Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love

Tuesday, June 11, 2013

હું અનિરુધ્ધ છું

| હરિ ૐ |


હું અનિરુધ્ધ છું


પોતાના પચાસમાં જન્મદિવસ નિમિત્તે પ્રકાશિત થનાર દૈનિકની વિશેષ આવૃતીમાંનો અગ્રલેખ અને તે પણ પોતાની ઉપર જ લખવાવાળો, કદાચ હું એકમેવ કાર્યકારી સંપાદક હોઈશ. મારી માતા નાનપણમાં હંમેશા કહેતી હતી કે,‘આ છે ને શું કરે છે, કઈં ખબર જ નથી પડતી,’ મારી માતા મને ‘ચક્રમાદિત્ય ચમત્કાર’ કહેતી. મોટે ભાગે તો મારા આ ચક્રમપણાનો વિકાસ કાયમ થતો જ રહ્યો. પ્રત્યેકને શાળાનાં શિક્ષણ પછી ભલે એકપણ આંક આવડતો ન હોય પણ ‘હું એકે હું થી હું દસે હું’ આ આંક સહજતાથી આવડતો જ હોય છે, કેમકે આ ‘હું’ દસે દિશામાં મનરૂપી ઘોડા પર બેસી ફાવે તેમ ઉછળી શકે છે. હું આવો છું કે હું તેવો છું, હું કઈં આવો નથી અને હું કઈં તેવો નથી, મને આ જોઈએ છે અને મને તે નથી જોઈતું, મેં આ કર્યું અને મેં તે કર્યું, આવા અનેક રૂપથી પ્રત્યેકમાંનો ‘હું’ ઉછાળા મારતો જ રહે છે. અને આ અનિરુદ્ધ તો નાના છોકરાનાં ‘ધાંગડધિંગા’ શિબિરનો જબરો સમર્થક છે. તો પછી આ અનિરુદ્ધમાં રહેલ ‘હું’ સ્વસ્થ થોડી બેસવાનો ?

હું આવો છું અને હું તેવો છું - 

  હું કેવો છું એ ફક્ત મને જ ખબર છે. પણ હું કેવો નથી એની મને જરા પણ જાણ હોતી નથી. હું કેવો છું ? તે મારી તે તે સ્થિતીમાં અસ્તિત્વ ધરાવતા માનવ પર અવલંબન નથી કરતું. તે તે પરિસ્થિતી પર પણ અવલંબન નથી કરતું. મારી બાજુમાં રહેલ માણસ કે પરિસ્થિતી કોઈ પણ પ્રકારની હોય, હું માત્ર જે છું તે જ હોવ છું, કારણકે હું હંમેશા વર્તમાન કાળમાં જ વાવરતો હોવ છું, અને વાસ્તવમાં જે છે તેનું ભાન કદી છૂટવા દેતો નથી. ભૂતકાળની જાણ અને સ્મૃતી, વર્તમાનકાળમાં વધારેમાં વધારે સભાનતા રહે તે પૂરતી જ અને ભવિષ્યકાળની કાળજી ફક્ત વર્તમાનકાળમાં સાવધ રહેવા પૂરતી જ, આ છે મારી વૃતી.

હું સારો છું કે ખરાબ - 

  આ નક્કી કરવાનો અધિકાર મેં પ્રચ્છન્ન મનથી સર્વ જગને આપી દીધેલ છે, કારણકે બીજા મારા માટે શું બોલે છે તેની મને જરા પણ નથી પડી. ફક્ત મારા દત્તગુરુ અને મારી ગાયત્રીમાતાને જે ગમે તે પ્રમાણે મારે હોવું જોઈએ એજ મારા જીવનનો એકમેવ ધ્યેય છે અને તેમના જ વાત્સલ્યને લીધે હું તેમની ઇચ્છા પ્રમાણે જ મારી જાતને ઘડતો રહ્યો છું.

હું કઈં આવો નથી અને હું કઈં તેવો પણ નથી  -  

  હું કેવો નથી, ક્યાં નથી અને ક્યારે નથી આ માત્ર મને ખરેખર ખબર નથી પણ હું શેમાં નથી એ માત્ર મને બરાબર ખબર છે અને આજ મારા પ્રત્યેક પ્રવાસમાંનો પ્રકાશ છે.

મને આ જોઈએ છે અને મને તે નથી જોઈતું  -  

  મને ભક્તકારણ જોઈએ છે અને રાજકારણ નહીં, મને સેવા કરવી છે પણ કોઈ પદ નથી જોઈતું, મને મિત્રોનાં પ્રેમરૂપી સિંહાસન જોઈએ છે પણ સત્તા નહીં, મને અહિંસા જોઈએ છે પણ કાયરતા નહીં, મને સર્વસમર્થતા જોઈએ છે પણ શોષણ નહીં, બળ જોઈએ છે પણ હિંસા નહીં, મને પરમેશ્વરના પ્રત્યેક ભક્તનું દાસ્યત્વ સ્વીકારવાનો છંદ છે પણ દાંભિક ઢોંગબાજી અને ગતાગમ વગરની શ્રદ્ધાનું (?) નાયકત્વ નહીં.

  હું કોઈને મળવા નથી જતો તેથી ઘણા લોકો નારાજ છે પણ મને કોઈની પણ પાસેથી કઈં જ જોઈતું નથી તેમજ મારે કોઈને કઈં આપવું પણ નથી. તો પછી કોઈને મળવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે ? હું મળું છું ફક્ત મારા મિત્રોને કારણ ‘આપ્તસંબંધ’ એટલે જ કે લેણદેણ વગરનો પ્રેમ એ જ એકમેવ કારણ હોય છે મારા મેળાપ માટે, એટલે જ મને નિર્વ્યાજ પ્રેમનો મેળાપ જોઈએ છે, પણ લેણદેણનો કે વિચારમંથનનો મેળાપ નથી જોઈતો.

  મને જ્ઞાન નથી જોઈતું એટલે જ્ઞાનના પોકળ શબ્દો નથી જોઈતા પણ મને પરિશ્રમપૂર્વક જ્ઞાનનો રચનાત્મક કાર્ય માટે થનાર નિ:સ્વાર્થ વિનિયોગ જોઈએ છે.

મેં આ કર્યું અને મેં તે કર્યું  -  

  ‘હું કઈં જ કરતો નથી, ના-મી સર્વ કઈં કરે છે.’ આ મારી અંતિમ શ્રદ્ધા છે. તો પછી મારામાં રહેલ ‘હું’ સ્વસ્થ બેસીને નિષ્ક્રિય રહે છે કે શું ? ના જરા પણ નહીં. આ અનિરુધ્ધમાં રહેલ ‘હું’ તે ‘ના-મી’ ના પ્રત્યેક શ્રધ્ધવાનના જીવનપ્રવાહને જોતો રહે છે અને તેના જીવનપ્રવાહની ગતી ક્યાંય અટકે નહીં અને તેનું પાત્ર સૂકાઈ ન જાય (વ્યર્થ ન જાય), તેની કાળજી લેવા તે ‘ના-મી’નો સ્તોત્ર, તેના જ પ્રેમથકી શ્રદ્ધાવાનના જીવનનદીમાં આવેલ કોઈ પણ અડથળાને માત આપીને સતત પ્રવાહિત રાખવા માટે સતત  ઠાલવતો રહે છે. હવે તમે મને કહો, આમાં મારું શું છે ?

  સત્ય, પ્રેમ અને આનંદ આ ત્રણ મૂળાધાર ગુણોનો હું નિ:સીમ ચાહક છું અને એટલે જ અસત્ય, દ્વેષ અને દુ:ખ આનો વિરોધ એ મારો નૈસર્ગિક ગુણધર્મ છે; આનો અર્થ એ છે કે આ કાર્ય પણ આપોઆપ ઘડાય છે. કારણકે જે સ્વભાવ છે તે આપોઆપ કાર્ય કરતો જ રહે છે, તે માટે જાણીજોઈને કઈં કરવું પડતું નથી.

  પ્રભુ રામચંન્દ્રનો મર્યાદાયોગ, ભગવાન શ્રીકૃષ્ણનો નિષ્કામ કર્મયોગ અને શ્રીસાઈનાથનો મર્યાદાધિષ્ઠિત ભક્તિયોગ આ મારા આદર્શ છે. હું સ્થિતપ્રજ્ઞ નથી, હું પ્રેમપ્રજ્ઞ છું. મારી બાંધુલકી ‘વાસ્તવથી’ એટલે જ સ્થૂલ સત્યથી નહીં, પણ જેમાં પવિત્રતા ઉત્પન્ન થાય છે એવા મૂળભૂત સત્યથી છે.

  મારે શું કરવું છે ? હું શું કરવાનો છું ? હું અગ્રલેખ કેમ લખું છું ? ત્રીજા વિશ્વ યુદ્ધ વિષે હું આટલું બધું કેમ લખું છું ? હું પ્રવચન કેમ કરું છુ ? આનો જવાબ મારી હ્રદયક્રિયા કઈ રીતે ચાલે છે અને હું શ્વાસ કઈ રીતે લઉં છું, એટલું સરળ છે, ખરેખર તો ઉત્તર તે જ છે.

  મારા મિત્રો, પવિત્રતા અને પ્રેમ આ બે પૈસા આપવાથી હું ખરીદાઇ જાઉં છું, બાકી કોઈ ચલણ મને ખરીદી નથી શકતું. ખરેખર તો આ અનિરુધ્ધમાંનો ‘હું’ ફક્ત તમારો જ છે, તે મારો ક્યારેય ન્હોતો અને ક્યારેય નહીં હોય.




મિત્રોનો મિત્ર,




2 comments:

AD (728x60)