મનુષ્યનું "હૃદય" એટલે શું?

દરેક મનુષ્ય પરમાત્માનો અવતાર જ છે, 108%. કોઈપણ મનુષ્ય ભલે ગમે તેટલો પાપી હોય, તેનામાં રહેલો જીવાત્મા આ પરમાત્માનો જ અંશ છે. બસ એક જ મોટો ફરક છે કે કોઈએ તેનો વિકાસ કર્યો છે, તો કોઈએ તેને વિકસિત કર્યો નથી. પાપીઓમાં તે સાક્ષી રૂપે રહે છે, જ્યારે પવિત્ર મનુષ્યોમાં તે કાર્યશીલ રૂપે રહે છે. એટલે કે, છેવટે એકનો બીજા સાથેનો વ્યવહાર, પરમાત્માના એક અંશનો બીજા પરમાત્માના અંશ સાથેનો સંબંધ છે. એટલે કે, એક વિષ્ણુનો બીજા વિષ્ણુ સાથે જ સંબંધ છે. અમને લાગે છે કે હૃદય એટલે રક્તનો પુરવઠો કરતો પંપ. હા, એ અર્થ બુધકૌશિક ઋષિને ખબર છે જ, તેમાં કોઈ પ્રશ્ન નથી.

પણ તેનાથી પરે, જ્યારે આપણે કહીએ છીએ કે આ માણસને હૃદય છે કે નહીં, ત્યારે આપણે તેને રક્તનો પંપ કરનારું અંગ છે કે નહીં એવો પ્રશ્ન નથી પૂછતા. આપણે પૂછીએ છીએ કે તેને ભાવનાઓ છે કે નહીં? તેને કંઈ સહાનુભૂતિ છે કે નહીં? તેને કંઈ કરુણા છે કે નહીં? તેને કંઈ પ્રેમ છે કે નહીં? "તેનું હૃદય પાષાણ છે." "તેના હૃદયમાં પથ્થર જડેલા છે." આનો અર્થ શું? તે માણસને ભાવનાઓ નથી. તેની ભાવનાઓ અત્યંત કઠોર છે, મૃદુતાની નથી. પ્રેમાળપણાની ભાવના નથી. તેનામાં જરા પણ ભીનાશ (હૂંફ) નથી.

તો, હૃદય એટલે શું? તે પ્રેમનું અધિષ્ઠાન (આધાર) છે. એટલે જુઓ, પ્રેમ ખાતર બાણ જેવું ચિત્ર કાઢીને એને હૃદયમાંથી આરપાર ગયેલું બાણ આપણે બતાવીએ છીએ જ. બરાબર કે નહીં? કારણ કે હૃદય એટલે પ્રેમનું સ્થાન અને તે ફક્ત પતિ-પત્નીના જ પ્રેમનું સ્થાન નથી. કોઈના પણ પ્રેમનું સ્થાન આ હૃદય જ છે. એટલે કે, જે કંઈ પ્રેમનું સ્થાન છે, તેને હૃદય કહે છે, તે આપણે સમજવું જોઈએ. "હૃદય પ્રેમનું સ્થાન છે" આ વાક્ય ખોટું છે, તો મારામાં જે પ્રેમનું સ્થાન છે, તે પ્રેમનું સ્થાન એટલે હૃદય અને તેનું રક્ષણ જામદગ્નજી કરો, એમ બુધકૌશિક ઋષિ વિનવે છે. જેના જીવનમાં પ્રેમ નથી ને, તે મનુષ્યનું જીવન વેરાન થઈ જાય છે, યાદ રાખો. આપણે દુનિયામાં  હંમેશા જોઈએ છીએ, સારા અને ખરાબની લડાઈ ચાલે છે. બધા લબાડ માણસો ક્યાં હારે છે, ખબર છે? તેઓ ફક્ત પ્રેમ આગળ હારે છે. કારણકે આ ખરાબ માણસો પાસે પ્રેમ હોતો નથી. તેઓ પ્રેમ સમજી શકતા નથી અને એટલે તે લોકો ક્યાં ફસાય છે? તેઓ એવી જગ્યાએ ફસાય છે જ્યાં ઉત્કટ પ્રેમ છે. આ ઉત્કટ પ્રેમ આગળ તેમને હાર સ્વીકારવી જ પડે છે. તેઓ કંઈ જ કરી શકતા નથી.

તો તમે કહેશો, અમારા સંપૂર્ણ શરીરમાં, આ દેહમાં પ્રેમનું સ્થાન અમારા મગજમાં છે કે અમારી છાતીમાં ક્યાંક રહેલું છે? કે ક્યાંક ગળામાં છે? ક્યાં છે? આ હૃદય એટલે શું? હું વિચાર કરીશ તો મારા ધ્યાનમાં આવશે કે મનુષ્ય પ્રેમ શા માટે કરે છે? તો બે વાત માટે. એક, કંઈક લાભ થાય એટલે. અથવા તે વાત એની માટે હિતકારક છે એટલે. જે વાત હિતકારક પણ નથી, તેમાંથી મને કંઈ લાભ પણ નથી, આવી બાબતો પર મનુષ્ય પ્રેમ કરે છે કે? નથી કરતો, 100% નથી કરતો.

મારા શરીરના પ્રત્યેક કોષમાં હૃદય છે. મગજમાં નહીં, પ્રત્યેક કોષમાં. મારા શરીરમાં જેટલા પણ કોષો છે, એક નખ અને વાળ છોડીને, તે કોષો નથી જ. તે મૃત પદાર્થો છે. મારા શરીરમાંના પ્રત્યેક કોષોમાં હૃદય છે, કારણકે પ્રત્યેક કોષમાં રસ છે. જેને આપણે પ્રોટોપ્લાઝમ કહીએ છીએ, તે રસ છે અને તે રસ છે એટલે આ કોષ જીવંત છે. તે રસ છે, તે પ્રોટોપ્લાઝમ છે એટલે આ કોષ સરળતાથી કાર્ય કરી શકે છે. આ જે રસ છે ને, તે રસ અમારા પ્રત્યેક કોષમાં અને કોષોની બહાર પણ છે. કોષની અંદરનો રસ ઓછો થાય તો પણ કોષ સુકાઈ જાય, અને કોષની બહારનો રસ સુકાય તો પણ કોષ સુકાઈ જાય. એટલે કોષની અંદર અને બહાર રસ હોવું, તે કોષના જીવંત રહેવા માટેની અત્યંત આવશ્યક વસ્તુ છે. રસ!

અમે શ્રીકૃષ્ણનું વર્ણન શું કરીએ છીએ? ‘રસોવૈસ: રસરાજ:’ કે જે રસરાજ છે, જે આ સંપૂર્ણ જીવનો - વિશ્વનો રસ છે, તે રસ એટલે આ ભગવાન શ્રીકૃષ્ણ, આ પરમાત્મા, આ શ્રીરામ! અને આ જે રસ છે ને, આ રસ એટલે જ હૃદય. આ આપણે સમજવું જોઈએ. હૃદય એટલે બીજી કોઈ વસ્તુ નહીં, તો મારા સંપૂર્ણ શરીરમાં જે રસ ફેલાયેલો છે. લિમ્ફ નહીં, લિમ્ફ કહીએ છીએ તે વસ્તુ અલગ છે. રસ એટલે પ્રોટોપ્લાઝમ છે, જે ફ્લ્યુઇડ છે, તે એટલે ઇન્ટ્રાસેલ્યુલર ફ્લ્યુઇડ અથવા એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લ્યુઇડ, જે કંઈ પણ છે, તે બધાને અમે રસ કહીએ છીએ અને તે રસમાં જ હૃદય છે. ભીનાશ... અને ભગવાન અમારી પાસે રહે છે, તેઓ ક્યાં રહે છે? તેઓ આ રસ દ્વારા કાર્ય કરે છે.

પરંતુ તેઓ રહે છે ક્યાં, કે જ્યાં સુધી અમારા મનમાં વિચાર છે, કે તેનાથી મને મારું હિત કરાવી લેવું છે, તેનાથી મને મારો લાભ કરાવી લેવો છે, ત્યાં સુધી તે 'તે' છે. તે હૃદયમાં નથી અને જ્યારે તે મારો હોવો, એમાં જ મારું હિત છે, તે મારો થવો એ જ મારો લાભ છે, આ વિચાર થાય છે, ત્યારે 'તે' નાબૂદ થાય છે. તે અંદર રહે છે. આ અમને સમજાવું જોઈએ કે જ્યાં સુધી મારે તેનાથી લાભ મેળવવાનો છે, તેનાથી મારું હિત કરાવી લેવાનું છે, ત્યાં સુધી તે 'તે' છે, કારણ કે 'તે' દૂર છે. પણ જ્યારે હું કહું છું, તેને પ્રાપ્ત કરી લેવો એ જ મારો લાભ છે, અને તેને પ્રાપ્ત કરી લેવામાં જ મારું હિત છે, ત્યારે તે 'તે' રહેતો નથી, કારણકે તે ત્યારે હૃદયમાં જઈને બેસેલો હોય છે. તે મારા જીવનના પ્રત્યેક રસમાં ભળી ગયો હોય છે. તે મારા હૃદયમાં બેસેલો હોય છે. આ હૃદયનું સ્થાન છે. પરંતુ તેના માટે મને ખબર હોવી જોઈએ કે તેનાથી લાભ મેળવવો, તેનાથી મારું હિત કરાવી લેવું, કે તેને મેળવવું એ જ હિત છે એમ માનવું.

------------------------------------

मराठी >> हिंदी >> Eng>> ಕನ್ನಡ>> తెలుగు>> বাংলা>> தமிழ்>> മലയാള>>

Comments