાઈ રહ્યા હતા.

બ્રહ્મવાદિની લોપામુદ્રાએ સુહાસ્ય વદને બધાને કહ્યું, “શ્રીશાંભવીમુદ્રાની સાધનાના કારણે દરેક સાધકનો સ્થૂળ દેહ, પ્રાણમય દેહ અને મનોમય દેહ આવી જ રીતે હંમેશા નિત્યનૂતન અને તાજા રહેતો હોય છે.

માત્ર આજ્ઞાચક્રમાંથી જે પ્રકાશ નીકળ્યો, તે ક્યાંથી આવ્યો, એ ફક્ત શ્રીશાંભવીવિદ્યાની સત્તરમી અને અઢારમી કક્ષામાં જ જાણી શકાય છે.

‘સદ્ગુરુ ત્રિવિક્રમ પાસેથી શ્રીશાંભવીમુદ્રા પ્રાપ્ત કરી ’લેવી’ આ જ દરેક શ્રદ્ધાવાનની જન્મશૃંખલાનો સર્વોચ્ચ ધ્યેય હોવો જોઈએ; કારણ કે શ્રીશાંભવીમુદ્રા પ્રાપ્ત થયા પછી દુ:ખ, ભય, ક્લેશ આ બાબતો પીડા જ નથી આપતી અને ગમે તેટલા સંકટો આવે, તો પણ શ્રદ્ધાવાન તેમાંથી પાર ઉતરી જાય છે.

હે ઉપસ્થિત શ્રદ્ધાવાનહો! આ આઠમી નવદુર્ગા મહાગૌરી પોતાના બીજા આઠ રૂપોની જેમ જ અત્યંત કૃપાળુ છે.

પ્રિયજનહો! ‘આ નવ જણીઓમાં કોણ વધુ કૃપાળુ અથવા કોણ વધુ પ્રભાવી’ એવો વિચાર ભૂલથી પણ કરતા નહીં.

કારણ કે દરેકનો માર્ગ અલગ હોય, તો પણ દરેકનો પ્રેમ, કૃપા અને અનુગ્રહ સરખો જ છે.

કારણ કે છેવટે આ નવેય જણીઓ એટલે એક જ પાર્વતી છે.”

---------------

Comments