સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધના ભાવવિશ્વમાંથી - પાર્વતીમાતાના નવદુર્ગા સ્વરૂપોની ઓળખ - ભાગ ૫

સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધના ભાવવિશ્વમાંથી - પાર્વતીમાતાના નવદુર્ગા સ્વરૂપોની ઓળખ - ભાગ ૫

સદ્‌ગુરુ શ્રીઅનિરુદ્ધના ભાવવિશ્વમાંથી - પાર્વતીમાતાના નવદુર્ગા સ્વરૂપોનો પરિચય - ભાગ ૫

સંદર્ભ - સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં દૈનિક ‘પ્રત્યક્ષ’માંનાં ‘તુલસીપત્ર' આ અગ્રલેખમાળાનાં અગ્રલેખ ક્રમાંક ૧૩૮૮ અને ૧૩૮૯.

સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ તુલસીપત્ર - ૧૩૮૮ આ અગ્રલેખમાં લખે છે,


‘ॐ કલ્પનારહિતાયૈ નમઃ’

આ જાપ પૂરો કરીને બ્રહ્મવાદિની લોપામુદ્રાએ બ્રહ્મર્ષિ અગસ્ત્યના હાથે નવા બ્રહ્મર્ષિ શશિભૂષણના ગળામાં બ્રહ્મર્ષિરુદ્રાક્ષમાળા પહેરાવી. તે સાથે જ બ્રહ્મર્ષિ શશિભૂષણે બંને હાથ જોડીને આદિમાતાના ઉપસ્થિત બધા સ્વરૂપોને મનપૂર્વક પ્રણામ કર્યા અને અત્યંત નમ્રતાપૂર્વક લોપામુદ્રાને પ્રશ્ન કર્યો, “‘ॐ કલ્પના રહિતાયૈ નમઃ’ આ શ્રીલલિતાસહસ્રનામમાંનો મંત્ર હજી પણ મારા મનમાં ગુંજી રહ્યો છે. આ બાબત વિશેનું સ્પષ્ટીકરણ મને તમે જણવશો કે?”

બ્રહ્મવાદિની લોપામુદ્રાએ નાના બાળકની જેમ શશિભૂષણને પોતાની નજીક લીધો અને કહ્યું, “હે વત્સ! આ નામનો અર્થ તું જ બધાને કહે, એવી મારી આજ્ઞા છે. કારણ કે જ્યારે માનવ અન્યોને શીખવે છે ત્યારે જ તે અધિક હોશિયાર બને છે. કારણ કે અન્યોને ઉચિત જ્ઞાન આપવા માટે, સાચા શિક્ષકને પોતાનું સંપૂર્ણ પૂર્વજ્ઞાન અને પૂર્વ અનુભવોને કસોટી પર ચઢાવવા પડે છે અને તેમાંથી જ તે સાચો વિદ્વાન બનતો હોય છે. હવે તો તું બ્રહ્મર્ષિ બન્યો છે અને બ્રહ્મર્ષિ અથવા બ્રહ્મવાદિનીનું મુખ્ય કર્તવ્ય જ્ઞાન કે વિજ્ઞાનમાં ભેળસેળ ન થવા દેવી અને સામાન્ય મનુષ્યો સુધી આવશ્યક તેટલું જ્ઞાન સુલભતાથી પહોંચાડવું એ જ હોય છે.”

બ્રહ્મર્ષિ શશિભૂષણે થોડી ક્ષણો માટે ધ્યાનમાં જઈને પોતાની ખાતરી કરી લીધી અને તે બધા ઋષિઓને, ઋષિકુમારોને અને શિવગણોને સંબોધીને બોલવા લાગ્યો, “હે સજ્જનો! આદિમાતાનું આ નામ ખરેખર તેના સામર્થ્ય, સત્તા અને તેની ક્ષમા તથા પ્રેમની સાચી ઓળખ કરાવનારું છે. આપણે માનવો આપણું મોટા ભાગનું જીવન નાનાવિધ કલ્પનાઓમાં કે તેમના સહારે જીવીએ છીએ.

કલ્પના એટલે શું? તો, ‘આગળ શું થશે, શેમાંથી શું અને કેવી રીતે થશે, જે થઈ ગયું છે અને છતાં મને તેની જાણકારી નથી, તે કઈ રીતે થયું હશે,’ આ વિશે પોતપોતાની યોગ્યતા અનુસાર કરેલા જુદા જુદા વિચારો કે તર્ક, શંકા કે ડર એટલે જ કલ્પના. મોટાભાગે આપણી ‘કર્મફલની અપેક્ષા’ એ જ બધી કલ્પનાઓની મૂળ જનની હોય છે અને એટલા માટે જ ફલાશા અને કલ્પના, તર્ક-વિતર્ક, શંકા અને ભયનું એકબીજા સાથે ગાઢ સંબંધ હોય છે.

કલ્પના કરવી બિલકુલ ખરાબ નથી. પરંતુ જે કલ્પનાઓને અનુભવ, ચિંતન, અધ્યયન અને જ્ઞાનનો ટેકો નથી અને નીતિની મર્યાદા નથી, તે કલ્પના હંમેશા માનવને ખોટી દિશામાં લઈ જાય છે. મોટાભાગે માનવોનો એકબીજા પ્રત્યે થતો ગેરસમજ આવી ખોટી કલ્પનાઓમાંથી જ થાય છે. દરેક મનુષ્યને ફલાશા હોય જ છે, પરંતુ ફલાશામાં કેટલું અટવાવવું, તે માત્ર તેને જ નક્કી કરવું પડે છે. કારણકે ફલાશાના જાળમાં એટલે કે કલ્પનાના રાજ્યમાં જ્યારે તે ફસાઈ જાય છે, ત્યારે તેની ઉદ્યમશીલતા

કમજોર થતી રહે છે અને તેની કાર્યશક્તિનો નાશ થતો રહે છે. એટલા માટે જ સનાતન ભારતીય વૈદિક ધર્મ નિષ્કામ કર્મયોગને હંમેશા પ્રાધાન્ય આપતો રહ્યો છે.

પરંતુ આનો અર્થ એ નથી કે મનુષ્ય જે કંઈ કરવા જઈ રહ્યો છે, તેના સારા કે ખરાબ પરિણામોનો વિચાર જ ન કરે. કારણકે આવા વિચાર એટલે કલ્પના નહિ, પરંતુ આવા વિચાર એટલે વિવેક અને બુદ્ધિની સ્થિરતા. પરંતુ તે પરિણામોના વિચારોથી ડરી જવું કે આનંદથી ગાંડા થઈ જવું આ બંને વસ્તુઓ પણ કલ્પનાના જ સંતાન છે.

આપણી બધાની આદિમાતા જ એકલી એવી છે કે જેણે કરેલી કલ્પના, તરલ, સૂક્ષ્મ અને સ્થૂલ એમ ત્રણેય સ્તરો પર વાસ્તવિકતામાં પ્રત્યક્ષમાં પ્રકટ થાય છે - 


આ સામર્થ્ય બીજા કોઈનું નથી અને જો માનવને તેની કૃપા મેળવવી હોય, તેનું સામિપ્ય પ્રાપ્ત કરી લેવું હોય, તો તેના વિશે કલ્પના કરીને બિલકુલ ચાલશે નહિ. તો પછી તેણે શું કરવું? આ પ્રશ્ન આપણને થાય જ છે. તેનો જવાબ પણ એકદમ સરળ છે અને તે એટલે ૧) માતાના આપણને ગમતા સ્વરૂપનું ધ્યાન કરવું. ૨) તેના ગુણોનું એટલે કે ચરિત્રનું વાંચન, પાઠ, મનન, ચિંતન અને ગુણસંકીર્તન કરવું અને ૩) પોતાની બધી ફલાશા માતાના ચરણે સમર્પિત કરવી.

હે આપ્તજનો! આપણું પોતાનું મન જે ક્ષણોમાં સંપૂર્ણપણે કલ્પનાથી મુક્ત થાય છે, તે તે ક્ષણોમાં આપણે તેનો પાલવ પકડ્યો હોય છે.”

બ્રહ્મર્ષિ શશિભૂષણ આટલું બોલીને અચાનક સ્થિર થઈ ગયા. તેની બંધ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેની પાંપણો ધ્રુજી રહી હતી અને તેના આખા શરીરમાં રોમાંચ આવી ગયો હતો અને બરાબર એ જ ક્ષણે સદ્ગુરુ ભગવાન શ્રી ત્રિવિક્રમ ત્યાં પ્રકટ થયા અને તેમણે શશિભૂષણને પોતાના બાહુપાશમાં લઈને પોતાના ખોળામાં (સાથળ પર) બેસાડ્યો અને તેના કપાળનું વાત્સલ્યપૂર્વક ચુંબન કરીને ત્રિવિક્રમે તેને આંખો ખોલવા કહ્યું.

બ્રહ્મર્ષિ શશિભૂષણે આંખો ખોલી, પરંતુ આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયા તે ત્યાં હાજર બધા મહર્ષિ, ઋષિ, ઋષિકુમાર અને શિવગણ.

બાપુ આગળ તુલસીપત્ર - ૧૩૮૯ના અગ્રલેખમાં લખે છે,

એવું તે શું દેખાયું હતું? એવું તે શું જોયું હતું? અને એવું તે શું બની રહ્યું હતું? - જેના કારણે આ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને આંખો ખોલનાર નવા બ્રહ્મર્ષિ શશિભૂષણ તો શાંત, સ્થિર અને અત્યંત પ્રસન્નચિત્ત હતા. શું તેમને આ કંઈ જ દેખાઈ રહ્યું નહોતું?

ખરેખર ખૂબ જ અદ્ભુત થઈ રહ્યું હતું.

ભગવાન ત્રિવિક્રમની પાછળ નવદુર્ગા સ્કંદમાતા તેના સિંહ પર બેસીને અને ખોળામાં બાળસ્કંદને લઈને બહાર આવી હતી અને બધાની વચ્ચોચ્ચ આવીને ઊભી રહી અને એ જ સમયે અવકાશવ્યાપિની સ્કંદમાતા પણ તેવી જ સ્થિર હતી અને એટલું જ નહિ, તો ભગવાન ત્રિવિક્રમના ‘શિવનેત્રો’ માંથી (રામ, શિવ, હનુમાનજી આનામાં શિવના નેત્રોમાંથી) બહાર પ્રક્ષેપિત થઈ રહેલા અત્યંત સુંદર સુવર્ણ વર્ણના પ્રકાશપુંજમાં પણ સ્કંદમાતા દેખાઈ રહી હતી.

જોકે, અવકાશવ્યાપિની સ્કંદમાતાનો સિંહ જયેષ્ઠ પુત્ર ‘વીરભદ્ર’ હતો, બધાની વચ્ચે સ્થિર થયેલી સ્કંદમાતાનો સિંહ ઘનપ્રાણ ‘શ્રી ગણપતિ’ હતો અને ત્રિવિક્રમના શિવનેત્રોમાંથી નીકળેલા પ્રકાશપુંજમાં સ્કંદમાતાનો સિંહ ‘સ્કંદકાર્તિકેય’ હતો. 

તે ત્રણેય સિંહ અત્યંત પ્રેમથી, શ્રદ્ધાથી અને આદરપૂર્વક નવદુર્ગાના નવ નામોનો ક્રમવાર ઉચ્ચાર કરી રહ્યા હતા. આ ત્રિવિધ સ્વરૂપોને બધા બ્રહ્મર્ષિઓએ અને બ્રહ્મવાદિનીઓએ સાષ્ટાંગ દંડવત કરીને ભાવપૂર્ણ પ્રણિપાત કર્યો અને દેવર્ષિ નારદ અને શિવ-ઋષિ તુંબરુ શ્રીલલિતામ્બિકાના એટલે કે આદિમાતા મહાદુર્ગાના ‘લલિતાસહસ્રનામ’ સ્તોત્રનું ગાન કરવા લાગ્યા અને તે સ્તોત્ર પૂરું થતાં જ સ્કંદમાતાના ત્રણેય સ્વરૂપો એક ક્ષણમાં એકરૂપ થઈને આદિમાતા શ્રીવિદ્યાના સ્વરૂપમાં વિલીન થઈ ગયા અને બરાબર એ જ ક્ષણે એક તેજ:પુંજ તલવાર અને એક શ્વેત કમલ આદિમાતા શ્રીવિદ્યાના અભય હસ્તમાંથી બહાર આવ્યા અને તે સાથે જ બ્રહ્મર્ષિ ‘કાત્યાયન’ ઊભા થઈને બ્રહ્માનંદથી નૃત્ય કરવા લાગ્યા.

અગસ્ત્યપુત્ર ‘કત’નો પુત્ર બ્રહ્મર્ષિ ‘કાત્ય’ અને આ બ્રહ્મર્ષિ કાત્યનો પુત્ર ‘કાત્યાયન’. આ બ્રહ્મર્ષિ કાત્યાયને આદિમાતાનું પરામ્બાપૂજન કરતા કરતા ૧૦૮ વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી અને ‘પરામ્બાએ ભગવતી પાર્વતીને પોતાના ઉદરમાં જન્મ આપવો’ એવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને તે પ્રમાણે પરામ્બાના વરદાન અનુસાર કાત્યાયનની પત્ની ‘કૃતિ’ના પેટે છઠ્ઠી નવદુર્ગા ‘કાત્યાયની’નો જન્મ થયો હતો.

આ કાત્યાયનની ભક્તિ હંમેશા વાત્સલ્યભક્તિ જ રહી હતી અને અત્યારે પણ તે ‘મારી વ્હાલી કન્યા મને મળવાની છે’ આ આનંદભાવથી, એક વત્સલપિતા તરીકે નૃત્ય કરી રહ્યા હતા. તેને માતાનું નવદુર્ગા સ્વરૂપ પણ માન્ય હતું. ‘છઠ્ઠી નવદુર્ગા’ તરીકે તે તેના ચરણો પર મસ્તક પણ મૂકતા હતા અને ત્યારબાદ અત્યંત વાત્સલ્યભાવથી ભગવતી નવદુર્ગા કાત્યાયનીના મસ્તકનું ચુંબન પણ કરતા હતા.

બ્રહ્મર્ષિ કાત્યાયન દરરોજ બ્રાહ્મમુહૂર્ત પર કાત્યાયનીના બાલરૂપનું ધ્યાન કરીને પિતૃપ્રેમનો આનંદ માણતા હતા, જેમ જેમ મધ્યાહ્નનો સમય નજીક આવતો, તે તે સમયે બ્રહ્મર્ષિ કાત્યાયન કાત્યાયનીને ‘પોતાની માતા’ માનીને પુત્ર કર્તવ્ય અનુસાર તેની સેવા અને પૂજા કરતા હતા, તો બપોર ઢળ્યા પછી સૂર્યાસ્ત સુધી કાત્યાયન તેને ‘પોતાની પિતામહી’ (દાદી) માનીને તેની પાસે પોતાના નાના બાલકની જેમ લાડ કરાવી લેતા હતા અને સૂર્યાસ્ત પછી તો તે તેને જ સાક્ષાત આદિમાતા લલિતામ્બિકા માનીને તેના વિશ્વાતીત સ્વરૂપનું અવગાહન કરતા હતા.

આવા આ વાત્સલ્યભક્તિના શિરોમણિ બ્રહ્મર્ષિ કાત્યાયન તે તલવાર અને કમળને પંપાળવા લાગ્યા, ત્યારે આપોઆપ તે તલવાર અને તે કમલપુષ્પ પોતાના ડાબા બે હાથોમાં ધારણ કરનારી અને જમણા બે હાથ અભય મુદ્રામાં અને વરદ મુદ્રામાં રાખનારી છઠ્ઠી નવદુર્ગા કાત્યાયની ત્યાં પ્રકટ થઈ.


મુખ પર ચંદ્રનું તેજ ધરાવનારી પરંતુ ચંદ્રના ડાઘ વગરની આ નવદુર્ગા કાત્યાયની પણ સિંહવાહિની જ હતી. પરંતુ તેનો સિંહ એક જ સમયે પરાક્રમ અને પ્રસન્નતા આ બંને ભાવ ધારણ કરી રહ્યો હતો.

બ્રહ્મવાદિની લોપામુદ્રા હાથમાંના તરભાણામાં ૧૦૮ શુભ્ર કમલો લઈને આગળ આવી અને ‘ॐ

કાત્યાયન્યૈ નમઃ’ આ મંત્રનો ઉચ્ચાર કરતા તેણે તેમાંથી ૧૦૭ કમળ નવદુર્ગા કાત્યાયનીના ચરણોમાં અર્પણ કર્યા અને છેલ્લું ૧૦૮મું કમલપુષ્પ તે સિંહના મસ્તક પર અર્પણ કર્યું અને તે સાથે જ તે સિંહના દેહમાં બ્રહ્મર્ષિઓથી લઈને સામાન્ય શ્રદ્ધાવાન સુધી આદિમાતાનો દરેક ભક્ત દેખાવા લાગ્યો.

બ્રહ્મવાદિની લોપામુદ્રા અત્યંત વાત્સલ્યભાવથી બોલવા લાગી, “આ છઠ્ઠી નવદુર્ગા ‘કાત્યાયની’ નવરાત્રિની છઠ્ઠી તિથિના દિવસ અને રાત્રિની નાયિકા છે અને આ શાંભવીવિદ્યાના અગિયારમા અને બારમા પગથિયાંની (કક્ષા)ની અધિષ્ઠાત્રી છે. આ કાત્યાયની એટલે ભક્તમાતા પાર્વતીના વાત્સલ્યભાવનો સહજસુંદર અને સર્વશ્રેષ્ઠ આવિષ્કાર.”

Comments