સદ્દગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુએ ૨૦૧૩માં પોતાના પ્રવચનમાં બધા શ્રદ્ધાળુઓના હિત માટે સ્વસ્તિક્ષેમ સંવાદમની સંકલ્પના બધા શ્રદ્ધાળુઓ સામે રજૂ કરી હતી.
આમાં દરેક શ્રદ્ધાળુ ચંડિકાકુળના કોઈપણ સભ્ય સાથે વાત કરી શકે છે. શ્રદ્ધાળુના મનમાં રહેલી ભાવનાઓ, વિચારો કે તે જે કંઈ કહેવા માંગે છે એ તેણે તે સભ્ય સામે રજૂ કરવાના હોય છે.
સ્વસ્તિક્ષેમ સંવાદમ્ એટલે શું?
દરેક વ્યક્તિ પોતાના મનની કોઈપણ વાત આ ચંડિકાકુળના કોઈપણ સભ્ય સાથે બોલી શકે છે. આપણે જે કંઈ બોલી રહ્યાં છીએ, તે માતા ભગવતી ચોક્કસ સાંભળી રહ્યાં છે, એવો પૂરો વિશ્વાસ આપણા મનમાં હોવો જોઈએ.
જે મનમાં બોલાય છે, તે જ સાંભળવામાં આવે છે. આ એક સંવાદ છે. આપણા મનની વાત જ્યારે તેમના સુધી પહોંચે છે, ત્યારે તેમની વાત (સંદેશ) પ્રાણમય સંવાદથી, પ્રાણોના સ્પંદનોથી (Vibrations) આપણા પ્રાણો સાથે જોડાય છે.
દરેકને એવું લાગે છે કે મન બદલાવું જોઈએ, પણ આ વાત માનવ માટે કઠિન છે. 'સ્વસ્તિક્ષેમ સંવાદમ્' (Swastikshema Samvadam) ના માધ્યમથી આપણે કર્મસ્વાતંત્ર્યનો યોગ્ય ઉપયોગ કરીને મનમાં યોગ્ય ફેરફારો કરી શકીએ છીએ.
‘સ્વસ્તિક્ષેમ સંવાદમ્’ (Swastikshema Samvadam) આ દિવ્ય ચંડિકાકુળ (Divine Chandikakul) સાથે કરવામાં આવતો સંવાદ છે, આ વિશે આપણા સદ્દગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુએ ‘પિતૃવચનમ્’ માં જણાવ્યું છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો.
સ્વસ્તિક્ષેમ સંવાદ કેવી રીતે કરવો?
સૌ પ્રથમ બાપુના અવાજમાં, નીચેનો જાપ કરવામાં આવે છે. ત્યારે સ્વસ્તિક્ષેમ સંવાદની શરૂઆત થાય છે.
"સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે |
શરણ્યે ત્ર્યમ્બકે ગૌરિ નારાયણિ નમોસ્તુ તે ||"
ત્યારબાદ ઓછામાં ઓછો પાંચ મિનિટનો સમય હશે, જે સમયે દરેક શ્રદ્ધાળુએ આંખો બંધ કરીને, આપણે પ્રત્યક્ષ ચંડિકાકુળ સામે બેઠા છીએ તેમ સમજીને, જાણીને, ચંડિકાકુળના કોઈપણ સભ્ય સાથે કે બધા સાથે એકસાથે પણ, પોતાને જે ગમે તે પ્રમાણે સંવાદ કરવો. આ સમયગાળા પછી બાપુના અવાજમાં માતૃવાત્સલ્ય ઉપનિષદનો, આ શ્લોક વગાડવામાં આવે છે.
"નમઃ સર્વશુભંકરે। નમઃ બ્રહ્મત્રિપુરસુંદરી।
શરણ્યે ચંડિકે દુર્ગે। પ્રસીદ પરમેશ્વરી।।"
સ્વસ્તિક્ષેમ સંવાદ ક્યાં કરી શકાય?
સદ્દગુરુ શ્રીઅનિરુદ્ધ બાપુની ખાતરી અને ગેરંટી છે કે આ પ્રકારે સ્વસ્તિક્ષેમ સંવાદમ’ના માધ્યમથી ચંડિકાકુળ સાથે કે ચંડિકાકુળના કોઈપણ સભ્ય સાથે કરેલો સંવાદ તેમના સુધી કોઈપણ અન્ય માધ્યમ / એજન્ટ વગર સરળતાથી ચોક્કસ પહોંચશે. દરેક અધિકૃત ઉપાસના કેન્દ્ર પર પણ આ પ્રકારે સ્વસ્તિક્ષેમ સંવાદમ્ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સંવાદમ્ દરમિયાન તે ઉપાસના કેન્દ્ર હરિગુરુગ્રામ જ હશે એવો બાપુનો સંકલ્પ છે. બાપુના સંકલ્પ અનુસાર સ્વસ્તિક્ષેમ સંવાદમ્ શ્રીહરિગુરુગ્રામ અને ઉપાસના કેન્દ્ર પર સાધી શકાશે. તેમજ રવિવારે ઓનલાઈન અંગ્રેજી ઉપાસનામાં પણ સ્વસ્તિક્ષેમ સંવાદનો લાભ લઈ શકાય છે. આ ઉપાસના દર રવિવારે સવારે ૧૦ વાગ્યે અને રાત્રે ૮.૩૦ વાગ્યે aniruddha.tv પર પ્રકાશિત થાય છે.
શ્રદ્ધાળુઓને ’સ્વસ્તિક્ષેમ સંવાદમ્’ના ખૂબ સુંદર અને જીવનમાં આમૂલ ફેરફારો લાવનારા અનુભવો મળેલા છે.സ്
-------------------------
Comments
Post a Comment