શ્રાવણ મહિનો શ્રવણ ભક્તિનો મહિનો છે અને આ મહિને વધુમાં વધુ શ્રવણ, પઠન અને પૂજન કરવા અંગે સદગુરુ શ્રી અનિરુદ્ધ બાપુએ શ્રદ્ધાવાનોને જણાવ્યું છે.
બાપુ તેમના પ્રવચનો અને અગ્રલેખો દ્વારા વારંવાર નામસ્મરણ, મંત્ર-સ્તોત્રજપ, આધ્યાત્મિક ગ્રંથપઠન અને સામૂહિક ઉપાસનાનું મહત્ત્વ સ્પષ્ટ કરે છે.
બાપુએ ૨૮ જુલાઈ ૨૦૧૧ના તેમના મરાઠી પ્રવચનમાં 'શ્રાવણ માસમાં ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રના પાઠનું મહત્ત્વ' આ સંદર્ભે જણાવ્યું હતું.
બાપુએ જે કહ્યું તેનો સારાંશ આ પ્રમાણે છે -
"સદગુરુતત્વ જેટલો પ્રેમ કરે છે તેટલો કોઈ જ કરી શકે નહિ અને કરી શકશે પણ નહિ. દરેકની મર્યાદા કેટલીયે વધી જાય, છતાં તે મર્યાદિત જ હોય છે, પરંતુ ફક્ત આ પરમેશ્વર જ અમર્યાદ છે. આ સદગુરુતત્વ ક્યારેય ખંડિત થતું નથી, તે નિર્ગુણ છે, નિરાકાર છે, પરંતુ સાથે સાથે તે સંપૂર્ણ ચૈતન્યમય છે.
ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્ર એ શ્રીગુરુ દત્તાત્રેયનું સ્તોત્ર છે અને તે લખનાર સ્વયં શ્રીવાસુદેવાનંદસરસ્વતી-સ્વામી મહારાજ છે. આ સ્તોત્ર પણ પાંચ પંક્તીઓ ધરાવે છે અને સહેલાઈથી ૧૦૮ વખત પઠન કરી શકાય છે.
આવા અસરકારક સ્તોત્રનો પાઠ આપણે શ્રાવણ માસમાં કરીએ છીએ."
આનાથી આપણને સમજાય છે કે આ સ્તોત્રનો પાઠ દૈનિક કરવો જોઈએ અને પવિત્ર એવા શ્રાવણ મહિનામાં તેનું સામૂહિક રીતે ૧૦૮ વખત પઠન કરવું જોઈએ, જે દરેક શ્રદ્ધાવાન માટે અનેક ગણું ફળદાયક છે.
સદગુરુના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાવાનો મોટી સંખ્યામાં સમગ્ર મહિના દરમિયાન હૃદયપૂર્વક સામૂહિક સ્તોત્રપાઠમાં ભાગ લે છે.
બાપુએ સત્યપ્રવેશ ગ્રંથમાં 'યજ્ઞેન-દાનેન-તપસા' વિશે જણાવ્યું છે.
તેમજ સ્તોત્ર પાઠ સાથે શ્રદ્ધાવાનો પોતાની ઈચ્છાનુસાર અન્નપૂર્ણા પ્રસાદમ યોજનામાં ધાન્ય અર્પણ કરે છે.
આ વર્ષે પાઠ દરમ્યાન ઈચ્છુક શ્રદ્ધાવાન આપેલ લિંક પર ક્લિક કરીને અન્નપૂર્ણા મહાપ્રસાદમ યોજનામાં દાન રકમ આપી શકે છે.
ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્ર વિશે એક કથા કહેવાય છે -
શકે ૧૮૩૩ એટલે કે સન ૧૯૧૧માં મહાન યતિવર્ય શ્રીવાસુદેવાનંદસરસ્વતી-સ્વામી મહારાજનો એકવીસમો ચાતુર્માસ કુરુગડ્ડી ખાતે યોજાયો હતો.
ત્યારે તેમના દર્શને આવેલા એક ભક્ત ઘરસ્તે, જેમણે સ્વામી મહારાજની દૃઢ ભક્તિ કરી હતી, તેમણે સંતાનપ્રાપ્તિ અને કર્જમુક્તિ માટે પ્રાર્થના કરી.
સ્વામી મહારાજની કૃપાથી તેમને તરતજ એક પુત્ર અને એક પુત્રી પ્રાપ્ત થયા અને તેમનું કર્જ પણ ઊતરી ગયું.
"ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ થાય અને કલિયુગમાં ભક્તોને આવનારી મુશ્કેલીઓ દૂર થાય, તેમને અખંડ માંગલ્ય પ્રાપ્ત થાય, જેમ અમારાં કષ્ટો દૂર થયા, અમે સુખી બની ગયા અને વધુ ભક્તિમય બન્યા;
તેમજ ભક્તોના કષ્ટો પણ દૂર થાય તે માટે જો કોઈ સ્તોત્ર લખવામાં આવે તો તે દરેક ભક્તને લાભકારક બનશે" - આવી વિનંતી તેણે મહારાજને કરી.
કરુણામય હૃદય ધરાવતા શ્રીવાસુદેવાનંદસરસ્વતી-સ્વામી મહારાજે આ વિનંતીને માની અને આ ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રની રચના કરી.
ધન્ય છે એ ભક્ત અને ધન્ય છે શ્રી મહારાજ. પાવન દત્તક્ષેત્ર નૃસિંહવાડીમાં આ સ્તોત્રનો નિત્ય પાઠ થાય છે.
આ ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રનો સામૂહિક પાઠ દર વર્ષે આપણી સંસ્થા દ્વારા શ્રાવણ મહિનામાં થાય છે.
ગુરુવાર સિવાયના દિવસોમાં સવારે ૯:૦૦થી બપોરે ૧:૦૦ સુધી અને સાંજે ૫:૩૦થી રાત્રે ૯:૦૦ સુધી સ્તોત્રપાઠ થાય છે.
ગુરુવારે સવારે ૯:૦૦થી બપોરે ૧:૦૦ સુધી અને બપોરે ૪:૦૦થી સાંજે ૭:૦૦ સુધી સ્તોત્રપાઠ થાય છે.
શ્રદ્ધાવાનોની સુવિધા માટે એક દિવસ ઓનલાઈન પાઠ પણ થાય છે.
આ સ્તોત્રની અંતિમ પંક્તીઓ મુજબ, આ સ્તોત્રના પાઠથી સદ્ધર્મપ્રેમ, સદ્બુદ્ધિ, ઈશ્વરભક્તિ અને સત્સંગ પ્રાપ્ત થાય છે.
માણસની પ્રાપંચિક અને આધ્યાત્મિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
ભગવાન પ્રત્યેનો પ્રેમભાવ અને ભગવાન પ્રત્યેની તડપ ઉદભવે છે.
પરમ આનંદમય શ્રીગુરુ દત્તાત્રેયને નમન કરીને "ઘોરકષ્ટોમાંથી અમારો ઉદ્ધાર કરો" એવો અનુરોધ પણ આ સ્તોત્રમાં છે.
આ સ્તોત્રમાં કહેવામાં આવ્યું છે: "શ્લોકપંચકમેતદ્યો લોકમંગલવર્ધનમ્। પ્રપઠેનિયતો ભકત્યા સ શ્રીદત્તપ્રિયો ભવેત્॥"
જેથી આપણને ખબર પડે છે કે આ સ્તોત્ર જગતનું મંગલ કરે છે.
"આ સ્તોત્રને નિશ્ચયપૂર્વક એટલે કે સંપૂર્ણ વિશ્વાસથી પાઠ કરનાર ભક્ત શ્રીગુરુ દત્તાત્રેયને પ્રિય બને છે" - એવું શ્રીવાસુદેવાનંદસરસ્વતી કહે છે.
"શ્રીગુરુને પ્રિય બનવું" - આ તો ભક્ત માટે સર્વોચ્ચ સિદ્ધિ છે.
શ્રદ્ધાવાનોને તેમની પ્રાપંચિક મુશ્કેલીઓ દૂર કરતો, ઈચ્છિત ફળ આપતો અને આધ્યાત્મિક ઉન્નતિ કરાવતો આ અસરકારક દત્તસ્તોત્રનો પાઠ કરવાનો અવસર સદગુરુ શ્રી અનિરુદ્ધના કારણે મળ્યો છે.
ભક્તિ સાથે સેવા માટે વિવિધ વિકલ્પો આપનારા બાપુએ એ.એ.ડી.એમ. (અનિરુદ્ધાઝ એકેડેમી ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની સ્થાપના આ ઘોરકષ્ટોદ્ધરણ સ્તોત્રના વ્યવહારિક ઉદાહરણ રૂપે કરી છે.
No comments:
Post a Comment