![]() |
સંદર્ભ: સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષમાં નો અગ્રલેખ (૦૩-૦૯-૨૦૦૬) |
ભારતીય કીર્તન પરંપરામાં, પરમાત્માના વિવિધ સ્વરૂપોની નાનાવિધ કથાઓ અને આખ્યાનો કહેવામાં આવે છે. પાછલા અક્ષરશ: હજારો વર્ષોથી આ નારદીય પદ્ધતિની કીર્તન પરંપરા ભારતમાં અવિરતપણે ચાલી રહી છે. શ્રી સાઈસચ્ચરિતમાં તો પરમપૂજ્ય શ્રી. હેમાડપંતે કીર્તન સંસ્થા એ નારદની ગાદી છે એવું દ્રઢપણે પ્રતિપાદિત કર્યું છે. આ કીર્તનકારોએ પોતાના કીર્તનો દ્વારા શુધ્ધ ભક્તિનો પ્રચાર અને પ્રસાર કર્યો, તે જ રીતે સમાજ શક્ય તેટલો એકસંઘ રહે તે માટે પણ અપાર પ્રયત્નો કર્યા. આ પ્રયત્નોમાંથી જ આ નારદીય ગાદીના અનેક અધિકારીઓએ ભગવાનના માહાત્મ્યનું વર્ણન કરતી ગુણાધિષ્ઠિત કથાઓ પ્રચલિત કરી. તેના કારણે તેમને જુદા જુદા પરમાત્મસ્વરૂપોના ભક્તસમુદાયોને જોડવાનું સહજ શક્ય થયું. શ્રીમહાગણપતિના કીર્તનોમાં પણ અનેક કથાઓ શ્રીરંગ તરીકે લેવામાં આવે છે. તેમાંથી જ એક પ્રસિદ્ધ અને લોકપ્રિય લોકકથા એટલે 'અંધ:કાસુર આખ્યાન'.
![]() |
(સદ્ગ્રુરુ શ્રી અનિરુદ્ધ બાપૂના ઘરમાં ગણેશોત્સવમાં વિરાજમાન બાળગણેશ) |
બાળગણેશને ગજમુખ પ્રાપ્ત થયું અને આ બાળગણેશ શિવ-શક્તિઓ સાથે એટલે કે પોતાના માતા-પિતા સાથે કૈલાસ પર્વત પર બાળક્રીડા કરવા લાગ્યા. મોટા ભાઈ કાર્તિકેય સ્વામી પિતાના આદેશ અનુસાર બૃહસ્પતિના આશ્રમમાં અધ્યયન માટે ગયા હતા. એક વાર શિવશંકર પોતાના ગણો સાથે વિશ્વસંચાર માટે નીકળ્યા, ત્યારે બાળગણેશે તેમની સાથે આવવાની જીદ પકડી. મહાદેવના વિશ્વસંચારમાં અર્થાત જ અનેક અસુરો સાથે સામનો થવો અપેક્ષિત જ હતો. તેથી પાર્વતીમાતાને બાળગણેશ પોતાના પિતા સાથે ન જાય તેવું લાગતું હતું. પરંતુ શ્રીમહાદેવ તો પોતાના પુત્રને પોતાની સાથે લઈ જવા માટે તૈયાર હતા. બાળગણેશની બુદ્ધિની અને સામર્થ્યની જાણ શિવ-પાર્વતી બંનેને હતી જ. પરંતુ છેવટે માતા તે માતા જ. તેમનું માતૃહૃદય, બાળક કેટલો પણ શક્તિશાળી હોય તો પણ કાળજી કરશે જ. બાળગણેશની જીદ અને પતિનો ક્રોધયુક્ત અને જિદ્દી સ્વભાવ, આ કારણે પાર્વતીમાતા સંભ્રમમાં આવી પડ્યા. પાર્વતીમાતાએ પોતાના લાડકવાયા ભાઈ એટલે કે શ્રીવિષ્ણુનું સ્મરણ કર્યું. (આજે પણ મીનાક્ષી મંદિરમાં શિવ-પાર્વતીના લગ્નના દ્રશ્યમાં શ્રીવિષ્ણુ પાર્વતીના જ્યેષ્ઠ ભાઈ તરીકે કન્યાદાન કરતા જોવા મળે છે.)
તે જ ક્ષણે સ્મર્તૃગામી શ્રીવિષ્ણુ ત્યાં પ્રકટ થયા. ભાઈ-બહેનનો સંબંધ માનવી સ્તર પર પણ અત્યંત પ્રેમનો હોય છે. દૈવી સ્તર પર તો આ સંબંધનો અર્થ અને સંદર્ભ અત્યંત પવિત્ર સાંકેતિક સ્વરૂપના હોય છે, કારણ કે આ બધામાં અભેદ હોય છે. પાર્વતીએ પોતાની સમસ્યા શ્રીવિષ્ણુને જણાવી અને શ્રીવિષ્ણુએ તરત જ એક ઉપાય સૂચવ્યો. શ્રીવિષ્ણુએ પાર્વતીમાતાને મહાદેવ સાથે આ વિષય પર વાદવિવાદ કરવા કહ્યું અને ‘તેમનો ક્રોધયુક્ત પહેલો શબ્દ બહાર પડતાં જ, તે શબ્દનું જ રૂપાંતર હું એક અસુરમાં કરીશ અને બાળગણેશના મનમાં તે અજસ્ત્ર અને વિકરાળ બાવા વિશે ભય ઉત્પન્ન કરીશ. તેથી શ્રીબાળગણેશ જ સાથે જવાની જીદ છોડી દેશે અને શિવશંકર પણ પોતાનો ક્રોધ કાબૂમાં રાખીને પોતાના અપત્યના પ્રેમ કારણે બાળગણેશને પોતાની સાથે લઈ જવાની જીદ છોડી દેશે’, એમ કહ્યું. તે પ્રમાણે જ બધું થયું અને શ્રીશિવ પોતાના કાર્ય માટે નીકળ્યા. બાળગણેશ માતા સાથે કૈલાસ પર જ રહ્યા. મહાદેવના ક્રોધયુક્ત પ્રથમ શબ્દમાંથી વિષ્ણુએ ઉત્પન્ન કરેલો તે અસુર કાર્ય સંપન્ન થતાં જ ઓગળી ગયો પરંતુ શ્રીબાળગણેશના મનમાં ઉત્પન્ન થયેલો આ ભય બાળગણેશે માત્ર માતૃપ્રેમ ને કારણે સ્વીકાર્યો હતો,
બાળકે જ માતાની જીદ પૂરી કરી હતી. શ્રીમહાદેવ ત્યાંથી નીકળી જતાં જ બાળગણેશે આ મનમાં નો ભય થૂંકી નાખ્યો અને તે થૂંકમાંથી જ એક અતિશય ભયાનક દૈત્ય નિર્માણ થયો. થૂંકેલા ભયમાંથી નિર્માણ થયેલો આ દૈત્ય એટલે અંધ:કાસુર.
![]() |
પરમ પૂજ્ય સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપૂના ઘરે ગણેશોત્સવમાં શ્રીની મૂર્તિનું દર્શન |
આ અંધ:કાસુરે નિર્માણ થતાં જ પોતાનું રૂપ અને આકાર વધુ ને વધુ વધારવાનું અને ભયાનક કરવાનું શરૂ કર્યું. બાળગણેશે તેની સાથે યુદ્ધ શરૂ કર્યું પરંતુ છેવટે સાક્ષાત્ ગણેશના મનમાંથી બહાર ફેંકી દેવામાં આવેલી મળમાંથી જ તે બનેલો હતો. તે કારણે તેનું સામર્થ્ય પણ કંઈ ઓછું ન હતું. આ યુદ્ધ ઓગણત્રીસ દિવસ ચાલ્યું. ત્રીસમા દિવસે મામાએ ભાણેજને મદદ કરવાનું નક્કી કર્યું અને શ્રીવિષ્ણુએ બાળગણેશના કાનમાં પહેરેલી ભિકબાળી પર સૂક્ષ્મ રૂપમાં બેસીને પોતાના (ગણેશના) 'સૂર્યકોટીસમપ્રભ' સ્વરૂપની યાદ અપાવી અને તે સાથે જ કોટી સૂર્યોનું તેજ બાળગણેશના કાંતીમાંથી ઝળહળવા લાગ્યું અને પછી અર્થાત જ અંધ:કાસુર સમૂળ રીતે નષ્ટ થઈ ગયો. શ્રીમહાદેવે પાછા આવ્યા પછી જ્યારે આ કથા સાંભળી ત્યારે તેમણે તરત જ વિષ્ણુલોકમાં જઈને શ્રીવિષ્ણુને અત્યંત કૃતજ્ઞતાથી અને પ્રેમથી આલિંગન આપ્યું. ગણપતિના કાનમાં ભિકબાળી પહેરાવાની પ્રથા આ કથામાંથી જ શરૂ થયાનું દેખાય છે.
અગ્રલેખના અંતમાં સદ્ગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુ લખે છે -
‘આ કથાનો આધ્યાત્મિક અર્થ અને પ્રભાવ આપણે આવતીકાલે (એટલે જ પછીની પોસ્ટમાં) જોઈશું.'
![]() |
ઘરનાં ગણપતિના પુનર્મિલાપ મરવણૂકામાં સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ |
No comments:
Post a Comment