Aniruddha Bapu is friend of all
Aniruddha Bapu
Aniruddha Bapu is worrior
Aniruddha Bapu consider himself Das
Aniruddha Bapu only wants Love

Tuesday, July 12, 2022

લીકેજવાળા ગેસ પર રસોઈ કરી, પણ સદગુરૂ બાપુ એ બચાવ્યા - અરુણા અલઈ,અમળનેર


આપણે ઘણીવાર ગેસ સિલિન્ડરનાં લીકેજને લીધે રસોઈઘરમાં થતાં ગમખ્વાર અકસ્માત કે  દુ:ખદ બનાવો વિષે વાંચિયે છિએ. આવા અકસ્માત કેટલાં ભયાનક અને ગંભીર હોય છે તે આપણે બધાં જાણીએ જ છીએ. પણ અહીં આ શ્રધ્ધાવાન એમની પર આવેલ પ્રસંગનું વર્ણન કરી રહ્યાં છે, જેમાં તેમને સદગુરૂ બાપુએ તેમના રસોઈઘરનાં ગેસ સિલિન્ડરમાં લીકેજ હોવાં છતાંય બચાવી લીધા, એટલું જ નહીં, એમણે સવારનો ચા-નાસ્તો અને જમવાનું આ બધી રસોઈ બનાવી, અને છતાંય, એમનાં દરવાજે ટકોરા મારી રહેલ ભયાનક પ્રસંગથી તેઓ હેમખેમ ઉગરી ગયાં.

મેં ગંગા નદીનો ધોધ જોયો છે, મેં ગંગોત્રીની મુલાકાત પણ લીધી છે, જ્યારે મેં બારેમાસ ધોધમાર વહેતી ગંગા નદી જોઈ , ત્યારે મને આશ્ચર્ય થયું કે કઈ રીતે આ ગંગાજીનાં નીર હજારો વર્ષથી અવિરત વહી રહ્યાં છે, આ વાત નો ખુલાસો તો વિજ્ઞાન પણ નથી આપી શકયું. એવું કહેવાય છે કે જ્યાં વિજ્ઞાન પુરૂં થાય છે, ત્યાં અધ્યાત્મ શરૂ થાય છે. માનવને પોતાના ભગવાનમાં, સદગુરૂમાં અડગ વિશ્વાસ અને શ્રધ્ધા હોવી જોઈએ. એટલે જ બાપુ આપણને હંમેશા કહે છે, "એક વિશ્વાસ અસાવા પુરતા,કર્તા હર્તા ગુરૂ ઐસા" (એવો અડગ વિશ્વાસ હોવો જોઈએ કે સદગુરૂ જ કર્તા છે, તારણહાર છે).

અહી મને થયેલ, અવિસ્મરણીય અને સામાન્ય માણસનાં સમજણની બહારનો અનુભવ વર્ણવી રહી છું .3 સપ્ટેમ્બર 2013ની સવારે, હું ચા બનાવવા કિચનમાં ગઈ અને ગેસ સ્ટોવ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ ગેસનો સ્ટોવ ચાલુ જ થતો ન હતો. એટલે મારા દીકરાએ  થોડા પ્રયત્ન કર્યા અને નવો ગેસ સિલિન્ડર જોડી આપ્યો, ત્યારબાદ સ્ટોવ ચાલુ થયો. મારી પુત્રવધૂએ ચા-નાસ્તો અને સવારનું જમવાનું પણ બનાવ્યું. પછી અમે કિચનમાં સફાઈ કરી. ત્યારબાદ હું,અનિલસિંહ અને મારી દીકરી હોલમાં આવીને બેઠા અને ત્યાં અમને ગેસ લીક થતો હોય એવી વાસ આવી. અમે તરત કિચન તરફ દોડયા અને ત્યાંનુ દ્રશ્ય જોઇને આભા જ બની ગયા. ગેસ સિલિન્ડરની પાઇપમાંથી  સુસવાટા ભેર, જોરદાર ગેસ લીક થઇ રહ્યો હતો. આખા ઘરમાં ગેસ પ્રસરી ગયો હતો. એનો મતલબ કે ગેસસિલિન્ડર પર રેગ્યુલેટર બરાબર ફીટ થયું નહોતું અને ગેસ બધે પસરી રહ્યો હતો. અમે તરત જ રેગ્યુલેટર બંદ કર્યુ અને અનિલસિંહે તરત જ ગેસ કંપનીમાં ફરિયાદ લખાવી.

મેકેનિક સાંજે 3 વાગે આવ્યો, અને એણે જ્યારે ચેક કર્યું ત્યારે એને સમજાયું કે રેગ્યુલેટરમાં વાલ્વ જ નથી. મેં મેકેનિકને કહ્યું કે આ શક્ય જ નથી કારણ કે હજુ થોડા કલાક પહેલાં જ અમે આ જ ગેસ પર બધું જમવાનું રાંધ્યું.

એ પણ જબરદસ્ત આશ્ચર્યચકિત થઈ ગયો. એણે દિવાલ પરનાં દત્તગુરૂ અને સદગુરૂ બાપુનાં ફોટો તરફ જોયું, અને બોલ્યો,"તમારી પર તમારા સદગુરૂનાં કૃપા આશિર્વાદ છે, તેને લીધે જ અહીં જીવલેણ અકસ્માત નહી  થયો".

પછી એણે વાલ્વ બેસાડયો અને ગેસ સિલિન્ડર વ્યવસ્થિત કર્યો. અમે મનમાં બાપુનો વારંવાર આભાર માન્યો. માત્ર સદગુરૂનાં કૃપા આશિર્વાદ  ને જ કારણે જીવલેણ અકસ્માત થતો બચી ગયો હતો. આગળ ભવિષ્યમાં શું થવાનું છે, તેની જાણ આપણાં સદગુરૂને હોય જ છે. આ બાબતની  ખાતરી આપણને એ વાતથી થાય છે કે જ્યારે પણ શ્રધ્ધાવાન ગમે તેવી મુસીબતમાં ફસાયો હોય, તેના સદગુરૂ તેને ઉગારવા હાજર જ હોય છે.

બાપુ અમે અંબજ્ઞ છીએ. 

No comments:

Post a Comment

AD (728x60)