![]() |
શ્રી ગણેશનાં જન્મની કથા માં થી પ્રકટ થનારો બીજો મહત્વનો સિધ્ધાંત આજે આપણે જોવાનો છે. |
શિવ એટલે અપવિત્રતા નો નાશ કરનારી પરમાત્માની અભિવ્યક્તિ. સાવ સામાન્ય અને અભણ ભારતીય પણ અપવિત્ર અને ઘૃણાસ્પદ પરિસ્થિતી અથવા ઘટના પ્રત્યક્ષ જોયા બાદ અથવા સાંભળ્યા બાદ પણ સહજ રીતે 'શિવ શિવ આ શુઁ!' એવું બોલી જાય છે. કોઈ પણ રૂઢ આધ્યાત્મિક પ્રશિક્ષણ ના હોવા છતાંય દરેક ભારતીય ને પરંપરા થી આપમેળે ખબર હોય છે જે જે પણ અપવિત્ર કે ખરાબ હોય, તેનો સમૂળ નાશ 'શિવ' કરે છે. ભારતામાં ના બધા પ્રાંતોમાં ના લોકોમાં એક વાત અતિશય દૃઢ છે કે સ્ત્રી પર અત્યાચાર જો શિવશંકર નો અભિષેક કે શિવાની ઉપાસના કરે તો તે વ્યક્તિને તરત જ તેના પાપની શિક્ષા થાય છે. એટલું જ નહિ, જો આવી વ્યક્તિ માટે આવી ઉપાસના કરનારા તેના આપ્તજન ને પણ કઠોર દુર્ભાગ્ય નો સામનો કરવો પડે છે. બીજી એક માન્યતા એ, કે સોળ વરસથી નાના બાળકો પર અત્યાચાર કરનારી વ્યક્તિ ને શિવ ક્યારેય શાંતિ, સમાધાન અને તંદુરસ્તી આપતો નથી.
આ બધી પરંપરાગત, રૂઢ માન્યતાઓ માં થી પ્રકટ થાય છે, પરમાત્માનું પરમશીવ સ્વરૂપ, જે સહાય પવિત્રતાનાં રક્ષણ ખાતર દક્ષ રહે ચ, એ પાપનો નાશ કરવા સહજસિધ્ધ હોય છે.
એવો આ પવિત્રતા રક્ષક શિવ બાળ ગણેશનું, એક નિરપરાધ બાળકનું મસ્તકકેવી રીતે કાપી શકે? શક્ય જ નથી! આ ઘટના જ બને છે અતિમાનસ સ્ટાર પર. શિવનાં કર્પૂરગૌર' અર્થાત કપૂર જેવો ગૌર વર્ણનો, એવા શુદ્ધતમ સ્વરૂપને માયાના ફેલાવામાં અનેક સાધના અને ઉપાસનાઓ ને કારનેનિર્માણ થયેલા મંત્ર અને શ્લોક માં ની માનવી અપવિત્ર ભાવના સહન ના કરી શક્યું. દ્રવ્યશક્તિ પાર્વતીમાતા નાં વિરોધ ને કારણે જ સિદ્ધ થનારી અલગ અલગ ઉપાસનાઓ અથવા ય જ્યારે 'શિવ'નો વિરોધ કરવા લાગી એટલે કે પવિત્ર કાર્યો માટે પરમાત્માની ઉપાસના વાપરવાનો પ્રયોગ થવા લાગ્યા, ત્યારે સરળ છે કે પરમશિવ પરમાત્મા ક્રોધિત થઈ ઉઠ્યા અને તેણે આવા મંત્ર અને યજ્ઞવિધાનોને જોડનારી "માયાબીજો' કાપી નાંખી અને તેને બદલે દરેક પરમાત્મા ઉપાસના નાં મંત્ર ની અગાઉ 'ઓમ' (ૐ) એટલે કે પ્રણવનું ઉચ્ચારણ અનિવાર્ય કર્યું. ૐ કાર એટલે જ ગજમુખ જે બાળગણેશનાં ધડ પર બેસાડવામાં આવ્યું.
વેદોમાં પણ શરૂઆત માં વિનાયક ગણોનો ઉલ્લેખ ત્રત્રાસદાયક અને વિઘ્નકારક એવો જ થાય છે, જયારે બ્રહ્મણસ્પતિ એવા ગણેશનાં મુળ રૂપનો ઉલ્લેખ જો કે પવિત્રતમ સ્વરૂપ તરીકે થાય છે.
આ બે માં નો વિરોધ એટલે મૂલત: વિરોધ જ નથી પણ બ્રહ્મનસ્પતિ (ગણપતિ) શાસન વિરહિત વિનાયક ગણ એટલે કે ૐ કાર વિરહિત અશુધ્ધ મંત્ર-તંત્ર, આ મહત્વનું સૂત્ર અહીં પ્રતિપાદિત થયેલું દેખાય છે.
'ૐ' આ પ્રણવ નાં ચિન્હ નું ઐતિહાસિક વિકાસ જોઈએ તો આ વાત સહજતા થી સમજાશે.
ઈસ્વીસન પૂર્વ નાં કાળ માં મળેલા લિખિત અથવા અલિખિત વાંગ્મય માં પ્રણવ અર્થાત ૐકાર આ આપણે હાલ નાં સમય માં જે રીતે લખીએ છીએ, (ૐ), તે રીતે ન હોઈ ( ) આ રીતે કોરેલો મળે છે.
સંતશ્રેષ્ઠ જ્ઞાનેશ્વરે પણ,
ૐ નમોજી આદ્યા । વેદપ્રતિપદયા।
જય જય સ્વસંવેદ્યા। આત્મરૂપ ।।
![]() |
| સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ પોતાના ઘરમાં ગણેશોત્સવના પ્રસંગે ગણેશ મૂર્તિને ફૂલોની માળી પાઠવી રહ્યા છે. |
આવા સ્પષ્ટ અને સરળ શબ્દો માં આ ગણેશે આ વિશ્વ માં ની પ્રથમ અભિવ્યક્તિ ૐકાર એ ધ્વનિ એ જ પોતાનું રૂપ તરીકે ધારણ કર્યું છે અને તેથી જ એ સ્વસંવેદય છે એવું દેખાડયું છે. શ્રીગણપતિ અથર્વશીર્ષ એટલે શ્રીમહાગણપતિ નાં જન્મકથા નો પરમૉત્કર્ષ. "થર્વ" એટલે ચંચલતા અને અરાજકતા. અને આ ચંચલતા અને માનસિક અરાજકતા દૂર કરનારૂં સ્તોત્ર એ અથર્વ સ્તોત્ર અને આવું અથર્વશીર્ષ એટલે કે સર્વ મંત્રોનું શીર્ષ અર્થાત મસ્તક ધરાવનારા મહાગણપતિ.
પાર્વતિ માતાનું આ ગણપતિ પર તેથી જ અત્યંત પ્રેમ છે અને એના કારણે અનેક કથા પણ પ્રચલિત છે. જે જે અનુચિત છે તેને ક્યારેય બળ ન આપવું અને જે જે ઉચિત છે તેને બળ આપવું એ ૐકર નો પ્રમુખ ગુણધર્મ છેઅને તેથી જ ગજવદન, મંગલમૂર્તિ મહાગણપતિને નમસ્કાર કર્યા વગર કોઈપણ માનવી કાર્ય શુભ થઈ જ શકતું નથી.
मराठी >> हिंदी >> English >> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>>


Comments
Post a Comment