![]() |
સંદર્ભ : સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષ માં નો 'યો મોદકસહસ્રેણ યજતી। સ વાંચ્ચિતફલં અવાન્પોતિ॥' આ શીર્ષક ધરાવતો અગ્રલેખ (૦૩-૦૯-૨૦૦૮) |
'ૐ ગં ગણપતયે નમઃ।
એકવાર, માતા પાર્વતી બાલગણેશને લઈને અત્રિ-અનસૂયાના આશ્રમમાં આવ્યા. પોતાના આ પૌત્રને જોતાં જ, માતા અનસૂયા વાત્સલ્ય અને કૌતુકભાવ થી કેટલા લાડ કરૂ અને કેટલા નહીં, આ વિચાર સાથે બાલગણેશને અમર્યાદ લાડ કરવા લાગ્યા. બાળક જે પણ જીદ કરતો, અનસૂયા તે પૂરી કરતી.
એક દિવસ, માતા પાર્વતીએ માતા અનસૂયાને કહ્યું પણ ખરું કે, 'જો આ બાલગણેશને આવા લાડની આદત પડી જશે તો, કૈલાસ પર પાછા ગયા પછી મારા માટે મોટી મુશ્કેલી ઉભી થશે?' માતા અનસૂયા મધુરતાથી હસ્યા અને કહ્યું, 'અરે, મેં તારા પતિને પણ આવા જ લાડ કર્યા હતા, તો પણ તે કૈલાસ પર આનંદથી રહ્યા જ ને?' પાર્વતીને અનસૂયાની વાત ગળે ઉતરી ગયી.
પાર્વતી જોતી હતી કે, માતા અનસૂયા ગમે તેટલા લાડ કરે તો પણ મારું આ બાળક અનસૂયા માતાના દરેક આજ્ઞાનું પાલન પણ કરે છે અને મુખ્ય વાત એ છે કે, તે આ લાડ કોડ થી જરાય બગડ્યો પણ નથી. પરંતુ કૈલાસ પર આ બાળકની પાછળ બૂમ પાડતા ફ઼રવું પડે છે. પાર્વતી વિચાર કરીને થાકી ગયી, પરંતુ તેમને જવાબ મળ્યો જ નહિ. છેવટે, તેમણે એકવાર રાત્રે બાલગણેશ સુઈ ગયા પછી માતા અનસૂયાને આ પ્રશ્ન પૂછ્યો. માતા અનસૂયા બોલ્યા, 'અરે, આજે હું થોડી મંત્રપઠનમાં મગ્ન છું. મારે આગામી કેટલાક દિવસોમાં એક વિશિષ્ટ મંત્રજાપ સંખ્યા પૂરી કરવાની છે. તે પૂરી થઈ જાય પછી જોઈએ.'
તેના બીજા જ દિવસે સ્વયં શિવશંકર કૈલાસથી પોતાના માતા-પિતાને મળવા અને પત્ની અને પુત્રને પાછા લઈ જવા માટે આવ્યા. શિવના કોપિષ્ઠ સ્વભાવના કારણે કૈલાસ પર રહેતાં હંમેશા થોડું સંભાળીને જ રહેવાવાળી અને બોલવાવાળી પાર્વતી અત્યાર સુધી અનસૂયાના આશ્રમમાં નિર્ભયતાથી ફરી રહ્યા હતી. શિવશંકરને જોતાં જ તેમની મોકળાશ આપોઆપ ઓછી થઈ ગઈ.
પણ શિવ આશ્રમના દરવાજે દેખાયા કે તરત જ માતા અનસૂયા અત્યંત પ્રેમથી આગળ ગયા અને તેમનો મંગલ અભિષ્ટ કરીને અને તેમનો હાથ પકડીને તેમને અંદર લઈ આવ્યા. બાલગણેશ જે આતુરતાથી પાર્વતીના આલિંગનમાં સમાઈ જતા હતા, તે જ આતુરતાથી શિવને માતા અનસૂયાના આલિંગનમાં સમાતા પાર્વતીમાતાએ જોયા. તે ભોળા શંભુ આખો દિવસ આશ્રમના પરિસરમાં ફરતા રહેતા, બાળપણની યાદો કહેતા રહેતા અને મુખ્ય વાત એ છે કે, આશ્રમમાં પોતાના બાળપણના મિત્રો સાથે બિલકુલ નાના બાળકની જેમ ક્રીડા કરતા રહેતા. તે પરમશિવના મિત્રો પણ કઈ બાળકો નહોતા. તેઓ પણ મોટા મોટા ઋષિ થઈ ગયા હતા.
સૌથી મુખ્ય વાત એ છે કે, આ શિવ રોજ માતા અનસૂયાના હાથે જ ભોજન કરાવવા માટે આતુર રહેતા હતા. એકવાર તો એવો સમય આવ્યો કે, બાલગણેશને અને શિવને એક જ સમયે જોરદાર ભૂખ લાગી હતી, બંનેનો હઠ એક જ હતો કે, તેમને માતા અનસૂયાએ જ ખવડાવવું. માતા અનસૂયાએ શિવને કહ્યું, 'એવડો મોટો થયો, જરા થોભ, થોડી ધીરજ રાખ. પહેલા હું બાલગણપતિ ખવડાવું અને તેનું પેટ ભરાઈ જાય પછી તારું જોઉં. છું' શિવશંકર નારાજ થાય છે અને કહે છે, 'તારું કહેવું મને માન્ય છે કારણકે આ મારું પણ બાળક છે. પરંતુ તું મારા કરતા તેના પર જ વધારે પ્રેમ કરે છે, તેવું પણ લાગે છે. પરંતુ તારું કહેવું સાચું છે, હું થોભું છું.'
બાલગણેશ જમવા બેઠા. લંબોદર જ તે. તેથી તેની ભૂખ પણ તેટલી જ વધારે અને તે દિવસે તો ગણપતિનું પેટ ભરા્તું જ નહોતું. માતા અનસૂયા તેને ખવડાવતા જ રહ્યા. શિવશંકર બાજુમાં જ બહારથી આંખો બંધ કરીને પરંતુ ખરેખર તો ક્યારે પોતાનો વારો આવે, એની રાહ જોતા બેઠા હતા. પાર્વતીમાતાને પણ આશ્ચર્ય થવા લાગ્યું કે, આ તેમનો પુત્ર હજી કેટલું ખાતો રહેશે? અને આ વ્યાકુળ થયેલા શિવ ક્યાં સુધી ધીરજ રાખી શકશે? એટલામાં માતા અનસૂયાએ શ્રીબાલગણપતિને કહ્યું, 'મેં તારા માટે એક ખાસ મીઠો પદાર્થ બનાવ્યો છે, તે હવે ખા.' અને માતા અનસૂયાએ તે બાલગણપતિને એક મોદક ખવડાવ્યો. તે જ ક્ષણે બાલગણપતિને એક સુંદર ઓડકાર આવ્યો અને શું આશ્ચર્ય! તેની સાથે જ શિવશંકરને પણ તૃપ્તિના સુખદ એકવીસ ઓડકાર આવ્યા. બાલગણપતિ અને શિવ એક જ સમયે માતા અનસૂયાને બોલ્યા, 'શું અદ્ભૂત છે આ પદાર્થ!'
પાર્વતીને આ કોયડો ઉકેલાયો નહિ. તે રાત્રે પાર્વતીમાતા ફરી માતા અનસૂયાને પ્રશ્ન પૂછવા લાગ્યા. 'તમે આ બધા ચમત્કાર કેવી રીતે કરી શકો છો? અત્યંત લાડ કરવા છતાં પણ આ બાલગણપતિ તમારું બધું માને છે! આ કોપિષ્ઠ શિવ અહીં આવતા જ એકદમ નરમ સ્વભાવના બની જાય છે! બાલગણેશની ભૂખ આજે આટલી વધતી જાય છે! તેની ભૂખ અસંખ્ય અને અગણિત વિવિધ પદાર્થોથી સંતોષાઈ નહિ પરંતુ આ એક નાના નવા પદાર્થથી બાલગણપતિનું પેટ એક ક્ષણમાં ભરાઈને તેને તૃપ્તિનો ઓડકાર આવ્યો! અને સૌથી અદ્ભૂત વાત એ છે કે ધીરજ રાખીને બેઠેલા અને ભૂખથી વ્યાકુળ થયેલા શિવનું પેટ પણ બાલગણપતિએ તે એક મોદક ખાતા જ સંપૂર્ણપણે ભરાઈ ગયું! બાલગણેશના એક ઓડકાર સાથે શિવશંકરને એકવીસ ઓડકાર આવ્યા!'
આ બધા અત્યંત પ્રેમાળ એવા પાર્વતીમાતાના આશ્ચર્યના ઉદ્ગાર હતા. પરંતુ પ્રશ્ન તો એક જ હતો કે, આની પાછળનું રહસ્ય શું? અને આ વિલક્ષણ 'મોદક' નામનો પદાર્થ શું હોય છે?
માતા અનસૂયાએ કહ્યું, 'આ બધું આશ્ચર્ય તને લાગ્યું અને જે પ્રશ્ન પણ પડ્યો, તેની પાછળનું જે કારણ, તે જ આ બધી ઘટનાઓ પાછળનું પણ કારણ છે. તારો જે તારા પતિ પર અને પુત્ર પર નિરતિશય અને નિ:સ્વાર્થ પ્રેમ છે, તે જ તે પ્રેમ - 'લાભેવીણ પ્રીતિ' - એ જ આ બધા પાછળનું રહસ્ય છે અને આ મોદક એટલે લાભેવીણ પ્રીતિનું એટલે કે શુદ્ધ આનંદનું અન્નમય અર્થાત ઘનસ્વરૂપ. આ બાલગણપતિ વિશ્વનો ઘનપ્રાણ છે અને એટલા માટે આ ઘનપ્રાણને ઘન અર્થાત સ્થૂળરૂપમાં આ શુદ્ધ આનંદ મોદકરૂપે ખવડાવતા જ તે તૃપ્ત થયા અને જે જે સ્વર્થોત્પન્ન અર્થાત ષડરિપુ-ઉત્પન્ન છે, તેને બાળવાનું જેનું કાર્ય છે, તે શિવની તૃપ્તિ પણ ફક્ત ઘનપ્રાણના એક મોદક ખાવાથી થઈ અને તે પણ ૨૧ ગણી.'
પાર્વતીમાતાએ માતા અનસૂયાને વંદન કર્યું અને તેઓ બોલ્યા, 'આ બધું ભક્તિવિશ્વમાં ચિરકાલ થાય, એવો આશીર્વાદ આપો.' માતા અનસૂયાએ કહ્યું, 'તથાસ્તુ'.
....અને તે દિવસથી આ ભાદ્રપદ શુક્લ ચતુર્થીનો ગણેશોત્સવ શરૂ થયો, ગણપતિને ૨૧ મોદકનો નૈવેદ્ય અર્પણ કરવામાં આવવા લાગ્યો અને તે દિવસથી, જેને એક ગણું આપવાથી શિવ ૨૧ ગણા તૃપ્ત થાય છે, તે જોઈને પરમાત્માના કોઈપણ રૂપની પૂજાની શરૂઆતમાં શ્રીગણપતિની પૂજા શરૂ થઈ.'
અગ્રલેખના અંતમાં સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ લખે છે - 'મારા વાલ્હા શ્રદ્ધાવાન મિત્રો, મોદક એટલે લાભેવીણ પ્રીતિ અને આ મોદક ફક્ત ગણેશ ચતુર્થીના દિવસે નહિ, પરંતુ રોજ અર્પણ કરતા રહો અને પ્રસાદ તરીકે તે જ ખાતા રહો. પછી વિઘ્ન ટકશે જ કેવી રીતે?'
Comments
Post a Comment