Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love

Tuesday, July 12, 2022

જે સદ્ગુરુ નાં ચરણો માં શ્રદ્ધા રાખી ને નમન કરે - સુદેશ ઘરત


સદ્ગુરુ આપણા અસંખ્ય કામો સતત કર્યા કરતો હોય છે ,અને એ પણ  ઢોલ નગારાં પીટયા વગર.અને પાછું, જો કોઈ ભગત સારું કામ કરે ,પછી ભલે ને એ કેટલુંય નાનું હોય ભગવાન એને બહુ જ મોટી ઉપલબ્ધિ ગણાવે છે.મારો અનુભવ આ વાત નું નિરૂપણ કરે છે.

મને સદ્ગુરુ બાપુ ની કૃપા નાં અનેક અનુભવ થયાં છે.અહિ થોડા અનુભવ પ્રસ્તુત કરું છું.

મારી પત્ની સુષ્માવિરા એ પંચશીલ પરીક્ષા ની શ્રુંખલા માં ની  પ્રથમ પરીક્ષા આપી.એની ઉત્તર પત્રિકા પર નોંધ (ટીપ્પણી) લખાઈ ને આવી “ફરી વાર” (કૃપા કરી ફરી પરીક્ષા આપો). એણે નક્કી કર્યુ કે હવે ફરી ક્યારેય પંચશીલ પરીક્ષા આપવી નહિ.એને એવું લાગ્યું કે આ પરીક્ષા એટલે આપણા ગજા બહાર ની વાત છે.મેં એને સમજાવ્યું , “ બાપુ એ હમેશાં કહ્યું છે કે પંચશીલ પરીક્ષા એ જ્ઞાન ની ચકાસણી ની પરીક્ષા નથી પણ ભક્ત નાં શ્રદ્ધા ની ,ભક્તિ ની ચકાસણી છે.મેં એને જણાવ્યું કે સદ્ગુરુ પર શ્રદ્ધા રાખ.બાપુ એ એમના બધા ભક્તો ને વચન આપ્યું છે ,”હું તારો ત્યાગ ક્યારેય કરીશ નહિ”.

થોડા સમય પશ્ચાત ,મારી પત્ની ને લાગ્યું કે એણે પંચશીલ પરીક્ષા ફરી આપવી જોઈએ.પરમપુજ્ય સદ્ગુરુ બાપુ નાં કૃપાશીર્વાદ  થકી મારી પત્ની પંચશીલ પરીક્ષા ની ચાર પરીક્ષાઓ માં ઉતીર્ણ થઇ ., બાપુ નાં અપરંપાર પ્રેમ અને લાભવિના નાં પ્રેમ  ને કારણે સુષ્મા એ આ ઉચાઈ સર કરી હતી.

”જેણે ધર્યા આ ચરણ અને મુક્યો  વિશ્વાસ”

પરમપુજ્ય સુચીત દાદા  ની ક્લિનિક પર સુષ્મા નાં પંચશીલ પરીક્ષા ની ઉત્તર પત્રિકા લેવા ,અમારી પુત્રી  શ્રેયા અમારી સાથે આવી હતી.દાદા એ શ્રેયા ને પૂછ્યું ,” બેટા, તું શું કરે છે?”. શ્રેયા એ જણાવ્યું ,હું ડી.એડ . નું ભણી રહી છું, ઈંગ્લીશ વિષય માં”.સાચું કહું તો મને ફાર્મસી નું ભણવું હતું પણ બાપુ એ મને ડી.એડ.માં જવાનું માર્ગદર્શન કર્યુ “. દાદા એ પૂછ્યું ,”તું બાપુ  ને ક્યાં મળી ?”. શ્રેયા બોલી ,”બાપુ મારા સપનાં માં આવ્યા હતાં,ત્યારે એમણે મને આ વાત કહી “. દાદા બોલ્યા,” શું ? તારા સપનાં માં આવી ને જણાવ્યું?  અને તું માની ગઈ?”.શ્રેયા બોલી,ભલે મારા સપનાં માં આવી ને જણાવ્યું,તોય મારા માટે બાપુ ની આજ્ઞા અને બાપુ એ ચીંધેલો માર્ગ જ સાચો માર્ગ છે. દાદા બોલ્યા ,”શ્રી રામ,હરી ઓમ “

દાદા એ શ્રેયાને આશીર્વાદ આપ્યા અને શું ચમત્કાર ,બીજે મહિને ડી.એડ. ની પરીક્ષા નું  રીઝલ્ટ લાગ્યું અને શ્રેયા એની કોલેજ માં પ્રથમ આવી.

સાચું કહું તો મેં પોતે પંચશીલ પરીક્ષા ની પાંચેય પરીક્ષા આપી છે અને બધી પરીક્ષા માં ઉત્તીર્ણ થયો છું.

દાદા એ મને એકવાર પૂછ્યું ,” તું ફરી વાર પરીક્ષા કેમ નથી આપતો?”. મેં કહ્યું,” દાદા મેં બીજીવાર આપી છે પણ  માત્ર પહેલી બે જ પરીક્ષા આપી છે .બાપુ સ્વયમ બોલ્યા હતા કે પંચશીલ પરીક્ષા ફરી ફરી ને આપતા રહો,તમને જો એક માર્ક પણ  વધારે મળે તો એમ સમજવું કે તમારી ભક્તિ,તમારી નિષ્ઠા માં હજી વધારો થયો છે.મને આ વાત બહુ ગમી”.દાદા બોલ્યા. ” બહુ સરસ”.

તેજ રીતે, અમારા પુત્ર રિતેશ ને પુસ્તકીય રીતે ભણવાનો કન્ટાળો છે .એ જેમતેમ કરી ને બારમી પાસ થયો છે. રિતેશ  પોતાના ભવિષ્ય માટે ચિંતિત હતો અને હવે આગળ શું કરવું એ વિચારતો હતો.તે વખતે ,બાપુ ની કૃપા થી , રિતેશ નો એક મિત્ર ઘરે આવ્યો અને એણે રિતેશ ને પૂછ્યું કે એની રૂચી શેમાં છે / રિતેશ એ કહ્યું કે એને તકનીકી જ્ઞાન (technical knowledge) મેળવવા માં રૂચી છે.

આ વાત સાંભળી એના મિત્ર એ રિતેશ ને બોરીવલી ખાતે ની “જેટકિંગ કોલેજ “ માં  એડમીશન મેળવવા માં મદદ કરી.ફરી એકવાર, સદ્ગુરુ બાપુ ની કૃપા થી રિતેશ બીજા ક્રમાંકે ઉત્તીર્ણ થયો . હવે રિતેશ કમ્પ્યુટર સાયંસ નું આગળ ભણી રહ્યો છે . આ બધું સદ્ગુરુ બાપુ નાં કૃપા આશીર્વાદ થકી જ થયું છે.

અમે સદાય માટે બાપુ નાં ઋણી છીએ.જે અમારા કુટુંબ માટે બાપુ એ કર્યુ છે ,તે માટે અમે સદાય એમના ઋણી રહીશું.ભગવાન એના ભક્ત ની નાની ઉપલબ્ધી નાં કેટલા બધા વખાણ કરે છે.જયારે બાપુ પંચશીલ પરીક્ષા માં distinction મેળવી ઉત્તીર્ણ  થયેલ ભક્તો નાં નામ લે છે ,ત્યારે  અમારે માટે સદ્ગુરુ નાં મોઢે એના ભક્ત નું નામ આવે એ જ ગર્વ ની વાત છે.અમારા માં થી ઘણા ને આ આનંદ પ્રાપ્ત થયો છે .બાપુ નાં ભક્ત પર નાં પ્રેમ ની આ નિશાની છે.

હું સદ્ગુરુ ચરણે નમન કરું છું.


No comments:

Post a Comment

AD (728x60)