સૂર્યકોટિસમપ્રભ - ૨


સંદર્ભ: સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષમાં અગ્રલેખ (૦૫-૦૯-૨૦૦૬)
સંદર્ભ: સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષમાં અગ્રલેખ (૦૫-૦૯-૨૦૦૬)
 
અગાઉની પોસ્ટમાં આપણે સદ્‍ગુરુ અનિરુદ્ધ દ્વારા પ્રતિપાદિત અંધકાસુરના વધની કથા જોઈ હતી. 'આ કથા ભારતના પાંચેય પ્રમુખ ઉપાસના-સંપ્રદાયોને એકબીજા સાથે ગાઢ રીતે જોડનારી કથા છે. શૈવ, દેવીપૂજક, વૈષ્ણવ, ગાણપત્ય અને સૌર જેવા પાંચેય સંપ્રદાયોના આદિદેવતાઓને સમાનરૂપે અને એકસાથે અધિષ્ઠિત કરતાં આ કથા સહજ રીતે, રંગ વિવિધ ભલે હોય, આકાશ એક જ છે એ જ બતાવી દે છે.'

1. સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના ઘરે ગણેશોત્સવમાં ભક્તો સ્વયંભુ ગણેશના પણ દર્શન લે છે.

'આ કથામાં આધ્યાત્મિક દૃષ્ટે પણ અનેક મહત્વપૂર્ણ તત્વો પ્રતિપાદિત થયેલા છે. તેમાંથી ગણ્યાગાંઠ્યા જ આજે આપણે જોવાના છીએ. શ્રીમહાદેવના ક્રોધયુક્ત પ્રથમ શબ્દથી શ્રીવિષ્ણુએ એક અસુરનો બાવો (ડરાવનારો રાક્ષસ) ઉત્પન્ન કર્યો. આ ખરો અસુર નહોતો, પરંતુ માતાના શબ્દ માટે તેના લાડકા બાળકને ધાક બેસાડવા માટે ઉત્પન્ન કરવામાં આવેલો એક ડીંગલો હતો. શિવના ક્રોધયુક્ત શબ્દથી શ્રીવિષ્ણુએ બનાવેલો આ અસુરરૂપનો ડીંગલો એટલે અબૉધ માનવીય મન માટે નો પરમેશ્વરનો ધાક. ખોટું વર્તન ન થાય એટલે કે 'મર્યાદા ઉલ્લંઘન' (પ્રજ્ઞાપરાધ) ન થાય તે માટે તે સત્વગુણી વિષ્ણુ અર્થાત દરેક માનવને પ્રાપ્ત - વિવેક આ ધાક ઉત્પન્ન કરે છે અને તે પણ શિવના એટલે કે પવિત્ર જાણપણાનાં પ્રાગટ્ય દ્વારા જ. દરેક માનવી પાસે બુદ્ધિનિષ્ઠ વિવેક અને પવિત્રતાની જાણ આ બંને વસ્તુઓ હોય જ છે, તે તે માનવ પાસે ના પુણ્ય ને કારણે નહીં પરંતુ ભગવાનની અકારણ કરુણાને લીધે. જેમ જેમ કર્મસ્વાતંત્ર્યને લીધે પ્રજ્ઞાપરાધ વધતો જાય છે, તેમ તેમ તેમનું અસ્તિત્વ પણ ક્ષીણ થવા લાગે છે અને 'પ્રજ્ઞાપરાધાત‌‍રોગ:'ના ન્યાયથી માનવીના જીવનમાં સંકટો આવતા રહે છે અને તેમને સામનો કરવાની ક્ષમતા માત્ર ઓછી થતી રહે છે. બાળગણેશની આ લીલામાંથી એક મર્યાદાપાલનનું તત્વ સુંદર રીતે આગળ મુકાયું છે.'

'આ પરમાત્માએ નાની ઉંમરમાં જે કરવું યોગ્ય નથી એવું તે જગદંબાને લાગે છે, એટલે કે દ્રવ્યશક્તિ-પ્રકૃતિ માતા પર્વવતી જે મર્યાદા નક્કી કરી આપે છે, તેનું પાલન કરવું ઔચિત્યપૂર્ણ અને આવશ્યક છે. પરમાત્મા શ્રીમહાગણપતિએ પોતાની આ લીલામાંથી માનવી સામે આ જ બોધ આપ્યો છે કે શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ આપ્તવાક્યની મર્યાદા ઉલ્લંઘન કરવું ક્યારેય અનુચિત જ હોય છે. આવા મર્યાદાભંગનો વિચાર કરવાથી જ બાવો (ડરાવનારો રાક્ષસ) ઉત્પન્ન થાય છે. તો પછી જો આ વિચાર કૃતિમાં આવે તો ખરો અસુર ઉત્પન્ન નહીં થાય શું? દરેક માનવીએ પોતાની ઉંમર, પોતાનું શારીરિક અને માનસિક બળ, પોતાનું કર્તવ્ય અને પોતાની જવાબદારીની સ્થિતિનું ભાન રાખીને જ કોઈ પણ કાર્ય હાથ માં લેવું જોઈએ.'

'શ્રીવિષ્ણુ અને જગન્માતા પર્વવતીની આ ઉચિત ઉપાયયોજનાને લીધે શિવ બાળગણેશને માતા પાસે સોંપીને પોતાના કાર્ય માટે નીકળી જાય છે. એટલે કે જે ક્ષણે માનવીય મન વિવેકથી ભૌતિક શક્તિની મર્યાદાઓ ઓળખે છે, તે જ ક્ષણે અંતરમનમાંનું પવિત્રતાનું જાણપણું પોતાનું અસુરસંહારનું કાર્ય વિશ્વસંચાર કરીને કરતી રહે છે. મર્યાદાપાલન થતાં જ અંતરમનમાંનું પવિત્રતાનું જાણપણું અને સત્તા બંનેય જોડે વધવા લાગે છે અને પછી મનના અને જીવનના અસુરોનો નાશ નક્કી જ છે.'


માઘી ગણેશોત્સવમાં  શ્રી બ્રહ્મણસ્પતિની પૂજા-અર્ચા કરતી વખતે સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ

'આગળ બાળગણેશના મનમાં ઉત્પન્ન થયેલી બીક તે થૂંકી નાખે છે અને તેમાંથી જ અકરાળવિકરાળ અને સતત વધતો જનારો 'અંધકાસુર' નિર્માણ થાય છે. માનવ જ્યારે કોઈ પણ ભાર હેઠળ અથવા દબાણ હેઠળ મર્યાદાપાલન કરે છે ત્યારે થોડા સમય પછી માનવને તે દબાણ ફેંકી દેવું ગમે છે. અર્થાત જ અહીંયા અપેક્ષિત દબાણ એટલે પરમેશ્વરના નિયમોનો ધાક. જ્યારે માનવને આ ધાક અસુવિધાજનક લાગવા લાગે છે ત્યારે એક ક્ષણે માનવીય મન વિવેકથી વિમુખ થઈને આ ધાક ફેંકી દે છે અને અર્થાત જ તે ધાકની જગ્યા વિકૃત અહંકાર અને મિજાજ ભર્યો ઘમંડ લઈ લે છે. આ જ તે અંધકાર છે, આ જ સ્વરૂપ છે અંધકાસુરનું. એકવાર જો આ અંધકાસુર પ્રકટ થયો તો તે વધતો જ રહે છે.'

''હું કંઈ પણ કરું તો પણ તે પરમેશ્વર મારું કંઈ પણ બગાડી શકતો નથી' એવી વૃત્તિ એટલે જ ખરો અંધકાર- અંધકાસુર, પરંતુ સાક્ષાત પવિત્રતાનો એટલે કે શિવનો અને પાર્વતીનો એટલે કે કાર્યશક્તિનો (દ્રવ્યશક્તિનો) પુત્ર આ મહાગણપતિ એટલે કે માનવીય જીવાત્માનો દ્રવ્યગુણસંપન્ન સત્વગુણ કેટલો પણ અલ્પ હોય એટલે કે નાની ઉંમરનો હોય તો પણ આ અંધકાસુરનું સંપૂર્ણ ઉચ્ચાટન કરવા માટે સમર્થ હોય છે. આ દ્રવ્યગુણસંપન્ન સત્વગુણને આ લડાઈમાં ભાવગુણસંપન્ન સત્વગુણ શ્રીવિષ્ણુ સહાયતા કરે છે અને એક ક્ષણમાં તે સત્વગુણનું તેજ 'કોટીસૂર્યસમપ્રભ' થઈ જાય છે અને પછી શું? તે બાળગણેશ અંધકાસુરનો નાશ સહજતાથી કરે છે. ભાવગુણસંપન્ન સત્વગુણ એટલે જ ભક્તિનો પ્રભાવ.'


'અગ્રલેખના અંતમાં સદ્‍ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ લખે છે -

'મિત્રો, દરેકના જીવનમાં કોઈને કોઈ વળાંક પર આ અંધકાસુર વારંવાર આવતો રહે છે પરંતુ તે મંગલમૂર્તિ મહાગણપતિની આરાધના અને પોતાના ઇષ્ટદેવની ભક્તિ તમને તે વળાંક પરથી હળવેથી પ્રકાશમય માર્ગ પર મૂકી શકે છે.'

ગણપતિ આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે આનંદ લાવે છે? અનિરુદ્ધ બાપુ સમજાવે છે

Comments