 |
સંદર્ભ- સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના દૈનિક પ્રત્યક્ષમાં નો અગ્રલેખ (૩૦-૦૮-૨૦૦૬) |
ગણપતિના જન્મની કથા તો મોટાભાગે બધા ને ખબર હોય છે. એકવાર શિવશંકર ધ્યાનમાં બેઠા હતા અને તેઓ ક્યારે પાછા ફરશે તે પાર્વતી માતા જાણતા નહોતા. પાર્વતી માતાને અભ્યંગ સ્નાન કરવું હતું. પરંતુ તેઓ શંકરનાં ગણોને સ્નાનગૃહની બહાર ઊભા રાખી શકતા નહોતા.
તેથી, તેમણે પોતાના જમણા કાંડાની ત્વચા પર લગાવેલો સુગંધી લેપ કાઢીને તેમાંથી એક સુંદર બાળકની મૂર્તિ બનાવી અને પોતાના ઉચ્છ્વાસમાંથી તેમાં પ્રાણ પ્રક્ષેપિત કર્યા. એ જ આ પાર્વતી નંદન, ગૌરી પુત્ર વિનાયક અર્થાત ગણપતિ. ત્યારબાદ પાર્વતી માતાએ આ ગણપતિને આજ્ઞા કરી કે મારા અંતર્ગૃહના દરવાજા બહાર દ્વારરક્ષક તરીકે ઊભો રહે અને કોઈનેય અંદર આવવા દેતો નહીં. અત્યાર સુધી, જન્મદાત્રી પાર્વતી માતા સિવાય આ બાળક ગણેશે બીજા કોઈનેય જોયું પણ નહોતું.
પાર્વતી માતા અંતરગૃહમં ગયા અને બાળ ગણેશ માતાએ આપેલા પાશ અને અંકુશ આ આયુધો લઈને દરવાજા પર ઊભો રહી ગયો. તેટલામાંદ શિવશંકર પોતાનું ધ્યાન પૂર્ણ કરીને ઘરે પાછા ફર્યા.
અર્થાત જ, મહાગણપતિએ, એ આઠ વરસના બાળકે, તેમને અંદર જવાની મનાઈ ફરમાવી. અર્થાત જ શિવશંકર ક્રોધાયમાન થયા. પરંતુ બાળક ગણેશ તેમના ક્રોધથી જરાય ના ડર્યો અને સીધા યુદ્ધ માટે પડકાર જ આપી દીધો. શિવ અને ગણેશ વચ્ચેનું આ યુદ્ધ શંકરે વિચાર્યું હતું તેટલું સરળ નહોતું. બાળ ગણેશે પોતાની શક્તિ બતાવી દીધી, પરંતુ છેવટે શિવશંકરે પાશુપતાસ્ત્ર છોડ્યું અને એ પાશુપતસ્ત્ર નો સ્વીકાર કરીને તે બાળ ગણેશ ધરતી પર પડ્યો અને તેનું મસ્તક શરીર થી અલગ થઈ ગયું. એટલામાં જ પાશુપતાસ્ત્ર નો ધ્વની જાણીને પાર્વતી માતા ઉતાવળે બહાર આવ્યા અને પોતાના નવનિર્મિત બાળકની અવસ્થા જોઈને આક્રોશ કરવા લાગ્યા.
એક નાના બાળક સાથે આટલો કઠોર વર્તન કર્યું તેંથી પાર્વતી માતાએ શિવશંકરની કઠોર શબ્દોમાં નિંર્ભર્ત્સના કરી. શિવશંકર પણ તેમનાંથી આવું કૃત્ય થઈ ગયું તેથી પસ્તાય ગયા. પાર્વતી માતાનું માતૃત્વ હવે ધીરે ધીરે ઉગ્ર સ્વરૂપ ધારણ કરવા લાગ્યું અને પાર્વતીમાતા એ વિક્રાળ રણચંડી સ્વરુપ ધારણ કર્યું. શિવ-શક્તિ નો આ અભૂતપૂર્વ પ્રસંગ જોઈને દેવગુરુ બૃહસ્પતિ વચ્ચે પડ્યા અને તેમણે શિવશંકરને બાળ ગણેશને પુનર્જીવિત કરવાની આજ્ઞા કરી. શિવશંકરે એ નિશ્ચય ઉચ્ચારતાં જ પાર્વતી માતાનું સ્વરૂપ ફરી સૌમ્ય થવા લાગ્યું. શિવશંકરે પોતાના ગણોને કોઈપણ નવજાત બાળકનું મસ્તક લઈ આવવા કહ્યું. શંકરના ગણો તે નિયોજિત સમયમાં જે લાવ્યા, તે હાથીના બાળકનું મસ્તક હતું. અમુક મર્યાદિત ક્ષણોમાં નવું મસ્તક બાળકના ધડ પર જો ના લગાવ્યું તો બાળકને જીવિત કરવો શક્ય નહીં થાય અને પછી પાર્વતી માતાના ઉગ્રતમ શક્તિ સ્વરૂપ દ્વારા મહાવિધ્વંસ માટે આ વાત કારણભૂત થશે, એ જાણીને શિવશંકરે તાત્કાલિક તે ગજમુખ બાળ ગણેશના ધડ પર બેસાડ્યું અને બાળ ગણેશ ગજવદન સ્વરૂપમાં ફરી એકવાર ચેતનામય બન્યો
 |
સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના ઘરે ઉજવાયેલા ગણેશોત્સવમાં શ્રી બાળ ગણેશ |
અનેક વર્ષોથી આ કથા અતિશય શ્રદ્ધાથી લોકો સાંભળે છે અને ગણેશ ગજવદન કેમ છે, એનો જવાબ પણ આમાંથી જ મળતું હોય છે. આ કથા ભાવસ્તર પર સત્ય જ છે, પરંતુ આ કથામાં માનવી જીવન માટે અત્યંત આવશ્યક એવા ત્રણ મહાન સિદ્ધાંતો પ્રકટ થયાં છે.
પાર્વતી એટલે આ સંપૂર્ણ બ્રહ્માંડની દ્રવ્યશક્તિ અર્થાત ઉમા. દ્રવ્ય એટલે પંચમહાભૂતોથી નિર્માણ થતી દરેક વસ્તુ, દરેક પદાર્થ. આ દ્રવ્યશક્તિનો લેપ અથવા મળ એટલે કે દ્રવ્યશક્તિનો ફળોત્પાદક પ્રભાવ એટલે કે ગુણ. દરેક પદાર્થ પોતાના ગુણોને કારણે અન્ય પદાર્થો પર જે પ્રભાવ પાડે છે, તે પ્રભાવ ઉત્પન્ન કરનારી શક્તિ એટલે જ ગુણ અથવા ઘનપ્રાણ; એટલા માટે જ શ્રી ગણેશને આ સંપૂર્ણ વિશ્વનો ઘનપ્રાણ માનવામાં આવે છે.
મનુષ્યના જીવનમાં શ્વાસ, પાણી અને અન્ન આ ત્રણ પદાર્થો જન્મથી મૃત્યુ સુધી તેના અસ્તિત્વ માટે જીવનદાયી નીવડે છે. માનવની બધી ક્રિયાઓ અને વૃત્તિઓ જેના પર આધાર રાખે છે, તે માનવનું મન તો ગુરુ-લઘુ વગેરે ભાવશારીરિક ગુણો પર જ આધારિત હોય છે. આ ગુણોનો ખેલ ક્યારેક માનવને યોગ્ય માર્ગે લઈ જઈને સફળતાના શિખર પર બેસાડે છે તો ક્યારેક અયોગ્ય માર્ગે લઈ જઈને ઊંડી ખીણમાં ફેંકી દે છે. ખાદ્ય પદાર્થો, દવાઓ, મનુષ્યના સંપર્કમાં આવતા અન્ય રસાયણો, અન્ય પ્રાણીઓ અને જીવ-જંતુઓ, એટલું જ નહીં, સંપર્કમાં આવતા અન્ય બધા મનુષ્યોના સારા-ખરાબ ગુણોને કારણે જ માનવના જીવનમાં ઘણી બધી અણગમતી ઘટનાઓ બને છે અને તેને જ આપણે વિઘ્ન કહીએ છીએ.
 |
માઘી ગણેશોત્સવ દરમિયાન, ભક્તો ભગવાન ગણેશની પ્રેમથી પૂજા કરે છે. |
મહાગણપતિ આ સંપૂર્ણ બ્રહ્માંડના અક્ષય અને અખંડ ઘનપ્રાણ હોવાથી માનવ પર થતા બાહ્ય કે આંતરિક ગુણોના વિઘ્નકારક પ્રભાવોને દૂર કરવાનું કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહે છે. કોઈ પણ પદાર્થ કે દ્રવ્ય તેના ગુણોને કારણે જ કાર્યશીલ હોય છે અને કોઈ પણ ગુણ અને તેના પ્રભાવને સંપૂર્ણપણે બદલવાની શક્તિ આ ગણેશ પાસે છે; માત્ર એ અયોગ્ય પ્રભાવનું રૂપાંતર યોગ્ય પ્રભાવમાં કરે છે, ક્યારેય યોગ્ય પ્રભાવનું રૂપાંતર અયોગ્ય પ્રભાવમાં કરતા નથી અને એટલા માટે જ આ મહાગણપતિ વિઘ્નવિનાશક, મંગલમૂર્તિ તરીકે આખા જગતમાટે વંદનીય થયા છે.
મહાગણપતિની ભક્તિને કારણે માનવ પોતાના જીવન પરના વિવિધ ખરાબ ગુણોના પ્રભાવોને ટાળી શકે છે અને તેથી જ વિઘ્નોને પણ. સંત શ્રેષ્ઠ રામદાસ સ્વામીએ મંગલાચરણમાં કહ્યું છે તેમ,
‘ગણાધીશ જો ઈશ સર્વાગુણાંચા'
(ગણાધિપતિ જે બધા ગુણોના ઈશ છે).
 |
સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના ઘરમાંનો શ્રી બાળ ગણેશ |
मराठी >>
हिंदी >>
English >>
ಕನ್ನಡ>>
বাংলা>>
తెలుగు>>
தமிழ்>>
Comments
Post a Comment