સંદર્ભ - સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં દૈનિક ‘પ્રત્યક્ષ’માંનાં ‘તુલસીપત્ર' આ અગ્રલેખમાળાનાં અગ્રલેખ ક્રમાંક ૧૩૮૬ અને ૧૩૮૭.
સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ તેમના દૈનિક ‘પ્રત્યક્ષ’માં ‘તુલસીપત્ર’ના લેખ ક્રમાંક ૧૩૮૬ અને ૧૩૮૭માં લખે છે.
ભગવાન હયગ્રીવ નવપરિણીત દંપતી સાથે માર્કંડેયના આશ્રમ તરફ નીકળતા રાજર્ષિ શશિભૂષણે અત્યંત વિનમ્રતાથી લોપામુદ્રાને પૂછ્યું, “હે જ્યેષ્ઠ બ્રહ્મવાદિની! હવે એક મહિના સુધી, કેમકે વધુ સમય સુધી ગૌતમ અને અહલ્યા અહીં નહિ હોય. તો શું તમે હવે જે શીખવશો, તેનાથી તેઓ વંચિત રહી જશે, તેવો પ્રશ્ન મને સતાવી રહ્યો છે. તમે ન્યાયી છો, તે જાણીને જ હું તમને આ પ્રશ્ન કરી રહ્યો છું.”
લોપામુદ્રાએ અત્યંત હળવાશથી ઉત્તર આપ્યો, “કન્યાને તેના પતિ સાથે વિદાય આપતા વધૂપિતાનો ભાવ તમારી આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને તમારા આ વાત્સલ્ય ભાવનું માન રાખીને જ કહું છું - ૧) એક તો આ બંને જણા માર્કંડેય પાસેથી શ્રીશાંભવીવિદ્યાના નવમાં અને દસમાં પગથિયાં સવિસ્તાર અને ઊંડાણપૂર્વક શીખવાના છે. તેમજ તેના પછીના બધા જ તેમને ત્યાં મળવાના છે અને યોગ્ય સમયે તેઓ અહીં પાછા પણ આવશે. ૨) સૌથી મહત્વની વાત ભૂલી ગયા છો અને તે પણ તમારા વાત્સલ્યને કારણે જ, એટલે તમને યાદ અપાવું છુ કે કૈલાસ પર નિત્યસમય જ હોય છે. કાળને અહીં સ્થાન નથી.”
રાજર્ષિ શશિભૂષણે આનંદથી ભાવભર્યા અવાજમાં લોપામુદ્રાનો આભાર માન્યો અને અત્યંત શાંતચિત્તે તેઓ ફરી એકવાર એકચિત્ત સાધક બનીને અભ્યાસ કરવા બેસી ગયા.
લોપામુદ્રાએ હવે ફરી બોલવાનું શરૂ કર્યું, “નવમાં અને દસમાં પગથિયા પર અત્યંત મહત્વનું ‘શ્રીલલિતાસહસ્રનામ’ તમારે સૌએ પણ શીખવાનું છે. તે ફક્ત મોઢે હોવું અથવા તેના પાઠ પર પાઠ કરતા રહેવું એ કંઈ ખરી સાધના નથી. કારણકે શ્રીલલિતાસહસ્રનામનું દરેક નામ એટલે સહસ્રારચક્રની એક અથવા અનેક પાંખડીઓને સતેજ કરનારી અને રસ આપનારી રસવાહિની જ છે. અહીં બેસેલા દરેક બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિની તે તે પદને ત્યારે જ પહોંચ્યાં, જ્યારે આ લલિતાસહસ્રનામ અને તેમના સહસ્રાર ચક્રનો અનન્ય નાતો બંધાયો. અર્થાત્ જ્યારે માનવના સહસ્રાર ચક્રનું એક એક દળ આ લલિતાસહસ્રનામના એક એક નામથી ભરપૂર અને સંપૂર્ણ ભરાઈ જાય, ત્યારે જ બ્રહ્મર્ષિ અને બ્રહ્મવાદિનીનો જન્મ થાય છે.
તો પછી બીજાઓનું શું? તેવો પ્રશ્ન તમને પડી શકે છે, કેમકે પડવો જ જોઈએ. કારણકે પ્રશ્ન વગર પ્રયાસ નથી, પ્રયાસ વગર ઉત્તર નથી અને ઉત્તર વગર પ્રગતિ નથી અને શ્રીશાંભવીવિદ્યાનું નવમું અને દસમું પગથિયું એટલે દરેકનું પોતાનામાંની આંતરિક આસુરી વૃત્તિઓ સાથે થનારું યુદ્ધ જ હોય છે અને કોઈપણ યુદ્ધ લલિતાસહસ્રનામ વગર વિજયી થઈ જ શકતું નથી. લલિતાસહસ્રનામના સમર્થન અને આધારે લડનાર પક્ષ દેવયાનપંથનો હોય છે અને તેને નિર્ભેળ યશ મળે છે અને જો બંને પક્ષો લલિતાસહસ્રનામના આધારે યુદ્ધ કરનારા હોય, તો સ્વયં લલિતામ્બિકા તેવા યુદ્ધમાં હસ્તક્ષેપ કરે છે અને તે બે પક્ષોમાં સુલેહ કરાવે છે.
![]() |
| આદિમાતા મહિષાસુરમર્દિની પૂજન |
નવદુર્ગા સ્કંદમાતા જ લલિતાસહસ્રનામના અધ્યયનની દિગ્દર્શિકા છે અને ભગવાન હયગ્રીવ આ સહસ્રનામનું સદાય ગાયન કરતા રહે છે. ભગવાન સ્કંદના જન્મ પછી બરાબર એક વર્ષે આ સ્કંદમાતા પાર્વતી લલિતાસહસ્રનામનું પઠન કરતા ધ્યાનમાં એટલા ડૂબી ગયા કે તેમને કંઈ પણ ભાન રહ્યું નહિ. તે એક વર્ષનો બાળક સ્કંદ અર્થાત્ કુમાર રમતા રમતા હિમાલયના મણિશિખર પર (એવરેસ્ટ-Everest) જઈને પહોંચ્યો અને ત્યાંથી નીચે છલાંગ લગાવવા માંગતો હતો. ત્યારે સદાય જાગૃત રહેનાર લલિતામ્બિકા તાત્કાલિક મણિશિખર પર આવીને પહોંચ્યા અને તેમણે નીચે પડી રહેલ કુમાર કાર્તિકેયનો જમણો હાથ મજબૂત રીતે પકડ્યો અને બરાબર તે જ સમયે આંતરિક વાત્સલ્યથી જાગૃત થયેલ સ્કંદમાતા પાર્વતી પણ તેમના સ્થાન પરથી મણિશિખર સુધી દોડીને ચડ્યા અને તેમણે નીચે પડી રહેલ કુમાર કાર્તિકેયનો ડાબો હાથ પકડ્યો.
તેઓ બંનેના મનમાં એકબીજા વિષે અત્યંત કૃતજ્ઞતાનો ભાવ હતો અને આગળ જતા દેવસેનાપતિ થનારા કુમાર કાર્તિકેય પર અપાર વાત્સલ્ય હતું. સ્કંદમાતા પાર્વતીનું લલિતાસહસ્રનામનું પઠન, તેઓ જાગૃત થયા પછી, તેઓ દોડીને શિખર ચડી રહ્યાં હતા તે દરમિયાન અને કાર્તિકેયને સાચવી લીધા પછી પણ ચાલુ જ રહ્યું અને આ કારણે આ લલિતામ્બિકા અત્યંત પ્રસન્ન થયા. હવે સ્કંદના છયે મુખોને એક જ સમયે ભૂખ લાગી હતી અને તે જાણીને તેઓ બંનેને એક જ સમયે આંચળમાં દૂધ આવ્યું. સ્કંદ કાર્તિકેયે તે બંનેના હાથ મજબૂત રીતે પકડી જ રાખેલા હતા અને તે બંનેનું સ્તનપાન તેઓ કરતા હતા અને તેમને સ્તનપાન પૂર્ણ થયા પછી છયે મુખોમાંથી ઓડકાર આવ્યા - તે ઓડકાર સાદાસીધા નહિ પરંતુ શ્રીલલિતાસહસ્રનામનું નૈસર્ગિક અને સહજ ઉચ્ચારણ હતુ અને આ કારણે તે ક્ષણ માટે લલિતામ્બિકા અને સ્કંદમાતા પાર્વતી એકરૂપ થયા અને પછી જે પ્રકારે ‘શ્રીયંત્ર’ લક્ષ્મી અને મહાલક્ષ્મી બંનેનું એકત્ર સ્થાન છે અને ‘શ્રીસૂક્ત’ લક્ષ્મી અને મહાલક્ષ્મીનું એકત્ર સ્તોત્ર છે, તે જ પ્રમાણે ‘શ્રીલલિતાસહસ્રનામ’ પાર્વતીનું અને લલિતામ્બિકાનું એકત્ર સ્તોત્ર બન્યું અને ‘શાંભવીવિદ્યા’ આ બંનેનું એકત્ર સ્થાન નક્કી થયું.”
![]() |
| શ્રીયંત્રની આરતી કરતા સદ્દગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ |
આ બધું કથાનક સાંભળતી વખતે ત્યાં જ આસનસ્થ થયેલા ભગવાન સ્કંદના મનમાં ‘તે’ જૂની વાત્સલ્યવાળી યાદો અત્યંત વેગથી જાગૃત થઈ અને તેમણે જન્મદાત્રી માતા પાર્વતીના ચરણો પર મસ્તક મૂકીને લલિતાસહસ્રનામના પઠનનો પ્રારંભ કર્યો - આપોઆપ અને સહજ; અને બરાબર તે જ સમયે રાજર્ષિ શશિભૂષણની આંખોને પાર્વતીના હંમેશના ‘ચંદ્રઘંટા’ સ્વરૂપને બદલે ‘સ્કંદમાતા’ આ સ્વરૂપ દેખાવા લાગ્યું. એટલું જ નહિ, પરંતુ તે સ્કંદમાતાની આકૃતિ અત્યંત ધીમે ધીમે વિસ્તૃત અને વ્યાપક થતી રહી અને એક ક્ષણ તેમને આખું આકાશ સ્કંદમાતાના રૂપથી ભરાઈ ગયેલું જણાયું અને આ સાથે જ રાજર્ષિ શશિભૂષણ ઊભા થયા અને સહજભાવે તે આકાશવ્યાપી સ્કંદમાતાના ચરણોને સ્પર્શ કરવા માટે તે ચરણોની દિશામાં જવા લાગ્યા.
જેમ જેમ તેઓ ચરણોની નજીક જતા હતા, તેમ તેમ સ્કંદમાતાના તે બંને ચરણો પૃથ્વીથી ઉપર ઉપર જવા લાગ્યા. હવે તે સિંહવાહિની સ્કંદમાતાનું જમણું ચરણ પૃથ્વીની દિશામાં સહજાવસ્થામાં હતું, જ્યારે તેમણે પોતાનો ડાબો પગ વાળીને તેના પર બાળસ્કંદને ધારણ કરેલા હતા અને એટલા માટે તેમનું ડાબું ચરણ આડું હોવા છતાંય ઊભું હતું.
![]() |
| સ્કંદમાતા અને તેમનું ડાબું ચરણ |
એટલું બોલીને રાજર્ષિ શશિભૂષણ મૃત્યુ પામ્યા હોય તેમ, શ્વાસોચ્છ્વાસ અને હૃદયક્રિયા ન હોય તેવા થઈને અવકાશમાં તરવા લાગ્યા. તેમની ધર્મપત્ની પૂર્ણાહુતિ અત્યંત પ્રેમથી અને અતિઆનંદથી અંતરીક્ષમાં છલાંગ લગાવીને પોતાના પતિના દેહનો જમણો હાથ હાથમાં પકડીને તેમને ધીમે ધીમે પાછા કૈલાસ પર ઉતારવા લાગ્યા અને જે ક્ષણે રાજર્ષિ શશિભૂષણના પગ કૈલાસભૂમિને સ્પર્શ થયા, તે જ ક્ષણે તે પાછા પૂર્ણ પ્રાણવાન થયા અને તેમના પહેલા શ્વાસ સાથે તેમનું સહસ્રારચક્રકમળ પૂર્ણપણે ઊઘડીને તેમના મસ્તકમાંથી દસે દિશાઓમાંથી બહાર નીકળવા લાગેલું સૌને દેખાવા લાગ્યું.
કોઈ બ્રહ્મર્ષિ થતા હોય તેને આજે બ્રહ્મર્ષિ ન હોય તેવા અનેક લોકો જોઈ રહ્યાં હતા અને જ્યેષ્ઠ બ્રહ્મવાદિની લોપામુદ્રા કહેતા હતા, “હવે શશિભૂષણ ‘બ્રહ્મર્ષિ’ થયા છે અને હમણાં જ મેં કહેલી, બ્રહ્મર્ષિનો જન્મ થવાની સંપૂર્ણ પ્રક્રિયા તમે સૌએ હવે જોઈ જ છે.”
‘બ્રહ્મર્ષિ શશિભૂષણનો જયજયકાર હો’ તેવી ઘોષણા કરતા ત્યાં ઉપસ્થિત બધા લોકો આનંદથી નૃત્ય કરવા લાગ્યા. બિલકુલ શિવ, મહાવિષ્ણુ, પ્રજાપતિબ્રહ્મા, ગણપતિ, વીરભદ્ર, દેવર્ષિ નારદ અને શિવ-ઋષિ તુંબરુ પણ આમાં સામેલ હતા અને બ્રહ્મર્ષિ શશિભૂષણની બંને આંખો ઊઘડતા તેમણે આદિમાતા શ્રીવિદ્યાના ચરણો પર લોટાંગણ કર્યા અને બરાબર તે જ ક્ષણે સ્કંદકાર્તિકેયના મુખમાંથી લલિતાસહસ્રનામનું એક વિલક્ષણ અદ્ભુત નામ ઉચ્ચારાયું,
![]() |
| આદિમાતા શ્રીવિદ્યા |
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാളം>>





Comments
Post a Comment