![]() |
સંદર્ભ - સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનાં દૈનિક ‘પ્રત્યક્ષ’માંનાં ‘તુલસીપત્ર' આ અગ્રલેખમાળાનાં અગ્રલેખ ક્રમાંક ૧૩૮૪ અને ૧૩૮૫. |
આ કુષ્માંડાના હાસ્યમાંથી જ તમામ સૂર્ય, તારાઓનો જન્મ થયો છે. કારણ કે આ જ આદિમાતાની મૂળ પ્રકાશિની શક્તિ છે. તેથી જ તેને ‘કાશી' આ નામ છે. તમામ વિશ્વના તમામ તારાઓનું તેજ એકત્રિત કરીએ, તો પણ તે તેના અંશમાત્ર તેજ કરતાં પણ ઝાંખું હોય છે અને તેથી જ સૂર્ય, તારાઓની નજીકથી ફરતી વખતે પણ તેને જરાય ત્રાસ થતો નથી.
ઉલટું આ વસુંધરા પર આવતા સૂર્યના સીધા સૂર્યકિરણો પણ આ માતા જ અહીંના જીવનને સુસહ્ય બનાવે છે.
પ્રકાશ વગર નવનિર્માણ નથી અને માતા વગર પ્રકાશ નથી અને તેથી જ માતાને ‘સહસ્રપ્રકાશસુંદરી' એવું પણ નામ આપવામાં આવ્યું છે.
આ માતાની જ સાધના બ્રહ્મર્ષિ કશ્યપે કરી હતી અને જે જ્ઞાન તેમણે તને આપ્યું, તે જ્ઞાન માતાએ પોતે જ તેમને આપ્યું હતું. તેથી માતાની સાથે અંબજ્ઞ રહેવા માટે બ્રહ્મર્ષિ કશ્યપે યાજ્ઞવલ્ક્ય, વસિષ્ઠાદિ બ્રહ્મર્ષિ પરિવારને સાથે લઈને એક યજ્ઞનો આરંભ કર્યો. ત્યારે તે યજ્ઞકુંડમાંથી આ કુષ્માંડા પ્રકટ થઈ અને ‘બલિ' માંગવા લાગી.
તમામ બ્રહ્મર્ષિ મૂંઝવણમાં પડી ગયા. પ્રાણીઓનું બલિદાન કરવું તેમના નિયમોમાં બેસતું નહોતું. તેથી તે બધાએ આદિમાતા અનસૂયાને આહ્વાન કર્યું અને માતા તરત જ અષ્ટાદશભુજા સ્વરૂપમાં પ્રકટ થઈ અને તેણે પોતે જ જણાવ્યું કે ‘વસુંધરા પરનું ‘કુષ્માંડ' (અર્થાત કોળું) આ ફળ મારા મૂળ રૂપને ‘બલિ' તરીકે અત્યંત પ્રિય છે અને તેથી તમે કુષ્માંડાને પણ નિઃસંકોચ થઈ કોળાનો જ બલિ આપો. હું અહીં જ ઊભી રહું છું.'
અનસૂયાના કહેવા મુજબ બ્રહ્મર્ષિ કશ્યપે એક રસદાર કોળાનો બલિ માતા કુષ્માંડાને આપ્યો અને તે સાથે જ તે તમામ બ્રહ્મર્ષિને દેખાયું અને સમજાયું કે આદિમાતાના દરેક ઉગ્ર રૂપને પણ કોળાનો બલિ જ શાંત કરનારો છે.
તે યજ્ઞમાંથી પ્રકટ થયેલા કુષ્માંડાએ તે કુષ્માંડબલિનો પ્રેમથી સ્વીકાર કરીને તમામ યજ્ઞકર્તાઓને અભયવચન આપ્યું કે ‘આદિમાતાના અને મારા દરેક રૂપને કોળાનું બલિદાન જ સર્વોચ્ચ રહેશે.'
ગૌતમ! કોળાનો બરાબર અભ્યાસ કર. આનામાં સૂર્યની દાહક ઉષ્ણતા શોષી લેવાનો અદ્ભુત ગુણ છે.
કોઈ પણ નવનિર્માણ જેમ પ્રકાશ વગર અશક્ય છે, તેવી જ રીતે ‘રસ' વગર પણ અશક્ય છે અને ‘રસ'ધાતુનું અસ્તિત્વ જલ વગર અશક્ય છે.
અને તેથી જ તે કુષ્માંડાના બલિનો સ્વીકાર કરીને ચોથી નવદુર્ગા, કુષ્માંડા પાર્વતીએ ‘સ્કંદમાતા' બનવાની તૈયારી શરૂ કરી.
તેના જ સૂર્યતેજમાં કુષ્માંડરસ ભેળવીને તેણે સૌમ્યતાનો અને શીતળતાનો સ્વીકાર કર્યો અને તેથી જ શિવપાર્વતીનો પુત્ર ‘સ્કંદ' જન્મ લઈ શક્યો.
આ પાંચમી નવદુર્ગા ‘સ્કંદમાતા' જ શાંભવી વિદ્યાના નવમા અને દસમા કક્ષાની, પગથિયાંની અધિષ્ઠાત્રી દેવી છે
અને આ જ નવરાત્રીની પંચમી તિથિના દિવસ-રાત્રિની નાયિકા છે.”
હવે એક અત્યંત તેજસ્વી, અપ્રતિમ સૌંદર્યવતી એવી ઋષિકુમારી અત્યંત વિનયથી ઊભી રહી. તેણે ઊઠતી વખતે બ્રહ્મવાદિની પૂર્ણાહુતિની અનુમતિ લીધી હતી, તે બધાના જ ધ્યાનમાં આવ્યું હતું. પરંતુ આ કોણ? તે કોઈને જ ખબર નહોતી.
તે યુવતી તરફ જોઈને લોપામુદ્રાએ અત્યંત વાત્સલ્યથી પૂછ્યું, “કન્યા! તારો શું પ્રશ્ન છે?” તેણે અર્ધખુલી પાંપણથી જ પ્રશ્ન પૂછ્યો, “તમામ સૂર્યોનું તેજ સહેલાઈથી સહન કરનાર પાર્વતીને શિવનું .... (અનુચ્ચારિત શબ્દ - વીર્ય) અને તેમાંથી બનેલો ગર્ભ સહન ન થાય, તે કેવી રીતે શક્ય છે? આની પાછળ નક્કી જ કંઈક પવિત્ર અને અતિગુપ્ત એવું રહસ્ય હોવું જોઈએ. મને હંમેશા આ રહસ્યની શોધ કરવી હોય એવું લાગે છે અને તેના માટે મને સ્કંદમાતાની આરાધના કરવી છે. હું કોની પાસે જાઉં?”
બ્રહ્મવાદિની લોપામુદ્રાએ તેને નજીક બોલાવીને તેના મસ્તકનું અવઘ્રાણન કર્યું અને કહ્યું, “હે રાજર્ષિ શશિભૂષણ અને બ્રહ્મવાદિની પૂર્ણાહુતિ! તમારી આ કન્યા ખરેખર તેના નામ મુજબ ‘અ-હલ્યા' છે.”
બાપુ આગળ તુલસીપત્ર - ૧૩૮૫ આ અગ્રલેખમાં લખે છે,
લોપામુદ્રાએ અહલ્યા સાથે કંઈક વાર્તાલાપ ધીમા અવાજમાં કર્યો અને તેને પાછી તેની માતાની નજીક જઈને બેસવા જણાવ્યું અને પછી તે આગળ બોલવા લાગી, “આ અહલ્યાએ ખરેખર જ અત્યંત ઉત્કૃષ્ટ અને પવિત્ર ઈચ્છા વ્યક્ત કરી છે.
નવદુર્ગા સ્કંદમાતાની ઉપાસના સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે, વૈરાગી અને પ્રાપંચિક બંને કરી શકે છે, શ્રીમંત અને દરિદ્રી બંને કરી શકે છે, જ્ઞાની અને અજ્ઞાની બંને કરી શકે છે, આમાં પ્રશ્ન જ નથી.
કારણ કે આ નવદુર્ગા સ્કંદમાતા પોતાના પુત્રોને, કન્યાઓને પરાક્રમ, શૌર્ય, રણવિવેક અને આક્રમકતા આ ગુણોની સાથે, યોગ્ય જગ્યાએ ક્ષમા અને કષ્ટ આનંદથી સહન કરવાની ક્ષમતા આપે છે.
અને આ તમામ ગુણોને કારણે જ વસુંધરા પર અનેક પવિત્ર અને પરાક્રમી રાજાઓ ઉત્પન્ન થયા.
તેવી જ રીતે ભારતવર્ષમાં જ્યારે જ્યારે સનાતનધર્મનો પતન થવા લાગે છે અને જેનું કારણ ‘કુમાર્ગીઓનું આક્રમણ' હોય છે, ત્યારે ત્યારે આ નવદુર્ગા સ્કંદમાતા જ પોતાના કેટલાક સારા ભક્તોને ઉપરોક્ત તમામ ગુણ પૂરા પાડતી રહે છે અને સનાતન વૈદિક ધર્મને પાછો સર્વોચ્ચ પદ પર મૂકે છે.
અત્યાર સુધી આની સાધના જ્યારે જ્યારે કરવામાં આવી, ત્યારે ત્યારે ભારતવર્ષમાં સ્કંદ કાર્તિકેયની જેવા જ ઉત્કૃષ્ટ સેનાપતિઓ નિર્માણ થયા.
હવે ભંડાસુરના રૂપમાં શ્યેન પ્રદેશમાં (ચાઇના) આવા જ ભારતવિરોધી અસુરોનો ઉદય થયો છે અને તેથી હે અહલ્યા! તારા અભ્યાસને કારણે અને સાધનાને કારણે ભંડાસુરના વધ માટે યોગ્ય એવું પોષક વાતાવરણ ચોક્કસ ઉત્પન્ન થશે.
![]() |
શ્રીવરદાચંડિકા પ્રસન્નોત્સવમાં આદિમાતા મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીનું પૂજન કરતા સદ્દગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ |
શાંભવી વિદ્યાના નવમા અને દસમા પગથિયાં પર આધ્યાત્મિક સાધનામાં અને પ્રપંચમાં પણ અનેક વિકાસવિરોધકો સાથે એટલે કે અભ્યુદયવિરોધકો સાથે જોરદાર લડાઈ લડવી પડે છે અને તેના માટે
આસુરી વૃત્તિઓ સાથે લડતા શીખવું અત્યંત આવશ્યક હોય છે
કારણ કે આસુરી વૃત્તિઓ આ વૃત્રાસુરના ગીધડાંઓ દ્વારા માનવ મનમાં પ્રવેશ કરીને જ વસુંધરા પરનું આસુરી બળ વધારતી રહે છે.
અને સ્કંદ કાર્તિકેય આ માનવ મનમાં રહેલી આવી આસુરી વૃત્તિઓનો સંપૂર્ણ નાશ કરવાનું કાર્ય કરતો હોય છે.
અને તેના માટે તેને તેની પોતાની સાધનાની આવશ્યકતા નથી હોતી, પરંતુ નવરાત્રિસાધનાની અને આદિમાતાના જ્ઞાનરસથી બનેલા અને શૌર્યરસથી ઘડાયેલા સ્વરૂપની સાધનાની આવશ્યકતા હોય છે.
અને આદિમાતાના આ સ્વરૂપને ‘શ્રીલલિતામ્બિકા' કહે છે.
પુત્ર સ્કંદને પ્રથમ સ્તનપાન આપતી વખતે જ આ નવદુર્ગા સ્કંદમાતાએ ‘લલિતાસહસ્રનામ' પ્રથમ ઉચ્ચાર્યું અને તેથી લલિતાસહસ્રનામનું પઠન, અધ્યયન, ચિંતન અને મનન આ જ શાંભવીવિદ્યાના નવમા અને દસમા પગથિયાં પરની પ્રમુખ સાધના હોય છે.
હે કન્યા અહલ્યા! ભગવાન હયગ્રીવે પોતે માર્કંડેય ઋષિને આ લલિતાસહસ્રનામ હમણાં જ શીખવ્યું છે. તું બ્રહ્મર્ષિ માર્કંડેય પાસે જઈને તેમની શિષ્યા બન અને લલિતાસહસ્રનામની સાધિકા થા અને ‘વજ્રાદપિ કઠોરાણિ', ‘મૃદૂનિ કુસુમાદપિ' આ સિદ્ધિ પ્રાપ્ત કરી લે.
કારણ કે આ તત્વથી જ નવદુર્ગા સ્કંદમાતા ઊભરાતી હોય છે.
હે શુદ્ધબુદ્ધિ ગૌતમ! તારે તેની સાથે જ બ્રહ્મર્ષિ માર્કંડેયના આશ્રમમાં જવું, એવી મારી સૂચના છે.”
લોપામુદ્રાની આ સૂચના સાંભળીને રાજર્ષિ શશિભૂષણ કન્યાની ચિંતાથી થોડા ચિંતિત થયા - અપરિણીત અને યુવાન એવી કન્યાને તેવા જ અપરિણીત અને યુવાન ઋષિકુમાર સાથે દૂરના પ્રવાસ પર મોકલવું તેને યોગ્ય લાગતું નહોતું. પરંતુ બ્રહ્મવાદિની પૂર્ણાહુતિ તો અત્યંત આનંદિત થઈ હતી.
શશિભૂષણે પોતાની પત્નીના કાનમાં પોતાના મનમાં રહેલી ઉપરોક્ત શંકા બોલી બતાવી, ત્યારે તેણે સ્મિત વદનથી તેના કાનમાં જણાવ્યું, “તમે માત્ર એક શબ્દ ભૂલી રહ્યા છો - ‘અનુરૂપ' - એકબીજાને અનુરૂપ.”
બ્રહ્મવાદિની લોપામુદ્રા આ બધું જોઈ પણ રહી હતી અને જાણતી પણ હતી. તેણે ઋષિ ગૌતમને અને ઋષિકન્યા અહલ્યાને પોતાની નજીક બોલાવ્યા અને ગૌતમના પાલકપિતા કશ્યપને અને અહલ્યાના માતાપિતાને પણ બોલાવ્યા.
તે બધાની સ્વીકૃતી મળી અને કૈલાશ પર આનંદોત્સવ છવાઈ ગયો. કારણ કે ત્યાંના દરેકને આ દંપતિની અનુરુપતા સંપૂર્ણ રીતે માન્ય હતી અને ગમી પણ હતી.
પોતે બ્રહ્મર્ષિ વસિષ્ઠ અને બ્રહ્મવાદિની અરુંધતીએ સમારંભનું નેતૃત્વ સંભાળ્યું.
ગૌતમે અહલ્યાનું પાણિગ્રહણ કરીને તેની સાથે બ્રહ્મર્ષિ માર્કંડેયના આશ્રમ તરફ તરત નીકળ્યો.
ત્યાંના દરેક ઉપસ્થિતને લાગતું હતું કે આ નવવિવાહિત દંપતિને લગ્ન પછી થોડો સમય તો કષ્ટ વગરનો અને સુખ સગવડોનો મળે.
તે બધાના મનમાં રહેલી આ ભાવના જાણીને ભગવાન હયગ્રીવ પોતે ત્યાં પ્રકટ થયા અને આદિમાતાને અભિવાદન કરીને કહ્યું, “હે આદિમાતા! હું આ નવવિવાહિત દંપતિને મારી પીઠ પર બેસાડીને માત્ર એક ક્ષણમાં માર્કંડેયના આશ્રમમાં લઈ જઈ શકું છું. તેથી તેમનો ૨૯ દિવસનો પ્રવાસનો સમય, તેમને વૈવાહિક જીવનના આરંભ માટે મળશે.”
આદિમાતાએ આનંદપૂર્વક હયગ્રીવને અનુમતિ આપી.
ગૌતમને અને અહલ્યાને હયગ્રીવે પોતાના સ્કંધ પર લીધા અને હાથ જોડીને આદિમાતાને પ્રશ્ન કર્યો, “હે આદિમાતા! તમામ બ્રહ્મર્ષિ અને મહર્ષિ અહીં જમા થયેલા હોવા છતાં એકલો માર્કંડેય માત્ર હજી સુધી તેના જ આશ્રમમાં કેમ બેસી રહ્યો છે?”
આદિમાતા શ્રીવિદ્યાએ જવાબ આપ્યો, “નવબ્રહ્મર્ષિ માર્કંડેય તારી જ રાહ જોતા રોકાયો છે."
Ambadnya🙏
ReplyDelete