![]() |
સંદર્ભ - સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુના દૈનિક પ્રત્યક્ષમ્ માં, સંતશ્રેષ્ઠ શ્રી તુલસીદાસજી રચિત શ્રીરામચરિતમાનસના સુંદરકાંડ પર આધારિત ‘તુલસીપત્ર’ નામની અગ્રલેખ શ્રેણીનો અગ્રલેખ ક્ર. ૮૫૪ - (૨૪-૦૬-૨૦૧૨). |
સદ્ગુરુ શ્રી અનિરુદ્ધે તેમના સુંદરકાંડ પરના તા. ૨૪-૦૬-૨૦૧૨ ના અગ્રલેખમાં, એટલે કે તુલસીપત્ર ૮૫૪ માં, ‘બ્રહ્મર્ષિ શ્યાવાશ્વ આત્રેય’ દ્વારા ‘ઉદ્દાલક’ને આપેલા વચન મુજબ ઋગ્વેદના પ્રથમ મંડળના ૧૮મા સૂક્ત, જે ‘આદ્યબ્રહ્મણસ્પતિ સૂક્ત’ તરીકે પ્રસિદ્ધ છે, તેના વિશે સંક્ષિપ્ત વિવરણ કર્યું છે, જે સમજવામાં ખૂબ જ સરળ છે.
![]() |
માઘી ગણેશોત્સવમાં શ્રી ગણપતિ અથર્વશીર્ષના પાઠ થાય છે તે સ્થળે શ્રી ગણેશની મૂર્તિ વિરાજમાન છે. |
તુલસીપત્ર-૮૫૪
સુનત બિનીત બચન અતિ કહ કૃપાલ મુસુકાઇ ।
જેહિ બિધિ ઉતરૈ કપિ કટકુ તાત સો કહહુ ઉપાઇ ॥૩૩૪॥
(અર્થ: સમુદ્રના અત્યંત વિનયપૂર્ણ વચન સાંભળીને કૃપાળુ શ્રીરામ હસીને બોલ્યા, “હે તાત! જે ઉપાયથી વાનરોની સેના સમુદ્ર પાર કરી શકે તે ઉપાય બતાવો.”)
૯ કિરાત કાલ -
ઉદ્દાલકને આપેલા વચન અનુસાર, બ્રહ્મર્ષિ શ્યાવાશ્વ આત્રેયે ઋગ્વેદના પ્રથમ મંડળનું ૧૮મું સૂક્ત, જે ‘આદ્યબ્રહ્મણસ્પતિ સ્તોત્ર’ તરીકે પ્રસિદ્ધ છે, તે ગાવાનું અને સમજાવવાનું શરૂ કર્યું.
સૂક્ત ૧૮
(૧) સોમાનં સ્વરણં કૃણુહિ બ્રહ્મણસ્પતે કક્ષીવન્તં યઃ ઔશિજઃ॥
હે જ્ઞાનના સ્વામી બ્રહ્મણસ્પતિ! જેમ તમે ઔશિજ કક્ષીવાનને તેજસ્વી બનાવીને તેનો પરમોત્કર્ષ કર્યો, તે જ રીતે તમારા માટે સ્તોત્ર ગાનારા મારા જેવા ક્ષુલ્લક ભક્તને પણ પ્રગતિના પથ પર લઈ જાઓ.
(૨) યઃ રેવાન્ યઃ અમીવહા વસુવિત્ પુષ્ટિવર્ધનઃ સઃ નઃ સિષુક્તુ યઃ તુરઃ॥
હે બ્રહ્મણસ્પતિ! તમે ‘રેવાન્’ છો, એટલે કે કોઈ પણ ઐશ્વર્ય આપી શકો છો, તમે જ ‘વસુવિત્’ છો, એટલે કે અત્યંત દાનવીર છો, તેમજ ‘પુષ્ટિવર્ધન’ એટલે કે બળવૃદ્ધિ કરનાર છો અને ‘તુરઃ’ એટલે કે કોઈ પણ કાર્ય શીઘ્ર ગતિથી કરનાર છો. અને એટલે જ, તમે અમારા પર શીઘ્ર કૃપા કરો.
(૩) મા નઃ શંસઃ અરરુષઃ ધૂર્તિઃ પ્રણઙ્ મર્ત્યસ્ય રક્ષ નઃ બ્રહ્મણસ્પતે॥
હે બ્રહ્મણસ્પતિ! દુરાચારી અને ધૂર્ત શત્રુઓની વાતો અને તેમનાં દુષ્કર્મોથી અમને કોઈ બાધા ન થવા દો, અમારી બધી બાજુથી રક્ષા કરો.
(૪) સઃ ધ વીરઃ ન રિષ્યતિ યં ઇન્દ્રઃ બ્રહ્મણસ્પતિઃ સોમઃ હિનોતિ મર્ત્યં॥
જે માનવી પર બ્રહ્મણસ્પતિ સહિત ઇન્દ્ર અને સોમ કૃપા કરે છે, તે ભક્ત ક્યારેય નષ્ટ કે દુર્બળ થતો નથી.
(૫) ત્વં તં બ્રહ્મણસ્પતે સોમઃ ઇન્દ્રઃ ચ મર્ત્યં દક્ષિણા પાતુ અંહસઃ॥
હે બ્રહ્મણસ્પતિ! તમે સ્વયં ઇન્દ્ર, સોમ અને દક્ષિણા (દક્ષ પ્રજાપતિની કન્યા) સાથે મળીને ભક્તને તેના પાપોથી બચાવીને તેનું રક્ષણ કરો, એવી વિનમ્ર પ્રાર્થના છે.
(૬) સદસઃ પતિં અદ્ભુતં પ્રિયં ઇન્દ્રસ્ય કામ્યં સનિં મેધાં અયાસિષં॥
હે બ્રહ્મણસ્પતિ! તમે સર્વ સદનોના અધિપતિ છો, એટલે કે જ્યાં જ્યાં સમૂહ બને છે, ત્યાંની સાંઘિક ભાવનાના તમે નિયંત્રક છો. અને એટલે જ તમે એક જ સમયે ભક્ત-સંઘના સૌની કામનાઓ પૂર્ણ કરી શકનારા અદ્ભુત દાનવીર છો. તમે કિરાત-રુદ્રને અત્યંત પ્રિય છો. મારી મેધા એટલે કે બુદ્ધિ તીક્ષ્ણ રહે, એવી પ્રાર્થના હું તમને કરું છું.
![]() |
શ્રીઅનિરુદ્ધગુરુક્ષેત્રમ માં શ્રીચંડિકાકુલ અને શ્રીમુલાર્ક ગણેશ |
(૭) યસ્માત્ ઋતે ન સિધ્યતિ યઃ વિપશ્ચિતઃ ચ ન સઃ ધીનાં યોગં ઇન્વતિ॥
જેમના સહાય અને આધાર વિના તપસ્વીઓની તપસ્યા, ગાયત્રી ઉપાસકોના યજ્ઞ અને વિદ્વાનોની જ્ઞાનસાધના સફળ થઈ શકતી નથી, તે બ્રહ્મણસ્પતિ શ્રદ્ધાવાનોની પ્રજ્ઞાને નિરંતર પ્રેરણા આપતા રહો.
આ ઋચાને ‘જ્ઞાનસાધનાગાયત્રી’ કહેવામાં આવે છે અને તેના અનુષ્ઠાનથી ત્રણ બાબતો સિદ્ધ થાય છે. અ) સાધકની બુદ્ધિ તીક્ષ્ણ અને સબળ બને છે. બ) તેની અર્થ સમજવાની શક્તિ વધતી રહે છે. ક) તે ગમે તેટલો જ્ઞાનવાન થઈ જાય, તો પણ તે ચંડિકાકુળ પ્રત્યે વિનમ્ર અને શરણાગત જ રહે છે.
(૮) આત્ ઋધ્નોતિ હવિષ્કૃતિં પ્રાંચં કૃણોતિ અધ્વરં હોત્રા દેવેષુ ગચ્છતિ॥
આ મહાન બ્રહ્મણસ્પતિ યજ્ઞ કરનારાઓની અને ખેડૂતોની સતત ઉન્નતિ કરતા રહે છે. આ બ્રહ્મણસ્પતિ જ સર્વ પ્રકારના યજ્ઞોને સફળ અને સંપૂર્ણ કરે છે. આ બ્રહ્મણસ્પતિ જ પરમાત્માની પ્રશંસા કરનારી અમારી વાણીને અર્થપૂર્ણ બનાવે છે.
(૯) નરાશંસં સુધૃષ્ટમં અપશ્યં સ પ્રથસ્તમં દિવઃ ન સદ્મ-મખસં॥
સૂર્ય કરતાં પણ તેજસ્વી, અત્યંત પરાક્રમી, કોઈ પણ કાર્ય સહેલાઈથી કરનારા, ભક્તોને અત્યંત પ્રિય અને માનવો દ્વારા સદૈવ પ્રથમ પૂજાતા બ્રહ્મણસ્પતિને મેં જોયા અને તેમના દર્શનથી હું તૃપ્ત થયો.
અગ્રલેખના અંતે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ લખે છે -
‘મારા વ્હાલા શ્રદ્ધાવાન મિત્રો, આપણે અષ્ટવિનાયકના પૂજન અને દર્શન સમયે કિરાત-રુદ્રપુત્ર બ્રહ્મણસ્પતિ અને પરમશિવપુત્ર ગણપતિની એકરૂપતાનો સાક્ષાત્કાર કરાવનારા ગૌરીપુત્ર સ્વરૂપને પૂજીએ છીએ.’
![]() |
માઘી ગણેશોત્સવ દરમિયાન અષ્ટવિનાયક નાં દર્શન લેતી વખતે સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ |
Comments
Post a Comment