સદગુરુ અનિરુદ્ધ જ છે અમારા એકમાત્ર તારણહાર... - ડૉ. રાજશ્રીવીરા દેશમુખ, વડુજ, સાતારા

સદગુરુ અનિરુદ્ધ જ છે અમારા એકમાત્ર તારણહાર...  - ડૉ. રાજશ્રીવીરા દેશમુખ, વડુજ, સાતારા

આ શ્રદ્ધાવાન સ્ત્રીના પતિની ગાડીનો એક ભીષણ અકસ્માત ઘડાય છે, જેમાં ગાડીનો તો સાવ ચક્કરઘાણ નીકળી જાય છે, પણ તેમના શરીર પર એક નાનો એવો ઉઝરડો પણ પડતો નથી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તે દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે તેઓ ઉદી લગાવવાનું ભૂલી ગયા હોય છે, પરંતુ સમયસર તેમને યાદ આવે છે અને તેઓ પાછા ઘરમાં આવીને ઉદી લગાવે છે અને પછી જ ઘરની બહાર નીકળે છે.

-----------------------------------------

હરિ ૐ. હું વડુજ ઉપાસના કેન્દ્રમાં છેલ્લા અઢી વર્ષથી નિયમિતપણે જાઉં છું. રોજિંદા જીવનમાં બાપુના અનુભવો તો આવતા જ હોય છે. પણ મને મારા મિસ્ટરનો ૭ જાન્યુઆરીનો અનુભવ ખાસ કરીને તમને બધાને જણાવવો છે.

મારા મિસ્ટર પણ ડૉક્ટર છે અને તેઓ ખટાવમાં પોતાની પ્રેક્ટિસ કરે છે. રવિવાર, ૭ જાન્યુઆરીએ સવારે સાડા નવ વાગ્યે મારા મિસ્ટર હંમેશની જેમ OPD પર જવા નીકળ્યા. વડુજથી આગળ આવ્યા, ત્યાં લગભગ ૫ થી ૭ કિલોમીટરના અંતર પર રસ્તાનું કામ ચાલતું હતું. મિસ્ટર અમારી Swift Desire ગાડી ચલાવી રહ્યા હતા. રસ્તાના જે ભાગ પર કામ ચાલતું હતું, ત્યાં અચાનક અમારી ગાડી લપસી ગઈ. મિસ્ટરે બ્રેક મારવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ગાડીનું સંતુલન બગડી ગયું અને આગળ શું થઈ રહ્યું છે એ મિસ્ટરને સમજાયું જ નહીં. તેમની આંખો સામે અંધારું આવી ગયું, પણ તેમને એટલું તો ધ્યાનમાં આવતું હતું કે ગાડીએ ઘણી ગુલાંટો ખાધી હતી અને તે છાલ ઉતરેલા બે ઝાડની વચ્ચેથી ૮ થી ૧૦ ફૂટ વિમાનની જેમ ઉડતી ગઈ હતી.

આટલો મોટો અકસ્માત થયો પણ મારા મિસ્ટરના શરીર પર એક નાનો સરખો ઉઝરડો પણ પડ્યો ન્હોતો. ગાડીનો ભૂકો બોલી ગયો હતો. ગાડીમાં જે પણ કંઈ બચ્યું હતું તે ફક્ત મારા મિસ્ટરની સીટ, ગાડીમાંનો બાપુનો ફોટો અને ગણપતિનો ફોટો. ગાડીના બધા કાચ ફૂટી ગયા હતા અને ગાડી આખી દબાઈ ગઈ હતી. સ્ટીયરિંગ વ્હીલ પોતાની જગ્યાએથી હલી ગયું હતું અને ટાયર પણ ફાટી ગયા હતા. કહેવા જઈએ તો ગાડીમાં કંઈ જ બચ્યું ન્હોતું. ગાડીનો પાછળનો કાચ, એટલે કે જ્યાં બાપુના જાપનું સ્ટીકર લગાવવામાં આવે છે, ત્યાંથી મિસ્ટર બહાર નીકળ્યા, ત્યારે બરાબર તેમની સામે તેમની ઓળખાણની એક વ્યક્તિ પોતાની ગાડી લઈને તેમની સામે જ ઉભી હતી. 

જે કંઈ પણ બન્યું હતું તે અમારી સમજની બહાર હતું. આટલા મોટા અકસ્માતમાંથી જરા પણ માર વાગ્યા વગર બહાર આવવું અને અચાનક ઓળખીતા માણસે સામેથી આવીને તેમની મદદ મળવી, આ બધી તે સદ્‌ગુરુની જ કૃપા હતી. બાપુએ મારા મિસ્ટરને એટલી બધી સજાગતા પ્રદાન કરી હતી કે તે અવસ્થામાં પણ ગાડીના પેપર્સ ગાડીમાંથી કાઢી લેવાનું ભાન તેમને રહ્યું હતું. મિસ્ટર તે વ્યક્તિની ગાડીમાં બેસીને વડુજ આવ્યા. માત્ર એક સાવચેતી ખાતર તેમણે સી.ટી.સ્કેન, સોનોગ્રાફી અને અન્ય રીપોર્ટ્સ કરાવ્યા પણ બધા રીપોર્ટ્સ એકદમ નોર્મલ આવ્યા. આટલું બધું થયું, પણ મિસ્ટરના શરીરમાંથી લોહીનું એક ટીપું પણ નીકળ્યું નહીં. 

ઘટનાસ્થળે પહોંચેલા પોલીસને પણ પ્રશ્ન થયો કે બે ઝાડની વચ્ચેથી આ ગાડી કેવી રીતે પસાર થઈ હશે. આ અશક્ય જ હતું. ગાડીની હાલત જોઈને તો આવતા-જતા લોકો એ જ પૂછતા હતા કે આટલા ભીષણ અકસ્માતમાં ગાડીમાંના માણસો બચ્યા છે કે? અશક્યને શક્ય માત્ર બાપુ જ કરી શકે છે. ઘરની બહાર જતી વખતે અમને બધાને ઉદી લગાવવાની આદત છે. બરાબર આ અકસ્માતના જ દિવસે મિસ્ટર ઉદી લગાવવાનું ભૂલી ગયા હતા, પણ અચાનક યાદ આવતા ફરીથી ઉંબરાની અંદર આવ્યા અને ઉદી લગાવીને જ તેઓ બહાર નીકળ્યા. આ ઉદીએ જ તેમને બચાવ્યા એવો મારો વિશ્વાસ છે.

આ અકસ્માતના ૧૫ દિવસ પહેલા હું મારી OPD માંથી ઘરે આવવા નીકળી હતી ત્યારે અચાનક મને પાંદડાંનો સળસળાટ અવાજ સંભળાયો. હું ઉદી લગાવીને જ નીકળી હતી. મારા મનમાં વિચાર આવ્યો કે અરે સાપ છે કે શું! આટલો વિચાર આવે ત્યાં સુધીમાં તો આખો રસ્તો રોકીને એક મોટો નાગ મારાથી માત્ર એક ફૂટના અંતરે ફેણ ચઢાવીને ઉભો હતો. તે જેવો આવ્યો તેવો જ બીજી બાજુથી નીકળી પણ ગયો.

મારો અને મારા મિસ્ટરનો ખરાબ સમય તો આવ્યો હતો. પણ બાપુ તે સમયની આગળ અમારું રક્ષણ કરવા ઉભા જ હતા. સમય આવ્યો એવો જ જતો પણ રહ્યો. સમયને પણ પાછળ છોડનારા એકમાત્ર મારા બાપુ જ છે. મિસ્ટરે ફોન કરીને તેમનો અકસ્માત થયો હોવાનું મને જણાવ્યું ત્યારે મેં ફક્ત ‘બાપુ’ એમ જોરથી બૂમ પાડી અને બાપુના ફોટાને દંડવત પ્રણામ કરીને તેમને જ બધો ભાર સોંપી દીધો.

ખૂબ ખૂબ અંબજ્ઞ બાપુ, તમારા સિવાય આ બીજું કોઈ કરી શકે જ નહીં.

હરિ ૐ શ્રીરામ અંબજ્ઞ

નાથસંવિધ્

Comments

ભારતીય સ્વતંત્રતા સંગ્રામ