સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધના ભાવવિશ્વમાંથી - પાર્વતીમાતાના નવદુર્ગા સ્વરૂપોનો પરિચય – ભાગ ૮

 

સંદર્ભ - સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધના દૈનિક પ્રત્યક્ષમાંના "તુલસીપત્ર" આ અગ્રલેખમાલામાંનો અગ્રલેખ ક્ર. ૧૩૯૪ અને ૧૩૯૫

સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ તુલસીપત્ર - ૧૩૯૪ અગ્રલેખમાં લખે છે,

બ્રહ્મવાદિની લોપામુદ્રા સાતમી નવદુર્ગા કાલરાત્રિના ચરણો પર મસ્તક મૂકીને અને તેમને વિનમ્રતાપૂર્વક અભિવાદન કરીને બોલવા લાગ્યા, “આપ્તજનહો! આ સાતમી નવદુર્ગા કાલરાત્રિ શાંભવી વિદ્યાના તેરમા અને ચૌદમા પગથિયાંની (કક્ષાઓની) અધિષ્ઠાત્રી છે અને આસો મહિનાના સુદ સાતમના દિવસ અને રાત્રિની નાયિકા છે.

આ ભગવતી કાલરાત્રિ ભક્તોના શત્રુઓનો સંપૂર્ણ રીતે વિનાશ કરનારી છે. એમના પૂજનથી ભૂત, પ્રેત, રાક્ષસ, દૈત્ય, દાનવ, તમાચારી માંત્રિક અને પાપી શત્રુ આવા બધેબધા  એક વર્ષ સુધી એ પૂજક ભક્તની આસપાસ પણ આવી શકતા નથી.”

બધા શિવગણ મૂંઝાઈને એકબીજા સામે જોવા લાગ્યા, “અમે તો પિશાચમય જ છીએ. પણ અમને માતાનો ભય લાગવાને બદલે એમના વિષે અત્યંત પ્રેમ જ લાગી રહ્યો છે.”

લોપામુદ્રાએ સ્મિત હાસ્ય કરીને કહ્યું, “માતા છે જ એવી અને તમે પણ ‘શિવગણ’ છો, માત્ર પિશાચો નથી અને હવે તો તમારું રૂપ પણ બદલાયેલું છે.”

બધો ઋષિસમુદાય ઊભો રહીને લોપામુદ્રાને વિનંતી કરવા લાગ્યો, “અમારે રાન-વનમાંથી, જંગલોમાંથી, નિબિડ અરણ્યોમાંથી, અનેક સ્મશાનઘાટો પરથી, પ્રચંડ નરસંહાર થયેલા પ્રાચીન યુદ્ધભૂમિ પરથી એકલા પ્રવાસ કરવો પડે છે અને માતાનું ગુણવર્ણન સાંભળીને અમને આ નવદુર્ગા કાલરાત્રિના ચરણો પર મસ્તક મૂકવાની ઇચ્છા થઈ રહી છે. અમને તેવી અનુજ્ઞા મળશે કે?”

બ્રહ્મવાદિની લોપામુદ્રાએ પ્રશ્નાર્થક નજરથી ભગવાન ત્રિવિક્રમ સામે જોયું અને તે સાથે પોતાની માતાની અનુજ્ઞા લઈને ભગવાન ત્રિવિક્રમ ફરી એકવાર એમના એકમુખી રૂપમાં આ બધામાં આવ્યા અને એમણે બ્રહ્મવાદિની અરુંધતીને લોપામુદ્રાના હાથ હાથમાં લઈને બધાને બતાવવા માટે કહ્યું અને લોપામુદ્રાના મસ્તક પરનું વસ્ત્ર દૂર કરીને તેમનો કપાળનો ભાગ દેખાડવા માટે કહ્યું.

અરુંધતીએ તેમ કરતાં જ બધા મહર્ષિ, ઋષિવર અને ઋષિકુમાર અત્યંત આશ્ચર્યચકિત અને થોડાક ભયભીત પણ થયા.

કારણ કે બ્રહ્મવાદિની લોપામુદ્રાના મસ્તકને અને હાથોને જ્યાં જ્યાં ભગવતી કાલરાત્રિના ચરણોનો સ્પર્શ થયો હતો, ત્યાંથી અનેક વિદ્યુત્શલાકાઓ લોપામુદ્રાના સહસ્રાર ચક્રમાં ઘૂસીને રમત રમી રહ્યા હતા અને એમના હાથોમાંથી અગ્નિની મોટી મોટી જ્વાળાઓ તેમના શરીરમાંની બધેબધી જ એટલે કે ૭૨,૦૦૦ નાડીઓમાં પ્રવેશીને આનંદનૃત્ય કરતા હતા.

આ જોતા જ મહર્ષિ પણ ભયભીત થયા અને તે જોઈને ભગવાન ત્રિવિક્રમે કહ્યું, “આ કાલરાત્રિ છે જ એવી. આ જ્વાળાઓ અને વિદ્યુત્શલાકાઓ બ્રહ્મવાદિની લોપામુદ્રાને કોઈ પણ પ્રકારે વેદના કે પીડા નથી આપી રહી, પણ ઊલટું આ વિદ્યુલ્લતા અને જ્વાળાઓના કારણે બ્રહ્મવાદિની લોપામુદ્રાના સહસ્રારમાંની બધી સિદ્ધિઓ જાગૃત થઈ રહી છે અને એમના દેહમાંના બધા જ એટલે કે ૧૦૮ શક્તિકેન્દ્રો જાણે પવિત્ર યજ્ઞકુંડ જ બની ગયા છે.

અને આવું તેજ ધારણ કરવું સામાન્ય માનવને જ શું; પણ મહર્ષિઓને પણ શક્ય નથી.

આઠમી નવદુર્ગા મહાગૌરીનું રૂપ કેટલું પણ શાંત અને પ્રસન્ન હોય, તો પણ એમના ચરણોના પ્રત્યક્ષ સ્પર્શથી માનવ દેહમાંના બધા જ ૧૦૮ શક્તિકેન્દ્રો અત્યંત શીતલ અને શાંત થાય છે અને ૭૨,૦૦૦ નાડીઓમાંથી ચાંદ્રતેજ જળપ્રવાહની જેમ વહેવા લાગે છે અને તે અતિશીતલતા પણ સામાન્ય શ્રદ્ધાવાનથી અને મહર્ષિઓથી પણ સહન થઈ શકતી નથી.

નવમી નવદુર્ગા સિદ્ધિદાત્રી અત્યંત પ્રસન્નવદના છે. પરંતુ એમનું મણિદ્વીપમાતા સાથે એકરૂપત્વ છે.

આ બધી બાબતોના કારણે આ ત્રણેયની પ્રતિમાઓનું પૂજન કરવું અત્યંત સહેલું હોય, તો પણ એમના પ્રત્યક્ષ રૂપોનું ધ્યાન કરવું મહર્ષિઓને પણ ફ઼ાવતું નથી.

પરંતુ આ ત્રણેયના પ્રત્યક્ષ પૂજનનો અને પ્રત્યક્ષ ધ્યાનનો બધો જ લાભ આસો મહિનાની સુદ નવરાત્રિની પાંચમને દિવસે માતા લલિતાંબિકાનું પૂજન કર્યું હોય તો સહેલાઈથી પ્રાપ્ત થાય છે.

કારણ કે પાંચમની નાયિકા સ્કંદમાતા છે અને લલિતાંબિકા બધા શ્રદ્ધાવાનોની પ્રત્યક્ષ પિતામહી જ છે.

આ આદિમાતા ‘લલિતાઅંબિકા’ સ્વરૂપમાં હંમેશા ‘લલિતાપંચમી’ ના આ દિવસે જ પ્રકટ થતા હોય છે અને ત્યારે કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી એમના પ્રમુખ સેનાપતિ હોય છે.

લલિતાપંચમીના પૂજનનું વર્ણન કરવા મને પણ અનેક દિવસો લાગશે.”

એટલું બોલીને ભગવાન ત્રિવિક્રમે કાલરાત્રિને અને આદિમાતાને પ્રણામ કર્યા 

શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમમાં શ્રીઆદિમાતા મહિષાસુરમર્દિનીના દર્શન કરતા સદ્દગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ

અને તે સાથે જ બધેબધા નવ નવદુર્ગા, દસ મહાવિદ્યા, સપ્તમાતૃકા, ૬૪ કોટી ચામુંડા ત્યા ઉપસ્થિત થયા અને પછી તે બધી માતાઓએ ક્રમવાર આદિમાતા મહિષાસુરમર્દિનીના રોમરોમમાં પ્રવેશ કર્યો અને  તે સાથે મણિદ્વીપનિવાસિની આદિમાતાના ત્રિજા નેત્રમાંથી એક સાથે પ્રખર અને સૌમ્ય એવું અપૂર્વ તેજ સર્વત્ર ફેલાવા લાગ્યું અને તે સાથે આદિમાતાના મૂળ સ્વરૂપની જગ્યાએ તેણીનું "લલિતાંબિકા" સ્વરૂપ દેખાવા લાગ્યું. લલિતાંબિકાએ પ્રકટ થતા વેત જ બધાને અભયવચન આપ્યું, "જેણે નવરાત્રીમાંના અન્ય દિવસે નવરાત્રી પૂજન ફાવે છે અને જેને નવરાત્રી માં અન્ય દિવસોમાં નવરાત્રીપૂજન ફાવતું નથી, આવા બધા માટે જ લલિતાપંચમીના દિવસે મારા "મહિષાસુરમર્દિની" સ્વરૂપનું મારા લાડકા પુત્ર સાથે કરેલું પૂજન સંપૂર્ણ નવરાત્રીનું ફળ જેના તેના ભાવ અનુસાર આપી શકે છે  અને કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધીદાત્રી આ ત્રણેયના ચરણોપર મસ્તક મુકવાથી મળણારા લાભ, અત્યંત સૌમ્ય સ્વરૂપમાં લલિતાપંચમીના દિવસે માત્ર મને અને ત્રિવિક્રમને બિલીપત્ર અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે. કારણ તમે હમણા જ જોયું કે બધી નવદુર્ગા, બધી સપ્તમાતૃકા, મારા બધા અવતાર અને ૬૪ કોટી ચામુંડા મારામાં જ નિવાસ કરે છે."

સપ્તમાતૃકા, જેમના પૂજન વિશે સદ્દગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુએ ગુરુવાર, ૨૪ ઓક્ટોબર ૨૦૧૩ ના પ્રવચનમાં જણાવ્યું હતું

બાપુ આગળ તુલસીપત્ર - ૧૩૯૫ અગ્રલેખમાં લખે છે, 

બધા બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિનીઓએ અત્યંત પ્રેમથી અને આદરથી લલિતાઅંબિકાનું ‘લલિતાષ્ટક સ્તોત્ર’ સામવેદીય પદ્ધતિથી બોલવાની શરૂઆત કરી અને તે સાથે ‘લલિતાઅંબિકા’ સ્વરૂપ ‘મણિદ્વીપનિવાસિની’ રૂપમાં પાછું વિલીન થઈ ગયું.

અને તે સાથે તે મણિદ્વીપનિવાસિની આદિમાતા પણ અદૃશ્ય થઈને ‘અષ્ટાદશભુજા અનસૂયા’ અને ‘શ્રીવિદ્યા’ આ બે રૂપોમાં જ પહેલાની જેમ દેખાવા લાગી.

હવે બ્રહ્મવાદિની લોપામુદ્રાએ આગળ થઈને ‘કાલરાત્રિં બ્રહ્મસ્તુતાં વૈષ્ણવીં સ્કંદમાતરમ્’ આ મંત્રનો જાપ કરવાની શરૂઆત કરી અને તે સાથે સાતમી નવદુર્ગા કાલરાત્રિ એમના હંમેશના જ સ્વરૂપમાં; પરંતુ સૌમ્ય તેજથી યુક્ત એવી સાકાર થઈ.

લોપામુદ્રાએ એમને પ્રણામ કરીને બોલવાની શરૂઆત કરી, “હે આપ્તજનહો! શાંભવી વિદ્યાના તેરમા અને ચૌદમા પગથિયાં પર (કક્ષા પર), પોતાના આધ્યાત્મિક પ્રવૃત્તિના આડે આવતા બધા શત્રુઓનો વિનાશ કરવો દરેક સાધક માટે અત્યંત આવશ્યક હોય છે. કારણ કે તેમ ન કરતાં પવિત્રતાનો જ વિરોધ કરનારા અસુર અને આસુરી વૃત્તિના માનવો તે સાધકનો આગળનો પ્રવાસ વિકટ બનાવી દે છે.

અને તેથી જ બધા ષડરિપુઓનો ત્યાગ કર્યો હોય તેવા સાધકને, તપસ્વીને હવે પરાક્રમી અને શૂર એવા વીર વ્યક્તિના રૂપમાં કાર્ય કરવું પડે છે.

અને તેથી જ આ સાતમી નવદુર્ગા કાલરાત્રિ અત્યંત દક્ષ હોય છે.

કારણ કે પાર્વતીએ પણ એમના જીવનરૂપી તપશ્ચર્યામાં ‘સ્કંદમાતા’ અને ‘કાત્યાયની’ આ બે કક્ષાઓ પાર કર્યા પછી, ક્યારેક પરમશિવના ખભા સાથે ખભો મિલાવીને અને અનેકવાર પોતે એકલા જ અક્ષરશ: હજારો અસુરો સાથે યુદ્ધ કર્યું છે અને તે દરેક અસુરને એમણે નિશ્ચિત જ હણી નાખ્યા છે.

અને તે વખતે એમનું યુદ્ધભૂમિ પર પ્રકટ થનારું સ્વરૂપ એટલે જ સાતમી નવદુર્ગા ‘કાલરાત્રિ’ - જે પોતાના સંતાનોના સંરક્ષણ માટે સદાય યુદ્ધ માટે તૈયાર હોય છે.

હે પ્રિય આપ્તજનહો! બરાબર જુઓ. એમની ચાંદ્રતલવાર પર પણ  પાનાની દરેક બાજુએ એક એક આંખ છે. 

જ્યારે જ્યારે એમનો સાચો શ્રદ્ધાવાન ભક્ત પોતાની ભક્તિસાધનામાં પ્રગતિ કરતો હોય છે, ત્યારે ત્યારે એના પ્રપંચ પર કે અધ્યાત્મ પર હુમલો કરવા આવનારા દરેક જણ પર ભગવતી કાલરાત્રિની આંખો મંડાયેલી હોય છે અને બરાબર સમયે આ કાલરાત્રિ પોતાની ચાંદ્રતલવાર તે દુષ્ટ વ્યક્તિ પર કે અસુર પર ફેંકે છે - પોતાના સ્થાનપરથી જરા પણ ન ખસતાં. 

કારણ કે એમની ચાંદ્રતલવારની બંને આંખો આ તલવારને બરાબર માર્ગદર્શન આપે છે અને તે અસુર ગમે ત્યાં સંતાઈ ગયો હોય, તો પણ તેની આસપાસની બધી રક્ષક દીવાલો અને અડચણોને ભેદીને આ ચાંદ્રતલવાર તે શ્રદ્ધાવાનના શત્રુનો વિનાશ કરાવી દે છે.

હવે એમના હાથમાંના કંટકાસ્ત્રને જુઓ. આને સાત કંટક (કાંટા) છે. આમાંથી છ કંટક છ એ છ લોકમાંથી સૂક્ષ્માતિસૂક્ષ્મ પવિત્રતાના શત્રુઓનો અર્થાત અસુરોનો અને દૈત્યોનો પ્રભાવ નાબૂદ કરે છે.

ખરેખર તો આજ સુધી ક્યારેય છઠ્ઠા કંટકનો ઉપયોગ જ થયો નથી. કારણ કે છઠ્ઠા લોકમાં અસુર ક્યારેય પ્રવેશી શક્યા નથી.

અને સાતમા લોકમાં તો આસુરી વૃત્તિઓને પ્રવેશ મળવો પણ શક્ય નથી.

તો પછી આ સાતમા કંટકનું કાર્ય શું?

આ સાતમો કંટક તેરમા અને ચૌદમા પગથિયાં પરના (કક્ષા પરના) શાંભવી વિદ્યાના સાધકને, જે કંઈ તેને પોતાના અંતઃકરણ પર કોતરવાનું હોય - ભાવ, શબ્દ, ધ્યાન, ચિત્ર, પ્રસંગ, અનુભવ, સ્તોત્ર, મંત્ર, નામ - તે તે બધું કોતરવા માટે ભગવતી કાલરાત્રિ પાસેથી મળનારું સર્વોચ્ચ લેખન-સાધન છે.

આદિમાતા મહિષાસુરમર્દિની અને શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ્ ખાતે ધર્માસન પર બિરાજમાન સદ્દગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ

અને આ સાતમો કંટક જ્યારે શ્રદ્ધાવાનને પ્રાપ્ત થાય છે, ત્યારે જ પોતે ભગવાન ત્રિવિક્રમ, સાધકને જે જોઈતું હોય તે એણે લખ્યા બાદ, તે સાધકને શાંભવી વિદ્યાનો મંત્ર પોતે પ્રદાન કરે છે.

અને અહીં તે શ્રદ્ધાવાન સાધકને માતા કાલરાત્રિ મહાગૌરી રૂપ ધારણ કરીને તેને શાંભવીછાત્ર તરીકે સ્વીકારે છે.

હે ગૌતમ અને અહલ્યા, આવો. તમારું સ્વાગત છે. તમે અહીં સુધી બધું શીખીને જ આવેલા છો.”

બધા બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિનીઓએ બીજા બધા ઉપસ્થિતો સાથે ઊભા રહીને ગૌતમ-અહલ્યાનું પ્રેમથી સ્વાગત કર્યું.

અને લોપામુદ્રા આગળ બોલવા લાગ્યા, “કાલરાત્રિના ઉગ્ર અને તો પણ અત્યંત સાત્ત્વિક પ્રેમથી ભરેલા રૂપ પરથી આઠમી નવદુર્ગા મહાગૌરીની પાસે જવું એટલે અત્યંત ઉગ્ર અને દાહક તેજથી અત્યંત સૌમ્ય, શીતલ તેજ સુધીનો પ્રવાસ. 

અર્થાત્ વિશ્વના બે ધ્રુવનું જ્ઞાન.”

હવે સાતમી નવદુર્ગા કાલરાત્રિ જ ધીમે ધીમે આઠમી નવદુર્ગા ‘મહાગૌરી’ બનવા લાગી.


ગૌતમ અને અહલ્યા ભગવતી કાલરાત્રિનું સ્તવન કરીને એમની અત્યંત પ્રેમથી વિદાય લઈ રહ્યા હતા.

પરંતુ ભગવતી કાલરાત્રિએ માત્ર તેણીનું અંગુષ્ઠમાત્ર સ્વરૂપ બ્રહ્મર્ષિ ગૌતમના હૃદયમાં સ્થાપિત કર્યું. 


Comments