સંદર્ભ: સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુના દૈનિક ‘પ્રત્યક્ષ’માં ‘તુલસીપત્ર' આ અગ્રલેખમાળાના અગ્રલેખ ક્રમાંક ૧૩૯૨ અને ૧૩૯૩.
સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ ‘તુલસીપત્ર - ૧૩૯૨’ આ અગ્રલેખમાં લખે છે,
મણિદ્વીપસિંહાસનારુઢ આદિમાતાના મુખમાંથી મધુરાભક્તિનું માહાત્મ્ય અને તેની વૃદ્ધિ માટે ત્રેતાયુગમાં અને દ્વાપરયુગમાં જન્મ લેનાર પરશુરામ, શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ ત્રણેય અવતારોનું રહસ્ય સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા ભાવવિભોર થઈ ગયા હતા.
‘બ્રહ્મર્ષિ કત અને બ્રહ્મવાદિની કાંતિ સ્વયં આદિમાતાને જ જન્મ આપનાર છે અને બ્રહ્મર્ષિ કાત્યાયન અને બ્રહ્મવાદિની કૃતિ શ્રીરામ અને શ્રીકૃષ્ણને જન્મ આપનાર છે’ આ સાંભળતાં જ ત્યાં હાજર બધા લોકો આ ચારેયની આસપાસ ભેગા થઈને પોતાનો આનંદ પ્રગટ કરવા લાગ્યા.
આખા કૈલાશ પર્વત પર આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યુ. આપણને શું શું પ્રાપ્ત થઈ રહ્યું છે, શું શું જોવા અને અનુભવા મળી રહ્યું છે, આ જાણીને બધા ઋષિવર અને શિવગણ પણ ‘અંબજ્ઞ’, ‘અંબજ્ઞ’ અને ‘ધન્ય ધન્ય’ એવા ઉદગાર કાઢવા લાગ્યા.
અને શિવગણોના મનની અંબજ્ઞતા એટલી તીવ્ર થવા લાગી અને વધતી જ ગઈ કે એ ‘અંબજ્ઞ’ ભાવનાએ એક શુભ્રધવલ ઇષ્ટિકા (ઈંટ) નું રૂપ ધારણ કર્યું.
બધા શિવગણોના, દરેકના હાથમાં એક એક શુભ્રધવલ ઇષ્ટિકા હતી. તેમને કોઈને કંઈ જ ખબર પડતી નહોતી. તેઓ આશ્ચર્યચકિત થઈને શિવ-ઋષિ તુંબરુ તરફ જોવા લાગ્યા.
શિવ-ઋષિ તુંબરુએ આદિમાતાની અનુજ્ઞા લઈને અત્યંત પ્રેમથી બધા શિવગણોને કહ્યું, “હે શિવગણો! તમારા મનની અંબજ્ઞતા સ્થૂળરૂપમાં આ ઇષ્ટિકાના રૂપમાં પ્રગટ થઈ છે. આ ઇષ્ટિકા તમારા મસ્તક પર અત્યંત પ્રેમથી ધારણ કરો.”
પરંતુ શિવ-ઋષિ તુંબરુને પણ ‘આ ઇષ્ટિકાનું શું કરવાનું’ તે ખબર પડતી નહોતી અને આ જાણીને છઠ્ઠી નવદુર્ગા ભગવતી કાત્યાયની આગળ આવી અને આદિમાતાને પ્રણામ કરીને તે બધા શિવગણોને સંબોધિને બોલી, “હે પ્રિય વત્સહો! તમારા હાથમાં રહેલી આ ઇષ્ટિકા એટલે મધુરાભક્તિની પ્રાપ્તિથી નિર્માણ થયેલી અંબજ્ઞતાનું રૂપ છે અને આ મધુરાભક્તિનો મૂળ સ્રોત આદિમાતા ચંડિકા જ છે અને આપણી બધાની અંબજ્ઞતા આદિમાતાના મનમાં રહેલી દત્તગુરુ વિશેની ‘દત્તજ્ઞતા’માંથી જ (માતૃવાત્સલ્ય ઉપનિષદ) પ્રગટ થયું છે.
એટલા માટે હે શ્રદ્ધાવાનો! તમે બધાએ પોતપોતાના હાથમાં રહેલી આ શુભ્રધવલ ઇષ્ટિકા, આદિમાતાએ તેમનું જે જમણું ચરણ નીચે મૂક્યું છે, તેની નીચે રહેલા જળ પર ‘તેના ચરણપીઠ’ તરીકે રાખવી.”
ભગવતી કાત્યાયનીના આ શબ્દોની સાથે જ બધા શિવગણ પોતપોતાની ઇષ્ટિકા માથા પર લઈને દોડ્યા અને આદિમાતાના ચરણો પાસે આવીને તે ઇષ્ટિકાઓ અર્પણ કરવા લાગ્યા.
તે બધી ઇષ્ટિકાઓ ભેગી થઈને આપોઆપ એક જ ઇષ્ટિકા આદિમાતાના જમણા ચરણની નીચે તરતી દેખાવા લાગી - પરંતુ હવે તે એકમાત્ર ‘અંબજ્ઞતા’ ઇષ્ટિકાનો વર્ણ સિંદૂર રંગનો હતો.
હવે શૃંગીપ્રસાદ અને ભૃંગીપ્રસાદ પોતપોતાના મસ્તક પર રહેલી ઇષ્ટિકા લઈને આદિમાતાના ચરણો પાસે જઈને પહોંચ્યા હતા અને તે બંને જણા પોતપોતાના મસ્તક પર રહેલી ઇષ્ટિકા આદિમાતાના ચરણો પર ચડાવવા માટે ઊંચકવા લાગ્યા. પરંતુ તે બંનેના મસ્તક પર રહેલી ઇષ્ટિકાઓ અચાનક એટલી ભારે થવા લાગી કે તેમને સહેજ પણ ઊંચે ઊંચકવી તે બંનેને જરાપણ શક્ય નહોતી.
શૃંગીપ્રસાદ અને ભૃંગીપ્રસાદ બંનેએ પણ અત્યંત કરગરીને તેમના આઠ વર્ષના આરાધ્યદૈવતા, ત્રિવિક્રમને પૂછ્યું, “હે ભગવાન ત્રિવિક્રમ! અમારાથી એવી શું ભૂલ થઈ છે કે જેના કારણે આ ઇષ્ટિકા સ્વીકારવા માટે આદિમાતા તૈયાર નથી?”
તે બંનેના આ ભક્તિપૂર્ણ પ્રશ્નની સાથે જ આદિમાતાએ પુત્ર ત્રિવિક્રમને તેમની પાસે જવાનો ઇશારો કર્યો અને માતાના ખોળામાંથી નીચે ઊતરેલા તે એકમુખી ભગવાન ત્રિવિક્રમ પોતાનું બાળરૂપ છોડીને બંનેના ખભા પર હાથ મૂકીને ઊભા રહ્યાં.
ત્રિવિક્રમના સ્પર્શની સાથે જ તે બંનેના મસ્તક પર રહેલી ઇષ્ટિકાઓ હળવી થવા લાગી. પરંતુ ત્રિવિક્રમે તે બંનેને ફક્ત નજરના ઇશારાથી ઇષ્ટિકા ચડાવતા અટકાવ્યા.
તેની સાથે જ છઠ્ઠી નવદુર્ગા કાત્યાયનીમાંથી જ બીજી આઠેય નવદુર્ગાઓ ત્યાં પ્રગટ થઈ.
તે નવ નવદુર્ગાઓએ પોતપોતાના બધા હાથ તે બંને ઇષ્ટિકાઓને લગાવ્યા અને તે સાથે જ તે બંને ઇષ્ટિકાઓ મળીને એક જ ઇષ્ટિકા તૈયાર થઈ.
અને તેની સાથે ભગવાન ત્રિવિક્રમે તે બંનેને તે ઇષ્ટિકા પોતાની માતાના ચરણપીઠ પર રાખવાની આજ્ઞા કરી.
હવે ઇષ્ટિકા હળવી થઈ ગઈ હતી.
તે ઇષ્ટિકા આદિમાતાની ચરણપીઠ પર રાખવામાં આવતા જ સ્વયં ભગવાન ત્રિવિક્રમે તેને સિંદૂર લગાવ્યો અને પછી તે ઇષ્ટિકા ચરણપીઠ પર રહેતા જ ભગવાન ત્રિવિક્રમે આ નવેય નવદુર્ગાઓ પાસેથી તેમની આંખોનું કાજળ માંગી લીધું અને તે કાજળથી તે ઇષ્ટિકા પર આદિમાતાનો ચહેરો રેખાંકિત કર્યો.
અને તે નવેય નવદુર્ગાઓએ ક્રમ પ્રમાણે પોતપોતાના પલ્લુનો એક ભાગ કાઢીને આદિમાતાના મુખવટાને ક્રમવાર ‘ચૂનરી’ તરીકે અર્પણ કર્યો.
હવે ભગવાન ત્રિવિક્રમ બે હાથ જોડીને પોતાની માતાની સામે ઊભા રહ્યાં અને તેમણે આંખોથી જ આદિમાતાની પ્રાર્થના કરી.
અને તેની સાથે આદિમાતાએ સ્મિત સાથે વાત કરવાનું શરૂ કર્યું, “અશ્વિન નવરાત્રિમાં અથવા બીજા કોઈપણ મંગલ અથવા શુભ દિવસે આવી ઇષ્ટિકા તૈયાર કરીને તેનું શ્રદ્ધાવાન દ્વારા કરવામાં આવેલું પૂજન પુત્ર ત્રિવિક્રમ દ્વારા મને સીધું પહોંચશે.
કારણકે ‘મહર્ષિ શૃંગી’ અને ‘મહર્ષિ ભૃંગી’થી ‘શૃંગીપ્રસાદ’ અને ‘ભૃંગીપ્રસાદ’ સુધી આ બંનેએ કરેલો બધો કઠિણ પ્રવાસ અને તેના પુણ્ય નો ભાર આ બંનેને બિલકુલ જોઈતો નહોતો અને તે પુણ્યનો ભાર તેમની અંબજ્ઞતાને લીધે જ તેમના મસ્તકમાંથી નીકળીને આ ઇષ્ટિકામાં ગયો અને એટલા માટે તે ઇષ્ટિકાઓ તેમના અપાર પુણ્યને લીધે ભારે થઈ ગઈ હતી.
અને તે અપાર પુણ્ય મારા ચરણોમાં અર્પણ થતાં જ, મારા પુત્રએ કરેલા આગ્રહ અનુસાર મેં તે ઇષ્ટિકાનો ‘મારું પૂજનીય સ્વરૂપ’ તરીકે, ‘પૂજનપ્રતીક’ તરીકે અને તે જ પ્રમાણે ‘નવદુર્ગાપ્રતીક’ તરીકે સ્વીકાર કર્યો છે. તથાસ્તુ.”
આ સાંભળતાં જ ત્રિવિક્રમે આદિમાતાના ચરણની નીચે રહેલી તે ઇષ્ટિકા અર્થાત્ ચંડિકાપાષાણ પોતાના હાથમાં લઈને તેનું પોતે પૂજન શરૂ કર્યું.
બાપુ આગળ ‘તુલસીપત્ર - ૧૩૯૩’ આ અગ્રલેખમાં લખે છે,
ભગવાન ત્રિવિક્રમ ભગવતી ઇષ્ટિકા અર્થાત્ માતૃપાષાણને પોતાની સામે રાખીને ખૂબજ શાંત મનથી પૂજન કરી રહ્યાં હતા.
તેમણે ક્રમ પ્રમાણે નવદુર્ગાઓના મંત્ર જપવાનું શરૂ કર્યું. ‘ॐ शैलपुत्र्यै नमः’ થી ‘ॐ सिद्धिदात्र्यै नमः’ એમ કહેતા જ આદિમાતા બોલ્યા, “નવરાત્રિ પ્રતિપદા”. પછી આ જ ક્રમ પ્રમાણે ત્રિવિક્રમે એવા ઉચ્ચાર કરતાં જ આદિમાતાએ “નવરાત્રિ દ્વિતિયા... ... ... નવરાત્રિ નવમી” એવી તિથિઓ ઉચ્ચારી.
આવી રીતે નવરાત્રિપૂજન સંપન્ન થતાં જ ભગવાન ત્રિવિક્રમે તે ચંડિકાપાષાણ, નવદુર્ગાઓનું મૂળ રૂપ ભક્તમાતા પાર્વતીએ તેમને ભેટમાં આપી અને તેમના હાથમાં આવતા જ તે માતૃપાષાણનું રૂપાંતર પાર્વતીના હાથમાં રહેલા કંકણોમાં અને ગળામાં રહેલી મોહનમાળામાં થયું. આ મોહનમાળાને નવ પડ હતા.
બધા ઋષિસમુદાય અને શિવગણોને ખબર પડી ગઈ હતી કે નવરાત્રિપૂજન ખરેખર કેવું હોવું જોઈએ.
હવે તે બધી નવદુર્ગાઓ ફરી એકવાર છઠ્ઠી નવદુર્ગા કાત્યાયનીમાં વિલીન થઈ ગઈ.
હવે ભગવાન ત્રિવિક્રમ પણ શિવ-ઋષિ તુંબરુના મસ્તક પર હાથ મૂકીને ફરી પોતાના અચળ પદ પર જઈને બેસી ગયા, આઠ વર્ષના બાળક તરીકે;
અને તેની સાથે શિવ-ઋષિ તુંબરુએ છઠ્ઠી નવદુર્ગા કાત્યાયનીને પ્રણામ કરીને વાત કરવાનું શરૂ કર્યું, “હે સ્વજનો! આ છઠ્ઠી નવદુર્ગા કાત્યાયની એટલે શામ્ભવી વિદ્યાના અગિયારમા અને બારમા પદ (કક્ષા)ની અધિષ્ઠાત્રી અહીં પ્રગટ થયા પછી ખૂબ જ વિલક્ષણ અને અદ્ભુત વાતો આપણી સામે આવી. તેનું કારણ તેના કાર્યોમાં જ છે.
ભગવતી નવદુર્ગા કાત્યાયનીના મુખ્ય છ કાર્યો માનવામાં આવે છે.
૧) આ નવદુર્ગા કાત્યાયની શ્રદ્ધાવાનોના મનમાં નીતિ, દયા, કરુણા એવી સાત્ત્વિક ભાવનાઓનો ઉદય કરીને તેમની શૂરતાને ક્રૂરતા અને અધર્મનું રૂપ ન આવવા દેતા બળવાન કરતી રહે છે.
અને આને લીધે જ ચંડિકાકુળનો શ્રદ્ધાવાન ભલે ગમે તેટલો શૂર, પરાક્રમી અને વિજયી થયો હોય તો પણ ‘અસુર’ ક્યારેય બનતો નથી.
૨) કાત્યાયની સંસારના શ્રદ્ધાવાન માતાપિતાને પોતાના સંતાનોના રક્ષણ માટે ઉચિત બુદ્ધિ અને ઉચિત કૃતિની મદદ કરે છે.
૩) નવદુર્ગા કાત્યાયની શ્રદ્ધાવાનના મનમાં રહેલો ‘અંબજ્ઞ’ ભાવ વધારતી રહે છે અને તેને લીધે તેનો સદ્ગુરુ ત્રિવિક્રમ સાથે રહેલો સંબંધ વધુ ને વધુ દૃઢ થતો રહે છે.
૪) નવદુર્ગા કાત્યાયની ‘શ્રદ્ધાવાનોના ઘરમાં શાંતિ અને સુખ રહે’ એવી કૃપા કરે છે.
૫) નવદુર્ગા કાત્યાયની શ્રદ્ધાવાનોને તેમના હિતશત્રુઓની ઓળખ કરાવે છે.
અને
૬) આ જ નવદુર્ગા કાત્યાયની ચંડિકાકુળના ભક્તોના શત્રુ પ્રબળ થવા લાગે તો નિર્વિકલ્પ સમાધિમાં પોતે સ્થિર થઈને,
સાતમી નવદુર્ગા કાલરાત્રિને આહ્વાન કરે છે.”
એટલું બોલીને શિવ-ઋષિ તુંબરુએ ભગવતી કાત્યાયનીના ચરણો પર મસ્તક રાખીને, ‘મને હંમેશા અંબજ્ઞ રાખજે’ એવી કૃપાની યાચના કરી.
અને
તેની સાથે ભગવતી કાત્યાયની અદૃશ્ય થઈ ગઈ, અચાનક બધે ઘનઘોર અંધકાર ફેલાઈ ગયો.
સ્વયં આદિમાતાએ પણ તે અંધારાની આડમાં પોતાના તેજને સંતાડી દીધું હતું.
અને ઉપસ્થિત બધા જ ઋષિવર અને શિવગણ અત્યંત ઉત્સુકતાથી - ‘આગળ શું થવાનું છે? આપણને શું જોવા મળવાનું છે? અને આપણે કેટલા ભાગ્યશાળી છીએ’ એવા વિચારોથી આનંદમાં ડૂબી ગયા હતા.
અને અચાનક આ આજુબાજુ ફેલાયેલા અંધારામાં લાખો વિદ્યુત્-શલાકાઓ ચમકવા લાગી અને ધીરે ધીરે કડકડ અવાજ કરવા લાગી.
અને એક ક્ષણમાં તે વીજળીના પ્રકાશમાં સાતમી નવદુર્ગા કાલરાત્રિ સ્પષ્ટ દેખાવા લાગી.
નવદુર્ગા કાલરાત્રિ અંધારા કરતા પણ હજાર ગણી વધારે કાળી હોવાને લીધે, તે અંધારામાં પણ સ્પષ્ટ દેખાતી હતી.
તેમને ત્રણ નેત્ર હતા અને આ ત્રણેય નેત્ર બ્રહ્માંડના આકારના હતા.
ભગવતી કાલરાત્રિની આ ત્રણેય આંખોમાંથી વિલક્ષણ દહન કરનારું તેજ બહાર ફેંકાઈ રહ્યું હતું. પરંતુ ત્યાં ઉપસ્થિત કોઈને પણ તે તેજનો સ્પર્શ પણ થતો નહોતો.
ભગવતી કાલરાત્રિના બંને નાસિકાપુટમાંથી પ્રખર અગ્નિના લોળના લોળ બધે બાણની જેમ ફેંકાઈ રહ્યાં હતા. પરંતુ તેમાંથી એકનો પણ સ્પર્શ શ્રદ્ધાવાનોને થતો નહોતો.
ભગવતી કાલરાત્રિના ગળામાં વીજળીની માળાઓ હતી.
ભગવતી કાલરાત્રિ ચતુર્હસ્તા હતી. તેમના જમણા બે હાથ ‘અભય’ અને ‘વરદ’ મુદ્રામાં હતા. તેમના ડાબા હાથમાં ઉપરના હાથમાં લોઢાનું કંટકાસ્ત્ર હતું અને નીચેના હાથમાં ખડગ અને કટારનો સમન્વય રહેલી ચાંદ્રતલવાર હતી.
કંટકાસ્ત્ર અને ચાંદ્રતલવારનું ચિત્ર
ભગવતી કાલરાત્રિ એક વિશાળ અને હિંસક એવા ગધેડા પર બેઠેલી હતી.
આવી રીતે અત્યંત ભયંકર સ્વરૂપવાળી આ સાતમી નવદુર્ગા કાલરાત્રિ પ્રગટ થતાં જ બધા બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિનીઓ અત્યંત આનંદથી નાચવા અને ગાવા લાગ્યા.
અને એક અવાજે ‘જય જય શુભંકરી કાલરાત્રિ’ એમ તેનું ગુણગાન કરવા લાગ્યા.
કોઈપણ શ્રદ્ધાવાનને તેના રૂપનો સહેજ પણ ભય લાગતો નહોતો.
(સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધે જણાવ્યા પ્રમાણે નવરાત્રિપૂજના વિધિ વિધાન એટલે નવરાત્રિનું અંબજ્ઞ ઇષ્ટિકા પૂજન મારા બ્લોગ પર ગુરુવાર, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ પ્રસારિત કરવામાં આવ્યું છે. તેની લિન્ક અહીં આપી રહ્યો છું - https://sadguruaniruddhabapu.com/post/navaratri-poojan-ashwin-marathi)
Comments
Post a Comment