Tuesday, August 12, 2025

વિજ્ઞાનમય કોષનું મસ્તક

 

વિજ્ઞાનમય કોષનું મસ્તક  - (સંદર્ભ - સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષમાં નો અગ્રલેખ (૦૨-૦૯-૨૦૦૬)
 (સંદર્ભ - સદ્ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુનો દૈનિક પ્રત્યક્ષમાં નો અગ્રલેખ (૦૨-૦૯-૨૦૦૬)

આજે આપણે શ્રીમહાગણપતિની જન્મકથામાંથી સ્પષ્ટ થતો ત્રીજો સિદ્ધાંત જોવાનો છે. આ ફ઼ેલાયેલા વિશ્વમાં દ્રવ્યશક્તિ અને ચૈતન્યનો દરેક ઠેકાણે અત્યંત મંગલમય અને સહજસિદ્ધ સહયોગ જોવા મળે છે. પરંતુ માનવના માનવીય વિશ્વમાં જો કે, આ દ્રવ્યશક્તિનાં વિવિધ રૂપો અને આવિષ્કાર અને તે મૂળ શુદ્ધ અને પરમપવિત્ર ચૈતન્યના નાનાવિધ આવિષ્કારોનો સહયોગ જોવા મળે છે. પરંતુ માનવને પ્રાપ્ત થયેલી બુદ્ધિસ્વાતંત્રતા એટલે કે કર્મસ્વાતંત્રતાનાં કારણે સંઘર્ષ પણ જોવા મળે છે. પરંતુ આ સંઘર્ષ શિવ અને શક્તિ વચ્ચેનો સંઘર્ષ નથી, પણ તેમના અનુયાયીઓની માનસિકતામાંનો સંઘર્ષ છે, તે સમજવું અત્યંત આવશ્યક છે.

(સદ્ ગુરુ શ્રી અનિરુધ્દ બાપુ ગણેશોત્સવની સમયે તેમના નિવાસસ્થાનમાં ગણપતિનું અર્ચન કરતા)
સદ્‍ગુરુ શ્રી અનિરુદ્ધ બાપુ ગણેશોત્સવના સમયે તેમના નિવાસસ્થાને ગણપતિનું અર્ચન કરતી વખતે

દ્રવ્યશક્તિનું એક રૂપ એટલે જ માનવના ભૌતિક વિકાસ માટે સહાયક થનારી વિદ્યાની વિજ્ઞાન શાખા. વિજ્ઞાન, પછી તે ભૌતિકશાસ્ત્રનું હોય, રસાયનશાસ્ત્રનું હોય કે જીવશાસ્ત્રનું હોય, હંમેશા માનવની સર્વાંગીણ પ્રગતિ જ કરતું રહે છે અને એ જ જગન્માતાની મૂળભૂત પ્રેરણા છે. પરંતુ જ્યારે આ જગન્માતાના વાત્સલ્યને કારણે આ વિજ્ઞાન વધવા લાગે છે, ત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ ષડરિપુઓનાં સંવર્ધન માટે માનવ વિજ્ઞાનનો ઉપયોગ જગન્માતા એટલે કે મહાપ્રજ્ઞાને માન્ય ન હોય તેવી વસ્તુઓ માટે કરવા લાગે છે. તે છતાંય, આ જગન્માતા પોતાના આત્યંતિક વાત્સલ્યને કારણે પોતાના સંતાનોના દુર્ગુણો પ્રત્યે દુર્લક્ષ્ય કરીને તેમને વધુને વધુ વિકાસની તક આપતી જ રહે છે. પરંતુ જ્યારે સર્વ ભૌતિક વિદ્યાઓનો ઉપયોગ તે પરમાત્માના સત્ય, પ્રેમ અને આનંદ, આ ત્રિસૂત્ર ને છોડીને થવા લાગે છે, ત્યારે તે જ જગન્માતા પોતાના સંતાનોને ઉચિત માર્ગ પર લાવવા હેતુ થી કાર્ય માટે ઉદ્યુક્ત થાય છે. પવિત્રતા અને સત્યથી વિમુખ થવાને કારણે જ જીવને અપાર દુઃખો ભોગવવા પડે છે, તે જાણીને આ કરુણામયી માતા હવે પોતાના માતૃત્વનો અનુશાસનપ્રિય અવતાર ધારણ કરે છે. એક સામાન્ય માનવીય માતા પણ ભૂલ કરનાર કે વારંવાર ખોટું વર્તન કરનાર પોતાના સંતાનને, તેના જ કલ્યાણ માટે, "મારી પાસે આવતો નહીં, હું તારી નહીં થાઉં, તું મને બિલકુલ ગમતો નથી." એવું ફક્ત મોઢેથી કહેતા અને પ્રેમ ફક્ત હૃદયમાં રાખીને ઉચિત સમયે તાડન પણ કરે છે, તો પછી સર્વ જાણનારી આ વિશ્વમાતા પોતાના બાળકોનું અધઃપતન ટાળવા માટે કોઈપણ પગલું ભરતા જરા પણ ખચકાશે ખરી?

ભૌતિક વિજ્ઞાનના બળને કારણે ભગવાનને ભૂલી ગયેલા અને તેથી જ ઉન્મત્ત થઈને ભગવાનનો ન્યાય આપણને લાગુ નથી, એવા ઘમંડથી જ્યારે માનવ સર્વ ભૌતિક વિદ્યાઓ અને કલાઓનો ઉપયોગ અને વિનિયોગ, રાક્ષસી મહત્વાકાંક્ષાઓ માટે કરવા લાગે છે, ત્યારે આ વિજ્ઞાનની જનની માનવના આ ભૌતિક બળને પોતાના કાંડા પરના બાહ્ય લેપના મેલ સમાન જાણીને પોતાથી દૂર કરે છે અને તે પણ તેને સુંદર અને લોભસ રૂપ આપીને જ. એટલું જ નહીં, પરંતુ પોતાની શુદ્ધિનું એટલે કે સ્નાનનું કારણ જણાવીને માનવને જ ઉમાના વાત્સલ્યનો ઉપયોગ કરીને નિર્માણ કરેલા ભૌતિક બળને પોતાના અંતર્ગૃહના દરવાજા બહાર કાઢે છે અને ત્યાં જ ઊભો રાખે છે અને જે ક્ષણે તેનો દરવાજો બંધ થાય છે તે જ ક્ષણે થોડો પણ અહંકાર અથવા અલ્પ પણ અપવિત્રતા સહન ન કરનારા તે પરમશિવ ત્યાં આવે છે. અર્થાત જ, માનવીય અહંકાર અને પરમાત્માના અકારણ કારુણ્યનો સંઘર્ષ શરૂ થાય છે અને અર્થાત જ, દ્રવ્યશક્તિના સામર્થ્યથી એટલે કે ભૌતિક બળથી પોતાને બળવાન સમજતા તે તામસી અહંકારનું મસ્તક

(માઘી ગણેશોત્સવમાં શ્રી ગણેશનું અભિષેક)
માઘી ગણેશોત્સવમાં શ્રી ગણેશનો અભિષેક

કાપી નાખવામાં આવે છે. પરંતુ ગમે તેટલી કઠોર બની જાય તો પણ માતાનું હૃદય તો વ્યથિત થાય છે જ અને તે પોતે જ બંધ કરેલા દરવાજા ખોલીને દોડીને બહાર આવે છે અને પોતાના પતિ સાથે સંઘર્ષ માટે તૈયાર થાય છે કારણ કે આ જગન્માતાને 'વિજ્ઞાન'નો સમૂળ નાશ નથી જોઇતો પણ માત્ર વિજ્ઞાનના તામસિક મસ્તકનો જ નાશ અપેક્ષિત હોય છે. તેનું વિજ્ઞાનરૂપી લાડકું બાળક તેને સદૈવ જીવતું રહે એ જોઈતું હોય છે. દેવોના ગુરુ બૃહસ્પતિ એટલે પવિત્રતાની સાથે આવશ્યક સાવધતા. આ વૈશ્વિક સાવધતા શિવશંકરને તે બાળકને ફરીથી જીવંત કરવાની આજ્ઞા આપે છે અને પછી તે સાવધતા સ્વીકારેલી પવિત્રતા એટલે કે પરમશિવ, તે બાળકને ગજમુખ લગાવે છે કારણ કે તે પાર્વતીમાતાએ જ તે બાળકને જન્મની સાથે જ 'અંકુશ' શસ્ત્ર તરીકે આપેલું હોય છે. આ ગજમસ્તક એટલે સર્વ ભૌતિક વિદ્યાઓ અને બળોની ઉપર રહેલું વિજ્ઞાનનું જ મંગલમૂર્તિ સ્વરૂપ અને આવો આ ગજાનન ફરી એકવાર શિવ-પાર્વતીના ખોળામાં વિરાજમાન થાય છે.

માનવના સર્વ સામર્થ્યો અને ક્રિયાઓને એટલા માટે આ મહાગણપતિ જ શુભત્વ, પવિત્રતા અને માંગલ્ય પ્રાપ્ત કરાવી શકે છે.

No comments:

Post a Comment

AD (728x60)